29 જૂનનું રાશિફળ / સોમવારે કર્ક જાતકોને શુભ સમાચાર મળશે, મકર રાશિ માટે દિવસ પક્ષમાં રહેશે

daily astrology predictions of 29 June 2020, Ajai Bhambi
X
daily astrology predictions of 29 June 2020, Ajai Bhambi

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 12:30 AM IST

29 જૂન, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમારી સફળતા તમારી રણનીતિ તથા પ્લાનિંગ ઉપર નિર્ભર કરે છે. પરિશ્રમ દ્વારા ધન એકઠું કરવાના નવા સ્ત્રોત બનશે. તમારો ઉત્સાહ અને જોબ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- ધન આગમન સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. ધન રોકાણ કરતાં પહેલાં યોગ્ય રીતે તપાસ કરી લો. જમીનની ખરીદારી સંબંધિત કાગળ ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- પારિવારિક તથા વ્યવહારિક જીવનમાં તાલમેલ જાળવો
વ્યવસાયઃ- વેપાર વિસ્તારની યોજના ઉપર વિચાર કરો
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના મામલે બેદરકારી કરશો નહીં.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ સામાજિક કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવાથી સમાજમાં તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમારી યોગ્યતા અને પ્રતિભા લોકો સામે આવશે.

નેગેટિવઃ- ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. ઉતાવળ અને અતિ ઉત્સાહના કારણે તમારું કોઇ કામ ખરાબ થઇ શકે છે.

લવઃ- જીવનસાથી સાથે હળવો વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- નોકરીમાં સ્થાળાંતરણની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- રાશિ સ્વામી બુધ તમને વ્યાવહારિક ગુણોમાં નિખાર લાવવા માટે અદભૂત શક્તિ પ્રદાન કરી રહ્યું છે. રાહુ પણ તમારી કલ્પના શક્તિને વધારી શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારે તમારા ઈગો ઉપર કાબૂ રાખવો પડશે. ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી માટે ડોક્ટર પાસે જવું પડી શકે છે.

લવઃ- કામ સાથે-સાથે પોતાના પરિવાર માટે પણ સમય કાઢો
વ્યવસાયઃ- વ્યવસાયના ક્ષેત્રમાં આવકના સ્ત્રોત ઓછાં રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિવારમાં કોઇ સંતાન સંબંધિત શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. જો કોઇ પોલિસી મેચ્યોર થઇ છે તો તરત જ પ્રાપ્ત ધનને કોઇ સ્થાને ઇન્વેસ્ટ કરી દો.

નેગેટિવઃ- કામ વધારે હોવાના કારણે સ્વભાવમાં ગુસ્સો રહેશે. જેના કારણે કોઇ નજીકના મિત્ર અથવા સંબંધિઓ સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથીનો સાથ તમને મળશે.
વ્યવસાયઃ- આજના દિવસની શરૂઆતમાં બધા જ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરી લો.
સ્વાસ્થ્યઃ- માનસિક થાક રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- જો કોઇ જમીન સંબંધિત ખરીદારીની યોજના ચાલી રહી છે તો આજે તેને અંજામ આપવાનો યોગ્ય સમય છે. યોજનામાં કોઇ વરિષ્ઠ વ્યક્તિની સલાહ જરૂર લેવી.

નેગેટિવઃ- કોઇ નજીકના મિત્ર અથવા સંબંધિ તમારા વિરૂદ્ધ લોકોમાં થોડી અફવાહ ફેલાવી શકે છે. તમારી યોજનાઓને ઘર સુધી જ સીમિત રાખો.

લવઃ- આજે પ્રેમ સંબંધ ઉજાગર થવાનો ખતરો રહેશે.
વ્યવસાયઃ- શેરબજારમાં અને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક અને મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્કની સીમા વધશે તથા આ સંબંધ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સંતાન સાથે સંબંધિત ચિંતાનું સમાધાન આજે સંભવ છે.

નેગેટિવઃ- ભાવુકતા અને ઉદારતા તમારી સૌથી મોટી નબળાઇ છે. તમારી આ નબળાઇ ઉપર કંટ્રોલ કરો. કેમ કે, અમુક લોકો તેનો ફાયદો ઉઠાવી શકે છે.

લવઃ- આજે થોડો સમય જીવનસાથી અને પરિવાર માટે પણ કાઢો.
વ્યવસાયઃ- આજે તમારા કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ પેદા થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમારે કોઇ જરૂરિયાતમંદ મિત્ર અથવા સંબંધીની મદદ માટે સમય કાઢવો પડશે. જો ભવન નિર્માણ સંબંધિત કોઇ કાર્ય અટવાયેલું હતું તો હવે તે શરૂ થવાની સંભાવના છે.

નેગેટિવઃ- કોર્ટ કેસ અથવા સરકારી મામલે લાંબા સમયથી અધૂરા પડેલાં કાર્યોમાં ગતિ આવશે. આજે કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો નહીં.

લવઃ- સંતાન અને તેમના મિત્રોની ગતિવિધિઓ ઉપર નજર રાખો.
વ્યવસાયઃ- નોકરીમાં ગંભીરતાથી કામ લેવું.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારી સાથે સંબંધિત થોડી મુશ્કેલીઓ રહેશે

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો સમય છે. આળસ છોડીને પૂર્ણ ઊર્જાથી કામમાં જોડાઇ જાવ. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે અને તેના વ્યક્તિત્વથી તમે પ્રભાવિત થશો.

નેગેટિવઃ- રૂપિયા-પૈસા સંબંધિત કાર્ય જાતે જ કરવાં. કોઇ અન્ય વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં. કોઇ ચાલાકી તમને નુકસાન પહોંચાડી શકે છે.

લવઃ- મર્યાદિત પ્રેમ સંબંધ તમારા વ્યક્તિત્વને નિખારશે.
વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજનાને ગંભીરતાથી લો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમારા પર્સનલ કામને પૂર્ણ કરવાનો સમય છે. પેપર સંબંધિત ફાઇલને વ્યવસ્થિત કરો. પ્રોપર્ટી સંબંધિત કોઇ અટવાયેલું કાર્ય જલ્દી જ સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ તમારી યોજનાઓનો ખોટો ઉપયોગ કરી શકે છે. તમારી કોઇ મહત્વપૂર્ણ વાત કોઇ વ્યક્તિ સામે પ્રગટ કરશો નહીં.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે.
વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિના કારણે વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટ સાથે સંબંધિત કબજિયાત જેવી સમસ્યા થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો તમે ઘરમાં કોઇ પ્રકારનું પરિવર્તન કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર વિચાર કરી શકો છો. તમારો દરેક નિર્ણય તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- મોસાળમાં કોઇ વ્યક્તિ સાથે કોઇ વાદ-વિવાદ થવાની આશંકા છે જેના કારણે તમારો જિદ્દી સ્વભાવ થશે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં સહયોગિઓનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે ગભરામણ જેવી પરેશાની રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય ઘરની બહાર જ વ્યતીત થશે અને તમે માર્કેટ સંબંધિત કાર્યો સમયે પૂર્ણ કરી લેશો. કોઇ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવું હોય તો દિવસ શુભ રહેશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની સંભાવના છે. કોઇપણ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિથી બચવું.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જાળવી રાખવામાં તમારો સહયોગ જરૂરી છે.
વ્યવસાયઃ- તમે થોડાં સમયથી તમારા કાર્યક્ષેત્રમાં વધારે મહેનત કરી રહ્યા છો.
સ્વાસ્થ્યઃ- ગરમી અને તણાવના કારણે તમે નબળાઇ અનુભવ કરશો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે થોડી ભાગ્યદાયક પરિસ્થિતિ બની રહી છે. સાથે જ, પરિવારનો સહયોગ પણ તમારા આત્મબળમાં વૃદ્ધિ કરશે. વધારે લાભની આશા કરશો નહીં.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક માન-સન્માનની ઇચ્છા અને દેખાડાની પ્રવૃત્તિના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. આ સમયે તમારે એકાગ્ર ચિત્ત થઇને કામ કરવું પડશે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.
વ્યવસાયઃ- મીડિયા સાથે જોડાયેલાં લોકોને લાભ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરશો નહીં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી