તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુક્રવારનું રાશિફળ:શનિની દૃષ્ટિથી વિષયોગ સર્જાયો છે, છતાં ધન, કુંભ સહિત 9 રાશિના જાતકો ગ્રહોની અશુભ અસરથી બચી જશે

3 મહિનો પહેલા
  • મકર રાશિના લોકોને પણ આજે અનુકૂળ ગ્રહસ્થિતિ નથી. કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે યોગ્ય સમય નથી.
  • મીન રાશિના લોકો કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરે. બપોર પછી કોઈ કામ બગડી શકે છે.

29 જાન્યુઆરી, શુક્રવારના રોજ અશ્લેષા નક્ષત્રમાં ચંદ્રમા હોવાને કારણે અશુભ યોગ સર્જાઈ રહ્યો છે. સાથોસાથ કર્ક રાશિમાં ચંદ્રમા પર શનિની દૃષ્ટિ પડી રહી છે. તેનાથી વિષયોગ બની રહ્યો છે. ગ્રહોની આ અશુભ સ્થિતિની અસર 3 રાશિઓ પર પડશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે મિથુન રાશિના જાતકોને કામકાજમાં અડચણો આવી શકે છે. સાથોસાથ કોઈ અશુભ સમાચાર મળવાથી મનમાં ઉદાસી છવાશે. મકર રાશિના લોકોને પણ આજે અનુકૂળ ગ્રહસ્થિતિ નથી. કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે યોગ્ય સમય નથી. મીન રાશિના લોકો કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરે. બપોર પછી કોઈ કામ બગડી શકે છે. આ ઉપરાંત મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના જાતકો ગ્રહોની અશુભ અસરથી બચી જશે.

29 જાન્યુઆરી, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઇની પ્રેરણા, આશીર્વાદ દ્વારા કોઇ વિજય પ્રાપ્ત કરશો. અન્યની મદદમાં પણ તમારો સમય પસાર થશે. પ્રિય વ્યક્તિ સાથે ભેટનું આદાન-પ્રદાન થશે. આવક અને ખર્ચ સમાન રહેશે. જે કામની પાછળ પડી જશો તેને પ્રાપ્ત કરીને જ રહેશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમને કોઇ ખરીદદારીમાં દગો મળી શકે છે. જેના કારણે તમારું ખૂબ જ નુકસાન થવાની સંભાવના છે. આળસની સ્થિતિ પણ રહેશે. બાળકોની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો.

વ્યવસાયઃ- જમીન-મિલકતને લગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક વ્યવસ્થા જાળવી રાખવામાં તમારી કોશિશ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે ઘરના રિનોવેશન કે સુધારને લગતાં કાર્યોની યોજના બનશે. તમે બધા જ કામ સરળ અને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સમર્થ પણ રહેશો. સમય હાસ્ય અને સુખમાં પસાર થશે. રસના કાર્યોમાં પણ થોડો સમય પસાર કરવાથી તમને માનસિક સુકૂન મળશે.

નેગેટિવઃ- કોઇ વ્યક્તિ તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકે છે. સહનશક્તિની પણ ખામી રહેશે. સાવધાન રહો તમારી કોઇ ગુપ્ત વાત જાહેર થઇ શકે છે. બેકારના કાર્યોમાં ખર્ચની સ્થિતિ રહેશે. તણાવના કારણે થોડા કામ અધૂરા રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હેઠળ કામ કરતા લોકો વચ્ચે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પારિવારિક વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- અચાનક સાંધામાં દુખાવો અને પેટમાં ગડબડ થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- અન્યની વાતો ઉપર ધ્યાન આપવાની જગ્યાએ તમારા મનની વાત ઉપર વિશ્વાસ કરો, તેનાથી તમને યોગ્ય માર્ગદર્શન મળશે. કોઇ મોટું કામ પૂર્ણ થઇ જવાથી પ્રસન્નતા મળશે. કોઇ નજીકના સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવાથી તમને યોગ્ય શ્રેય પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી તીખી વાણી કોઇને ઠેસ પહોંચાડી શકે છે. તમારા સ્વભાવમાં ચીડિયાપણું ન લાવો. કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આ સમયે વડીલ કે નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારો આત્મવિશ્વાસ મજબૂત જાળવી રાખો.

લવઃ- ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કફની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પારિવારિક મામલાઓને લઇને થોડી ચિંતા હાવી થઇ શકે છે. તમે તમારી યોગ્યતા દ્વારા તેનું નિરાકરણ પણ શાંતિથી કરી શકશો. તમારા દ્વારા કરવામાં આવેલાં કાર્યોનું યોગ્ય પરિણામ તમને મળી શકશે. ધનલાભની યોગ્ય સંભાવના છે.

નેગેટિવઃ- મોજ મસ્તીમાં તમારા વ્યક્તિત્વનું પણ ધ્યાન રાખો તથા જોશમાં હોશ ન ગુમાવશો. પાડોસી તમારી ઉન્નતિથી ઇર્ષ્યા કરી શકે છે. ઘરમા મહેમાનોના અચાનક આવી જવાથી થોડા મહત્ત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી કાર્યપ્રણાલીમાં સુધાર આવશે.

લવઃ- પારિવારિક વ્યવસ્થામાં થોડી બેદરકારી રહેશે.

સ્વાસ્થ્યઃ- નસમાં ખેંચાણ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ વડીલ વ્યક્તિની પ્રેરણા અને સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. ઉધાર આપેલા કે ફસાયેલાં રૂપિયા વસૂલ થશે. યોજનાઓ જે ઘણાં સમયથી અટવાયેલી હતી તેને ગતિ આપવાનો યોગ્ય સમય છે. સામાજિક કાર્યોને પણ તમારી જવાબદારી સમજીને પૂર્ણ કરશો.

નેગેટિવઃ- કોઇ સંબંધીને લગતાં દુઃખદ સમાચાર મળવાથી તમારી કાર્ય ક્ષમતા ઉપર પ્રભાવ પડી શકે છે. તણાવ અને ચીડિયાપણું તમારા ઉપર હાવી થવા દેશો નહીં. નાણાકીય નુકસાન થવાની સંપૂર્ણ સંભાવનાઓ છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયિક મામલાઓ અંગે ગંભીર રહેવું,

લવઃ- વધારે કામ હોવાના કારણે ઘરમાં સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- થોડા નવા કાર્યોને લઇને તમારા ઉપર વધારે ભાર રહેશે. યોજનાબદ્ધ રીતે તમે કોઇ વિશેષ કામને પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. આર્થિક પક્ષ ખૂબ જ સંતોષજનક રહેશે. કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રાખવાથી યોગ્ય વ્યવસ્થા બની રહેશે.

નેગેટિવઃ- જમીન-જાયદાદને લગતા મામલે થોડું નુકસાન કે ઝંઝટના યોગ બની રહ્યા છે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. ભાવનાઓમાં આવીને કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો.

વ્યવસાયઃ- આ સમયે કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ફોન કે ઈમેલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. રાજનૈતિક ક્ષેત્રમાં પણ પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. સંપર્કોની સીમા વધશે. વિદ્યાર્થીઓને પ્રતિસ્પર્ધા અને પ્રતિયોગિતિમાં સફળતા મળશે.

નેગેટિવઃ- કોઇ વ્યક્તિગત ચિંતા રહી શકે છે. જેના કારણે તમે પોતાને અસહાય અને એકલા અનુભવ કરશો. થોડી વસ્તુઓ માટે દેવુ પણ લેવું પડી શકે છે. તમારા જ લોકો તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો યોગ્ય સહયોગ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યક્તિગત સમસ્યાઓના કારમે તણાવ લેવાની જગ્યાએ તેનો ઉકેલ શોધવાની કોશિશ કરો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે સારો દિવસ પસાર થશે. તમારી અંદર પોઝિટિવ ઊર્જા તમે અનુભવ કરશો. લક્ષ્યની પ્રાપ્તિ માટે કોશિશ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. આ સમયે કોઇ સંબંધી સાથે ચાલી રહેલાં વિવાદનો અંત આવશે તથા સંબંધોમાં મધુરતા વધશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો તે જે વ્યક્તિ ઉપર તમે વધારે વિશ્વાસ કરો છો તેની સાથે જ આજે મતભેદ થવાની સંભાવના છે. કોઇ કાગળિયા ઉપર સહી કરતા પહેલાં તે પેપર્સની યોગ્ય તપાસ કરી લો.

વ્યવસાયઃ- આ સમયે આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે.

લવઃ- પરિવારમાં કોઇ પ્રકારના ક્લેશની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન વ્યવસ્થિત રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતા દૂર થશે. લક્ષ્ય પ્રત્યે સમર્પણ અને એકાગ્રતા તમને આગળ લઇ જશે. લોકો તમારી યોગ્યતા પ્રત્યે આકર્ષિત થશે. ખાલી સમયનો ઉપયોગ તમે તમારા કોઇ રસના કાર્યો તથા સાહિત્ય વાંચવામાં પસાર કરશો.

નેગેટિવઃ- આ સમયે ધનહાનિ થવાના યોગ બની રહ્યા છે. કોઇપણ નિર્ણય ખૂબ જ સમજીવિચારીને લો. જમીનના મામલે પણ થોડું નુકસાન થવાની સંભાવના બની રહી છે. જેના કારણે મન નિરાશ રહી શકે છે. તમારી યોજનાઓ વચ્ચે જ અટકી શકે છે.

વ્યવસાયઃ- નોકરી માટે કોશિશ કરી રહેલાં યુવાઓને યોગ્ય અવસર મળવાની શક્યતા છે.

લવઃ- પરિવારમાં ચાલી રહેલી કોઇ પરેશાનીને દૂર કરવામાં એકબીજા સાથે તાલમેલ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત કરવાના કારણે શારીરિક અને માનસિક રૂપથી નબળાઇ અનુભવ કરશો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી.તમે તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને કોઇ અનુભવી વ્યક્તિના સ્નેહ અને સાનિધ્યથી દિવસને યોગ્ય બનાવી લેશો. ઘર સાથે જોડાયેલાં થોડા મામલે થોડો સમય પસાર થશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમે તન અને મનથી પ્રફુલ્લિત રહેશો.

નેગેટિવઃ- આર્થિક રોકાણને લગતા નિર્ણયો સમજી-વિચારીને લો. શક્ય હોય તો હાલ તેને ટાળી દો. ભવિષ્યને લગતી કોઇપણ યોજના બનાવતી સમયે તેના ઉપર ગંભીરતાથી વિચાર કરો. મનમાં કોઇ વાતને લઇને નિરાશા અને નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કોઇપણ કાયદાકીય મામલાને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજન, ડિનર વગેરેનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે જમીન-મિલકત, વાહન વગેરેને લગતી અનેક સમસ્યાઓનો ઉકેલ આવી જશે. અન્યની સમસ્યાઓનો ઉકેલવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. તમારી યોગ્યતા અને આવડત સમાજની સામે આવશે. આ સંપર્કોનો લાભ ઉઠાવીને તમારી ક્ષમતા ઉપર નિર્ભર કરતાં રહો.

નેગેટિવઃ- કોઇ અધિકારી કે સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. સોશિયલ મીડિયા, વ્હોટએપ વગેરેનો ઉપયોગ કરતી સમયે સાવધાની જાળવો. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ન કરો નહીંતર તમે મુશ્કેલીમાં પડી શકશો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં થોડો નિરાશાનો ભાવ રહેશે.

લવઃ- વ્યસ્તતાના કારણે તમે તમારા પરિવારમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સાંધાને લગતા દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે કોશિશ અને મનોરંજનમાં વધારે સમય પસાર થશે. જેનાથી રોજિંદાના તણાવથી સુકૂન મળશે. પરિવારની વ્યવસ્થા જાળવી રાખવામાં ઘરના બધા સભ્યોએ મળીને યોજનાઓ બનાવવી. જૂની મધુર વાતોને યાદ કરીને સુખમાં વધારો થશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ કામ ખરાબ થઇ શકે છે. બાળકોની સંગત અને ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો. આ સમયે આર્થિક ખેંચતાણની સ્થિતિ પણ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં સફળતા માટે તમારી કાર્યપ્રણાલીમાં થોડા ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો