તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવારનું રાશિફળ:મંગળવારે મીન રાશિના લોકોએ તેમની વાણીમાં નિયંત્રણ રાખવું, નહીંતર અપમાનિત થવું પડી શકે છે

2 મહિનો પહેલા
 • મેષ-મકર રાશિના નોકરી કરતાં જાતકો માટે પ્રમોશનના યોગ
 • મૃગશિરા નક્ષત્રમાં ચંદ્ર હોવાથી અશુભ યોગ, કુંભ-મીન સહિત સાત રાશિ માટે મધ્યમ દિવસ

29 ડિસેમ્બર, મંગળવારના રોજ ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. ગ્રહોની સ્થિતિને કારણે શુક્લ નામનો શુભ યોગ બની રહ્યો છે. આ સાથે જ સૂર્ય-ચંદ્રની સ્થિતિથી રવિ યોગ પણ રહેશે. મેષ, વૃષભ, તુલા, વૃશ્ચિક તથા મકર રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. આ પાંચ રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરતાં જાતકોને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. અટકેલા પૈસા મળી શકે છે અને વિચારેલા કામો પણ પૂરા થઈ શકે છે. મૃગ-શિરા નક્ષત્રમાં ચંદ્ર હોવાથી રાક્ષસ નામનો અશુભ યોગ બની રહ્યો છે અને તેને કારણે મિથુન, કર્ક, સિંહ, કન્યા, ધન, કુંભ તથા મીન રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. આ સાત રાશિના જાતકોએ સંભાળીને રહેવું.

29 ડિસેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. ધર્મ-કર્મને લગતાં કાર્યોમાં તમારો વિશેષ રસ રહેશે. તમારું નસ્વાર્થ યોગદાન સમાજમાં પણ માન-સન્માન અને પ્રતિષ્ઠા વધારશે. આ સમયે આર્થિક સ્થિતિ સારી રહેશે.

નેગેટિવઃ- આવકની સાથે-સાથે ખર્ચ પણ વધશે. તમારા ખોટા ખર્ચ ઉપર અકુંશ રાખો. કોઇ ખાસ વ્યક્તિ દ્વારા જ તમારું થોડું નુકસાન થઇ શકે છે. આજે બહારના સંપર્કોથી દૂર રહો.

વ્યવસાયઃ- વેપાર અને કામકાજને લઇને કોઇ નજીકની યાત્રા તમારા માટે ઉત્તમ ભવિષ્યનો રસ્તો ખોલી શકે છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી રાશિ માટે ઉત્તમ ગ્રહ સ્થિતિ બનેલી છે. તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે જાહેર થવાની છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળશે.

નેગેટિવઃ- આળસ અને વધારે મોજમસ્તીમાં સમય ખરાબ ન કરો. આ સમય તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. જો કોઇ વાહન કે સંપત્તિની ખરીદદારી માટે ઉધાર લેવાની યોજના બનાવી રહ્યા છો તો આજે આ યોજનાને ટાળો.

વ્યવસાયઃ- પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે તમારા સંબંધોને વધારે મજબૂત કરો.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ થશે

સ્વાસ્થ્યઃ- ખરાબ આદત અને ખરાબ સંગતથી દૂર રહો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે ઇમોશનલ થવાની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિને તમારા પક્ષમાં કરશે. કોઇ સંબંધીને લગતાં શુભ સમાચાર પણ સાંભળવા મળી શકે છે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલે પણ કોઇના ઉપર વિશ્વાન કરશો નહીં. તમારી કોઇ યોજના ખોટી સાબિત થઇ શકે છે, તેના અંગે ફરી વિચાર કરો. વધારે ગુસ્સો તમારા સ્વાસ્થ્ય તથા તમારા કાર્યોમાં હાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ દિવસ ઉત્તમ છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઇ અને સાંધામાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારો સંતુલિત વ્યવહાર શુભ-અશુભ બંને પક્ષમાં સારો તાલમેલ જાળવી રાખશે. જો સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે તો આજે તેના ઉપર કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- અન્યના મામલે દખલ ન કરો. અકારણ જ લોકો તમારા વિરૂદ્ધ થઇ જશે. સાથે જ તમારી આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખો. કોઇ કાર્યમાં ખોટા રૂપિયા ખર્ચ થઇ શકે છે.

વ્યવસાયઃ- જનસંપર્કની સીમા વધારે વિસ્તૃત થશે.

લવઃ- લગ્નજીવનમાં ચાલી રહેલી થોડી ગેરસમજ આજે દૂર થશે.

સ્વાસ્થ્યઃ- આજે સુસ્તી અને આળસ તમારા ઉપર હાવી થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી ધર્મ તથા અધ્યાત્મ પ્રત્યે આસ્થા તમને વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓમાં પોઝિટિવ ઊર્જા પ્રદાન કરશે. તમે તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરશો તથા બહારની ગતિવિધિઓ અને લોકો સાથે મળવા અંગે વધારે ધ્યાન આપો.

નેગેટિવઃ- તમારે તમારી યોજનાને પૂર્ણ રૂપથી શરૂ કરવામાં થોડી પરેશાનીઓ આવી શકે છે. આ સમયે ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે. બાળકોના કાર્યોમાં વધારે દખલ કરવાથી તેમના મનોબળમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સંતુલિત આહાર સાથે શારીરિક પરિશ્રમ અને કસરત જેવી વાતો ઉપર પણ ધ્યાન આપો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આર્થિક મામલે વધારે ધ્યાન આપો. આ સમયે લાભને લગતી ગ્રહ સ્થિતિ બની રહી છે. કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી તમે સફળતા પ્રાપ્ત કરી લેશો. કોઇપણ પરિસ્થિતિમાં તમારું સ્વાભિમાન અને આત્મબળ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને ચીડિયાપણું નિયંત્રણમાં રાખો. ક્યારેક આવા સ્વભાવના કારણે થોડી મુશ્કેલીઓ આવી શકે છે. બહારની વ્યક્તિઓને તમારા વ્યક્તિગત જીવનમાં દખલ ન થવા દેશો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં જે પરિવર્તન ચાલી રહ્યું છે તેમાં ધ્યાન આપો.

લવઃ- બાળકોની કોઇ સમસ્યાને લઇને પરિવારમાં તણાવ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમારી લોકપ્રિયતા સાથે-સાથે જનસંપર્કની સીમા પણ વધશે. થોડા રાજનૈતિક લોકો સાથે પણ લાભદાયક મુલાકાત થશે. ઘરમાં ધાર્મિક કાર્ય પૂર્ણ કરવા અંગે યોજના બની શકે છે.

નેગેટિવઃ- ક્યારેક કોઇ નકારાત્મક વાત હાવી થવાથી તમારા મનોબળમાં ઘટાડો આવી શકે છે. તમારા સ્વભાવને પોઝિટિવ જાળવી રાખો. કોઇપમ કામ કરવામાં વધારે વિચાર ન કરો.

વ્યવસાયઃ- આજે આખો દિવસ બહારની ગતિવિધિઓમાં પસાર થશે.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારની મંજૂરી મળવાથી લગ્નમાં ફેરવાઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- બાળકોને લગતાં કોઇ શુભ સમાચાર મળી શકે છે. દરેક કામ શાંતિથી પૂર્ણ થશે. થોડાં લોકો જે તમારી વિરૂદ્ધ હતાં, આજે તમારી નિર્દોષતા તેમની સામે સાબિત થશે. એટલે સંબંધ મધુર થઇ જશે.

નેગેટિવઃ- દેખાડાના ચક્કરમાં વધારે ખર્ચ કરવાથી બચવું. કોઇને જો વચન આપ્યું છે તો તેને પૂર્ણ કરો. આજે મનઃ સ્થિતિમાં થોડી વિચલિત અવસ્થા રહી શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપનો વ્યવહાર આજે ગતિ પકડી શકે છે.

લવઃ- કામ સાથે-સાથે પારિવારિક ગતિવિધિઓ ઉપર પણ તમારો સહયોગ આપો.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઇ સમસ્યા રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડી મુશ્કેલીઓ આવવા છતાંય તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વ્યવહાર જળવાયેલો રહેશે. તમારા કાર્યોને સંપન્ન કરવામાં સક્ષમ પણ રહેશો. કોઇ ધાર્મિક સ્થળે જવાથી માનસિક શાંતિ મળશે.

નેગેટિવઃ- કોઇ પ્રકારના નવા રોકાણ હાલ ટાળો. ક્યારેક વધારે ધ્યાન કોઇ ખોટા ખાર્યો તરફ પ્રેરિત કરી શકે છે. તમારા વિચોરોને પોઝિટિવ કાર્યો તરફ લગાવો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં પરિવારના વડીલ લોકોની સલાહ લો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. લોકોની ચિંતા ન કરીને પોતાના કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તમને નવી સફળતા અપાવશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો, થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. એટલે મનને સંયમિત રાખો તથા ખરાબ મિત્રો સાથે અંતર જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં જો સ્થાન પરિવર્તનની યોજના બનાવી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

લવઃ- ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અન્યના દુઃખ અને તકલીફમાં મદદ કરવું તમારા સ્વભાવમાં છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. જો કોઇ વિશેષ કાર્યને પૂર્ણ કરવાની યોજના બની રહી છે તો તે સફળ થશે.

નેગેટિવઃ- જમીન-સંપત્તિ કે વાહનને લઇને કોઇ પ્રકારની સમસ્યા ઊભી થઇ શકે છે. અન્યના કારણે તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. એટલે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંબંધ તમારા માટે નવી સફળતા લઇને આવશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યા હોવાથી પેટમાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- યુવાઓની કોઇ દુવિધા દૂર થવાથી તેઓ રાહતનો શ્વાસ લેશે. કોઇ મોટો નિર્ણય લેવાની પણ હિંમત આવશે. આ સમયે કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા ભાગ્યોદયને લગતાં દ્વાર ખોલી શકે છે.

નેગેટિવઃ- તમારી વાણીમાં કટુતા આવવા દેશો નહીં, તેના કારણે તમારે અપમાનની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સુદઢ ચાલતી રહેશે.

લવઃ- થોડા સમયથી કામ વધારે હોવાના કારણે તમે તમારા લગ્નજીવન ઉપર ધ્યાન આપી શકતાં નથી.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચાર હાવી થવાથી કાર્યક્ષમતા અને શારીરિક ઊર્જામાં ઘટાડો અનુભવ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો