તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારનું રાશિફળ:ધૂમ્ર નામનો અશુભ યોગ છતાં મેષ, કન્યા સહિત 4 રાશિના લોકો માટે દિવસ સારો રહેશે, વૃષભ, સિંહ, તુલા રાશિના લોકોએ સાવધાન રહેવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બી પાસેથી જાણો 12 રાશિઓ માટે 29 ઓગસ્ટનો દિવસ કેવો રહેશે

રવિવાર, 29 ઓગસ્ટના રોજ સવારે ચંદ્ર મેષ રાશિમાં રહેશે. સવારે 10.30 વાગે તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. રવિવારે શ્રાવણ મહિનાના વદ પક્ષની સાતમ છે. આ દિવસે કૃતિકા નક્ષત્ર હોવાથી ધૂમ્ર નામનો અશુભ યોગ બની રહ્યો છે. રવિવારે સૂર્ય પૂજા ખાસ કરવી જોઈએ. આ દિવસે ગોળનું દાન કરો.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે રવિવારે મેષ, કન્યા, ધન અને મીન રાશિના લોકો માટે દિવસ સારો રહેશે. વૃષભ, સિંહ, તુલા રાશિના લોકોએ વધારે સાવધાની રાખીને કામ કરવું પડશે. અહીં જાણો બધી જ 12 રાશિઓ માટે રવિવાર કેવો રહી શકે છે.

મેષઃ-

પોઝિટિવઃ- માનસિક સુખ-શાંતિ રહેશે. આજે મોટાભાગનો સમય અભ્યાસમાં પસાર થશે. કોઈ મહત્ત્વપૂર્ણ કામ સમયે પૂર્ણ થઈ જવાથી મનમાં પ્રસન્નતા જળવાયેલી રહેશે. પોતાનો વિકાસ કરવા માટે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણુ પણ લાવવું જરૂરી છે.

નેગેટિવઃ- ક્યારેક એવું લાગશે કે બધું હોવા છતાં કઇંક અધૂરું છે. થોડો સમય આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. નકારાત્મક પ્રવૃત્તિના થોડા લોકો તમારું નુકસાન કરવાની કોશિશ કરશે. ચિંતા ન કરો તમારા ઉપર કોઇ અસર થશે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રને લગતા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- વધારે કામ હોવા છતાંય ઘર-પરિવારને પ્રાથમિકતા આપવી ઘરના વાતાવરણને મધુર જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલ વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં પરેશાની થઈ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સમય પડકારભર્યો છે. તમે તમારી પ્રતિભા અને ઊર્જા દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સમર્થ રહેશો. ખાસ કરીને મહિલા વર્ગ માટે સમય ઉત્તમ ચાલી રહ્યો છે, એટલે પોતાની ક્ષમતાઓનો ભરપૂર ઊપયોગ કરો.

નેગેટિવઃ- આર્થિક મામલે બજેટનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. નહીંતર દેવાને લગતી સ્થિતિ આવી શકે છે. સંપત્તિના ભાગલાને લગતા વિવાદ એકબીજાની સહમતિ કે કોઈની દખલ દ્વારા ઉકેલવા યોગ્ય રહેશે

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનતનું પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંપન્ન થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ સામે સાવધાન રહો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમારી સફળતાનો કોઈ દ્વાર ખુલવાનો છે. જેમાં લાભની પ્રાપ્તિ સાથે-સાથે ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. કોઈ દીર્ઘકાલિન લાભની યોજના ઉપર પણ કામ શરૂ થશે.

નેગેટિવઃ- તમે પરિચિત વ્યક્તિઓ ઉપર વિશ્વાસ ન કરો તેનાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો. કોઈ અસત્ય કે કલંકનો પણ તમારા ઉપર આરોપ લાગી શકે છે. કામકાજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ રાખવો પડકારભર્યો રહેશે.

વ્યવસાયઃ- કોઈ મોટી ડીલ કે ઓર્ડર મળવાની શક્યતા છે, એટલે પોતાના સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરો.

લવઃ- તમારો ઉદારવાદી દૃષ્ટિકોણ ઘર-પરિવારમાં સારું તાલમેલ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં કોઈપણ પ્રકારની પરેશાની રહેશે નહીં.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ અને શુભ આયોજનની પ્લાનિંગ થશે. છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલી ચિંતા દૂર થશે. નવા કાર્યોની પ્રવૃત્તિ પણ બનશે. તમારી બૌદ્ધિક ક્ષમતાના પણ લોકો વખાણ કરશે. કુલ મળીને દિવસ માનસિક સુખ-શાંતિ પૂર્ણ રહેશે.

નેગેટિવઃ- તમારા જ થોડા લોકો તમારા માટે વિઘ્ન કે અવરોધ ઊભો કરી શકે છે. એટલે કોઈની વાતોમાં આવશો નહીં. તમારી આવડત અને કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. સાથે જ ખોટા કાર્યોમાં ધન ખર્ચ થવાના પણ યોગ બની રહ્યા છે.

વ્યવસાયઃ- રાજકીય સેવામાં કાર્યરત વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડ તથા મહેનતની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે ભવિષ્યને લગતી યોજનાઓને લઇને થોડા મહત્ત્વપૂર્ણ કામ બનશે. કામકાજમાં વ્યસ્ત રહેવા સિવાય તમે પરિવાર અને મિત્રોની મોજમસ્તી અને મનોરંજનમાં પણ સમય પસાર કરશો.

નેગેટિવઃ- કાયદાકીય મામલે બેદરકારી ન કરો. તમારા કાર્યોમાં અનુભવી વ્યક્તિઓની સલાહ લો. રૂપિયા-પૈસાને લઇને કોઈ સાથે હળવો વિવાદ થઈ શકે છે. સમય રહેતા તમે તમારી સમજદારી દ્વારા તેનો ઉકેલ લાવશો.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજના ઉપર કામ શરૂ થશે.

લવઃ- પતિ-પત્ની મળીને ઘરની ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ મેળવી શકશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો અને ખરાબ સંગતથી દૂર રહો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ઉત્તમ છે. તમારા દ્વારા કરવામાં આવેલું કોઈ મહત્ત્વપૂર્ણ કામ વખાણવા લાયક રહેશે. સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા રહેશે અને જનસંપર્કની સીમા પણ વધશે. દિવસનો થોડો સમય મનોરંજનમાં પણ પસાર થશે.

નેગેટિવઃ- આર્થિક રીતે કોઈ ખાસ પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં. નવું રોકાણ કરતા પહેલાં સારી રીતે તેની તપાસ કરી લેવી. સંબંધીઓ સાથે કોઈપણ પ્રકારનો સહયોગ રાખવાની આશા ન કરો, પરંતુ પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ કરીને તમે સફળ રહી શકો છો.

વ્યવસાયઃ- કારોબારમા કોઈ નવી સફળતા તમારી રાહત જોઈ રહી છે.

લવઃ- ઘર-પરિવારમાં એકબીજા સાથે સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને વાયુ જેવી પરેશાની રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. ઘરની સાફ-સફાઈ તથા અન્ય કાર્યોમાં પણ તમારો રસ રહેશે. તમારા પ્રિયજનો સાથે મળીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ શોધશે

નેગેટિવઃ- પરંતુ કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી લઇ લો. કેમ કે અનુભવની ખામીથી કોઈ કામ ખરાબ પણ થઈ શકે છે. કોઈ ગાઢ વ્યક્તિને લગતી કોઈ અપ્રિય ઘટના બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં લીધેલાં નિર્ણયોમાં શરૂઆતમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ આવશે,

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને ગેરસમજ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આજે ખાસ કરીને વાહન સાવધાની પૂર્વક ચલાવો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે. જેથી ઉત્સવનું વાતાવરણ રહેશે તથા મિત્રો અને પરિજનો તરફથી ચાલી રહેલી કોઈ ચિંતા પણ દૂર થશે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી રહેશે. વિદ્યાર્થીઓને પણ કોઈ વિભાગીય કે નોકરીને લગતી પરીક્ષામાં સફળતા મળશે.

નેગેટિવઃ- કોઈપણ મુદ્દા ઉપર વાતચીત કરતી સમયે સાવધાની જાળવવી જરૂરી છે, નહીંતર નાની વાત ઉપર વિવાદ થઈ શકે છે. કોર્ટ કેસ અને સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વેપારમાં આજે તમે તમારી ઊર્જા અને સાહસના બળે અનેક મહત્ત્વપૂર્ણ કામને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં હળવો ઉતાર-ચઢાવ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. કોશિશ કરીને તમે મનગમતા કાર્યો સમયે પૂર્ણ થઈ શકે છે. તમે તમારી ચતુરાઈ અને સમજદારી દ્વારા કોઈપણ પરેશાનીથી બહાર આવી જશો. બાળકો પણ પોતાની ક્ષમતા અને આવડતને લઇને ફરક અનુભવ કરશે.

નેગેટિવઃ- આજે વધારે લાભ મળી શકશે નહીં, પરંતુ નુકસાન પણ થશે નહીં. કુલ મળીને સમય સામાન્ય ફળ આપનાર રહેશે. ઘરના વડીલ સભ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- નેટવર્કિંગ અને સેલ્સમાં કાર્યરત લોકોને સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પરિવારના લોકોનો તમને ભરપૂર સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જ્ઞાનવર્ધક સમય છે. સાંસારિક કાર્યોને તે ખૂબ જ પ્રભાવશાળી અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરી શકશો. તમારી સંવેદનશીલતા ઘર-પરિવારની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે. વિદ્યાર્થીઓનું પણ તેમના અભ્યાસમાં સંપૂર્ણ રીતે મન લાગશે.

નેગેટિવઃ- આજે સામાજિક અને રાજનૈતિક કાર્યોથી દૂર રહો. કોઈ પ્રકારની બદનામી તમારા માથા ઉપર પડી શકે છે. ધન ખર્ચ કરવા ઉપરાંત પણ પરિણામ મન પ્રમાણે મળી શકશે નહીં. આ સમયે ધૈર્ય અને વિવેકથી કામ લેવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ઇનકમ ટેક્સ, સેલ્સ ટેક્સ વગેરેને લગતું કોઈપણ કાર્ય અધૂરું ન રાખો.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં તમને જીવનસાથી અને પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને અવસાદ જેવી સ્થિતિ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે પરિશ્રમ અને મહેનત વધારે રહેશે. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા બધા કાર્યો યોગ્ય રીતે ઉકેલવામાં સક્ષમ રહેશો. કોઈ મિત્ર કે સંબંધી પ્રત્યે ગેરસમજ દૂર થઈ શકે છે. વિદ્યાર્થી અને યુવા પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ગુસ્સા અને આવેશમાં આવીને તમારું કોઈ કામ ખરાબ થઈ શકે છે. આર્થિક મુશ્કેલી અને પરેશાની દરેક કામમાં તમારા આડે આવી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ અને શોધમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડી પરેશાનીઓ સામે આવી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા જળવાયેલી રહેશે,

સ્વાસ્થ્યઃ- કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે સમય ઉત્તમ છે. કોઈ રાજકીય કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે છે. કોઈ સંબંધી કે મિત્રનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થશે. આજે તમે તમારા કોઈ ખાસ હુનરને નિખારવા માટે સમય પસાર કરશો. સમય ભૌતિક સુખ-સુવિધા ભોગવવાનો છે.

નેગેટિવઃ- ઘરમાં સભ્યો વચ્ચે ગેરસમજ અને વૈચારિક વિરોધના કારણે કામમાં ગતિરોધની સ્થિતિ રહેશે. તેના કારણે મન મસ્તિષ્કમાં થોડો તણાવ રહી શકે છે. કોઈ ખાસ મુદ્દા અંગે નિર્ણય લેતા પહેલાં વધારે વિચાર કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વેપારમાં, ખાસ કરીને પાર્ટનરશિપના કાર્યોમાં પારદર્શિતા રાખવી અતિ જરૂરી છે.

લવઃ- ઘરની વ્યવસ્થામાં કોઈ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સિઝનલ તાવ કે એલર્જી પરેશાન કરી શકે છે.