તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે ધન જાતકોને તેમનો જ કોઇ મિત્ર દગો આપી શકે છે, સ્વાસ્થ્યને લઈને પણ સાચવવું

19 દિવસ પહેલા
  • મિથુન તથા મકર રાશિને ધનલાભ થવાની શક્તા, આર્થિક સ્થિતિ મજબૂત બને તેવી સ્થિતિ
  • કર્ક તથા વૃશ્ચિક રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરતાં જાતકોએ સંભાળીને દિવસ પસાર કરવો

29 એપ્રિલ, ગુરુવારના રોજ અનુરાધા નક્ષત્રમાં આનંદ નામનો શુભ યોગ બની રહ્યો છે. આ કારણે 5 રાશિને ફાયદો થશે. મિથુન રાશિ માટે અટકાયેલા પૈસા પાછા મેળવવા માટે સારો દિવસ છે. તુલા રાશિ માટે કામકાજ અંગેની યોજના બનાવવા માટે દિવસ શુભ છે. ધન રાશિને શેર માર્કેટ તથા સેલ્સ સંબંધિત નિર્ણયોમાં ફાયદો થશે. મકર રાશિને આર્થિક બાબતો માટે દિવસ સારી રીતે પસાર થશે. કુંભ રાશિના જાતકો માટે બિઝનેસમાં સારું ફળ પ્રાપ્ત થશે. આ ઉપરાંત મેષ, વૃષભ, સિંહ, કન્યા તથા મીન રાશિ માટે દિવસ મિશ્ર છે. કર્ક તથા વૃશ્ચિક રાશિએ આખો દિવસ સંભાળીને રહેવું.

29 એપ્રિલ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારા મુશ્કેલ સમયમાં કોઇ શુભચિંતકની પ્રેરણા અને સહયોગ ખૂબ જ મદદગાર સાબિત થશે. આ સમયે કોઇપણ યાત્રાને ટાળવું તમારા હિતમાં રહેશે. ઘરના સુધારને લગતી કોઇ યોજના બની રહી છે તો તેને શરૂ કરી શકો છો.

નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઇ વિવાદ થવાની શક્યતા છે. ક્યારેક મન પ્રમાણે કામ થવાથી તમે અસહજ અનુભવ કરશો. તમારી અંદર ધૈર્ય અને સંયમ જાળવી રાખો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં કોઇ મન પ્રમાણે કોન્ટ્રેક્ટ મળવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી મામલૂ સમસ્યા રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારા કાર્યોને ઉતાવળની જગ્યાએ સમજી-વિચારીને તથા શાંતિથી પૂર્ણ કરવાની કોશિશ કરો. ત્યારે જ તમને સફળતા મળશે. વિશિષ્ટ લોકો સાથે મેલ-મુલાકાત રાખવાથી તમારી વિચારશૈલીમાં પણ નવીનતા આવશે.

નેગેટિવઃ- અન્યના મામલે દખલ ન કરો. નહીંતર તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો કેમ કે, આશા તૂટવાથી મન નિરાશ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ નવી જવાબદારી તમારી ઉપર આવી શકે છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરમાં તમારો સહયોગ કરવો સંબંધોને વધારે મધુર બનાવશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ રહેવાના કારણે થાક અને તણાવ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી પણ મુક્તિ મળી શકે છે. પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થશે.

નેગેટિવઃ- ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓ ઉપર ખર્ચ વધી શકે છે. તમારા ઈગો અને ગુસ્સાના કારણે સંબંધોમાં વિવાદ વધી શકે છે. નકારાત્મક સ્વભાવના લોકોથી દૂર રહો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ચાલી રહેલી સ્પર્ધામાં વધારે મહેનત કરવી પડી શકે છે.

લવઃ- ઘરની વ્યવસ્થા ઉત્તમ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી પરેશાનીઓ કોઇ શુભચિંતક સામે જાહેર કરો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇ પારિવારિક સમસ્યાને દૂર કરવા માટે તમારી મહેનત અને સહયોગ સફળ રહેશે. જમીનને લગતું કામ અટવાયેલું છે તો આજે તેનો ઉકેલ મળી શકે છે. તમારા સંબંધોમાં પણ સુધાર આવી શકે છે.

નેગેટિવઃ- ભાડુઆતને લગતા કોઇ મામલે વિવાદની સ્થિતિ બની શકે છે. શાંતિથી તેનું સમાધાન લાવો. ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખો. નહીંતર પછતાવું પડી શકે છે.

વ્યવસાયઃ- નોકરિયાત લોકોને કામ પ્રત્યે બેદરકારી જાળવી રાખવાથી ઉચ્ચ અધિકારીઓની નિરાશા સહન કરવી પડી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઇપણ સામાન્ય સમસ્યા ઊભી થવાથી દેસી ઇલાજ લો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ઉથલપાથલથી આજે થોડી રાહત મળી શકે છે. આજે તમે જે કામને પણ કરવાનું વિચારી લેશો તેમાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- અન્યની મદદ કરવાથી તમને આત્મિક સુખ મળશે, પરંતુ સાથે જ તમારી પણ સુરક્ષાનું ધ્યાન રાખો. રાજનૈતિક સંપર્કોનો ઉપયોગ કરતી સમયે પણ ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો તો સારું રહેશે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્ર ઉપર કોઇપણ લીધેલાં વ્યવસાયિક નિર્ણય યોગ્ય રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજને દૂર કરવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે વધારે વાસી ભોજન લેવું નહીં.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. જેના ઉપર ધ્યાન આપવા માટે સમય શુભ છે. આ સમય તમારા રસના કાર્યોને નિખારવા માટે ખૂબ જ સારો રહેશે.

નેગેટિવઃ- વધારે ઉદારતા રાખવી પણ યોગ્ય નથી. તમારા કાર્યોને કઢાવવા માટે થોડા સ્વાર્થી થવું પણ જરૂરી છે. બાળકોની કોઇ ગતિવિધિ તમને પરેશાન કરી શકે છે. પરિસ્થિતિને સમજદારીથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કોઇ વ્યવસાયિક લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તમે સક્ષમ રહેશો.

લવઃ- તમારી પરેશાનીઓને જીવનસાથી તથા પરિવારના સભ્યો સામે જાહેર ન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઇ શુભ સૂચના મળવાથી ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે. છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા દૂર થશે. ધ્યાન રાખો કે પોતાના વિકાસ માટે થોડું સ્વાર્થી થવું પણ જરૂરી છે. ખાસ કરીને મહિલા વર્ગ માટે સમય વધારે અનુકૂળ છે.

નેગેટિવઃ- તમારા થોડા નજીકના લોકો જ તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. આ સમયે કામકાજ તથા પારિવારિક જવાબદારીઓની વચ્ચે તાલમેલ બેસાડવું પડકારરૂપ રહેશે.

વ્યવસાયઃ- કામકાજને લઇને બનાવેલી યોજના લાભદાયી સાબિત થશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઇ પરેશાની રહેશે નહીં.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- યુવાઓ દ્વારા કરેલું કોઇ સામાજિક કાર્ય વખાણવા લાયક રહેશે. મિત્રો કે પરિજનો તરફથી ચાલી રહેલી કોઇ ગેરસમજ પણ દૂર થશે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ શોધી શકશે.

નેગેટિવઃ- કાયદાકીય મામલાઓને લગતી કોઇ બેદરકારી ન કરો. કોઇપણ મુદ્દા અંગે વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોની પસંદગી કરો. નહીંતર વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. આર્થિક રીતે કોઇ ખાસ પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તારને લગતી યોજના ઉપર હાલ ચર્ચા-વિચારણાં કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની એકબીજા વચ્ચે સારા તાલમેલ દ્વારા ઘરની કોઇ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોશિશ કરવાથી મનગમતા કાર્યો સમયે પૂર્ણ થઇ શકે છે, માત્ર પરિશ્રમ અને મહેનત વધારે રહેશે. તમારી સંવેદનશીલતા ઘર-પરિવારની વ્યવસ્થાને પણ યોગ્ય જાળવી રાખશે. યુવાઓને પોતાના કોઇ ખાસ હુનરને નિખારવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- તમને કોઇ મિત્ર દગો આપી શકે છે, જેના કારણે મનમાં થોડી નિરાશા રહી શકે છે. ખોટી મુંજવણમાં પડીને તમારો સમય ખરાબ ન કરો. રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓથી દૂર રહો તો સારું રહેશે.

વ્યવસાયઃ- આ સમયે નેટવર્કિંગ અને સેલ્સમાં કામ કરતા લોકો માટે સમય અનુકૂળ છે.

લવઃ- મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- બેદરકારીના કારણે કોઇ જૂની સ્વાસ્થ્યને લગતી સમસ્યા ફરી ઊભી થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારા કાર્યોને વ્યવહારિક રૂપથી અંજામ આપો. આ સમયે ભાવનાઓમાં વહેશો નહી. જો કોઇ જગ્યાએ રૂપિયા અટવાયેલાં છે તો તેના પાછા મળવાની પૂર્ણ આશા છે. ઘરની દેખરેખન લગતા કાર્યોમાં પણ યોગ્ય સમય પસાર થશે.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. થોડો સમય આત્મ મનન તથા આત્મમંથનમાં પણ લગાવો. ગુસ્સા અને ઉતાવળ જેવી ખામીઓ ઉપર કાબૂ મેળવવું જરૂરી છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડો સુધાર આવશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ સ્વાસ્થ્ય પરેશાની રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. નવી શક્યતાઓ મળી શકે છે. જે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. કોઇ સેવા સંસ્થામાં સહયોગને લગતા કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીઓના વ્યવહારથી મન નિરાશ રહી શકે છે. તેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે. એટલે પોઝિટિવ રહેવું જરૂરી છે. અન્ય લોકોની વાતોમાં આવવાની જગ્યાએ પોતાના નિર્ણય જાતે જ લો.

વ્યવસાયઃ- વેપારમાં આ સમયે આંતરિક વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- થોડો સમય પોઝિટિવ પ્રવૃત્તિના લોકોના સાનિધ્યમાં પણ પસાર કરો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મહિલાઓ માટે સારું પરિણામ આપનાર સાબિત થઇ શકે છે. કોઇ પારિવારનો લગતા ગંભીર મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં થશે. જેનું પરિણામ પણ પોઝિટિવ રહેશે. વિદ્યાર્થી વર્ગ પોતાના કોઇ પ્રોજેક્ટને પૂર્ણ કરવાથી ગર્વ અનુભવ કરશે.

નેગેટિવઃ- કોઇની સાથે ખોટા વિવાદમાં પડવાથી તમારું જ નુકસાન થશે તથા સમય ખરાબ થઇ શકશે. માતા-પિતા તથા બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર જાળવી રાખો. તેમની વાતોને ધ્યાનથી સાંભળો.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતી બધી ગતિવિદિઓમાં પારદર્શિતા રહી શકે છે.

લવઃ- ઘરના મામલે કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં દુખાવા અને સોજાની સમસ્યા રહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો