સોમવારનું રાશિફળ:સોમવારનો દિવસ મેષ જાતકો માટે અનુકૂળ રહેશે, આશા કરતા વધારે લાભ મળી શકશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

28 નવેમ્બર, સોમવારના રોજ વૃદ્ધિ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને આકસ્મિક ફેરફારને લગતા સારા સમાચાર મળી શકે છે. વૃષભ તથા મકર રાશિના જાતકોની આવકમાં વધારો થશે. મિથુન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સાનુકૂળ રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો નવા કામની શરૂઆત કરવાનું ટાળે. મીન રાશિએ નિર્ણયો લેતા સમયે ખાસ તકેદારી રાખે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય છે.

28 નવેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. અસ્ત-વ્યસ્ત થયેલી વસ્તુઓ ફરી વ્યવસ્થિત શરૂ થઈ જશે. તમારી કાર્ય કુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ મળવાથી પ્રસન્નતા રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું, કોઈ દગાબાજી થઈ શકે છે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. તમારા મહત્ત્વપૂર્ણ કાર્યો ટાળવા પડી શકે છે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- મીડિયા કે ફોન દ્વારા તમને મહત્ત્વપૂર્ણ કરાર મળી શકે છે.

લવઃ- પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ રહેવાથી ઘરમાં પોઝિટિવ ઊર્જા રહેશે.

સ્વાસ્થ્યઃ- હોર્મોનને લગતી પરેશાની વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટી કે વાહનની ખરીદદારી કે વેચાણને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના ઉપર અમલ કરવાનો ઉત્તમ સમય છે. સમય અનુકૂળ છે. તમારા અટવાયેલાં કામ ગતિ પકડશે. સામાજિક કે રાજનૈતિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ- ડ્રાઇવ કરતી સમયે સાવધાની રાખવી. કોઈ ઈજા પહોંચવાની શક્યતા છે. આળસ અને વધારે વિચારવામાં કોઈ મુખ્ય કરાર હાથમાંથી સરકી શકે છે. વિદ્યાર્થી લોકો પોતાના અભ્યાસને લઇને બેદરકારી ન કરે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડી સમજદારી અને ધ્યાન પૂર્વક કામ કરવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવનમાં નાની-મોટી નકારાત્મક વાતોને ઇગ્નોર કરો.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને એલર્જીની સમસ્યા રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પારિવારિક વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવામાં તમારી સલાહને વધારે મહત્ત્વ આપવામાં આવશે. જેથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. ઘરના વડીલોનું આત્મ સન્માન અને સેવા ભાવ રાખવાની ફરજ તમે યોગ્ય રીતે નિભાવશો.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે તમારા સંબંધીઓ સાથે સંબંધ ખરાબ પણ થઈ શકે છે. આજે કોઈપણ પ્રકારની ઉધારીને લગતી લેવડદેવડ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સુધાર લાવવા માટે હાલ વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે એકબીજા પ્રત્યે સન્માન અને સમર્પણની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારા વ્યક્તિત્વ અને રહેણીકરણી પ્રત્યે પોઝિટિવ ફેરફાર કરવાની કોશિશમાં સફળ રહેશો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ સરકારી કાર્ય અટવાયેલું છે તો તેનું સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ- યુવાઓ પોતાના કાર્યોની જગ્યાએ મોજમસ્તીમાં સમય પસાર કરશે. તેઓ પોતાના લક્ષ્યથી ભટકી શકે છે. રૂપિયા-પૈસાને લગતા કોઈપણ પ્રકારનું લેવડ-દેવડમાં સાવધાની જાળવો. તમે આર્થિક પરેશાનીઓમાં ગુંચવાયેલાં રહેશો.

વ્યવસાયઃ- વેપારમાં તમારા કામની ક્વોલિટીને વધારે સારી જાળવી રાખવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- થોડો સમય પોતાના રસને લગતા કાર્યોમાં પસાર કરો, તેનાથી તમે પોતાને ફ્રેશ અનુભવ કરશો. તમારી વ્યવહાર કુશળતા દ્વારા કોઈપણ પ્રકારનું કામ કઢાવવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને વિદેશને લગતી કોઈ કાર્યવાહી શરૂ થઈ શકે છે.

નેગેટિવઃ- ડ્રાઇવ કરતી સમયે ટ્રાફિક નિયમોનું યોગ્ય ધ્યાન રાખો, નહીંતર તમે કોઇ કાયદાકીય મામલામાં ફસાઈ શકો છો. રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ તૈયાર કરશે. મનમાં નિરાશા અને નકારાત્મક વિચારો આવવા દેશો નહીં.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં સારી પરિસ્થિતિ બની રહી છે.

લવઃ- પારિવારિક જીવનમાં કોઇ સભ્યના કારણે તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક હાવી થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- મોટાભાગનો સમય વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં પસાર કરો. સાથે જ સફળતા મળવાથી માનસિક શાંતિ પણ અનુભવ કરશો. ઘરમાં રિનોવેશન તથા સજાવટને લગતું પરિવર્તન કરવાની યોજના બનશે.

નેગેટિવઃ- ઘર તથા પોતાના ઉપર વધારે સમય પસાર કરવથી તમારા મહત્ત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે. એટલે યોગ્ય રૂપરેખા બનાવીને પોતાના કાર્યોને પ્રાથમિકતા આપો. નજીકના મિત્રો તથા સંપર્ક સૂત્રો સાથે સંબંધને વધારે સારી રીતે જાળવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર પણ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સંયમિત ખાનપાન રાખો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- બાળકોના અભ્યાસને લગતી થોડી લાભદાયક યોજનાઓ ફળીભૂત થશે. જેથી બાળકોનો આત્મવિશ્વાસ વધશે. ગ્રહ ગોચર અનુકૂળ છે. તમારી ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરો. ઘરમાં કોઈ નજીકના મહેમાન આવવાથી સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- ક્યારેક વધારે સફળતા મળવાથી ઈગો અને ઘમંડની ભાવના આવી શકે છે. એટલે તમારા વ્યવહારને સહજ અને શાંતિપૂર્ણ જાળવી રાખો. જો કોઈ વાહનને લગતી લોન લેવાની યોજના બની રહી છે તો હાલ તેના ઉપર વધારે વિચાર કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં કોઈ નવા કામની શરૂઆત થશે.

લવઃ- ઘર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવાથી સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- બાફના કારણે માથાનો દુખાવો રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ખાસ લોકો સાથે મુલાકાત થશે જે ઉત્તમ રહેશે. મહત્ત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા-વિચારણાં પણ થશે. વ્યક્તિગત સંબંધોને વધારે મહત્ત્વ આપો. તેનાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. જો પ્રોપર્ટી વેચવા કે ખરીદવાને લગતી કોઇ કાર્યવાહી ચાલી રહી છે, તો સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- હાલ મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકશે નહીં. આ સમયે તણાવની જગ્યાએ ધૈર્ય રાખવાનો છે. સંતાનની કોઈ આશા પૂર્ણ ન થવાથી મન નિરાશ રહેશે. આ સમયે તેમનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કારણોને લીધે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી પ્રતિભા અને બૌદ્ધિક ક્ષમતા દ્વારા થોડા એવા નિર્ણય લેશો જેનાથી ઘર તથા સમાજમાં તમારા વખાણ થશે. રાજનૈતિક સંબંધોથી તમને ફાયદો મળવાની આશા છે, જનસંપર્ક પણ વધારે મજબૂત કરો

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે કોઈ જૂની નકારાત્મક વાતોનો પ્રભાવ વર્તમાન ઉપર પડે નહીં. તેના કારણે તમારા સંબંધોમાં ખટાસ આવી શકે છે. જલ્દી જ પોતાના અંગે કોઇ અજાણ વ્યક્તિને વિશેષ જાણકારી ન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહી શકે છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળ અને આત્મવિશ્વાસને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- થાકન કારણે શરીરમાં દુખાવો અને તાવ જેવું અનુભવ થઈ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારો પોઝિટિવ તથા આત્મ વિશ્વાસી દૃષ્ટિકોણ તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખશે. બાળકોને કોઈ પ્રતિયોગિતામાં સફળતા મળવાથી ઘરમાં પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ રહેશે. થોડો સમય અધ્યાત્મમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- ઘરના મામલે વધારે દખલ ન કરો. બધાને તેમની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતા આપવાની જરૂરિયાત છે. વારસાગત સંબંધી કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. તણાવ રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં કામ વધારે રહેવાના કારણે થોડી અથોરિટી કર્મચારીઓને સોંપવી પડશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણના લીધે તાવ અને ઉધરસની સમસ્યા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાવનાઓની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખવાનો છે. સંપૂર્ણ મહેનત અને લગનથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી લેશો, ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. કોઇ સંબંધીને ત્યાં ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવાનો પણ અવસર મળશે.

નેગેટિવઃ- તમારા નજીકના લોકો સાથે વ્યવહાર કરતી સમયે થોડું સાવધાન રહેવું જરૂરી છે. અકારણ જ વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. બાળકો સાથે થોડો સમય પસાર કરવો તથા તેમની સમસ્યાઓનો ઉકેલ શોધવો તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ- ટૂર એન્ડ ટ્રાવેલ્સ, ઓનલાઇન ગતિવિધિઓમાં વ્યવસાયિક હલચલ શરૂ થઈ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વ્યવસ્થિત દિનચર્યા તથા ખાનપાન તમને નિરોગી અને ઊર્જાવાન રાખશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનો આજે કોઈ ઉકેલ મળશે. જેથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. થોડો સમય પરિવારના લોકો સાથે પણ પસાર કરો. તેનાથી કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર પોઝિટિવ ચર્ચા-વિચારણાં થઈ શકે છે.

નેગેટિવઃ- આજે કોઈપણ પ્રકારની યાત્રાને ટાળો તો સારું રહેશે. પાડોસમાં કોઇ નાની વાતને લઇને ખૂબ જ મોટો ઈશ્યૂ બની શકે છે. હાલ વર્તમાન પરિસ્થિતિઓના કારણે ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે. તણાવથી સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે કોઇ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરી લેવી.

લવઃ- કામ વધારે રહેવાના કારણે પરિવારના લોકોને વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળું ખરાબ થવાની સમસ્યા વધી શકે છે.