રવિવારનું રાશિફળ:ગજકેસરી સાથે શુભાશુભ યોગથી મકર સહિત 3 રાશિના જાતકોને ધન લાભના યોગ, બાકીના જાતકોએ સંભાળીને રહેવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેષ, મકર અને કુંભ રાશિના જાતકોને ધનલાભ થવાના યોગ, આર્થિક સ્થિતિ પણ મજબૂત બની શકે છે

28 નવેમ્બર, રવિવારના રોજ ગજકેસરી અને વિષકુંભ નામના શુભ-અશુભ યોગ સર્જાઈ રહ્યા છે. આ કારણોસર નવ રાશિના જાતકોની જોબ અને બિઝનેસ પર ગ્રહોની મિશ્ર અસર થશે. રવિવારે વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકોને કામકાજમાં અડચણો તો આવશે, પરંતુ અમુક કામ પૂરાં થશે અને અમુક કામો અધૂરાં રહી જશે. મહેનત વધુ થશે અને તેનો ફાયદો ઓછો મળશે. જોબ અને બિઝનેસમાં સંભાળીને રહેવું પડશે. આજે આ રાશિના જાતકોએ બહુ સમજી-વિચારીને નિર્ણયો લેવા પડશે. આર્થિક બાબતોમાં સાવચેતીથી કામ કરવું પડશે. તે ઉપરાંત રવિવારે મેષ, મકર અને કુંભ રાશિના જાતકોને ધન લાભ થવાના યોગ છે. આ ત્રણેય રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. તેમની જોબ અને બિઝનેસ માટે પણ દિવસ સારો રહેશે.

28 નવેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીને લઈને અટવાયેલું કોઈ કામ આજે પૂર્ણ થઈ શકે છે. તેના માટે ખાસ કોશિશ કરતા રહો. ધર્મ-કર્મને લગતા કાર્યોમાં તમારો ખાસ રસ રહેશે. તમારું નિઃસ્વાર્થ યોગદાન સમાજમાં પણ માન-સન્માન અને પ્રતિષ્ઠા વધારશે.

નેગેટિવઃ- વધારે ખર્ચ કરવાથી બજેટ ખરાબ થઈ શકે છે. એટલે તમારા ખોટા ખર્ચ ઉપર અંકુશ રાખો. આજે બહારના સંપર્કોથી દૂર રહો. તેમાં સમય અને રૂપિયા નષ્ટ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- જીવનસાથી સામે તમારી દરેક યોજનાઓ જાહેર કરો

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ સામે પોતાનું રક્ષણ કરતાં રહો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર અનુકૂળ છે. તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે જાહેર થશે. યુવાઓ પોતાના ભવિષ્યને લગતી યોજનાઓને લઈને ગંભીર રહેશે. ચોક્કસ જ યોગ્ય સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરો. આળસ અને મોજ-મસ્તીમાં તમારો સમય ખરાબ ન કરો. ફાયનાન્સને લગતું કોઈપણ કામ કરતા પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરી લો.

વ્યવસાયઃ- વેપારને લગતી કોઈપણ નવી શરૂઆત કરતા પહેલાં યોગ્ય નીતિ ઘડી લો

લવઃ- પતિ-પત્નીમાં ઘરની વ્યવસ્થાને લઈને થોડા વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદતોને દૂર રાખશો તો વધારે સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ભાવનાઓના કારણે વિવેક અને ચતુરાઈ સાથે પોતાના કાર્યોને અંજામ આપો. જેથી તમે યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. કોઈ સંબંધીને લગતા શુભ સમાચાર પણ સાંભળવા મળી શકે છે.

નેગેટિવઃ- તમારી કોઈ યોજના ખોટી સાબિત થઈ શકે છે. ફાયનાન્સને લગતા મામલાઓ અંગે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. એટલે તેના ઉપર ફરી વિચાર કરો. વધારે ગુસ્સો તમારા સ્વાસ્થ્ય તથા તમારા કાર્યોમાં હાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં હળવી પરેશાનીઓ રહેશે, સમય રહેતાં તેનો ઉકેલ પણ મળી શકશે.

લવઃ- પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવો અને સાંધામા દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘર તથા વેપારની વચ્ચે તાલમેલ જાળવી રાખવાથી શાંતિનું વાતાવરણ રહેશે. જો સ્થાન પરિવર્તનને લગતી કોઈ યોજના બની રહી છે તો આજે તેના અંગે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહી શકે છે. અન્ય લોકોના મામલે દખલ ન કરો, અકારણ જ લોકો તમારા વિરૂદ્ધ થઈ જશે. તમારી આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખો. આ સમયે કોઈપણ જગ્યાએ રોકાણ કરવું યોગ્ય નથી.

વ્યવસાયઃ- જનસંપર્કોની સીમા વધારે વિસ્તૃત થઈ શકે છે.

લવઃ- પરિવારમાં અનુશાસન જાળવી રાખશો તો વધારે સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે થોડી સુસ્તી અને આળસ તમારા ઉપર હાવી થઈ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં દિવસનો મોટાભાગનો સમય પસાર થશે. તમે તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે સંપન્ન કરો તથા બહારની ગતિવિધિઓ અને લોકો સાથે હળી-મળીને રહો.

નેગેટિવઃ- થોડો સમય પરિવારના લોકો તથા બાળકો માટે પણ પસાર કરો. એકબીજા સાથેનું તાલમેલ વધારે સારું બનશે. તમને તમારી યોજનાઓ શરૂ કરવામાં પહેલાં થોડી પરેશાની આવશે પરંતુ ધૈર્ય રાખવું વધારે યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- નોકરિયાત લોકોએ કામ વધારે રહેવાના કારણે આજે પણ કામ કરવું પડી શકે છે.

લવઃ- કુંવારા લોકો માટે આજે કોઈ સારો સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સંતુલિત આહાર સાથે શારીરિક પરિશ્રમ અને કસરત જેવી વાતો ઉપર વધારે ધ્યાન આપો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમયે લાભદાયી ગ્રહ સ્થિતિ બની રહી છે. છેલ્લાં થોડા સમયથી જે કામ માટે તમે કોશિશ કરી રહ્યા હતાં, આજે તેમાં સફળતા મળવાની શક્યતા છે. તમને તમારી મહેનત અને લગ્ન પ્રમાણે અનુકૂળ પરિણામ મળશે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને ચીડિયાપણું નિયંત્રણમાં રાખો. ક્યારેક-ક્યારેક આવા સ્વભાવના કારણે થોડી મુશ્કેલીઓ આવી શકે છે. બહારના વ્યક્તિઓએ પોતાના વ્યક્તિગત જીવનમાં દખલ થવા દેવું નહીં.

વ્યવસાયઃ- વેપારમાં આ સમયે નવી યોજનાઓ બનાવવા માટે સમય પક્ષમાં નથી.

લવઃ- બાળકની કોઈ સમસ્યાને લઈને પતિ-પત્નીમાં તણાવ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં તમારું ખાસ યોગદાન રહેશે. આજે તમારી લોકપ્રિયતા સાથે-સાથે જનસંપર્કની સીમા પણ વધશે. થોડા રાજકારણ સાથે જોડાયેલાં લોકો સાથે પણ લાભદાયી મુલાકાત થઈ શકે છે. ઘરમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થવાની યોજના બની શકે છે.

નેગેટિવઃ- ક્યારેક કોઈ નકારાત્મક વાત હાવી થવાથી તમારા મનોબળમાં ઘટાડો આવી શકે છે. તમારા સ્વભાવને પોઝિટિવ રાખો. કોઈપણ કામ કરવામાં વધારે વિચારશો નહીં. સમય હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત વ્યસ્તતાના કારણે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકાશે નહીં.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને પ્રેમપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટ માટે કરવામાં આવતી મહેનત સફળ રહેશે. દરેક કામ શાંતિથી પૂર્ણ કરો. થોડા લોકો જે તમારા વિરૂદ્ધ હતા, આજે તમારી યોગ્યતા તેમની સામે સાબિત થશે.

નેગેટિવઃ- શોપિંગમાં સમય પસાર થશે. દેખાડાના ચક્કરમાં વધારે ખર્ચ કરવો અથવા દેવુ લેવાથી બચવું. કોઈને વચન આપ્યું છે, તો તેને ચોક્કસ પૂર્ણ કરીને જ રહો. આજે મનઃસ્થિતિમાં થોડી વિચલિત અવસ્થા રહી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં સહયોગીઓ અને કર્મચારીઓનો સહયોગાત્મક વ્યવહાર રહેશે.

લવઃ- પારિવારિક ગતિવિધિઓમાં તમારો યોગ્ય સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઈ પ્રકારની મુશ્કેલી થઈ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વ્યવહાર ઘર તથા બહારની ગતિવિધિઓમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશે. તમારા કાર્યોને સંપન્ન કરવામાં તમે સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારું ધ્યાન થોડા ખોટા કાર્યો તરફ પ્રેરિત થઈ શકે છે. થોડો સમય આત્મ ચિંતનમાં પણ પસાર કરો. રોકાણને લગતી ગતિવિધિઓ હાલ ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં કોઈપણ નિર્ણય લેતા પહેલાં પારિવારિક સભ્યો સાથે પણ ચર્ચા કરી લો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- અનુભવી તથા પ્રભાવશાળી લોકો સાથે સમય પસાર કરવાની તક મળશે સાથે જ સામાજિક સીમા પણ વધશે. લોકોની ચિંતા ન કરીને પોતાના કાર્યો ઉપર જ ધ્યાન આપો. તમને નવી સફળતા પણ મળી શકે છે.

નેગેટિવઃ- આળસ અને બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. એટલે મનને સંયમિત રાખો તથા ખરાબ મિત્રોથી પણ દૂર રહો. ઘરના વડીલોની સલાહ ઉપર ધ્યાન આપો. ચોક્કસ જ તમને યોગ્ય સમાધાન મળી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં જો સ્થાન પરિવર્તન કરવાની યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે.

લવઃ- ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સંબંધીઓ તથા મિત્રો સાથે ગેટ-ટુ-ગેધર અને મનોરંજનમાં સુખમય દિવસ પસાર થશે. જો કોઈ ખાસ કાર્યને પૂર્ણ કરવાની યોજના બની રહી છે તો ચોક્કસ તમને સફળતા મળશે.

નેગેટિવઃ- આ સમયે તમારા બજેટને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો. નહીંતર પરેશાનીમાં પડી શકો છો. જમીન-સંપત્તિ કે વાહનને લઈને કોઈ પ્રકારની સમસ્યા ઊભી થઈ શકે છે. એટલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંબંધ તમારા માટે નવી સફળતા પ્રદાન કરશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યા થઈ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- અનુભવી લોકોના માર્ગદર્શન અને અનુભવનું અનુસરણ કરીને તમારી ઉન્નતિના દ્વાર ખોલી શકો છો. યુવાઓની કોઈ દુવિધા દૂર થવાથી તેઓ રાહતનો શ્વાસ લેશે. કોઈ મોટો નિર્ણય લેવાની પણ હિંમત આવશે.

નેગેટિવઃ- વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો નહીંતર તમારે અપયશ જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં અચાનક મહેમાન આવવાથી કોઈ મહત્ત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે.

વ્યવસાયઃ- વેપારને લગતી ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે.

લવઃ- પરિવારમાં અનુશાસન અને શાંતિ જાળવી રાખવા માટે થોડા નિયમ અને કાયદા રાખવા જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચાર હાવી થવાથી કાર્યક્ષમતા અને શારીરિક ઊર્જામાં ઘટાડો અનુભવ થઈ શકે છે.