28 મેનું રાશિફળ:ગુરુવારે વૃષભ રાશિના સુખભાવમાં શુક્રનું ગોચર તેમને ધન-ધાન્યથી પૂર્ણ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

28 મે, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- હાલ તમે રચનાત્મક વળાંક ઉપર છો જ્યાં તમે આધ્યાત્મિક અંતદૃષ્ટિથી ભરપૂર રહેશો. મિત્રો અને પરિવાર સાથે ખાલી સમયનો આનંદ લો. તમે તમારા વ્યાપારિક લક્ષ્યોને મેળવવાની ક્ષમતાથી યુક્ત રહેશો.

નેગેટિવઃ- જોખમી વ્યવહારથી બચવું. ઘણાં દિવસોથી તમે વધારે કામ કરી રહ્યા છો પરંતુ હવે થોડો સમય પોતાના માટે કાઢો. તમારા ભય ઉપર કાબૂ મેળવો અને પોતાના ઉપર વિશ્વાસ રાખો

લવઃ- આજે તમે પાર્ટીમાં મૂડમાં છો
વ્યવસાયઃ- આજે અન્ય ક્ષેત્રના મામલે થોડી પરેશાની રહેશે.
સ્વાસ્થ્યઃ- દુર્ઘટનાઓથી બચવા માટે યાત્રા કરતી સમયે ધ્યાન રાખો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તમારા કામને વધારે ઝડપી કરી શકશો. કોઇ ધાર્મિક કાર્યોના આયોજનને પૂર્ણ કરવા માટે તૈયાર રહેશો. સુખભાવમાં શુક્રનું ગોચર તમને ધન તથા ધાન્યથી પૂર્ણ કરશે.

નેગેટિવઃ- પ્રતિયોગી તથા અન્ય શૈક્ષિત મામલે વધારે મહેનતની જરૂર રહેશે. શિક્ષાના ક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડી શકે છે. તમારા ધ્યાનને ભટકાવશો નહીં.

લવઃ- પ્રિયજનને જણાવો કે તેમનું તમારા જીવનમાં કેટલું મહત્ત્વ છે.
વ્યવસાયઃ- આ સમયે તમારા પરાક્રમમાં સારી વૃદ્ધિ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તમે તમારા સ્વાસ્થ્યને સારું કરવા માટે પ્રયાસ કરતાં રહેશો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કેતૂ તમારા માન તથા સન્માનને બચાવશે તથા ધન તથા કારોબારી જીવનમાં લાભ અપાવશે. બુધનું ગોચર તમારા પક્ષમાં લાભકારી સ્થિતિ બનાવશે.

નેગેટિવઃ- તમારા પારિવારિક તથા વ્યાવસાયિક જીવનમાં મુશ્કેલીઓ રહેશે. પત્ની તથા બાળકોને લઇને પણ પરેશાનીની સ્થિતિ રહેશે. આજે કોર્ટના વિવાદો થવાની સંભાવના છે.

લવઃ- આજનો દિવસ તમારા માટે ખૂબ જ સ્પેશિયલ રહેશે.
વ્યવસાયઃ- સૂર્ય ઉચ્ચનો થઇને તમને થોડા કાર્યોમાં ખ્યાતિ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- મોસાળ પક્ષ તથા સાસરિયા પક્ષથી તમને થોડો સહયોગ મળી શકે છે. કોઇ વૈવાહિક તથા ધાર્મિક કાર્યના નિમંત્રણમાં જવા માટે તૈયાર રહેશો. તમને તમારા શૈક્ષિક પહેલુને વધારે મજબૂત બનાવવાની જરૂર છે.

નેગેટિવઃ- તમે તમારા ઘર-પરિવારને લઇને જાગરૂત રહેશો. ઘરમાં અધિકારો તથા દાવાની લડાઇ થઇ શકે છે. તમે તમારા સ્તરે થોડાં મામલાઓમાં સામંજસ્ય જાળવવાની કોશિશ કરશો.

લવઃ- પ્રેમનો સંબંધ વ્યક્તિને આત્મવિશ્વાસ સાથે અન્યનું સન્માન કરવાનું પણ શીખવે છે.
વ્યવસાયઃ- તમને તમારા સંબંધિત કાર્ય અને વેપારમાં લાભ મળતો રહેશે.
સ્વાસ્થ્યઃ- વાસી ભોજન પેટરોગનું કારણ બની શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે ધર્મના કાર્યોમાં પણ તમારો રસ વધારી શકો છો. પરાક્રમ ભાવમાં શુક્રનું ગોચર પણ તમને યોગ્ય વાતાવરણ આપી શકશે તથા પારિવારિક જીવનમાં સુખ વધારશે.

નેગેટિવઃ- તમને કારોબારી જીવનમાં કાર્યોને પૂર્ણ કરવાની ચુનોતી આપનાર રહેશે. આ પ્રકારે ઉચ્ચના મંગળ મેડિકલ ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સંકેત આપી શકે છે.

લવઃ- પોતાના ઉપર વિશ્વાસ રાખો અને નવા મિત્રો બનાવો
વ્યવસાયઃ- શેરબજારમાં રોકાણ કરતી સમયે સાવધાન રહેવું.
સ્વાસ્થ્યઃ- ગાડી ચલાવતી સમયે સાવધાન રહેવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ભવન નિર્માણનું કાર્ય તમારા માટે ફાયદાકારક રહેશે. કારોબારી જીવનમાં પણ ગુરુ આગળ વધવાનો સંકેત આપી શકે છે. જેનાથી તમે પ્રસન્ન રહેશો.

નેગેટિવઃ- કેતૂનું ગોચર તમારા આત્મવિશ્વાસ તથા સંયમને ખરાબ કરી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બધા જ લાભકારી ઉપાયો સાથે જોડાયેલાં રહો.

લવઃ- કોઇ સંબંધ પૂર્ણ થવાથી તમે એકલતા અનુભવશો.
વ્યવસાયઃ- મંગળ કર્મ તમારા વેપાર અને કરિયર સાથે જોડાયેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- પરિવારમાં કોઇના રોગથી તમારું જીવન પ્રભાવિત થશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- શનિ તથા મંગળનું ગોચર તમને અનેકવાર ઉત્તેજિત કરતું રહેશે. જેનાથી કોઇ લક્ષ્યથી પાછળ રહી શકો છો. તમે તમારા પરિવારના લોકો માટે કોઇ શોપિંગ કરી શકો છો.

નેગેટિવઃ- ગુરુની સ્થિતિ પણ તમને થોડી પરેશાન કરનારી રહેશે. જેનાથી આજીવિકા સાથે સંબંધોમાં પીડાઓની સ્થિતિ ઉભરી શકે છે.

લવઃ- તમારા હ્રદયની સૌથી નજીકની વ્યક્તિ આજે તમને સારા સમાચાર આપી શકે છે.
વ્યવસાયઃ- કાર્ય તથા વેપારના ક્ષેત્રથી તમારું મન ભટકી શકે છે.
સ્વાસ્થ્યઃ- ગુસ્સો કરવાથી બચવું.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કેતૂનું ગોચર તમારી રહેણી-કરણીને ઉચ્ચ કરનાર તથા ઘર-પરિવારમાં મેલ-મિલાપને વધારનાર રહેશે. તમારી પ્રતિષ્ઠા તથા ઓળખ વધારે સારી જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- ઉત્પાદન તથા વિક્રયના ક્ષેત્રોમાં વધારે મહેનતની જરૂરિયાત રહેશે. નોકરી કરનાર લોકોએ પોતાની જવાબદારી તથા ભાગદોડમાં નફાની સ્થિતિ જોઇ શકશે.

લવઃ- તમારા રોજિંદા કાર્યક્રમથી રજા લઇને તમારા શોખ પૂર્ણ કરો.
વ્યવસાયઃ- તમારે તમારા ઘર તથા કિંમતી સામાનની સુરક્ષા કરવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- તમારે માનસિક શ્રમ વધારો કરવો પડશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ગુરુનું ગોચર તમારા માટે શુભ રહેશે. તમે તમારા મિત્રો સાથે કોઇ સ્થાને ફરવા જઇ શકો છો. આ સમયે તમે કોશિશ કરતાં રહો. તમને દરેક કાર્યોમાં સફળતા મળશે.

નેગેટિવઃ- સંતાન પક્ષ તમારી વાતોને વધારે મહત્ત્વ આપશે નહીં. પરિવારજન પોતાને જાહેર ન કરે પરંતુ તમારાથી અંતર બનાવી શકે છે.

લવઃ- તમે તમારા રોજિંદા કાર્યોથી બ્રેક લો અને આત્મનિરીક્ષણ કરો
વ્યવસાયઃ- કારોબારી જીવનમાં ધન એકઠું થવાના સંકેત મળી રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- તમારી માતા, જીવનસાથી તથા સંતાનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારું પારિવારિક જીવન સામાન્ય રહેશે. તમારા ભાઇ-બહેન તથા મિત્રો સાથે સામંજસ્ય જાળવી રાખો. મિત્રો સાથે સારો સમય વિતાવવાની કોશિશ કરો.

નેગેટિવઃ- જીવનના થોડાં નિર્ણય ભવિષ્યની યોજનાઓ સાથે જોડાયેલાં રહેશે. સમસ્યાઓને દબાવવાની જગ્યાએ તેનો ઉકેલ લાવવાની કોશિશ કરતાં રહો.

લવઃ- તમે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્યણ લેવાની તૈયારીમાં રહેશો.
વ્યવસાયઃ- તમારો કોઇ સહકર્મી તમારી મદદ કરશે.
સ્વાસ્થ્યઃ- પિતા અથવા કોઇ ખાસ વ્યક્તિની બીમારી તમને પરેશાન કરી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમય તમારા અધૂરા કાર્યો પૂર્ણ થઇ શકે છે. થોડાં જાતકોને વારસાગત સંપંત્તિથી સારો લાભ થઇ શકે છે. ચંદ્રદેવ જ્યારે તમારી જ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે અનેક પરેશાનીઓ દૂર થઇ જશે.

નેગેટિવઃ- સાર્વજનિક દુશ્મન અથવા રાજનૈતિક વિપક્ષી આજે તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે. કેતુનું ગોચર ભૌતિક સુખ તથા શાંતિને નબળી કરનાર રહેશે.

લવઃ- લવ પ્રમાણે આજે તમારા સપના પૂર્ણ થશે.
વ્યવસાયઃ- તમને કાર્યક્ષેત્રમાં સમસ્યા આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- રોગભાવમાં મંગળનું ગોચર તમને સુખ તથા ધનલાભ આપનાર રહેશે. જેના કારણે તમને તમારા ક્ષેત્રમાં ખ્યાતિ મળી શકે છે. શનિનું ગોચર કમીશન તથા ન્યાયના કાર્યોમાં સફળતા આપનાર રહેશે.

નેગેટિવઃ- જો કોઇ અંગત સંબંધ હોય તો તેમાં ઝગડાની સ્થિતિ રહેશે. કેતૂનું ગોચર તમારા કાર્ય તથા વેપારના ક્ષેત્રમાં ગુણવત્તાને જાળવી રાખવાની ચુનોતી આપી શકે છે.

લવઃ- તમે તમારા ફાલતૂ ખર્ચને ઓછા કરી શકો છો.
વ્યવસાયઃ- તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ કોઇપણ કાર્યને કાલ ઉપર છોડશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.

અન્ય સમાચારો પણ છે...