તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારનું રાશિફળ:રવિવારે બે શુભ યોગને કારણે આઠ રાશિ માટે સારો દિવસ, મેષ, મિથુન અને મીન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ક, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો પર રવિવારે ગ્રહો મહેરબાન નહીં રહે, આખો દિવસ સંભાળીને રહેવું પડશે

રવિવાર, 28 માર્ચના દિવસે ગ્રહો-નક્ષત્રો મળીને વૃદ્ધિ અને મિત્ર નામના બે શુભ યોગ બનાવી રહ્યા છે. તેનો ફાયદો 8 રાશિના જાતકોને મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીનું કહેવું છે કે રવિવારે મેષ અને મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. વૃષભ રાશિના જાતકોને અટવાયેલાં નાણાં પરત મળી શકે છે. સિંહ રાશિના ધારકોને પ્રોપર્ટીનાં ખરીદ-વેચાણમાં ફાયદો થશે. કન્યા રાશિને કોઈ ખાસ કામમાં સફળતા પ્રાપ્ત થશે.

મકર રાશિના જાતકોને અટવાયેલા કે ઉધાર આપેલા પૈસા પરત મળવાના યોગ છે. કુંભ રાશિના જાતકોના ઇન્કમ સોર્સ વધશે. મીન રાશિના જાતકોની ચિંતા અને સ્ટ્રેસમાં ઘટાડો થશે, સાથોસાથ આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. આ ઉપરાંત કર્ક, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો પર આજે ગ્રહો મહેરબાન નહીં થાય. આ 4 રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે.

28 માર્ચ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનો ઉકેલ મળશે. તમે રાહતનો શ્વાસ લેશો. અધ્યાત્મિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે. કોઇ ફોન કોલ્સ કે ઈમેલ દ્વારા કોઇ લાભદાયક સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- બપોર પછી કોઇપણ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લો નહીંતર કોઇ મુશ્કેલીમાં ફસાઇ શકો છો. સમય પડકારપૂર્ણ રહેશે. પરંતુ તમે તેનો સામનો યોગ્ય રીતે કરી શકશો. સપનાની દુનિયામાંથી બહાર આવીને હકીકતનો સામનો કરો.

વ્યવસાયઃ- આ સમય વ્યવસાયમાં રોકાણ કરવા માટે યોગ્ય રહેશે.

લવઃ- પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓનો અનુભવ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- વર્તમાન કાર્યપ્રણાલીમાં કરેલા ફેરફાર પોઝિટિવ રહેશે. કોઇ જગ્યાએ અટવયેલા કે ઉધાર આપેલાં રૂપિયા પાછા આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. આ કાર્યોમાં સમય આપવાથી સુખ મળી શકે છે.

નેગેટિવઃ- ખોટા વાદ-વિવાદ તથા તર્ક-વિતર્કથી દૂર રહો. કોઇ વિશેષ કાર્યને કરવા માટે વધારે મહેનત અને કોશિશ કરવી પડશે. પોતાના સિદ્ધાંત અને મિત્રો સાથે કોઇ સમાધાન કરશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્ય પ્રણાલીમાં પરિવર્તન લાવવું લાભદાયક રહેશે.

લવઃ- પરિવાર સાથે મોજમસ્તી તથા મનોરંજનમાં પણ સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટીઝને લગતી તપાસ નિયમિત કરતા રહો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી બુદ્ધિમત્તા તથા આવડતના લોકો વખાણ કરશે. થોડી નવી જવાબદારીઓ સામે આવી શકે છે. પરિસ્થિતિઓમાં યોગ્ય તાલમેલ જાળવી રાખીને પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવો. સંબંધોમાં નવી તાજગી અનુભવ કરશો.

નેગેટિવઃ- તમારી વાણી તથા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- કામકાજ વધારે રહેવાના કારણે તમે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય સમય આપી શકશો નહીં.

લવઃ- તમારા જીવનસાથી સાથે હળવો વિવાદ કે તણાવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના મિત્ર કે સંબંધીને લગતા શુભ સમાચાર મળી શકે છે. કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા માટે તમે તમારી અંદર વિશેષ ઊર્જાનો અનુભવ કરશો. ભવિષ્યને લઇને બનાવવામાં આવેલી યોજનાને શરૂ કરવા માટે સમય યોગ્ય છે..

નેગેટિવઃ- અનેક મામલે તમારે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવાની જરૂરિયાત છે. આ સમયે વાહન ઝડપથી ચલાવશો નહીં. ઘરના કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. જેથી પોતાના કાર્યો માટે સમય મળી શકશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા અવસર કે તક મળી શકે છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવારની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવશો. તમે તમારો આત્મવિશ્વાસ અને સંતુલન વધારવા માટે નકારાત્મક ગતિવિધિઓમાં ધ્યાન આપશો. વિદ્યાર્થી વર્ગના કાર્યોથી પોતાનું ધ્યાન હટાવીને પોતાના અભ્યાસ અને લક્ષ્યને પ્રાપ્ત કરવામાં કેન્દ્રિત રહેશે.

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખવું જોઇએ. તેના કારણે સરળ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓને પ્રાપ્ત કરવામાં તમે બિનજરૂરી ખર્ચ કરી શકો છો, જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે.

લવઃ- પરિવારની વચ્ચે કોઇ મુદ્દાને લઇને ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે કોઇ વિશેષ કાર્યમાં સફળતા મળવાથી સુકૂન અને શાંતિ પ્રાપ્ત થઇ શકે છે. તમે કોઇ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓને ખૂબ જ શાનદાર રીતે નિભાવશો. વિદ્યાર્થીઓ તથા યુવાઓને પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે ખૂબ જ વધારે રસ રહેશે.

નેગેટિવઃ- અન્ય લોકોની જવાબદારીઓ પોતાના ઉપર લેશો અને તેને પૂર્ણ પણ કરશો. અન્ય ઉપર વધારે વિશ્વાસ ન કરો કેમ કે તમારી આવડત અને યોગ્યતાનો લાભ કોઇ અન્ય ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં પરિસ્થિતિઓ ખૂબ જ સારી રહેશે.

લવઃ- નજીકના મિત્રો કે સંબંધીઓ સાથે હળવા-મળવાનો સમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ પણ બેદરકારી ન કરો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કાર્યોમાં આવી રહેલાં અવરોધને દૂર કરીને તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોશિશ કરતા રહેશો. કોઇ અધિકારી કે મોટા વ્યક્તિ સાથે મુલાકાત તમારા ભાગ્યના દ્વાર ખોલી શકે છે. આત્મવિશ્વાસને પણ બળ મળશે.

નેગેટિવઃ- આ સમયે પોતાના આચરણ, વ્યવહાર તથા વાણીને સંયમિત અને નિયંત્રિત રાખો. તમારું જ કોઇ ખાસ વ્યક્તિ તમારી સાથે દગાબાજી કરી શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નાની ગતિવિધિ ઉપર ધ્યાન આપવું અને ગંભીરતાથી લેવું તમારા માટે વધારે ઉપલબ્ધિઓ લાવશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજનો ઉકેલ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર થવા દેશો નહીં.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- જીવનશૈલીમાં પોઝિટિવ ફેરફાર લાવવાની કોશિશ કરશો અને તમે સફળ પણ થશો. કામ વધારે હોવા છતાં તમે તમારા રસના કાર્યો માટે સમય કાઢી શકશો. વિદ્યાર્થીઓ અને યુવાઓ પોતાના અભ્યાસને લઇને ગંભીર રહેશે.

નેગેટિવઃ- તમારી સફળતાને પ્રાપ્ત કરવા માટે તમારા સ્વભાવમાં પણ લચીલાપણું લાવવું જરૂરી છે. આ સમયે કોઇપણ નિર્ણય લેતી સમયે ધૈર્ય અને સંયમથી કામ લેવું. કોઇપણ અપ્રિય કે અશુભ સમાચાર મળવાથી તણાવ વધશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અચાનક જ કોઇ મોટું વિઘ્ન આવી શકે છે.

લવઃ- ઘર-પરિવારનું વાતાવરણ સુખદ અને સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વ્યક્તિગત તથા વ્યવસાયિક ચિંતાની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે કોઇપણ નિર્ણય લેતી સમયે અન્યની સલાહની જગ્યાએ પોતાના મનના અવાજને પ્રાથમિકતા આપો. ચોક્કસ જ તમને યોગ્ય સમાધાન મળી શકે છે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસને લગતા યોગ્ય પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- ભાવનાઓમાં આવીને કોઇપણ નિર્ણય લેશો નહીં. આ સમયે આવક વધવા સાથે ખર્ચ પણ વધારે થઇ શકે છે. અકારણ જ કોઇ સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ પણ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓમાં તમારું પ્રદર્શન સારું જળવાયેલું રહેશે.

લવઃ- ઘરેલુ જવાબદારીઓને તમે યોગ્ય રીતે નિભાવી શકશો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો, માઇગ્રેન વગેરેની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ફસાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા વસૂલ કરવાનો યોગ્ય સમય છે. વાહન કે જમીનને લગતી ખરીદદારી પણ શક્ય છે. ભવિષ્યને લગતી કોઇ મહત્ત્વપૂર્ણ યોજના બનશે જે લાભદાયક રહેશે. કોઇ સાથે અચાનક થયેલી મુલાકાત સંબંધમાં બદલાઇ શકે છે.

નેગેટિવઃ- ઝઘડા અને વાદ-વિવાદની સ્થિતિને જાળવી રાખો. અચાનક ખર્ચ પરેશાન કરી શકે છે. તમારી કોઇ પ્રિય વસ્તુ ચોરી કે ગાયબ થવાનો ભય રહી શકે છે. યુવાઓએ પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મેળવવા વધારે મહેનત કરવી જોઇએ.

વ્યવસાયઃ- તમારા હાથમાંથી કોઇ મોટો ઓર્ડર કે ડીલ છૂટી શકે છે.

લવઃ- પરિવારમાં સુખ અને ઉલ્લાસભર્યું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તથા ખાનપાન તમને માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રાખશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા માટે આ દિવસ સફળતાદાયક રહેશે. ધાર્મિક અને માંગલિક આયોજનમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ વિશેષ સંસ્થા દ્વારા મહત્ત્વપૂર્ણ જવાબદારી કે કામનો ભાર સોંપવામાં આવી શકે છે.

નેગેટિવઃ- આ સમય આત્મમંથનનો તથા આત્મ વિશ્લેષણનો છે. તમારી સાથે દગાબાજી કે વિશ્વાસઘાત થઇ શકે છે. કોઇના ઉપર વિશ્વાસ કરતા પહેલાં તેમના વિચારોને સમજી લેવા જરૂરી રહેશે.

વ્યવસાયઃ- આ સમયે આવકના સ્ત્રોત વધશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સુખમય સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓ તથા તણાવ ઓછો થશે. તમે તમારી ક્ષમતા તથા બુદ્ધિમત્તાનો ઉપયોગ તમારા વિકાસ માટે કરશો. આ સમયે ઉન્નતિ મેળવવા માટે સ્વાર્થી થવું પણ જરૂરી છે.

નેગેટિવઃ- પરિવારમાં કોઇ વ્યક્તિ સાથે વિવાદ થઇ શકે છે. ખોટા વાદ-વિવાદમાં પડશો નહીં. સંતાન પક્ષને લઇને થોડી ચિંતા રહેશે. કોઇ નિષ્ણાત પાસેથી સલાહ લેવી જરૂરી રહેશે. ગુસ્સા અને આવેશ ઉપર અંકુશ લગાવો.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ખૂબ જ અનુકૂળ છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો