તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

28 જૂનનું રાશિફળ:રવિવારનો દિવસ વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે, સારી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

28 જૂન, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારી યોગ્યતા અને ક્ષમતાનું ભરપૂર પોઝિટિવ પરિણામ મળવાનું છે. જમીન અને વાહનની ખરીદારી સંબંધિત કોઇ દેવું લેવાની યોજના બનાવી શકો છો.

નેગેટિવઃ- સામાજિક ક્ષેત્રમાં તમારી બદનામી થવાના યોગ બની રહ્યા છે. ટેક્સ સંબંધિત કાર્યના પેપરનું કામ આજે પૂર્ણ કરી લો.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરે.
વ્યવસાયઃ- વેપાર અને કામકાજને લઇને કરવામાં આવતી યોજનાઓ ભવિષ્યનો રસ્તો ખોલશે.
સ્વાસ્થ્યઃ- ખાનપાન વ્યવસ્થિત જાળવી રાખો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ સામાજિક મામલે તમારો સહયોગ તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરશે. તમારી યોગ્યતા અને પ્રતિભા ખુલીને લોકો સામે આવશે, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ- ઉતાવળ અને અતિ આત્મવિશ્વાસથી બચવું. તમારા ગુસ્સા અને આવેશ ઉપર પણ કાબૂ રાખો. આ સમયે તમારી પારિવારિક સુખ-શાંતિ પ્રભાવિત થઇ શકે છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જાળવી રાખવા માટે સહયોગ અતિ જરૂરી છે.
વ્યવસાયઃ- આજીવિકા સંબંધિત નવી-નવી ઉપલબ્ધિઓની રાહ જોવો
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- વેપાર અને સંપત્તિ સાથે સંબંધિત ચાલી રહેલો કોઇ વિવાદ કોઇની મધ્યસ્થતાથી ગુંચવાઇ શકે છે. બધા સાથે મૃદુભાષી અને ઉદારવાદી દૃષ્ટિકોણ રાખો.

નેગેટિવઃ- ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. સંતાનના લગ્નજીવન સાથે સંબંધિત કોઇ ચિંતા ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- દાંપત્ય સંબંધોમાં કોઇ તણાવની સ્થિતિ બની શકે છે.
વ્યવસાયઃ- વેપાર અને કારોબારમાં એક-એક પગલું જાળવીને રાખો.
સ્વાસ્થ્યઃ- પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જમીન સંબંધિત રોકાણ કરવાના ઉત્તમ યોગ બની રહ્યા છે. તેના માટે આજે સંપૂર્ણ પ્લાનિંગ કરો. વિદ્યાર્થીઓનું લક્ષ્ય પ્રત્યે પૂર્ણ રૂપથી એકાગ્ર ચિત્ત રહેવું ઉન્નતિ પ્રદાન કરશે.

નેગેટિવઃ- કોઇ સંબંધિ સાથે દુર્ઘટના ઘટી શકે છે તથા કોઇ અપરિચિત અને અજાણી વ્યક્તિને રૂપિયા ઉધાર આપશો નહીં. વાહન ચલાવતી સમયે સાવધાની જાળવો.

લવઃ- પ્રેમ પ્રસંગ બદનામીનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજના બની શકે છે.
સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર સાથે સંબંધિત બીમારીની તપાસ કરાવો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારા થોડાં સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થઇ શકે છે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ ઉપર જ કેન્દ્રિત કરો. કોઇ સંબંધી પાસેથી શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- ખોટા ખર્ચમાં કટોતી કરીને એક સંતુલિત બજેટ બનાવવું અતિ જરૂરી છે. આજે તમારી કોઇ ગુપ્ત વાત ઉજાગર થઇ શકે છે.

લવઃ- જીવનસાથીનો પોઝિટિવ સહયોગ તમને મળશે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા કર્મચારીઓ તમારા ઉપર હાવી થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો અને સંગતથી અંતર જાળવી રાખો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કન્યા રાશિના લોકો વ્યવહાર કુળશ રહેશે. તમારી યોગ્યતાનો ઉપયોગ તમારી ગતિવિધિઓમાં કરો, સફળતા મળશે. રાજનીતિ અને મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- ભાઇઓ અને સંબંધિઓ સાથે સંપત્તિ સંબંધિત વિવાદ વધી શકે છે. કોઇ મધ્યસ્થીના કારણે વિવાદ ઉકેલાઇ જશે.

લવઃ- આજે તમે જીવનસાથીને સમય આપી શકશો નહીં.
વ્યવસાયઃ- સરકારી કર્મચારી પોતાના કાર્ય પ્રત્યે પ્રામાણિક રહે
સ્વાસ્થ્યઃ- સ્વભાવમાં ગુસ્સો વધી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારા કાર્યોની પૂર્તિ માટે તમે જે સમયની રાહ જોઇ રહ્યા હતાં તે હવે પૂર્ણ થઇ જશે. તમે તમારી અંદર ફરીથી ઊર્જા એકત્રિત કરીને આત્મવિશ્વાસ વધારી શકશો.

નેગેટિવઃ- મિત્રો અને પાડોસીઓ સાથે સંબંધ ખરાબ થવાના અણસાર છે. આ સમયે તમારે તમારા આક્રમક સ્વભાવથી બચવું જોઇએ.

લવઃ- જીવનસાથીની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે.
વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિએ પોતાનું કામ ધ્યાનથી કરવું.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- લેખન વગેરે સાથે જોડાયેલાં વ્યક્તિઓએ પોતાના કોઇ લેખના કારણે સન્માન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉપલબ્ધિ મળવાના યોગ છે.

નેગેટિવઃ- કોઇ વસ્તુની ચોરી થવાની કે ખોવાઇ જવાની સંભાવના છે. તમારા સામાનનું ધ્યાન રાખો. આ સમયે નુકસાનના યોગ બની શકે છે.

લવઃ- ઘર-પરિવાર સંબંધિત કોઇપણ નિર્ણય લેશો નહીં.
વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે કાર્યોમાં મુશ્કેલી વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમે મન અને શરીરથી ખૂબ જ થાક અનુભવશો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે રોજિંદા જીવનથી અલગ થોડો સમય પોતાના ઉપર વ્યતીત કરવાનું વિચારી રહ્યા છો.

નેગેટિવઃ- પરિજનોના કાર્યોમાં વધારે હસ્તક્ષેપ કરશો નહીં. તમારું વધારે ટક-ટક પરિવારમાં પરેશાની ઊભી કરી શકે છે.

લવઃ- તમારા સ્વભાવને સુધારી સંબંધને મધુર બનાવો.
વ્યવસાયઃ- આર્થિક રોકાણના મામલે તમારું ધ્યાન કેન્દ્રિત કરો.
સ્વાસ્થ્યઃ- નેગેટિવ વિચારોની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ અટવાયેલું પેમેન્ટ આવી જવાથી મન ખુશ રહેશે. થોડાં સમયથી તમે જે કાર્યો કરવાની યોજના બનાવી રહ્યા હતાં. આજે તેને અંજામ આપવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- મામા પક્ષથી કોઇ પ્રકારની ગેરસમજ ઊભી થઇ શકે છે. તમારી સ્પષ્ટવાદિતા અને જિદ્દી સ્વભાવના કારણે તમે કોઇ સ્થાને માત ખાઇ શકો છો.

લવઃ- ઘરમાં કોઇ સમસ્યાને લઇને ચિંતાનું વાતાવરણ રહેશે.
વ્યવસાયઃ- મિત્રો અને સહયોગીઓ વચ્ચે માન-સન્માન વધશે.
સ્વાસ્થ્યઃ- થાક રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમે વ્યવહારિક રૂપથી જે નિર્ણય લેવા માંગો છો તેમાં તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. તમે આજે તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખો.

નેગેટિવઃ- કોઇ વ્યક્તિ દ્વારા કોઇ ગેરસમજ ઊત્પન્ન કરવાથી પરેશાની આવશે. અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં. પાડોસીઓ સાથે વિવાદ થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.
વ્યવસાયઃ- તમારા સંપર્ક વધારવાની કોશિશ કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે ધનના રોકાણ સંબંધિત થોડી યોજનાઓ સફળ થશે અને જો કોઇ પોલિસી પૂર્ણ થઇ ગઇ છે તો તે રૂપિયાનું પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો.

નેગેટિવઃ- કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તેના અંગે વિચાર જરૂર કરો. કોઇપણ પ્રકારની ઉતાવળ કે બેદરકારી નુકસાનદાયક રહેશે.

લવઃ- પરિવારમાં નેગેટિવ વાતાવરણ રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક મામલે થોડાં મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે લેશો નહીં.
સ્વાસ્થ્યઃ- ગેસની સમસ્યા રહેશે.

અન્ય સમાચારો પણ છે...