ગુરુવારનું રાશિફળ:એકસાથે ત્રણ શુભ યોગથી વૃષભ, સિંહ, મકર સહિત 8 રાશિના જાતકો માટે સારો દિવસ, ધાર્યાં કામ થશે, પ્રગતિની તકો મળશે

9 મહિનો પહેલા

28 જાન્યુઆરી, ગુરુવારના રોજ ગ્રહ-નક્ષત્રોની સ્થિતિને કારણે પ્રીતિ, શુભ મહાલક્ષ્મી અને ગજકેસરી નામના ત્રણ શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેનો સીધો ફાયદો 8 રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરતા જાતકોને થશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે આજે મેષ રાશિના જાતકો માટે સારો દિવસ રહેશે. જૂના રોકાણમાંથી ફાયદો મળશે અને સરકારી કામોમાં સફળતા મળશે.

વૃષભ રાશિના જાતકોને આવકના સ્રોત વધશે. આ રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો રહેશે. મિથુન રાશિના લોકોનાં ધાર્યાં કામ પાર પડશે. આ રાશિના લોકોને નવી ગાડી ખરીદવાના યોગ સર્જાઈ રહ્યા છે. કર્ક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અગાઉ કરતાં મજબૂત બનશે. આ રાશિના લોકોને સરકારી કામોમાં ફાયદો થવાની શક્યતા પ્રબળ છે.

સિંહ રાશિના નોકરિયાત લોકોને બઢતી મળવાના યોગ છે. બિઝનેસમાં નવો કોન્ટ્રાક્ટ પણ થઈ શકે છે. તુલા રાશિના બિઝનેસ કરતા જાતકો માટે પરિસ્થિતિઓ તેમની તરફેણમાં રહેશે. મકર રાશિને પણ પ્રગતિના પથમાં આવી રહેલી અડચણો દૂર થશે અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. એ જ રીતે મીન રાશિના નોકરિયાત લોકોને પણ બઢતી કે સેલેરીમાં વધારો થવાની શક્યતા છે. આ સિવાયની કન્યા, વૃશ્ચિક, ધન અને કુંભ જેવી રાશિઓના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

28 જાન્યુઆરી, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- દિવસ સારો પસાર થશે. પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. તમારી જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો. તમે થોડાં એવાં કામ પણ કરશો જેનાથી તમારી રચનાત્મકતા સામે આવશે. ઘરમાં બાળકોના લગ્નને લગતી ગતિવિધિઓમાં તૈયારીઓ ગતિમાં રહેશે.

નેગેટિવઃ- કોઇના દ્વારા ગેરસમજ ઊભી થવાથી ઘરમાં નકારાત્મકતા હાવી રહેશે. જેના કારણે મન પરેશાન રહી શકે છે. તમારી ઇચ્છાઓને જલ્દી પૂર્ણ કરવા માટે કોઇ પ્રકારનો ખતરો ઉઠાવશો નહીં.

વ્યવસાયઃ- વર્તમાન વ્યાવસાયિક ગતિવિધિનો વિસ્તાર કરવા માટે તમારી પાસે નવા પ્રસ્તાવ આવશે.

લવઃ- પરિવારમાં સુખ અને મોજ-મસ્તીનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- મનમાં ચાલી રહેલી શંકા, તણાવ વગેરેને વિરામ મળશે. દિવસ શાનદાર રીતે પસાર થશે. કાર્યને નવી અને યોગ્ય રીતે કરવા માટે કોશિશ કરતાં રહો. સંપર્કોની સીમા વધશે તથા સંપર્ક લાભદાયક પણ રહેશે.

નેગેટિવઃ- થોડા પડકાર સામે આવશે પરંતુ તમે તમારા મનોબળથી પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. ખર્ચમાં કાપ રાખો નહીંતર આર્થિક સમસ્યાઓ આવી શકે છે. નશા જેવી પ્રવૃત્તિથી દૂર રહો.

વ્યવસાયઃ- યુવાઓને રોજગાર અંગેની કોશિશમાં સફળતા મળી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી પરેશાની વધી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ વિશેષ વાત ઉપર આજે તમારે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ મામલે તમે સફળ પણ રહેશો. નવી ગાડી ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. આ સમયે કોઇ પરોપકારને લગતા કાર્યમાં પણ સમય પસાર થઇ શકે છે. નવી-નવી વાતોની જાણકારીઓ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ કામમાં વિઘ્ન આવવાથી તમારી સહનશક્તિ જવાબ આપી શકે છે. આત્મવિશ્વાસ પણ ડગમગી જશે. ખોટાં કાર્યોમાં તમારો સમય ખરાબ ન કરો. મનમાં કશુંક અમંગળ થવાની શંકા પણ રહેશે.

વ્યવસાયઃ- અધિકારી વર્ગ સાથે સંબંધ સારા જળવાયેલાં રહેશે.

લવઃ- પ્રેમ પ્રસંગોના મામલે તમે ભાગ્યશાળી રહેશો.

સ્વાસ્થ્યઃ- તણાવ કે વધારે કામના ભારના કારણે સ્વાસ્થ્ય ઢીલું રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારી ઉપલબ્ધિઓને વધારે સારી બનાવવાનો પ્રયાસ કરશો. મિત્રોનો પણ પૂર્ણ સહયોગ કરશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. ઉત્તમ સાહિત્ય વાંચવામાં રસ રહેશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન રાખવું.

નેગેટિવઃ- કોઇ કાર્ય તમારે તમારી ઇચ્છા વિરૂદ્ધ પણ કરવું પડી શકે છે. થોડા લોકો તમારો વિરોધ કરશે તથા પીઠ પાછળ તમારી આલોચના પણ થઇ શકે છે. આ વાતો ઉપર ધ્યાન ન રાખો તથા તમારા કાર્યો પ્રત્યે સમર્પિત કરો.

વ્યવસાયઃ- કોઇપણ વ્યાવસાયિક કાર્યમાં મુશ્કેલી આવે ત્યારે ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ ઉપર ચોક્કસ ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે તમે કોઇ મોટું રોકાણ કરવાની યોજના બનાવશો. તમારી ચતુરાઈ અને સમજણથી કાર્યોને પૂર્ણ કરી લેશો. કોઇ પરમ મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે. તમે દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાનું શીખશો.

નેગેટિવઃ- કોઇ દુઃખદ સમાચાર મળવાથી મનમાં વૈરાગ્યનો ભાવ જાગશે. માનસિક રૂપથી થોડા નિરાશ રહી શકો છો. કોઇના ઝઘડામાં ન પડો નહીંતર તમે પણ મુશ્કેલીમાં પડી શકો છો. વાણી અને મન ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- કારોબારી ગતિવિધિઓ સામાન્ય ચાલતી રહેશે. આત્મ સંતુષ્ટિ રહેશે.

લવઃ- ઘર કે વેપારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણની નકારાત્મક અસર સ્વાસ્થ્ય ઉપર થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને માંગલિક કાર્યોમાં આજે તમે વ્યસ્ત રહેશો. ઘરમાં કોઇ મહેમાનના આવવાની શક્યતા છે. એકબીજા સાથે મળવાથી તમને આનંદ પ્રાપ્ત થશે. કોઇપણ નવા કાર્યની યોજના બનાવવામાં તમને સફળતા મળશે.

નેગેટિવઃ- નાની-નાની વાતને લઇને તણાવ રહેશે. તમારા જ લોકો પાસેથી કડવી વાત સાંભળવાથી મનમાં દુઃખ રહેશે. આ સમયે અન્યની વાત સાંભળવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખશો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિ અને એકબીજા સાથે તાલમેલ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે કોઇ સ્થાને ફરવા જવાનો પ્રોગ્રામ બનશે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. સામાજિક ગતિવિધિઓમાં તમારી સલાહને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે. જમીનને લગતાં કાર્યો યોગ્ય રીતે સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ પ્રકારની અસમંજસની સ્થિતિ રહી શકે છે. અન્યના કારણે તમે પરેશાનીમાં પડી શકો છો. ભાડુઆત-મકાન માલિક વચ્ચે કોઇ વિવાદ થઇ શકે છે. તમે પોતાના અહંકાર અને જિદ્દના કારણે મુશ્કેલીમાં ફસાઇ શકો છો.

વ્યવસાયઃ- વેપારમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.

લવઃ- ધ્યાન રાખો કે માતા-પિતાની ભાવનાઓને ઠેસ ન પહોંચે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા થોડા એવા આર્થિક સ્રોત બની શકે છે, જેના અંગે તમે કલ્પના પણ કરી નહીં હોય. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત તથા વિચારોનું આદાન-પ્રદાન તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે.

નેગેટિવઃ- કોઇ સંબંધી કે ઘનિષ્ઠ મિત્રની વાત તમને ખરાબ લાગી શકે છે. હાલ સમય અનુકૂળ નથી એટલે ચૂપ રહો અને ધૈર્ય રાખો. ઉતાવળના કારણે કોઇ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પાર્ટનરશિપને લગતાં મામલે થોડો મતભેદ થઇ શકે છે.

લવઃ- જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો સહયોગ તમારા આત્મબળને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે રાજકીય કાર્ય કોઇની મદદથી પૂર્ણ થવાની શક્યતા છે. પરિવારમાં કોઇ નવા મહેમાનના આવવાના સમાચાર પણ મળી શકે છે. જીવનને પોઝિટિવ અને સુખમય બનાવવા માટે તમારી કોશિશ સફળ રહેશે. આજે કોઇ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત પણ થઇ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમે સામાજિક દૃષ્ટિએ તમારી ઉત્તમ ઓળખ બનાવવાના ચક્કરમાં ખોટા નિર્ણય લઇ શકો છો જેના કારણે તમારી ઇમેજ ખરાબ થઇ શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને તેમના અભ્યાસ અને કરિયર પ્રત્યે વધારે મહેનતની જરૂરિયાત રહેશે.

વ્યવસાયઃ- મશીનને લગતા વ્યવસાયમાં સાવધાની રાખવી જરૂરી છે.

લવઃ- પરિવારમાં પ્રેમ અને સમર્પણની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ અને છાતીને લગતી પરેશાની થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પરિવારમાં સુખ-સમૃદ્ધિ તથા યોગ્ય વ્યવસ્થાને લગતી યોજનાઓને બનાવવા માટે દિવસ ઉત્તમ છે. ઈશ્વરના આશીર્વાદથી તમે યોગ્ય સફળતા પ્રાપ્ત કરશો. ભાવનાત્મક રીતે તમે સક્ષમ અને સમર્થ રહેશો. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- અપરિચિત લોકોથી સાવધાન રહો. તમારું કોઇ આર્થિક નુકસાન થઇ શકે છે. તમારી બોલચાલની રીતે કોઇનું મન નિરાશ કરી શકે છે એટલે તમારી વાણી ઉપર સંયમ રાખો. તમારા આદર્શો અને સિદ્ધાંતો સાથે સમાધાન ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ભવિષ્યને લગતી થોડી યોજનાઓ શરૂ થશે.

લવઃ- પરિવાર પ્રત્યે તમારો સહયોગ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વિદેશ જવાના ઇચ્છુક લોકોનાં વિઘ્નો દૂર થઇ શકે છે, એટલે કોશિશ કરતાં રહો. કોઇ ખાસ વ્યક્તિ સાથે મેલજોલ વધશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનો પણ પ્રોગ્રામ બનશે. તમે જે અટવાયેલાં કાર્ય માટે પરેશાન થઇ રહ્યા હતા, તે કાર્ય વિના કોઇ વિઘ્ન પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- વારસાગત ગતિવિધિઓને લઇને ભાઇઓ સાથે વિવાદ થઇ શકે છે. મનમાં વિવિધ પ્રકારની શંકાઓ આવશે. તમામ સમસ્યાઓથી બહાર આવવા માટે તમારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આકરી સ્પર્ધા રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે પરિશ્રમ અને તણાવ લેવાથી તેની નકારાત્મક અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. શાંતિથી કામ પૂર્ણ થતાં જશે. બાળકોના પક્ષ તરફથી રહેલી ચિંતામાંથી છુટકારો મળશે. જે લોકો સાથે તમારે મળવાનું થયું છે તેઓ બધા જ તમારી યોગ્યતાની આકર્ષિત થશે. આ સમય રચનાત્મકતા તથા ઉત્સાહથી ભરપૂર રહેશે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ રહેશે. કોઇ વાતને લઇને નિરાશા છવાયેલી રહેશે તથા તમારા લક્ષ્યથી પણ ભટકી શકો છો. તેમાં તમારા મનને વશમાં રાખો. લોકોની ચિંતા ન કરીને પોતાના ઉપર જ ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાય તથા કારોબારમાં થોડા ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય સાર્થક થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને મતભેદ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- કોઇ સમયે માનસિક અને શારીરિક રૂપથી અસ્વસ્થ અનુભવ કરશો.