સોમવારનું રાશિફળ:સપ્તાહની શરૂઆતમાં વૃશ્ચિક, ધન અને કુંભ જાતકોએ તેમના ગુસ્સા ઉપર કાબૂ રાખવો, ધીરજથી કામ લેવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 શુભ યોગને કારણે મકર-મીન સહિત છ રાશિ માટે ફાયદાકારક દિવસ
  • વૃશ્ચિક-કુંભ સહિત છ રાશિ માટે મિશ્ર દિવસ, સંભાળીને દિવસ પસાર કરવો

28 ડિસેમ્બર, સોમવારના રોજ શુભ, વર્ધમાન, સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. આ શુભ યોગનો સીધો ફાયદો છ રાશિને મળશે. કર્ક, સિંહ, કન્યા, ધન, મકર તથા મીન રાશિના જાતકોને જોબ તથા બિઝનેસમાં ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. વિચારેલા તમામ કામો પૂરા થશે અને સાથે ધન લાભનો યોગ પણ છે. આ ઉપરાંત મેષ, વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક તથા કુંભ રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. આ છ રાશિના જાતકોએ લેવડ-દેવડ તથા રોકાણ સહિત અનેક બાબતોમાં સંભાળીને દિવસ પસાર કરવો.

28 ડિસેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી નસ્તુર બેજાન દારૂવાલાના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષ

પોઝિટિવ- આપ સ્વવિકાસ માટે કાર્યરત છો અને તે દેખાઇ આવે છે. આપ આસપાસના માહોલમાં કેન્દ્ર સ્થાને છો અને પોતાની દુનિયા સાથે સુમેળ ધરાવો છો. ગણેશજી આપને ઉદાર બનતા જુએ છે. તેઓ જાણે છે કે આપ કોઈ પાસેથી જેટલુ લો છો તેનાથી વધારે આપો છો.

નેગેટિવ – આ સમયગાળામાં વ્યવસાયિક ભાગીદારીથી બચવાની ગણેશજી સલાહ આપે છે. નિરાશાને હાવી નહી થવા દો તો સફળતા મેળવવાનું આસાન બનશે. તમારી માનસિક તાણમાં વધારો થાય જેનું નિમિત્ત કોઈ સંબંધી બનશે. આપનામાં જુસ્સો જોઇને ગણેશજી ધ્યાનમાં સ્થિરતા જાળવવા અને જીવનની વાસ્તવિકતાઓ તરફ દુર્લક્ષ્ય ન કરવા જણાવે છે.

વ્યવસાય – રોકાણ અને સોદાઓની બાબતમાં આપ વિજેતાના મૂડમાં હશો તેથી સ્વાભાવિક રીતે જ સમૃદ્ધિ અને સંતોષ તથા નાણાનો પ્રવાહ વહેતો થશે. માનસિક તણાવ દૂર થશે અને સંતોષની લાગણી અનુભવશો. હવે આપ તેનું વળતર માંગી શકો તેવી સ્થિતિમાં છો.

લવ- ગણેશજી કહે છે કે માનસિક સંતુલન જાળવવા ખાતર ગુસ્સા પર કાબુ રાખો અથવા પરિણામનો સામનો કરવા તૈયાર રહો. આપના મનમાં ઉદભવતી કટુ લાગણીઓને દૂર કરો. પ્રેમી જન સાથે પ્રેમપૂર્વક વર્તો એ જ આપના હિતમાં છે.

સ્વાસ્થ્યઃ પેટની સમસ્યાથી ગ્રસિત થવાય, ખાસ કરીને અજીર્ણની સમસ્યા. ફળાહારને આહારશૈલીમાં સ્થાન આપો.

---------------------------

વૃષભ

પોઝિટિવ- બેરોજગારોને સારી રોજગારી મળવાની સંભાવના છે. તમારો પ્રવાસ સુખદાયક રહેશે. તમારા નિર્ણયો આર્થિક સદ્ધરતા અપાવે. આપની અંદર નવું ચેતન અને જોમ આવશે. આપ સ્વયંને ફરીથી સમજી શકશો. વ્યાવસાયિક કે વ્યક્તિગત ક્ષેત્રે નવા સંબંધો નજીકના ભવિષ્ય બંધાય તેવી સંભાવના છે.

નેગેટિવ – હમણાં તમને કામમાં વિધ્નોનો અનુભવ થતો રહેશે. વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓ યથાવત રહેશે તેમ છતા તમારી મહેનત ફળિભૂત થશે. આ સમયગાળામાં તમારે વાણી ઉપર સંયમ રાખવો અન્યથા ગંભિર પરિણામો ભોગવવા પડે. ઘર, જવાબદારીઓ અને પરિવાર માટેનો સ્નેહ, ખાસ કરીને કીમતી વસ્તુઓ, પૈસા, વારસો, ભેટ સોગાદો વગેરેની વિશેષ સંભાળ લેવા ગણેશજી કહે છે.

વ્યવસાય – આપ આપની આસપાસના લોકોમાં છવાઇ જવાનો અને ચમકવાનો પ્રયત્ન કરશો. અન્ય લોકો સાથે સુમેળથી કામ કરવાની આપની ક્ષમતા વધારશે. તમારામા રહેલી સર્જનાત્મક શક્તિ બહાર આવશે. ભાગ્ય તમારો સાથ આપશે. આયોજન પુર્વકની મહેનત તમને તમારા ધ્યેય સુધી લઈ જશે અને વધારામાં નસીબ તરફથી તમને સાથ મળી રહેશે.

લવ- કેટલીક બાબતમાં ગેરસમજને કારણે પ્રણય પ્રકરણમાં અવરોધ આવશે. ગણેશજી આ પરિસ્થિતિને અત્યંત કાળજીપૂર્વક સંચાલિત કરવાની સલાહ આપે છે. પ્રેમ સંબંધ આડે તમારા અહંને આવવા ન દો.

સ્વાસ્થ્યઃ શારીરિક સ્વાસ્થયમાં સુધારો થાય અને તમે આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ આકર્ષણ અનુભવશો.

---------------------------

મિથુન

પોઝિટિવ- આપની સાચી પ્રગતિ ભૌતિક અને આધ્યાત્મિક બંને ક્ષેત્રે થશે. તમારી કાર્યશૈલી આક્રમક નહી પરંતુ ધૈર્યપુર્વકની હશે. લોકો સાથે આ૫ સહાનુભૂતિથી વર્તશો અને ભૌતિક સુખ તથા આધ્યાત્મિકતા વચ્ચે સુમેળ સાધી શકશો. આપના સ્વજજનો ૫ણ આપના સ્વાભાવમાં આવેલું ચમત્કારિક ૫રિવર્તન અનુભવશે.

નેગેટિવ – આ સમય દરમિયાન આપને માટે પારિવારિક સંબંધો સુમેળભર્યા હોવા આવશ્યક છે એટલું જ નહી તે સૌથી મહત્વના પણ છે એટલે ગણેશજી આપને નમ્ર બનીને પારિવારિક સમસ્યાઓના હલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે.

વ્યવસાય – નિસબત સાથે તમે તમારા વ્યવસાયિક વાયદાઓ નિભાવશો. આવક વધારવા માટે તમે વધુ મહેનત કરશો અને આખરે તમારા ઇરાદાઓ બર આવતા જોઈ શકશો. તમને નવા વિચારો સ્ફુરે અને નવી રચનાત્મક તરબીકો સુજે જે તમને વ્યવસાયિક લાભ કરાવી જાય.

લવ- તમારા જીવનમાં નવા પાત્રનો પ્રવેશ થાય અને તમને એવો અહેસાસ થાય કે જીવન સફળ થઈ ગયું. હા, તમે જેની મૂર્તિ કલ્પનામાં ઘડી હતી તે અત્યારે તમારે દરવાજે દસ્તક દઈ રહી છે.

સ્વાસ્થ્યઃ કમરના દુખાવામાં વધારો થાય અને તમારે બેઠાડું જીવનમાં ફેરફાર આણવાની જરૂર વર્તાય. તત્કાલ ઉકેલ નહી મેળવો તો પરિસ્થિતિ વકરે.

--------------------------- કર્ક

પોઝિટિવ- તમારો પ્રચંડ પુરુષાર્થ તમારી આસપાસના લોકો માટે પ્રેરણા પૂરી પાડશે. તમારા સામાજિક માન-મોભામાં વધારો થાય. લાંબા ગાળાનાં કેટલાક પ્રશ્નોના ઉકેલ આવવાની શક્યતા છે. તમે બહારના પરિવર્તન કરતા ભિતરી પરિવર્તન કરવામાં વધુ વિશ્વાસ ધરાવો છો.

નેગેટિવ – તમારી અંદર વિકસી રહેલી મહાત્વાકાંક્ષાઓને પાર પાડવા કામમાં સતત ગળાડુબ રહેવાના કારણે તમે તમારી પારિવારિક જવાબદારીઓથી લગભગ વિમુખ થઈ જશો. પરિવાર સાથે ખટરાગ રહે. સ્વયંને પુરવાર કરવાના વધુ પડતા ઉત્સાહમાં આપને કંટાળાજનક જવાબદારીઓ સંભાળવાનો પણ વાંધો નહીં હોય.

વ્યવસાય – આપ આપના નાણાકીય પોર્ટફોલિયો અને વ્યવસાયિક ક્ષેત્રને સુધારવાનો પ્રયત્ન કરશો. આપ છેલ્લા થોડા સમયથી જવાબદારીઓનો જે બોજ મનમાં લઇને ફરી રહ્યા હતા તે હવે હળવો થતો જણાશે. આપની ઉદાત્ત ભાવનાનો લાભ પર્યાવરણ અને તેમાં રહેતી જીવસૃષ્ટિને પણ મળશે.

લવ- તમે જેને પ્રેમ કરો છો અથવા તો તમે જેની કાળજી લો છો તેમની સાથેના સંબંધોમાં ગહનતા આવશે. ગૃહસ્થીઓને પરસ્પર અણબનાવ સર્જાય એવી ગણેશજી શક્યતાઓ જોઈ રહ્યા છે.

સ્વાસ્થ્યઃ આરોગ્ય એકદમ સારૂ રહેશે. ત્યા સુધી કે તમને એવું થાય કે જાણે કે તમે ક્યારેય બિમાર જ નથી પડ્યા. તેમછતા પથ્યાપથ્યનો વિવેક જાળવવો જરૂરી છે.

---------------------------

સિંહ

પોઝિટિવ- તમારા સ્વભાવની નમ્રતા તમને અનેક કાર્યોમાં સફળ બનાવવાનું નિમિત્ત બનશે. ઘર કે મિલકતની બાબત મહત્વની બનશે. મિત્રો અને સ્વજનો સાથેના સંબંધો વધુ ખીલશે. ઘણા સમયથી તમે જેની રાહ જોતા હતા તે તક અચાનક તમારી સામે આવીને ઉભી રહેશે. તમારી યોજનાઓનો સ્વિકાર થશે.

નેગેટિવ – જોકે આ તમામ સકારાત્મક બાબતો વચ્ચે ગણેશજી તમને વધુ પડતી જવાબદારી ન લેવાની સલાહ આપે છે. કેમકે ક્યાંક એવું ન બને કે ગજા ઉપરવટના એ જવાબદારીઓના બોજ તળે તમે જ દબાઈ જાવ.

વ્યવસાય – ખુલ્લા મને નવી આર્થિક અને નાણાકિય બાબતે કરેલા સોદાઓનું શ્રેષ્ઠ પરિણામ મળે. તમારા મનમાં ચાલી રહેલી નવી યોજનાને અમલમાં મુકતા પહેલા તેના વિશે વધુ ગંભિરતા પુર્વક વિચારવાની આવશ્યકતા છે. ઓફિસ કે દુકાનમાં સમારકામ કરાવશો.

લવ- આ સમયગાળામાં માત્ર પ્રેમની ધુન જ તમારા મગજ ઉપર સવાર રહેશે. નવા પ્રેમ સંબંધો બંધાય અથવા વર્તમાન પ્રેમસંબંધમાં તમે પ્રેમને તેના સર્વેત્તમ શિખરે લઈ જવા માટે તમારા તરફથી શક્ય એટલી કોશીશ કરશો.

સ્વાસ્થ્યઃ અકસ્માતની સંભાવના રહેલી છે, મુસાફરી દરમિયાન કે ચાલવા દરમિયાન સતર્ક રહેવું.

---------------------------

કન્યા

પોઝિટિવ- આપને ચાહનારા લોકો આપને વિના શરતે અને નિ:સ્વાર્થ૫ણે સહકાર આપશે. અકસ્માત ધનલાભ થાય. અત્યાર સુધી તમે સઘળો શ્રેય પુરુષાર્થને આપતા હતા હવે તમારી આ વિચારસરણીમાં પરિવર્તન આવે અને તમે ભાગ્યને પણ શ્રેય આપશો. ગણેશજી કહે છે કે આપની સર્જનાત્મકતા પૂરજોશમાં બહાર આવશે.

નેગેટિવ – આપની વ્યક્તિગત કુશળતા અને વર્તણૂંક સમાજને કેવી રીતે લાભ થશે તે પણ આપે શોધી કાઢવું જોઇએ. આ સમય ઉપકારનો બદલો વાળવાનો છે. કામના સ્થળે આપ અવલંબિત કે કોઇનાથી દબાયેલા તો નથી ને, તેની ખાતરી કરો.

વ્યવસાય – આપ ભૌતિક ઇચ્છાઓ સેવશો અને તે આપ ફલીભૂત થતી પણ જોઈ શકશો. આપ ભરપૂર શક્તિ અને ઉત્સાહ ધરાવો છો. તેથી આગળ વધવા તૈયાર થઇ જાવ. આપ આપની કામની જવાબદારીઓ અને મનોરંજન બન્નેમાં આપની કુશળતા પ્રદર્શિત કરશો.

લવ- નાજુક ૫રિસિથતિમાં બહુ સંભાળીને અને સંતુલન રાખીને ચાલવું ૫ડશે. અંગત સંબંધોનો મામલો હોવાથી આ સપ્‍તાહમાં પ્રીયજનોની ખૂબ સંભાળપૂર્વક કાળજી લેવી જરૂરી છે. અહીં જ આપને ખરો સંતોષ મળશે એવું ગણેશજી જણાવે છે.

સ્વાસ્થ્યઃ બંને પક્ષના વડીલોનું આરોગ્ય તમને ચિંતા કરાવશે. તમારુ આરોગ્ય પણ કથળવાની સંભાવના હોઈ પ્રવાસમાં વિશેષ તકેદારી રાખવી.

---------------------------

તુલા

પોઝિટિવ- આ સમયગાળામાં આપ આપના પરિવાર માટે વધુ પ્રતિબધ્ધ રહેશો. ઘરનું રિનોવેશન તેમાં કંઇક ઉમેરો, સુશોભન અને નવા ઘરનું બાંધકામ પણ ગણેશજીના આર્શીવાદથી થવાની શક્યતા છે. આપ આત્મ નીરિક્ષણ કરવાના મૂડમાં રહો તેવી શક્યતા છે. મિત્રો અને સગાસબંધીઓ તરફથી તમામ પ્રકારની ઇચ્છિત મદદ મળી રહે.

નેગેટિવ – કેટલીક બાબતોમાં વારંવારના પ્રયત્નો પછી પણ નિષ્ફળતા હાથ લાગતા તમારામાં નિરાશાવાદી વલણ જન્મે. જોકે તમારા ઉદ્યમી સ્વભાવને કારણે આ વલણ પર ટુંક સમયમાં જ તમે કાબુ મેળવી લેશો. આપે માથે લીધેલા કેટલાંક કામ હજુ અધૂરા છે અને આપની આવક કરતાં જાવક વધે તેવી શક્યતા છે.

વ્યવસાય – નાણાંકીય પ્રવૃતિઓ વધવાની શક્યતા છે. આપના નાજુક ખભા પર જવાબદારીનો ભાર આવી પડતાં એકાએક આપનું ઘર યુદ્ધના મેદાનમાં ફેરવાઇ ગયેલું જણાશે. આ સમયગાળામાં આપની મુખ્ય ચિંતા પારિવારિક બાબતો સાથે જોડાયેલી હશે.

લવ- પ્રેમીજન વચ્ચે ગેરસમજ સર્જાય અને તેમાં મોટેભાગે તમારી અહંબુદ્ધિ કારણરૂપ થઈ પડે. માત્ર પોતાના વિશે નહી વિચારતા પ્રેમી પાત્રની લાગણીઓને ઝીલવાનું પણ રાખશો તો પ્રેમને હલેસે જીવન નૈયા પાર લાંગરશે.

સ્વાસ્થ્યઃ અસ્થમાની બિમારી પરેશાન કરી શકે છે. ધૂળવાળી જગ્યા ઉપર વિશેષ તકેદારી રાખવી હિતાવહ છે.

---------------------------

વૃશ્ચિક

પોઝિટિવ- આપના નાણાંનું મૂડીરોકાણ થઈ શકે છે. વ્યસ્ત રહેવા માટે તૈયાર રહો. આપ વાતચીતમાં ઘણાં પ્રતિભાશાળી છો. તમારા નિખાલસ સ્વભાવથી પણ લોકો તમારી સાથે સંપર્કો બનાવવા લાલાયિત રહે, ભાગ્ય તરફથી તમને કેટલીક ગિફ્ટ મળે. આપના બાળકો પણ આપની પ્રતિષ્ઠામાં વધારો કરશે. કુદરતે આપને ઘણું તેજસ્વી મગજ આપ્યું છે. અને આ સમયગાળામાં આ વાત સ્પષ્ટ થઇ જશે.

નેગેટિવ – ધીરજ એક એવો ગુણ છે જેના વડે એક બાળક અને પુખ્ત ઊંમરની વ્યક્તિ વચ્ચેનો તફાવત પારખી શકાય છે. તેથી આ સમયગાળામાં ધીરજનો ગુણ કેળવવા ગણેશજી આપને જણાવે છે. તમારી વાકચાતુરી તમે ઘણી મુશ્કેલીઓમાંથી ઉગરવામાં સહાયરુપ નિવડે.

વ્યવસાય – દુરંદેશી દાખવીને એક મહત્વનો નિર્ણય લેતા તમે ભવિષ્યમાં આવનારી ગંભિર આફતમાંથી ઉગરી જશો. તમારામાં વ્યવસાયિક અભિગમ વધુ મજબુત થાય. આ વખતે આપ અધૂરા પગલા નહી ભરો કારણ કે આપ આત્મ સંતોષની શોધમાં છો.

લવ- જેમને જોઈને આપના દિલની ઘંટડી વાગી છે તેને આકર્ષિત કરવા સૌ પ્રથમ આપ ધ્યાન કેન્દ્રિત કરવા જેવા ક્ષેત્રો શોધી કાઢવાનો પ્રયાસ કરશો અને તેમાં મહદઅંશે સફળ પણ જશો.

સ્વાસ્થ્યઃ બહારના ભોજનની ટેવથી બચવાની ગણેશજી સલાહ આપે છે. અન્યથા તમારે લાંબાગાળાની પેટની બિમારી સામે ઝૂઝવાનું આવશે.

---------------------------

ધન

પોઝિટિવ- આ સમયગાળો સિધ્ધિઓ અને ખુશીઓ ઉભરાશે. આ સમયગાળા દરમ્યાન આપને એ વાત સમજાઇ હશે કે લોકો સાથેના સંબંધો અને વાતચીતની આવડતથી જ આપ સારી કમાણી કરી શકો છો. તેથી આપ આગળ વધવા માટેના રસ્તા શોધી કાઢશો. આપના બાળકો, માતા-પિતા, અને સંબંધીઓ આપને આગળ વધવા પ્રોત્સાહન આપશે.

નેગેટિવ – ગણેશજી આપને અહંકાર અને ગુસ્સા પર કાબુ રાખવાનું જણાવે છે. કારણ કે એવી પણ શક્યતા છે કે આપે અત્યાર સુધી જે કંઇ મેળવ્યું છે તે ગુમાવવાનો વખત આવે.

વ્યવસાય –આ સમયગાળામાં આપ ખોટું પગલું ભરવાથી પોતાની જાતને રોકી શકશો. કામમાં આપ ઘણી શક્તિ અને ઉત્સાહ બતાવશો. આ સમયગાળામાં આપ મિત્રોથી લઇને સહકર્મચારીઓ, સ્વજનો, પતિ અથવા પત્નિ, માતા-પિતા અને બાળકો તમામ સાથે સારા સંબંધો રાખશો

લવ- પ્રેમ સંબંધોમાં નવી હુંફ ઉમેરાય. અહં પર કાબુ મેળવવા ગણેશજી સલાહ આપે છે. બધી બાબતો આનંદદાયક કે શાંતિપૂર્ણ નહીં હોય.

સ્વાસ્થ્યઃ આંખની સમસ્યા સર્જાઈ શકે છે. વધુ પડતા મોબાઈલ, કોમ્પ્યુટર કે ટીવીનો ઉપયોગ સામે સચેત રહેવું.

---------------------------

મકર

પોઝિટિવ- આપ આપના પરિવારજનો, સ્નેહીજનો, વૃધ્ધજનો, અબોલ પશુઓ અને આપની આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો અને તેમને મદદ કરવા જરૂરી પગલાં લેશો. આપનો જોમ-જુસ્સો પણ વધશે. જેના કારણે ઓફીસમાં આપની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.

નેગેટિવ – ઘર અને ઓફીસના કામ વચ્ચે અટવાયેલા રહેશો. આ બંને ક્ષેત્રોમાંથી કોઇપણ એક સ્થળે કેટલીક ગેરસમજો પ્રવર્તવાની શક્યતા ગણેશજી જોઇ રહ્યા છે. પરંતુ આપનું પ્રેમાળ વર્તન સમસ્યાઓ ઉકેલી પરિસ્થિતિ થાળે પાડી દેશે. સમસ્યાઓને લઈને ચિંતિત રહેવાના બદલે તમારા પૃથ્થકરણવાદી મગજને સમસ્યાઓના સમાધાન શોધવામાં લગાડો.

વ્યવસાય – આપ ફક્ત આપના અંગત પરિવારજનોની જરૂરિયાત પ્રત્યેજ નહી પણ આસપાસના સભ્યોની જરૂરિયાત પ્રત્યે પણ ચિંતિત રહેશો. તમને ઇન્ટરનેટના માધ્યમથી તમારી કેટલીક અત્યંત મહત્વની અપેક્ષાઓ પુર્ણ થવા સંભવ છે. મિત્રો તરફથી અણધાર્યી મદદ આવી પડે.

લવ- લોકો અને પરિવાર સાથેના સબંધોમાં આપ જાદુઇ આકર્ષણ અને લોકોને પોતાની વાતમાં સહમત કરવાની ક્ષમતાનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો. કેટલાક નવીન વિચારો વડે તમે પ્રેમજીવનમાં નવો પ્રાણ ફૂંકવાની કોશિષ કરશો.

સ્વાસ્થ્યઃ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાના ભાગરૂપે તમે કેટલીક પહેલ કરશો અને તમારી આસપાસના લોકો તેનું અનુસરણ કરશે.

---------------------------

કુંભ

પોઝિટિવ- આપની સર્જનાત્મક બુધ્ધિ વધુ તેજસ્વી બનશે અને આપના પ્રયત્નો આપની અપેક્ષા કરતા અનેકગણું વધારે સારૂ પરિણામ આપશે. તેથી સ્વાભાવિક રીતે જ આપ નાણાં અને અન્ય ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરશો. આપ જે ક્ષેત્રમાં માહેર છો તે ક્ષેત્રની આધુનિક ટેક્નોલોજીથી પણ વાકેફ થશો. પછી તે ઇન્ફરમેશન ટેક્નોલોજીનું ક્ષેત્ર હોય કે દુન્યવી ડહાપણનું ક્ષેત્ર હોય.

નેગેટિવ – ગણેશજી આપને વધુ પડતા ઉશ્કેરાઇ ન જવા તેમ જ શાંતિ રાખવા જણાવે છે. વારંવાર આપ ચિંતાગ્રસ્ત અને અસ્વસ્થ બની જાઓ છો, તે આપની અંદર નકારાત્મક અસરો ઊભી કરશે.

વ્યવસાય – સૌથી સારી વાત એ છે કે આપ આપના ઘર, સંપત્તિ, મિત્રો, સ્વજનો અને બાળકો માટે જે સારામાં સારી વસ્તુઓ ખરીદો છો તેની લોકો નોંધ લેતા થયા છે. નવા ઉત્પાદન, પ્રોજેક્ટ કે સાહસ વગેરે માટે વર્ષનો આ શ્રેષ્ઠ સમય બની રહેશે.

લવ- અંગત અને નાણાકીય દ્રષ્ટિએ અત્યંત ઉત્તેજનાત્મક તબક્કો છે. પ્રણય પૂરબહારમાં ખીલશે. અને તે જીવનમાં રોમાંચ અને આનંદ લાવશે.

સ્વાસ્થ્યઃ આરોગ્ય સારૂ રહેશે અને તેની અસર તમારા કામ ઉપર પણ પડશે. ઉર્જાવાન શરીર અનેક વ્યવસાયિક મુશ્કેલીઓને સરળતાથી પાર કરી દે છે.

---------------------------

મીન

પોઝિટિવ- પોતાની જાત અને પરિવાર માટે આપે જે યોજના બનાવી હતી તે અમલમાં આવશે. ગણેશજીની કૃપાથી આપને ધન લાભ થઇ શકે છે. ના, કોઇ લોટરી નથી લાગવાની પણ તે આપના સખત પરિશ્રમના નાણાં છે. આ સમયગાળા દરમ્યાન આપનું મનોવલણ, આચરણ અને સંબંધો નવા સ્તરે પહોંચશે.

નેગેટિવ – અનેક માર્ગેથી ધારણા બહારની અને આકસ્મિક રીતે સંપત્તિ અર્જીત કરશો અને આ જ બાબત તમારૂ નકારાત્મક પાસુ બની જાય એવું બને. તમારા અહંને અંકુશમાં રાખવાની ગણેશજી સલાહ આપે છે અને માત્ર તમારી પોતાની જ વાત કરવાને બદલે અન્યની વાત સાંભળવાનું રાખશો તો તેમાં તમને ઝડપથી સફળતા મળશે એમ ગણેશજી કહે છે.

વ્યવસાય – અદમ્ય ઊર્જા અને ઉત્સાહ સાથે નવા પ્રોજેક્ટ્સ અને સાહસો પર કામ શરૂ કરશો. વેપાર તથા ઘરેલુ બન્ને ક્ષેત્રે ઉત્સાહથી કામ કરશો. આ સમયગાળામાં આપ સફળતા અને લોકપ્રિયતાના શિખરે બિરાજશો.

લવ- આપનામાં રહેલી મોહકતા અને સારી સમજણ આપની ખાનગી કે અંગત વાતચીતને વધુ ઉત્તેજિત અને ઉત્સાહસભર બનાવશે. આપ માનવતાવાદી છો તેથી આપ પ્રેમપૂર્વક કામ કરો છો. તેનાથી આપ લોકોને વધારે વશ કરી શકશો. પ્રેમીજન તમારાથી અભિભૂત રહેશે.

સ્વાસ્થ્યઃ આપ પ્રેરણાદાયી બની રહેશો અને આરોગ્યની સમસ્યાઓનો સામનો કરવા બિનપારંપરિક ઉપાયો અજમાવશો.