તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિવારનું રાશિફળ:શનિવારે તુલા રાશિના લોકોએ તેમની કટુ વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું

એક મહિનો પહેલા
  • મિથુન, સિંહ, તુલા રાશિના જાતકોને લાભની શક્યતા

શનિવાર, 28 ઓગસ્ટના રોજ ચંદ્ર મેષ રાશિમાં રહેશે. શનિવારે ભરણી નક્ષત્ર હોવાને કારણે ધ્વાંક્ષ નામનો અશુભ યોગ બની રહ્યો છે. શનિદેવ પ્રસન્ન રહે તે માટે તેલનું દાન કરો. જરૂરિયાતમંદ વ્યક્તિને જૂતા કે ચંપલ આપો. મિથુન, સિંહ, તુલા રાશિના જાતકોને સારી તકો મળી શકે છે. કર્ક રાશિના જાતકોએ કોઈની મદદ કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.

28 ઓગસ્ટ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી અટવાયેલાં પારિવારિક કાર્યોને પૂર્ણ કરવાનો ઉત્તમ સમય છે. તેનાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. તમે પણ તમારા વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઈ નજીકના મિત્ર સાથે ખાસ મુદ્દે કોઈ મહત્ત્વપૂર્ણ ચર્ચા-વિચારણાં થઈ શકે છે.

નેગેટિવઃ- બાળકોના અભ્યાસને લગતા કાર્યોમાં મોડું ન કરો. નહીંતર એડમિશનને લગતી મુશ્કેલીઓ આવી શકે છે. કોઈ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરવો. તમારા નિર્ણય અને પરિશ્રમ ઉપર જ વિશ્વાસ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યથાવત ચાલતી રહેશે.

લવઃ- ઘરની દેખરેખમાં જીવનસાથીનો યોગ્ય સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી પ્રતિભા અને યોગ્યતાનો સામાજિક ગતિવિધિઓ ઉપર પોઝિટિવ પ્રભાવ પડશે. લોકો તમારા વ્યક્તિત્વ અને વ્યવહાર કુશળતાથી પ્રભાવિત થશે. કોઈ સ્થાન પરિવર્તનને લગતી યોજના પણ બનશે.

નેગેટિવઃ- ખોટા મિત્રો સાથે સમય પસાર કરવાના કારણે તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. એટલે તમારા કાર્યોને જ પ્રાથમિકતા આપો. અચાનક જ ઘરમાં મહેમાનો આવી જવાથી તમે અસ્ત-વ્યસ્ત રહી શકો છો.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાયમાં બધા સભ્યોનો એકબીજા સાથે તાલમેલ જળવાયેલો રહેશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભાનો દુખાવો રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાગ્ય અને ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. તેનો ભરપૂર ઉપયોગ કરો. આજની પ્રતિભા અને ક્ષમતા લોકો સામે ઉજાગર થશે. પરિવારના લોકોની જરૂરિયાતોને સમજો તથા તેમની સાથે સમય પસાર કરવો પણ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. આર્થિક મામલાઓને લઇને કોઈ નજીકના વ્યક્તિ સાથે વિવાદ થવાની પણ શક્યતા છે. વિદ્યાર્થી ખોટી ગતિવિધિઓથી પોતાનું ધ્યાન હટાવે.

વ્યવસાયઃ- વ્યવસાય ક્ષેત્રમાં તમારી મહેનત અને એકાગ્રતાનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે કોઈ પ્રિય મિત્રની આર્થિક મદદ કરવી પડી શકે છે. આવું કરવાથી તમને આત્મિક સુખ જ મળશે. સંતાનને લગતી કોઈ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે.

નેગેટિવઃ- અજાણ્યામાં જ ઘરના વડીલોના સન્માનમાં ઘટાડો આવવો કે તેમની વાતોને ઇગ્નોર કરવી તેમને નિરાશ કરી શકે છે. તમારા પારિવારિક મામલાઓમાં કોઈ બહારના વ્યક્તિની દખલ ન થવા દો. નહીંતર ઘરના સભ્યોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા પેપરને લગતી બધી ફાઈલ વ્યવસ્થિત રાખો.

લવઃ- પતિ-પત્નીમાં થોડા વૈચારિક મતભેદ ઊભા થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારની ચામડીને લગતી એલર્જી થઈ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ વધારે સારી જળવાયેલી રહેશે. અધ્યાત્મિક તથા વડીલ લોકો સાથે થોડો સમય પસાર કરવો તેમને વધારે શાંતિ આપી શકે છે. તમે નવી ઊર્જા સાથે તમારા કાર્યોમાં ધ્યાન આપી શકશો.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું જરૂરી છે તેમને ઇગ્નોર ન કરો. જમીન વેચવાને લગતી કોઈપણ યોજનાને હાલ ટાળો, સમય ઉત્તમ નથી

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ સમસ્યામાં પોતાના ભાઈઓ કે નજીકના મિત્રોનો સહયોગ લો,

લવઃ- પરિવારના સભ્યોનો એકબીજા સાથે સહયોગ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઈ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક સમારોહમાં સામેલ થવાનો અવસર મળી શકે છે. ઘણાં સમય પછી પોતાના લોકો સાથે હળવું-મળવું ખૂબ જ વધારે સુકૂન આપી શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર લાભદાયક ચર્ચા થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈના વ્યક્તિગત મામલે દખલ કરશો નહીં, કેમ કે તેના કારણે સંબંધોમાં થોડી ખટાસ આવી શકે છે. આજે કોઈપણ પ્રકારના ધનને લગતી લેવડ-દેવડ ટાળો તો સારું

વ્યવસાયઃ- વ્યવસાય ક્ષેત્રમાં તમારી મહેનત પ્રમાણે જ તમને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમે તમારી બુદ્ધિમત્તા દ્વારા ધન તથા પરિવારને લગતી સમસ્યાઓને ઉકેલવામાં સમર્થ રહેશો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરી રહી છે. તેનો ભરપૂર ઉપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર નિર્ભર કરે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ જૂના મુદ્દો ફરી ચર્ચામાં આવવાથી તણાવ જેવું વાતાવરણ રહી શકે છે. જેના કારણે કોઈ નજીકના વ્યક્તિ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. તમારા ગુસ્સા અને કટુ વાણી ઉપર નિયંત્રણ રાખવું અતિ જરૂરી છે.

વ્યવસાયઃ- મશીન વગેરેને લગતા કારોબારમાં નવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ અને ઉધરસની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- રોજિંદા કાર્યોથી અલગ આજે થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. આવું કરવાથી તમે તમારી અંદર ફરી નવી ઊર્જા અને તાજગી અનુભવ કરશો. સામાજિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં પણ યોગદાન આપો.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીના લગ્નજીવનમાં તણાવના કારણે ચિંતા રહેશે. તમારી સલાહ અને સહયોગ તેમની પરેશાનીઓને ઘટાડશે. યુવાઓ ખોટી ગતિવિધિઓમાંથી ધ્યાન હટાવીને પોતાના કરિયર ઉપર ધ્યાન આપે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા માર્કેટિંગને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા થોડી મહત્ત્વપૂર્ણ યોજના બનાવશે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલ વ્યક્તિઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઈપણ કામ કરતા પહેલાં અન્ય લોકોની સલાહ લેવાની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો. તમારી અંતરાત્મા તમને યોગ્ય રસ્તે આગળ વધવાની પ્રેરણા આપશે. અધ્યાત્મ તથા ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે પણ તમારો રસ વધશે.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યો સાથે-સાથે તમારા ઘરની વ્યવસ્થાને જાળવી રાખવામાં પણ ધ્યાન આપવું જરૂરી છે. કેમ કે તમારી બેદરકારીના કારણે ઘરના લોકો થોડી મુશ્કેલી અનુભવ કરી શકે છે. પાડોસીઓ સાથે સંબંધને ખરાબ થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં સહયોગ અને કર્મચારીઓની સલાહને પણ સન્માન આપો.

લવઃ- ઘરનું વાતાવરણ યોગ્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટ અને લિવર સાથે જોડાયેલી કોઈ સમસ્યા રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ પ્રકારના પરિવર્તનને લગતી યોજના બની રહી છે તો વાસ્તુ નિયમો પ્રમાણે કામ કરવું વધારે ફાયદો આપી શકે છે. તમારું કોઈપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા આપી શકે છે.

નેગેટિવઃ- દરેક કામમાં ખૂબ જ વધારે અનુશાસન જાળવી રાખવું પણ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. અન્યને પણ પોતાની કાર્યક્ષમતા અને ઇચ્છા પ્રમાણે કામ કરવાની સ્વતંત્રતા આપો.

વ્યવસાયઃ- આજે થોડા નવા કરાર પ્રાપ્ત થઈ શકે છે જેના કારણે તમને તમારી કાર્યક્ષમતાને વધારવી પડશે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ અને તણાવના કારણે માથાનો દુખાવો અને પેટ ખરાબ થવા જેવી સ્થિતિ રહેશે

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સંતાનના કરિયરને લગતી કોઈ શુભ સૂચના મળવાથી ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. તમે પણ તણાવમુક્ત થઈને તમારા વ્યક્તિગત કાર્યોમાં ધ્યાન આપી શકશો. આજે થોડો એવો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે.

નેગેટિવઃ- આજે કોઈપણ પ્રકારના રોકાણને લગતા કાર્યોને ટાળો. સાથે જ ગેરકાયદેસર કાર્યોમાં રસ ન લો, તમારા ઉપર કોઈ ખોટો આરોપ લાગવાની શક્યતા બની રહી છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- આ સમયે કોઈ નવા કાર્યને લગતી યોજના બનાવવાની જગ્યાએ પારિવારિક વ્યવસ્થા ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- ઘરના સભ્યોનો સહયોગ તથા એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને નબળાઈ અનુભવ થઈ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર તથા મનોરંજનમાં આજનો દિવસ પસાર થશે. જેથી છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવમાંથી રાહત મળશે. સાથે જ, મહત્ત્વપૂર્ણ કામને કરતા પહેલાં પોતાના પારિવારિક સભ્યોની સલાહ લો.

નેગેટિવઃ- બાળકોની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો તેમની બેદરકારી નુકસાનદાયી સાબિત થઈ શકે છે. ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો. નહીંતર સમાજમાં તમારી નકારાત્મક છાપ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પોતાના ઘરના વડીલ તથા અનુભવી સભ્યોની સલાહ લો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથેનો સહયોગાત્મક વ્યવહાર સંબંધોને વધારે મધુર બનાવશે.

સ્વાસ્થ્યઃ- થોડા નકારાત્મક વિચાર હાવી થઈ શકે છે.