27 નવેમ્બરનું રાશિફળ:શુક્રવારનો દિવસ મોટું રોકાણ કરવા માટે ઉત્તમ રહેશે, નોકરી કે વેપારમાં નવી-નવી સંભાવનાઓ મળી શકે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

27 નવેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાયી રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે.

નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાશ આવી શકે છે. આ સમયે સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. શાંતિની ઇચ્છામાં કોઇ ધાર્મિક સ્થળે જવાની ઇચ્છા રહેશે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- નોકરી તથા વ્યવસાયમાં તમે થોડાં એવાં પગલાં લેશો જે એકદમ યોગ્ય સાબિત થશે.

લવઃ- તમારા પ્રિયજનો સાથે ભેટનું આદાન-પ્રદાન સંબંધોને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રીતે સમય વધારે યોગ્ય નથી.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- બપોર પછી પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમે તમારી ઇચ્છા પ્રમાણે લક્ષ્ય પ્રાપ્ત કરશો. પરિવાર તથા આર્થિક મામલાઓ પ્રત્યે તમારું ધ્યાન રહેશે. દિનચર્યાને સારી જાળવી રાખવા માટે થોડાં પગલાં ઉઠાવો.

નેગેટિવઃ- આ સમયે વધારે પરિશ્રમ સાથે-સાથે ધૈર્ય પણ રાખવું જરૂરી છે. આર્થિક મામલે પરિવારના બજેટનું ખાસ ધ્યાન રાખો. વધારે વ્યસ્તતાના કારણે થોડી નબળાઇ અનુભવ થશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે તમારી પ્રતિભા અને ઊર્જા દ્વારા દરેક પડકારનો સ્વીકાર કરશો.

લવઃ- પતિ-પત્નીના તાલમેલમાં થોડી ગડબડ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે સ્વાસ્થ્યના મામલે બેદરકારી થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી જવાબદારીઓનું યોગ્ય રીતે પાલન કરવામાં સક્ષમ રહેશો. માનસિક શાંતિથી પૂર્ણ દિવસ પસાર થશે. તમે કોઇ એવું કામ પણ કરશો, જેનાથી તમારી રચનાત્મકતા સામે આવશે.

નેગેટિવઃ- કોઇ વાતને લઇને આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે. આ સમયે તમારી કોશિશમાં ખૂબ જ વધારે મહેનતની જરૂરિયાત છે. આજે કોઇપણ પ્રકારનું રિસ્ક ન લો.

વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયિક ગતિવિધિઓનો વિસ્તાર કરવા માટે થોડી યોજના બનાવો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી અસ્વસ્થતામાં સુધાર આવશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી શંકા કે તણાવથી આરામ મળશે. આ સમયે ધન કમાવા માટે નવી-નવી કોશિશો કરી શકો છો. કોઇપણ કામની સારી શરૂઆત થશે. સામાજિક કાર્યક્રમમાં તમારી હાજરી સન્માનીય રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારા નજીકની જ કોઇ વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. ખર્ચમાં કાપ મૂકો નહીંતર આર્થિક સમસ્યા ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- કમ્પ્યૂટર, મોબાઇલ વગેરે સાથે જોડાયેલ વ્યવસાયમાં સારો નફો મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- નાની-મોટી સિઝનલ બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરમાં ફેરફાર કે રિનોવેશનને લગતાં કાર્યોની રૂપરેખા બનશે. નવી ગાડી ખરીદવાના પણ યોગ પ્રબળ છે. જૂની ભૂલોને ધ્યાનમાં રાખીને તમે તમારી કાર્યપ્રણાલીમાં સારાં પરિવર્તન લાવી શકશો.

નેગેટિવઃ- બપોર પછી થોડી અસમંજસની સ્થિતિ રહેશે. આ સમયે ધૈર્ય રાખવું જરૂરી છે. ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરો. મનમાં કોઇ અનહોની જેવી આશંકા ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- રોજગારને લગતાં કાર્યોમાં સ્થિરતા આવશે

લવઃ- ઘરમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે તથા તમે એક સારા યજમાન સાબિત થઇ શકો છો. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- આજે તમારે તે કામ પણ કરવું પડી શકે છે, જે તમે ઇચ્છતાં નથી. આ સમયે તમારે તમારા જ લોકોથી થોડું બચીને રહેવું પડશે. તેઓ તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં આજે કોઇ ખાસ સફળતા મળી શકશે નહીં.

લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ગેસ અને પાચનને લગતી પરેશાની રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે કોઇ મોટું રોકાણ કરવા માટે દિવસ ઉત્તમ છે. તમે તમારી ચતુરાઈ અને સમજણ દ્વારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. મિત્રો અને સહયોગીઓ પાસેથી પણ મદદ મળશે.

નેગેટિવઃ- કોઇ સંબંધીને લગતાં દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. તમારા વ્યવહારને સંયમિત રાખો નહીંતર કોઇ મુશ્કેલી ઊભી થઇ શકે છે. આ સમયે કોઇ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ- નોકરી કે વેપારમાં નવી-નવી સંભાવનાઓ સામે આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- માતા-પિતાની પ્રેરણા તથા સહયોગ તમને આગળ વધવામાં મદદ કરશે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં રસ રહેશે. સાસરિયા પક્ષમાં કોઇ કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ નજીકના લોકો સાથે નાની વાતને લઇને તણાવ રહેશે. તમારી કોઇ મહત્ત્વપૂર્ણ વાત ઉજાગર થઇ શકે છે એટલે દરેક કાર્ય સાવધાનીમાં સમજી-વિચારીને કરો.

વ્યવસાયઃ- કાર્યસ્થળે તમારી પ્રતિષ્ઠા વધશે. તથા તમારા વિરોધીઓ તમારા ઉપર હાવી થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને મનદુઃખ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે કોઇ ફરવાના સ્થળે જવાની યોજના બનશે. તમે તમારી કાર્યક્ષમતાનું સારું પ્રદર્શન કરશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો. નવી યોજનાઓ અને રોકાણની પણ સંભાવના છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ અન્યના કારણે તમે પરેશાનીમાં આવી શકો છો. જેના કારણે માનહાનિની સ્થિતિ બનશે. વિદ્યાર્થીઓનું પોતાના અભ્યાસથી ધ્યાન ભટકી શકે છે.

વ્યવસાયઃ- ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિ અને સદભાવથી પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઇ દુર્ઘટના થવાની આશંકા છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમને કોઇ એવા સ્રોતથી ધન મળી શકે છે જેના અંગે તમે ક્યારેય કલ્પના પણ કરી નહીં હોય. તમારી દૃઢ ઇચ્છાશક્તિ તમને યોગ્ય રસ્તે લઇ જશે. લોકો સાથે વિચારોનું આદાન-પ્રદાન જેવી ગતિવિધિઓમાં સમય પસાર થશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ તથા યુવાઓને સ્પર્ધા કે પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત ન થવાથી નિરાશા રહેશે. થોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમને પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઇ પરિચિતના માધ્યમથી મોટો ઓર્ડર પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરેલુ મુદ્દે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી ખરાબ દિનચર્યા અને ખાનપાનની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે સૌથી સારી વાત એ રહેશે કે તમે તમારી જૂની અને ખરાબ માનસિકતાને બદલવાની કોશિશ કરશો. વડીલોની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ કરવું લાભદાયી રહેશે.

નેગેટિવઃ- આર્થિક મામલે ગંભીરતાથી વિચાર કરવો જરૂરી છે. બપોર પછી દિવસ થોડો અસ્ત-વ્યસ્ત રહેશે. થોડાં પારિવારિક મુદ્દા પરેશાન કરી શકે છે. તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં સંપૂર્ણ જોશ અને હિંમતથી તમે તમારા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરશો.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જાળવી રાખવા માટે તમારો સહયોગ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમે તમારા સ્વાસ્થ્યનું પૂર્ણ ધ્યાન રાખો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- રાજકીય કાર્ય કોઇની મદદથી સફળ થશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને ઇન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે. એટલે વધારે મહેનત કરો. લગ્ન સમારોહમાં જવાનો અવસર પણ મળશે.

નેગેટિવઃ- આ સમયે જમીન વગેરેના કાર્યોને ખૂબ જ સાવધાની પૂર્વક કરો અથવા ટાળો. ભવિષ્યની યોજનાઓને લઇને પણ ભાગદોડ થઇ શકે છે. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરનું ધ્યાન રાખો.