27 માર્ચનું રાશિફળ / શુક્રવારનો દિવસ સિંહ જાતકો માટે શુભફળદાયી રહેશે, યાત્રા કરવાનું ટાળશો

daily astrology predictions of 27 March 2020, Bejan daruwalla
X
daily astrology predictions of 27 March 2020, Bejan daruwalla

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 07:09 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 27 માર્ચ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે પ્રેરિત તથા ઉત્સાહિત થઇને દરેક પરિસ્થિતિમાં તમારું કાર્ય સંપન્ન કરી લેશો. કાર્ય પ્રત્યે સમર્પણના કારણે આજે તમે તમારા સહકર્મીઓને માત આપી શકશો

નેગેટિવઃ- આજે તમે તમારી આસપાસના વાતાવરણનો આનંદ લેશો અને કોઇ કામ કરશો નહીં. છતાંય બની શકે તો થોડાં સમયથી બાકી રહેલાં કામને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.

લવઃ- સાસુ-સસરા સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ- શેરબજારમાં રોકાણ કરવા માટે સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- પૌષ્ટિક ભોજન લેવાથી તમારી પ્રતિરોધક ક્ષમતામાં વધારો થશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કાર્યસ્થળ પર તમને અનેક અવસર મળશે, તેનો લાભ ઉઠાવો. તમે તમારા સાથી સાથે સારો સમય વિતાવશો. આ સમય તમારા માટે અભૂતપૂર્વ સમય છે.

નેગેટિવઃ- દબાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. નિરાશાને કોઇપણ સ્તરે તમે પ્રભાવિત થવા દેશો નહીં. જો તમને ગુસ્સો આવી રહ્યો છે તો બહાર ફરવા જવાનુ રાખો.

લવઃ- તે વ્યક્તિ સાથે કરશો જેની સાથે વાત કરવાની કોશિશ તમે લાંબા સમયથી કરી રહ્યા હતાં.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને શુભફળની પ્રાપ્તિ થશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમે કોઇ બિમારીનો શિકાર થઇ શકો છો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ગણેશજી તમને વ્યવસ્થિત થવા માટે ઉત્સાહિત કરી શકે છે. ઘણાં કાર્યો બાકી છે અને તે બધાને વ્યવસ્થિત કરી તમે તેને દક્ષતાથી પૂર્ણ કરી શકશો. આજે તમે પરિવારને પ્રાથમિકતા આપશો.

નેગેટિવઃ- જ્યારે તમે સંઘર્ષ કરી રહ્યા છો, ત્યારે પણ તમારા માટે એક સારા ભવિષ્યનું સપનું જોવું બંધ કરશો નહીં. આજે તમારે તમારા જીવનમાં તાજગી અને ઊર્જા લાવવાનો પ્રયાસ કરવો જોઇએ.

લવઃ- જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આજે ભેટ મળી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અન્ય લોકો તમારી પાસે વધારે સમયની માંગ કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમે સાવધાન રહો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારા પરિવારના સભ્યોને પૂર્ણ સમર્થન આપશો જ્યારે તેમને સૌથી વધારે જરૂરિયાત હશે. તમારા વિચાર અને શૈલી તમારા સહકર્મીઓ સાથે મળશે, જેનાથી કાર્યસ્થળ પર યોગ્ય રીતે કામ થઇ શકશે.

નેગેટિવઃ- આર્થિક રૂપથી રૂપિયા ખર્ચ કરતી સમયે સાવધાન રહો અને એકદમથી પ્રભાવિત થઇને વિલાસિતાપૂર્ણ વસ્તુઓ ઉપર તમારા પરિશ્રમથી કમાયેલું ધન ખર્ચ કરશો નહીં.

લવઃ- વૈવાહિક જીવન માટે આ સમયગાળો મુશ્કેલ રહેશે.
વ્યવસાયઃ- કરિયરની દ્રષ્ટિથી આ મહિનો તમારા માટે સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- પરિવારના કોઇ સભ્યના સ્વાસ્થ્યમાં ઘટાડો આવી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કૌશલ અને શાનદાર જુનૂન સાથે તમે તમારી નોકરીમાં અદભૂત કામ કરશો. આ સમયગાળો તમારા માટે શુભ ફળદાયી રહેશે. આ જુનૂનને જાળવી રાખો અને આવનાર સમયમાં તમને અનેક પુરૂસ્કાર મળશે.

નેગેટિવઃ- ગ્રહોની સ્થિતિ મનોરંજન માટે યાત્રા કરવા માટે અનુકૂળ નથી. તમને આ મહિનાને અવકાશની જગ્યાએ કામ/વ્યવસાય માટે તમારો સમય સમર્પિત કરવો જોઇએ.

લવઃ- પ્રેમ જીવનમાં તમારે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયઃ- નોકરીમાં વેતન વૃદ્ધિની સંભાવના ઓછી છે.
સ્વાસ્થ્યઃ- તમારા પ્રાઇવેટ પાર્ટમાં કોઇ પ્રકારની એલર્જી થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- વધારે પરિશ્રમ કરશો અને અપેક્ષાઓથી વધારે કાર્ય કરી બતાવશો. જો તમે કોઇ સંગઠન માટે કામ કરી રહ્યા છો તો તમે પ્રમોશનની આશા રાખી શકો છો.

નેગેટિવઃ- પોતાને ઊર્જાવાન જાળવી રાખો. વાતાવરણમાં બદલાવ આવશે. જેથી તમે તમારા વ્યક્તિત્વની ઓળખ અને સુધાર કરવાનો અવસર મળશે. તમારી ઇન્દ્રિઓને જાગૃત કરવા માટે પોતાના માટે સમય કાઢો.

લવઃ- પરિસ્થિતિઓ તમારા માટે પોઝિટિવ રહેશે.
વ્યવસાયઃ- વેપારીઓ માટે આજનો દિવસ લાભકારી રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે તમારા રસ્તામાં વિવિધ અવસર આવશે. જેમાંથી થોડા તમને ખૂબ જ આકર્ષિત કરી શકે છે. તમે તમારા લાભ માટે તેમાંથી થોડાનો ઉપયોગ કરી શકો છો.

નેગેટિવઃ- તમારા સંપર્કોને તમે જાતે મળો અને સુનિશ્ચિત કરો કે, તમે તમારા સાથી સાથે કોઇ વિવાદમાં પડો નહીં. પ્લૂટોને સશક્ત કરવાના કારણે તમારી કલ્પનાઓ પ્રભાવ, રોકડ અને સેક્સના સંબંધમાં ભયયુક્ત ભાવનાઓ પ્રકટ થઇ રહી છે.

લવઃ- પ્રિયજન તમારા ઉપર શંકા કરી શકે છે.
વ્યવસાયઃ- આજે ધન ખર્ચ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારની એલર્જી થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારો ઉદાર સ્વભાવ આ સમયે અન્ય લોકોને પ્રભાવિત કરશે અને તેઓ માર્ગદર્શન અને મદદ માટે તમારી તરફ જોશે. તમે તમારી સંપૂર્ણ ક્ષમતાથી કામ કરશો.

નેગેટિવઃ- આજે પરિવારમાં વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખવું. આજે તમને જે અવસર મળે તેના પ્રમાણે જ કાર્ય કરવાનું રાખો.

લવઃ- સાથી સાથે પ્રેમથી વાત કરો.
વ્યવસાયઃ- તમારા ખર્ચાઓ અપેક્ષા કરતાં વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે મસાલેદાર ભોજન કરવું નહીં.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમય ઉદ્યોગમાં એક ઉત્કૃષ્ટ મજબૂત સંપર્ક ક્ષેત્ર વિકસિત કરવા માટે યોગ્ય છે. તે તમને જબરદસ્ત રૂપથી વિકસિત કરવામાં મદદ કરી શકે છે.

નેગેટિવઃ- પહેલી નજરમાં વધારે સપના, ખરાબ લાગે છે. ધારણાઓને એક તરફ કરી તેમને તાર્કિક સ્વરૂપ આપો અને જીવનના અન્ય મુદ્દાઓ ઉપરના દ્રષ્ટિકોણમાં બદલાવ લાવો.

લવઃ- અહંકારના લીધે તમારા સંબંધોમાં તિરાડ ઊભી થઇ શકે છે.
વ્યવસાયઃ- નોકરી-વેપારમાં આવનારી ચુનોતીઓ પરેશાન કરશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કરિયરના મામલે આ સમય તમારા માટે શાનદાર રહેશે. તમે તે ગતિવિધિઓમાં જોડાયેલાં રહેશો જે તમને સફળતા અને વિકાસની રાહ પર લઇ જશે.

નેગેટિવઃ- આ સમયે તમે પોતાને અસ્તવ્યસ્ત જોશો. આવી સ્થિતિમાં શાંત રહેવું તથા વસ્તુઓને પોતાની ગતિથી ચાલવા દેવી.

લવઃ- લવમેટના વ્યવહારમાં ગુસ્સો જોવા મળશે.
વ્યવસાયઃ- નવા વેપારને લઇને વિવાદ સંભવ છે.
સ્વાસ્થ્યઃ- કોઇ સમસ્યાના કારણે તમને તણાવ પણ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- રાશિફળના દ્રષ્ટિકોણથી આવક માટે સમય અનુકૂળ રહેશે. આ સમયે તમારી આવકમાં વધારો થઇ શકે છે. નિરંતર આવકના કારણે તમે બચત કરવામાં સફળ રહેશો.

નેગેટિવઃ- જરૂરિયાત કરતાં વધારે તર્ક-વિતર્ક કરવાથી બચવું. પારિવારિક સભ્યો વચ્ચે મનમુટાવ થઇ શકે છે અથવા સંતાનને લઇને થોડી ચિંતાઓ પણ રહેશે.

લવઃ- લગ્ન લાયક વ્યક્તિઓની સગાઈ થઇ શકે છે.
વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ નબળી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અનુકૂળ જાળવી રાખો।

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે બુદ્ધિમાન વ્યક્તિ છો. દરેક મુદ્દાઓનો ઉકેલ લાવવામાં તમે સક્ષમ રહેશો. જે લોકો વિદેશ અથવા દૂર જઇને અભ્યાસ કરવા માંગી રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- તમને તમારા પરિવાર પાસેથી વધારે સુખ મળી શકશે નહીં. ગુરૂજનો અને માતા-પિતા સાથે સંબંધ સારા રહેશે નહીં. તમારી અંદર થોડી અહંકારની ભાવના જન્મી શકે છે. જેનાથી ઘર-પરિવારમાં તમારી જનપ્રિયતા ઘટી શકે છે.

લવઃ- અંગત જીવનમાં નાના વિવાદોને મોટાં બનાવશો નહીં.
વ્યવસાયઃ- લોટરી કે જુગારના માધ્યમથી કમાણી કરો છો તો મોટું રોકાણ કરવું નહીં.

સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્ય સારું રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી