તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારનું રાશિફળ:બે અશુભ યોગને કારણે મેષ સહિત 5 રાશિના જાતકોનો રવિવાર બગડવાના યોગ, માત્ર બે જ રાશિ માટે દિવસ સારો રહેશે

3 મહિનો પહેલા
  • કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે

27 જૂન, રવિવારના રોજ ગ્રહ-નક્ષત્ર વૈધૃતિ અને ગદ નામના બે અશુભ યોગ સર્જાઈ રહ્યા છે. આ કારણોસર અમુક લોકો માટે રવિવારનો દિવસ કપરો રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે રવિવારે મેષ રાશિના જાતકોએ બિઝનેસમાં જોખમ ન લેવું. દસ્તાવેજી કાર્યોમાં પણ સંભાળીને રહેવું. વૃષભ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સાચવવું. રોકાણ સંબંધી નિર્ણયો ન લેવા. કોઈ ભૂલને કારણે મિથુન રાશિના જાતકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ધન રાશિના જાતકોને નોકરી અને બિઝનેસ માટે દિવસ સારો નથી. સાથોસાથ મકર રાશિના જાતકોને પણ ઉધારી અને લેવડ-દેવડનાં કામોમાં નુકસાની જઈ શકે છે. તબિયત પણ નરમ ગરમ રહેશે.

રવિવારે કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોની જોબ અને બિઝનેસ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. જ્યારે તુલા અને કુંભ રાશિના જાતકો પર જ ગ્રહો મહેરબાન રહેશે. આ બંને રાશિઓના જાતકોને આર્થિક ફાયદો થઈ શકે છે અને સારા સમાચાર મળી શકે છે.

27 જૂન, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘરને લગતી જવાબદારીઓને સાદગીથી અને ગંભીરતાથી પૂર્ણ કરો. તેનાથી પ્રેમ અને તાલમેલ જળવાયેલો રહેશે. અચાનક જ કોઈ ખોવાયેલી વસ્તુ મળી જવાથી રાહત મળી શકે છે. જીવનશૈલીમાં પણ થોડી નવીનતા લાવવાની કોશિશ કરો.

નેગેટિવઃ- કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે. જેમાં કાપ કરવો શક્ય નથી. અપરિચિત લોકો સાથે કોઈપણ પ્રકારનો વિવાદ થાય તો દૂર રહેવું. તેનાથી તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે.

વ્યવસાયઃ- આજે વેપારમા કોઈપણ પ્રકારનું રિસ્ક લેવું નહીં.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે વાતાવરણમાં બીમારીઓ વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મોજમસ્તી તથા ઓનલાઇન શોપિંગમાં પસાર થશે. વડીલોની કોઈ સલાહ અને માર્ગદર્શન તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. મહિલાઓને પોતાના આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી સફળતાનો અન્ય સામે વધારે દેખાડો ન કરો. કોઈ પ્રકારની આર્થિક સ્થિતિમા ફસાઈ શકો છો. આ સમયે રોકાણને લગતા કોઈ નિર્ણય ન લેશો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી આજે થોડી રાહત મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાક હાવી રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી અસ્વસ્થતામા આજે સુધાર અનુભવ થશે. જેથી તમે તમારા અટવાયેલાં કાર્યોમાં ધ્યાન આપી શકશો. મિત્રોનો સહયોગ પણ તમને મદદ કરી શકે છે. પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવી તમને ખૂબ જ સારી રીતે આવડે છે.

નેગેટિવઃ- આ સમયે કોઈની સાથે પણ વાદ-વિવાદની સ્થિતિમાં ન પડો. કેમ કે તેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. કોર્ટ કેસને લગતી જો કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો આજે તેને ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યાથી રાહત મેળવવા માટે વાસી ભોજન ટાળો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે પરિવાર તથા પરિવારના લોકો સાથે જોડાયેલાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે. તમે આ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. સામાજિક તથા રાજનૈતિક સક્રિયતા પણ વધવાથી તમારા સંપર્કોની સીમા પણ વધશે. સન્માનિત વ્યક્તિઓ સાથે હળવા-મળવાનું થઈ શકે છે.

નેગેટિવઃ- દિવસભર વ્યસ્તતા રહેશે. કોઈની પણ વધારે જવાબદારી તમારા ઉપર લેવી તમારા માટે પરેશાનીનું કારણ પણ બની શકે છે. એટલે તમારી ક્ષમતા પ્રમાણે જ મદદ કરો. રૂપિયા-પૈસાના મામલે સંપૂર્ણ હિસાબ-કિતાબ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- કોઈપણ કામમાં વિઘ્ન આવે તો રાજનૈતિક સંપર્કોનો સહયોગ લેવો.

લવઃ- વ્યવસાયિક ભાગદોડના કારણે દાંપત્ય અને પ્રેમ સંબંધ બંને માટે સમય મળી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટને લગતી સમસ્યાઓ આવી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે આખો દિવસ તમે વ્યસ્ત રહી શકો છો. પરંતુ તે છતાંય તમે તમારા રસના કાર્યો તથા પરિજનો માટે સમય કાઢી શકશો. આવું કરવાથી તમને સુકૂન મળી શકે છે. વિદ્યાર્થીઓને પોતાના કોઇ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- રિસ્ક પ્રવૃત્તિના કામ જેમ કે લોટરી, જુગાર, સટ્ટો વગેરેમાં સમય અને રૂપિયા નષ્ટ ન કરો. કેમ કે નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. આ સમયે ખોટા ખર્ચ પણ રહેશે. કોઈની સામે વિવાદમાં પડવાથી અપયશ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારને લગતી ગતિવિધિઓને વ્યવસ્થિત રાખવા માટે રાજનૈતિક સંપર્કોનો સહયોગ લો.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમા સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. જો કોઈ વિવાદિત જમીનને લઇને પરેશાની ચાલી રહી છે તો આજે તેને કોઈ અનુભવી વ્યક્તિની મદદથી ઉકેલવાની કોશિશ કરો. ચોક્કસ જ તમને સમાધાન મળી શકે છે. તમારા વ્યવહારને પોઝિટિવ અને સહયોગાત્મક જાળવી રાખવાથી તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

નેગેટિવઃ- ધનને લગતા મામલે હિસાબ-કિતાબ કરતી સમયે કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે. કોઇના ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે મેન્યુફેક્ચરિંગને લગતા કાર્યોમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે.

લવઃ- ઘરમાં કોઈ સભ્યના લગ્નને લગતી તૈયારીઓની યોજના બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સંતુલન જાળવી રાખવાથી યોગ્ય વ્યવસ્થા બની રહેશે. નવી-નવી વાતોની જાણકારી પ્રાપ્ત કરવા અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. થોડો સમય અનુભવી અને જવાબદાર લોકો સાથે પણ પસાર કરો.

નેગેટિવઃ- અજાણ્યા લોકો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો. તમારી સાથે દગાબાજી થઈ શકે છે. સાથે જ શેરબજાર, તેજી-મંદી જેવી ગતિવિધિઓમાં રસ રાખવો નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ કર્મચારીઓ સાથે ચાલી રહેલો તણાવ આજે એકબીજા સાથે વાર્તાલાપથી ઉકેલાઈ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ અને સુસ્તી રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમારી કોશિશ પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓને યોગ્ય રૂપથી વ્યવસ્થિત કરવાની રહેશે. સાથે જ ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. ભૂતકાળમા આપેલ ઉધાર પણ પાછું આવી શકે છે.

નેગેટિવઃ- તમારા જ થોડા વિરોધી ઈર્ષ્યાની ભાવનાથી તમારા પ્રત્યે આલોચના અને અપમાનજનક સ્થિતિ ઊભી કરી શકે છે. પરંતુ નિશ્ચિત રહો. તમારું કોઈ જ નુકસાન કરી શકશે નહીં. રાજનૈતિક સંપર્કોથી આજે દૂર રહો તો સારું

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા સહયોગીઓ તથા કર્મચારીઓ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી તથા ગરમીની પરેશાનીથી રાહત મેળવવા માટે હાઇજીનિક રહેવું જરૂરી છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહી શકે છે. કોઈ વડીલ કે અનુભવી વ્યક્તિના સાનિધ્યમાં તમને સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. કામ વધારે હોવા છતાં તમે મિત્રો અને સંબંધીઓના સંપર્કમાં રહેશો. આ સંપર્ક તમારા માટે ખૂબ જ સુકૂન આપનાર રહી શકે છે.

નેગેટિવઃ- અર્થ વિના અન્ય લોકોની પરેશાનીઓમાં ગુંચવાશો નહીં. તમે તમારા કાર્યોમા જ ધ્યાન કેન્દ્રિત કરો. કોઇ અપ્રિય ઘટના ઘટવાથી ભય જેવી સ્થિતિ તમારા મન ઉપર હાવી થઈ શકે છે.

વ્યવસાયઃ- મશીન, કારખાનુ કે વ્યવસાય સાથે જોડાયેલાં પ્રોડક્ટના ઉત્પાદનમાં નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોની સલાહ અને સહયોગથી તમને અનેક મુશ્કેલીઓનું સમાધાન મળશે.

સ્વાસ્થ્યઃ- કોઈપમ પ્રકારની તણાવપૂર્ણ સ્થિતિથી પોતાને દૂર રાખો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે થોડો સમય આત્મમનન તથા આત્મ મંથન માટે પસાર કરો. તેનાથી તમારી લાઇફને લગતી કોઇ નવી દિશા તમને મળી શકે છે. તમે તમારા કાર્યોને યોગ્ય રીતે કરી શકશો. થોડો સમય આધ્યાત્મિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- સંતાનના કરિયરને લગતું કોઈ કામ પૂર્ણ ન થવાથી મન થોડું પરેશાન રહી શકે છે. તેમનું આત્મબળ જાળવી રાખવામાં તેમનો સહયોગ કરો. આ સમયે રૂપિયા-પૈસાની ઉધારીને લગતી કોઈ લેવડ-દેવડ કરવી યોગ્ય નથી.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક પાર્ટીઓ સાથે સંપર્કમાં રહો.

લવઃ- કામ વધારે હોવા છતાં તમે પરિવારના લોકો માટે સમય કાઢી શકશો.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાત જેવી તકલીફ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર અને સમય તમારા માટે સારી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. ઘણાં સમયથી જે શુભ સમાચારની તમે રાહ જોઈ રહ્યા હતાં. આજે તે તમને મળી શકે છે. આજે તમે તમારી અંદર આત્મવિશ્વાસ અને નવી ઊર્જા અનુભવ કરી શકો છો.

નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડમા વધારે સાવધાની જાળવી રાખો. કોઇ નજીકના મિત્ર દ્વારા જ નુકસાન થવાની શક્યતાઓ છે. કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરીને તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- વ્યવસાયમા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવો જરૂરી છે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે,

સ્વાસ્થ્યઃ- નશમાં દુખાવાની સમસ્યાઓ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારા જનસંપર્કોને વધારે મજબૂત કરો. તેના દ્વારા તમે તમારા ભાવી લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓનું ધ્યાન પોતાના અભ્યાસ ઉપર એકાગ્રતાથી લાગશે. ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધિઓ પણ સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈની વાતોમાં આવીને તમે તમારા કામ પ્રત્યે બેદરકારી ન કરો. વ્યક્તિગત કાર્યો સાથે-સાથે ઘર-પરિવાર ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ઘરના કોઇ સભ્યના લગ્નજીવનમાં થોડું તણાવ આવવાથી વાતાવરણ ચિંતિત રહી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આંતરિક વ્યવસ્થામા થોડા પરિવર્તન લાવવા માટે યોજનાઓ બનશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને માંસપેશીઓમાં દુખાવો રહી શકે છે.