રવિવારનું રાશિફળ:સાધ્ય નામના શુભ યોગથી સિંહ, ધન, વૃષભ સહિત 8 રાશિના જાતકોનો દિવસ શુભ રહેશે, કુંભ અને મીન રાશિએ તબિયત સાચવવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

27 ડિસેમ્બર, રવિવારના દિવસે ગ્રહ-નક્ષત્ર સાધ્ય નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. સાથોસાથ ચંદ્રમા પણ પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. 12માંથી 8 રાશિઓ પર આ ગ્રહોની શુભ અસર પડશે. વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકો માટે રવિવારનો દિવસ સારો રહેશે. આ રાશિના લોકોને આખો દિવસ કામકાજમાં ગ્રહોનો સાથ મળી રહેશે. જ્યારે અન્ય ચાર રાશિ એટલે કે મેષ, મિથુન, કુંભ અને મીનના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. આ ચાર રાશિના જાતકો માટે રવિવારનો દિવસ સામાન્ય રહેશે.

27 ડિસેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી નસ્તુર બેજાન દારૂવાલાના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવ- કોઈ જૂનો મિત્ર સાંજના સમયે ફોન કરીને જૂની યાદો તાજી કરી શકે છે. શક્ય છે કે તમારા અતિત સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરે અને તમારા આગામી સમયને યાદગાર બનાવી દે. તમારા જીવનસાથી ઊર્જા અને પ્રેમથી ભરપૂર છે.

નેગેટિવ – બધાને મદદ કરવાની તમારી ઇચ્છા તમને એકદમ થકવી નાખશે. કેટલીય જવાબદારીઓ તમારા દ્વારા પૂરી કરવામાં આવશે, જેનાથી પરિવારજનોની નજરમાં તમારા સન્માનમાં વધારો થાય, પરંતુ પરિવારજનોનો વ્યવહાર અને તેમનું આરોગ્ય તમને ચિંતિત રાખે.

વ્યવસાય – તમારી સુસ્ત અને હતોત્સાહી મનઃસ્થિતિને કારણે તમે ઓફિસમાં વિવાદનું કેન્દ્ર બની શકો છો.

લવ- રોમાંચક સમય છે, કારણ કે તમારા પ્રેમીજન તમને ઉપહાર આપી શકે છે. આજે તમે એકવાર ફરી સમયના ચક્રને પાછળ ફેરવીને લગ્નના શરૂઆતના દિવસોના પ્રેમ અને રોમાંસની અનુભુતિ કરશો.

સ્વાસ્થ્યઃ બુધ અને શુક્રના ગોચર તમારા માટે મંગળદાયક અને કલ્યાણ પ્રદ બની રહેશે જેને પગલે તમારા આરોગ્યમાં વૃદ્ધિ થાય.

----------------------------------

વૃષભઃ-

પોઝિટિવ – તમારી વાણીમાં નરમાશ જોવા મળે, ભૂતકાળમાં તમારી કોઈ વાતથી કોઈને ખરાબ લાગ્યું હોય તો તમને તમારી ભૂલની અનુભુતિ થાય અને તેમની તમે માફી માંગશો. તમને એ વાત સમજાશે કે દરેક વાતે અકડુ વલણ રાખવું યોગ્ય નથી, ક્યારેક તમારી નમ્રતા અને તમારો ઝુકાવ તમને મુઠી ઊંચેરા બનાવી દે છે.

નેગેટિવ – આ સમયે પૈસાની બચત કરવા માટે તમારે એવો કોઈ પ્રોગ્રામ ન બનાવવો કે જેમાં તમારા બહુ નાણાની બરબાદી થાય. તમે પૈસા કમાવા માટે અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવા વિશે વિચારી શકો છો, તેમાં તમને ફાયદો થઈ શકે છે. અલબત્ત, તમારે કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં અનુભવી લોકોની સલાહ લેવી અને કોઈની સાથે છેતરપિંડી આચરીને પૈસા કમાવા વિશે ન વિચારવું જોઈએ.

વ્યવસાય- તમારા મોટા ભાઈ-બહેન ધન કમાવા અને તેની બચત માટે કોઈ આઇડિયા આપી શકે છે, જો તમે તેમની વાતોનો અમલ કરશો તો તમને આગામી સમયમાં ઘણો નફો થઈ શકે છે. આ રાશિના જે જાતકોએ બેંકમાંથી લોન લીધી હતી તે લોન ચુકવવામાં સફળ થઈ શકે છે.

લવ- જે લોકો પોતાના પ્રેમીજનથી દૂર રહે છે તેઓ આ સમય દરમિયાન અંતરના કારણે ઊભી થયેલી કેટલીક ગેરસમજને વાતચીતના માધ્યમથી દૂર કરશે અને દરેક મુદ્દાના સમાધાન માટે શાંતિથી કોશિશ કરશે.

સ્વાસ્થ્ય- કમરના દુઃખાવાની બીમારી તમારી ઉદાસીનું કારણ બની શકે છે. તમારે પરિવારમાં ફરીથી ખુશીનું વાતાવરણ ઊભું કરવા માટે બની શકે તેટલા જલ્દી આ દુખાવામાંથી બહાર આવી જવાની જરૂર છે. દવા કરતાં શરીરની મુદ્રાઓ ઉપર ધ્યાન આપો, જલ્દી પરિણામ મળશે.

----------------------------------

મિથુનઃ-

પોઝિટિવ - આર્થિક ક્ષેત્રે આપ ઘણી પ્રગતિ કરશો. જરૂરિયાતના સમયે મિત્ર વર્તુળ મદદ કરવા તત્પરતા દાખવશે તેથી દરેક ક્ષેત્રમાંથી આવતી મુશ્કેલીઓ સામે ટકી રહેવા માટે જરૂરી આત્મવિશ્વાસ પેદા થશે. પોતાની જાત અને પરિવાર માટે આપે જે યોજના બનાવી હતી તે આ સમયે અમલમાં આવશે. ગણેશજીની કૃપાથી આપને ધન લાભ થઇ શકે છે. ના, કોઇ લોટરી નથી લાગવાની, પણ તે આપના સખત પરિશ્રમનાં નાણાં છે.

નેગેટિવ- મોટા ગ્રુપ સાથેની તમારી ભાગીદારી રોચક સાબિત થશે અલબત્ત, તમારા ખર્ચા વધી શકે છે. પારિવારિક મામલે સમય પડકારજનક રહે તેવી પૂરી સંભાવના છે. જોકે સારી વાત એ છે કે જો તમે તમારી મહેનતમાં થોડો વધારો કરી દો અને સંબંધો બાબતે સાવધાન થઈ જાવ તો કષ્ટપૂર્ણ સમય આનંદપૂર્ણ સમયમાં તબદિલ થઈ શકે છે.

વ્યવસાય- લાંબા ગાળાના રોકાણથી બચવું અને મિત્રો સાથે બહાર જઈને થોડી આનંદની ક્ષણો વિતાવવી. બાળકો ભવિષ્યની યોજનાઓ બનાવવાને બદલે ઘર બહાર વધુ સમય વિતાવીને તમને નિરાશ કરી શકે છે.

લવ – પ્રેમી જાતકો માટે આ સમય શુભ પરિણામ લઈને આવશે. આ રાશિના ગૃહસ્થ જાતક પોતાના જીવનસાથી સાથે ખૂલીને લાગણીઓની અભિવ્યક્તિ કરશે, જેનાથી સંબંધો મજબુત થશે.

સ્વાસ્થ્ય – જો તમારે અસ્થમાની સમસ્યા હોય તો તમારે કોઈ સારા ડોક્ટરનાં સલાહ-સૂચન લેવાં જોઈએ. ધૂળવાળી જગ્યાઓએ ન જવું અને જો જવું જરૂરી હોય તો તમારૂ મોઢું ઢાંકીને રાખવું. તમારે તમારા આરોગ્યમાં સકારાત્મક બદલાવ લાવવો હોય તો તમારે સવારે અને સાંજે કપાલભાતિ યોગનો અભ્યાસ કરવો જોઈએ.

----------------------------------

કર્કઃ-

પોઝિટિવ – મોજમસ્તી માટે ફરવું સંતોષકારક રહેશે. આ સમય દરમિયાન તમે તમારા અટકેલાં કામો પૂરા કરવાની કોશિશ કરતા જોવા મળી શકો છો. પારિવારિક જીવનમાં સકારાત્મક બદલાવ આવશે, માતા-પિતા સાથે તમે આ સમય દરમિયાન સારો સમય વિતાવી શકો છો.

નેગેટિવ – તમારી આર્થિક સ્થિતિનો વિચાર કરવામાં આવે તો એવું પ્રતીત થાય છે કે આ સમય થોડો નાજુક હોઈ શકે છે. કાર્યક્ષેત્રે આ સમય દરમિયાન તણાવભરી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તમને તમારા ગૃહસ્થ જીવનમાં ઘણો કેટલાક ખર્ચા કરવા પડે જેને કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી ડગી શકે છે.

વ્યવસાય – તમારા વિચારોમાં જે બીજ આરોપિત છે તેને તમારે તમારી મહેનતથી હકીકતમાં બદલવાની જરૂર છે, બિઝનેસમાં સ્થાન જાળવી રાખવાનો આ મૂળ મંત્ર છે. લાંબા સમયગાળાનાં કામકાજ અર્થે કરેલી યાત્રા ફળદાયી સાબિત થશે.

લવ- પ્રેમમાં નિરાશા હાથ લાગી શકે છે પરંતુ હિંમત નહી હારતા કેમકે આખરે જીત સાચા પ્રેમની જ થાય છે. આખરે એ તમારી વાત સમજશે અને તમને ગળે લગાડશે. ધીરજ ધરી રાખો અને સકારાત્મક વલણને છોડશો નહી.

સ્વાસ્થ્ય – આ સમયમાં તમારે એવા કોઈ કરવાથી બચવું જેમાં તમારે વધુ ઝૂકવાનું હોય કે વધુ વજન ઉપાડવાનું હોય. તમે જો જિમ જતા હો તો તમારે ટ્રેનરની દેખરેખમાં જ એક્સર્સાઇઝ કરવી જોઈએ.

----------------------------------

સિંહઃ-

પોઝિટિવ – તમે પ્રકૃતિની સુંદરતાને વધારવા માટે વૃક્ષારોપણને મહત્ત્વ આપી શકો છો. દેશની સેવામાં તત્પર લોકોને આ સમયે કેટલીક જરૂરી મુસાફરી કરવી પડે. આ સમય તમને પારિવારિક અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવામાં સફળ બનાવશે અને તમે આનંદી જીવનની મજા લેશો.

નેગેટિવ- કાર્યક્ષેત્રમાં તમારે વધુ ધ્યાનથી કામ કરવું પડશે, કારણ કે આ સમયની માગ છે. આ સમય દરમિયાન તમારા જીવનમાં કેટલાક ફેરફારો થઈ શકે છે જેના વિશે તમે પહેલા કદી વિચાર નહીં કર્યો હોય પરંતુ પરિવર્તન ઘણીવાર જરૂરી હોય છે અને તમારા સારા માટે થતું હોય છે.

વ્યવસાય – વ્યવસાયમાં વધારો કરવામાં સફળ રહેશો. તમે એવી યોજનાઓને અમલી જામા પહેરાવવામાં સફળ થશો, જે અનેક લોકોને પ્રભાવિત કરશે. ટેક્સ અને વિમા સાથે જોડાયેલા વિષયો ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

લવ- તમારે તમારા પ્રેમીજનને ખુશ રાખવાની કોશિશ કરવી જોઈએ અને તેમને અહેસાસ કરાવો કે તે તમારા માટે અતિ વિશેષ છે. આમ કરવાથી અને તેમની સાથે વધુ સમય પસાર કરવાથી અને તેમનાં વખાણ કરવાથી સંબંધોમાં તાજગી આવશે.

સ્વાસ્થ્ય – ગુરૂના ગોચરથી આરોગ્ય સારું રહેશે. દિવસ સ્ફૂર્તિ સાથે પસાર થાય.

----------------------------------

કન્યાઃ-

પોઝિટિવ – માતા-પિતા સાથે તમારા આનંદને વહેંચો. તેમને એવો અહેસાસ કરવા દો કે તમારા માટે તેમનું કેટલું મહત્વ છે, તેમની એકલતાનો અહેસાસ આપોઆપ ખતમ થઈ જશે. જો આપણે એકબીજાના જીવનને સરળ ન બનાવી શકીએ તો આપણા જીવનનો ફાયદો શું? તમારા બાળકો પણ ઘરમાં ખુશી અને શાંતિના વાતાવરણનો અનુભવ કરી શકે છે.

નેગેટિવ – આર્થિક તકલીફોને પગલે તમારે ટીકા અને વાદવિવાદનો સામનો કરવો પડે. જે તમારી પાસે જરૂર કરતા વધુની અપેક્ષા રાખીને બેઠા છે એવા લોકોને “ના” કહેવા તૈયાર રહો. અસ્થિર સ્વભાવને કારણે ઓફિસમાં સહકર્મીઓ સાથે તમારો મતભેદ થઈ શકે છે.

વ્યવસાય – રિઅલ એસ્ટેટમાં નાણાકીય લેવડદેવડ માટે સારો સમય છે. મહત્ત્વના લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દોને ચીવટથી પસંદ કરો.

લવ – એકબીજાને જૂના સમયની યાદ દેવડાવો અને જેને લઈને તમે યાદોમાં સરી જતા હતા એ ક્ષણો વિશે વિચારો. કારણ કે આ બાબત તમારા બંનેના સંબંધોને મજબુત કરી શકે છે.

સ્વાસ્થ્ય – તમે આરોગ્ય કર્મચારી હો કે પછી ટેકનિકલ બાબતો સાથે જોડાયેલા હો તો તમારે આરોગ્યની સમસ્યાઓમાંથી પસાર થવું પડી શકે છે.

----------------------------------

તુલાઃ-

પોઝિટિવ – પારિવારિક સંબંધોમાં વધારે ઘનિષ્ઠતાનો અનુભવ કરશો. ઉજવણીઓ, શુભ પ્રસંગો અને બીજું ઘણું બધું આપ આ સમય દરમિયાન માણશો. તમારો બદલાયેલો સ્વભાવ પરિવારજનો માટે ખુશીનું કારણ સાબિત થશે. તમારી છુપી ખાસિયતોનો ઉપયોગ કરીને દિવસને ઉત્તમ બનાવશો. પારિવારિક આયોજનમાં તમે બધાના કેન્દ્રમાં રહેશો.

નેગેટિવ - સફળતાને પોતાની પર હાવિ ન થવા દેશો. ગણેશજી આપને સુમેળ સાધવાની, કૂનેહપૂર્વક વર્તવાની અને ઉતાવળ ન કરવાની સલાહ આપે છે. આપ લાલચમાં આવીને ખોટા નિર્ણય લો તેવી શક્યતા છે. તેથી લાલચથી દૂર રહો. ઘરેલુ સુખ-સુવિધાની વસ્તુઓ ઉપર જરૂર કરતાં વધુ ખર્ચ ન કરવો.

વ્યવસાય – શક્ય છે કે તમારા ઉપરી અધિકારી તમારી વાતોને યોગ્ય ન ગણે. પરંતુ ધીરજ જાળવી રાખવી, થોડા જ સમયમાં તમારી વાતોને સમજતા થઈ જશે.

લવ – વિવાહિત જાતકો માટે આ સમય શુભ રહેશે. સંબંધોમાં મધુરતા લાવવા તમારે આ સમયમાં થોડા પ્રયત્નો કરવા પડશે. જે લોકો સાચા પ્રેમની શોધ કરી રહ્યા હતા તેમના જીવનમાં પ્રેમના આગમનના એંધાણ વર્તાય.

સ્વાસ્થ્ય- તમારે હળવા વ્યાયામ અને દવાની જરૂર રહે. વિશેષ શ્વાસના દર્દીઓએ સંભાળવું.

----------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવ- પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા પ્રવાસ માટે પણ તૈયાર રહો. આપ ભરપૂર શક્તિ અને ઉત્સાહ ધરાવો છો. તેથી આગળ વધવા તૈયાર થઇ જાવ. આર્થિક ઉન્નતિ માટે આ સમયગાળો શ્રેષ્ઠ છે. તમારા નસીબનો સહયોગ મળી રહે. તમારાં સારાં કામોનો પ્રભાવ પરિવાર અને આસપાસના લોકો ઉપર પણ પડે જેનાથી તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય.

નેગેટિવ - પરિવારમાં દબદબો જાળવી રાખવાની તમારી ટેવને છોડવાનો આ સમય છે. જીવનમાં ઉતાર-ચઢાવમાં ખભેખભો મેળવીને સાથ આપો. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાથી તમારૂ મન ખરાબ થાય. કેતુની ઉપસ્થિતિ પરિવારમાં થોડી અશાંતિ પેદા કરી શકે છે.

વ્યવસાય – વેપારી મોરચે કંઈક નુકશાન થઈ શકે છે, વિશેષ તો તમે જો ભાગીદારીમાં વ્યવસાય કરતા હો તો. અધિકારીઓ દ્વારા તમારા કાર્યને બિરદાવાશે.

લવ - આ સમયે પ્રેમ સંબંધી વિષયોમાં સ્થિતિ પહેલા કરતા સારી થશે. સંબંધોમાં પહેલા જે તણાવ ઊભો થયો હતો તે દૂર થાય.

સ્વાસ્થ્ય – કેતુના ગોચર તમારી રોગપ્રતિકારક ક્ષમતાઓને વધારવાનો સંકેત આપી રહ્યા છે.

----------------------------------

ધનઃ-

પોઝિટિવ – સ્વભાવમાં આત્મવિશ્વાસ ભરપુર હોવાના કારણે આપનાં દરેક કાર્યમાં આપનામાં ઉછળી રહેલી ઊર્જાશક્તિનો લોકોને પરિચય મળશે. હકારાત્મક અભિગમને કારણે માર્ગમાં આવતી મુશ્કેલીઓનો પ્રભાવ આપના માનસ પર નહિવત પડશે તેમજ આપના સ્વાસ્થ્યને પ્રભાવિત નહી કરી શકે.

નેગેટિવ - કેટલીક જૂની ઘરેલુ સમસ્યાઓ આપને ચિંતામાં નાખે તેવી શક્યતા છે. સમયગાળો નથી અને દરેક ક્ષેત્રે તણાવમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને પ્રવાસના સમયે બેપરવા ન રહેશો. આપ સ્‍વપ્‍નાં પૂરા કરવાની મથામણમાં છો ૫રંતુ તેના માટે આપે થોડી ધીરજ ધરવી ૫ડશે.

વ્યવસાય – વ્યવસાયમાં અને અંગત જીવનમાં સાચી દિશા શોધવા પ્રેરાશો. આર્થિક બાબતોમાં તમે તક ઝડપવા જોખમ ઉઠાવશો અને પરિણામો તમારી તરફેણમાં રહેશે. તમારી પ્રવૃત્તિ, વિચારો અને ભાવિ યોજનાઓ તમારી પ્રગતિની આસપાસ રહેશે.

લવ – નવા પ્રેમસંબંધો સ્થપાય અથવા જુના સંબંધોમાં વધુ નિકટતા આવે અને તે તમારા માટે લાભદાયક સિદ્ધ થાય. પરિવારમાં મતભેદ થવાની સંભાવના રહેલી છે.

સ્વાસ્થ્ય – તમે તમારી શારીરિક ક્ષમતાઓમાં વધારો કરવા માટે તત્પર રહેશો અને તમારી આરોગ્ય જળવાઈ રહેશે.

----------------------------------

મકરઃ-

પોઝિટિવ – તમારા વ્યવસાયિક ક્ષેત્રની મુશ્કેલીઓ ઓછી થાય તેમજ તમારી પદોન્નતિ થવાથી સન્માનમાં વધારો થાય. કાર્યોને પુર્ણ કરવા માટે તમારામાં જરૂર જોશ અને ઉત્સાહમાં વધારો થાય. મિત્ર- સંબંધીઓ તમારા કાર્યમાં સાથ આપશે. આરોગ્ય અને ઉત્સાહ જળવાઈ રહે. મિલન સમારંભમાં તમે મહત્ત્વની ભૂમિકા ભજવી શકશો.

નેગેટિવ - શક્ય હોય ત્યા સુધી સટ્ટાબજારમાં ધન લગાવવાથી બચવાની ગણેશજી સલાહ આપે છે. તમે તમને નુકશાન થવાનો યોગ છે. યાત્રાઓથી તમારા નાણાકીય ભંડોળમાં ઊણપ આવે. કાર્યોની જવાબદારીઓમાં વધારો થતા તમે આરામ ઓછો અને થાક વધુ અનુભવશો. ઉપરાંત ઉંઘ ઓછી થવાને લીધે તમારામાં ચુસ્તી પ્રવેશ.

વ્યવસાય – આપની પાસે વધારે પડતી અપેક્ષાઓ રખાતા આપની જિંદગીમાં અચાનક કટોકટીની ક્ષણ સર્જાશે. તેને પહોંચી વળવાનો આપ પ્રયાસ કરશો અને ઠંડા દિમાગથી તેની જવાબદારી સંભાળશો. આ તકે ગણેશજી તમારે સ્પષ્ટતાવાદી વલણ અપનાવવાની સલાહ આપે છે.

પ્રેમ- પ્રેમ સંબંધમાં ગુલામની જેવો વ્યવહાર ન કરો. સંતુલિત વ્યવહાર અપનાવો અન્યથા ભવિષ્યમાં તમે પાડેલી ટેવો તમને જ નુકસાનકારક સિદ્ધ થશે. જીવનસાથીની બીમારીની અસર તમારા કામ-કાજ ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્ય- દિવસ તણાવ અને ચિંતાઓથી ભરેલો હોઈ શકે છે.

----------------------------------

કુંભઃ-

પોઝિટિવ – ભૂતકાળમાં ખરાબ રીતે પછડાટ ખાધા બાદ આ તબક્કામાં આપ કાર્ય ક્ષેત્રમાં પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરી શકશો. વધુ મહત્વની વાત એ છે કે આપ એવુ વલણ અને મૂલ્ય પદ્ધતિ વિકસાવશો જે આપની સફળતામાં વધારો કરશે. લોકો સાથેના તમારા સંપર્કોનો તમે મહત્તમ ઉપયોગ કરશો અને તેનું સારુ ફળ મેળવશો.

નેગેટિવ - આ સમયગાળામાં તમારે વ્યવસાયિક સ્થળે વિશષ સતર્કતાપૂર્વક વર્તવાની ગણેશજી સલાહ આપે છે. સમય કામ કરવામાં પસાર થઈ જાય અને તેની સામે તમે યોગ્ય ફળ નહી મળવાનો અસંતોષ જાગે.

વ્યવસાય – અધિકારી સાથે સૈદ્ધાંતિક બાબતોમાં મતભેદ સર્જાય. આ સમયગાળામાં કોર્ટ કાર્યવાહી સહિત તમારા અધુરાં કામોમાં પૂર્તિ થાય. ભાગ્ય તરફથી આપને કશા જ પ્રયત્ન વગર મોટો લાભ મળે એવી સંભાવના છે.

લવ – તમારા સાથીને ખુશ કરવા માટે કંઈપણ કરવા માટે તૈયાર રહેશો અને તમારી આ ખાસિયત તમારા સાથીને ફીલગૂડ કરાવશે. પ્રેમી જાતકોના સંબંધોમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

સ્વાસ્થ્ય – આરોગ્યના મામલે ગળા સાથે જોડાયેલી કેટલીક સમસ્યા સર્જાઈ શકે છે. ખાનપાનમાં ધ્યાન રાખવું.

----------------------------------

મીનઃ-

પોઝિટિવ – સંતાનોનું આરોગ્ય જાળવવું. તમારાં બધાં કામ, પ્રયાસ, મહેનત સફળતા અને ખુશી રૂપે લાભ આપવાની શરૂઆત કરશે. તમે કામના સ્થળે સફળ રહેશો અને વધુ અગત્યનું કે સંતુષ્ટ રહેશો. તમે હવે જે સોદા કરશો એ સારી રીતે પાર પડશે. રજા ગાળવાનાં મનમોહક સ્થળો તમને આકર્ષશે.

નેગેટિવ - જોખમી કાર્યથી દૂર રહેવું હિતાવહ છે. આ સમયગાળામાં ભાગીદારીથી બચવાની ગણેશજી સલાહ આપે છે. મિત્રો અને સબંધીઓ ઉપર વધારે પડતી અપેક્ષાઓ રાખવાના કારણે તેમની સાથેના તમારા સંબંધો તંગ બને. આવકનું પ્રમાણ ધટતું જણાય. નાણાં સંબંધે કુટુંબના સભ્યો સાથે મન દુ:ખ થાય.

વ્યવસાય – આ સમયગાળા દરમ્યાન આપની પાસે કામની બાબતમાં ઘણી બધી અપેક્ષાઓ રખાશે અને આપે તેને ૫હોંચી વળવામાં પૂરી તાકાત લગાવવાની જરૂર છે. તમારી અંદર છલકતી ઊર્જા તમને નવા સર્જનાત્મક વિચારો પૂરા પાડે જે તમારી વ્યવસાયિક સફળતા માટે ઘણા મહત્વના બની રહેશે.

લવ- વિવાહિત જાતકોની તેમના જીવન સાથી સાથે હળવી ખેંચતાણ થાય. જોકે આ સ્થિતિ અસ્થાઈ હશે અને સમય જતા પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. એટલે ધીરજ રાખવી.

સ્વાસ્થ્ય – તમને માથાનો દુખાવો થાય અને દુખાવાને ભગાવવા માટે તમે સંગીતનો સહારો લઈ શકો છો.