તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્રવારનું રાશિફળ:શુક્રવારે વૃશ્ચિક જાતકોએ હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું, આજે રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃષભ, કર્ક, તુલા-મીન રાશિને લાભ થવાની શક્યતા
  • મિથુન, ધન તથા મેશ રાશિના જાતકોએ સંભાળવવું

27 ઓગસ્ટના રોજ ચંદ્ર મેષ રાશિમાં રહેશે. શુક્રવારે અશ્વિન નક્ષત્ર હોવાને કારણે વજ્ર નામનો અશુભ યોગ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ શુભ યોગ પણ રહેશે. શુક્રવારે શિવલિંગ પર દૂધ તથા જળ ચઢાવીને 'ઓમ નમઃ શિવાય'નો મંત્ર જાપ કરો.

શુક્રવારે વૃષભ, કર્ક, તુલા, મીન રાશિ માટે દિવસ લાભદાયી રહેશે. મેષ, મિથુન તથા ધન રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો.

27 ઓગસ્ટ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારો વિશ્વાસ તમારી અંદર શાંતિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે. તમે જીવનને સકારાત્મક દૃષ્ટિએ સમજવાની કોશિશ કરશો. જે એક સારી સફળતા છે.

નેગેટિવઃ- ઘરમાં જ કોઈ સંબંધી કે મિત્ર સાથે મતભેદ થઈ શકે છે. એટલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. વિદ્યાર્થીઓ પણ આજે અભ્યાસમાં ધ્યાન ન આપીને હરવા-ફરવામાં પોતાનો સમય ખરાબ કરશે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં કોઈપણ ગતિવિધિઓ રહેશે નહીં.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પરિવાર સાથે આરામ અને મોજમસ્તીમાં પસાર થશે. પ્રોપર્ટીની લેવડ-દેવડને લગતી થોડી યોજનાઓ બનશે. ઘરના ફેરફારને લગતી યોજનાઓ શરૂ થઈ શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ વારસાગત સંપત્તિને લઇને ભાઈઓ સાથે થોડો વિવાદ થવાની શક્યતા છે. થોડી સમજદારી અને સાવધાની દ્વારા પરિસ્થિતિ સચવાઈ જશે.

વ્યવસાયઃ- આજનો દિવસ પેમેન્ટ કલેક્ટ કરવાનો છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં કોઈ પ્રકારનો વિવાદ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વાસી તથા ભારે ભોજનના કારણે ગેસ અને કબજિયાતની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કાર્યોને ટાળીને આરામ કરવાના મૂડમાં તમે રહેશો. મનોરંજનને લગતા કાર્યોમાં સમય પસાર થવાથી તમે પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ઘરની સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ- ઓફિસના થોડા કામ ઘરે રહીને કરવા પડી શકે છે. તમે તમારા કામ પ્રત્યે એકાગ્ર ચિત્ત રહી શકશો નહીં. એટલે બેદરકારી કરવાની જગ્યાએ કામને ટાળવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયિક ગતિવિધિઓ મંદ રહી શકે છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી કોઈ મુશ્કેલી આવવાથી તમારો સહયોગ અને દેખરેખ તેમને સુખ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રી વર્ગ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં સંબંધીઓનું આગમન થશે. ઘણાં સમય પછી મળવાથી સુખમય વાતાવરણ રહી શકે છે. એકબીજાના વિચારોનું આદાનપ્રદાન દિનચર્યામાં થોડું પરિવર્તન લાવશે.

નેગેટિવઃ- બાળકો ઉપર કઠોર નિયંત્રણ ન કરીને આજે તેમને પણ તેમના પ્રમાણે જ દિવસ પસાર કરવાની આઝાદી આપો. તમારો ઈગો અને ગુસ્સાના કારણે વાતાવરણ થોડું ખરાબ થઈ શકે છે, આ વાતનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- પોતાના ફ્રી સમયમાં પોતાના સંપર્ક સૂત્રો સાથે ફોન કે મેઈલ દ્વારા થોડી સકારાત્મક ચર્ચા થઈ શકે છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઈ સમાજ સેવી સંસ્થામાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમને સમાજમાં માન-સન્માન અને યશની પ્રાપ્તિ થશે. તમારા પર્સનલ કામ પણ પૂર્ણ થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે અજાણ વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે જેના કારણે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડી શકે છે. ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કામ હોવા છતાંય વ્યવસાયિક કાર્યોમાં સમય લગાવવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં હળવી નબળાઈ અનુભવ કરી શકો છો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- પારિવારિક સભ્યોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આજે તમારું સંપૂર્ણ સમર્પણ રહશે. જેથી પારિવારિક સભ્યોમાં સુખ અને ઉત્સાહભર્યું વાતાવરણ રહેશે. તમારા પર્સનલ કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમારા વિચારોની સંકીર્ણતા પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે પોતાના વ્યવહાર અને વિચારોને સંયમિત રાખો. તમારી થોડી સાવધાની પરિવારમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી થોડી યોજનાઓ ઘરમાં બની શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે એલર્જી થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરમાં વડીલો સાથે સમય પસાર કરો. તેમના આશીર્વાદ અને સુખ તમને સુખદ અનુભૂતિ કરાવશે. બાળકો પણ અનુશાસિત અને આજ્ઞાકારી રહી શકે છે.

નેગેટિવઃ- સ્વાસ્થ્યમાં હળવી પરેશાની રહેવાના કારણે તમારા થોડા કામ અધૂરા રહી શકે છે. પરંતુ તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. યોગ્ય આરામ લેવો તથા પારિવારિક સભ્યો સાથે પણ સમય પસાર કરો.

વ્યવસાયઃ- સ્વાસ્થ્ય ઠીક ન હોવાના કારણે અનેક કામ અધૂરા રહી શકે છે.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી એલર્જી થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું તમારા માટે ફાયદાકારક રહેશે. નજીકના સંબંધીઓ સાથે પ્રોપર્ટીને લઇને કોઈ ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થઈ શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન પણ સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો અને દખલ પારિવારિક લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે બધાને પોતાના પ્રમાણે કાર્ય કરવાની સ્વતંત્રતા આપો. તમારા સ્વભાવને પોઝિટિવ જાળવી રાખો.

વ્યવસાયઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે.

લવઃ- ઘરના કાર્યોમાં તમારો સહયોગ કરવો જીવનસાથીને સુખ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સામાજિક કાર્યો સાથે આજનો સમય પસાર કરવો તમારા માટે માન-સન્માન તથા નવી સફળતા લાવી શકે છે. આ સમયે વિરોધી પણ તમારા વ્યક્તિત્વ સામે હથિયાર મુકી દેશે.

નેગેટિવઃ- આજે કોઈપણ યોજના બનાવતા પહેલાં તેના અંગે ફરી વિચાર કરી લેવો. થોડી પણ બેદરકારી તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓનું પણ તેમના અભ્યાસથી ધ્યાન ભટકી શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં આજે કામને લગતી નીતિઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્ની ઘરમાં ચાલી રહેલી કોઈ સમસ્યાને સાથે બેસીને ઉકેલશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઈ પ્રિય મિત્ર સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા થશે. તેમનો રાજનૈતિક પાવર તમારા માટે મહત્ત્વપૂર્ણ રસ્તો ખોલી શકે છે. મનોરંજનને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- તમારા પર્સનલ કામમાં વ્યસ્ત રહેવાના કારણે તમારા સંબંધીઓને ઇગ્નોર ન કરો, તેનાથી તેમની સાથે તમારા સંબંધ ખરાબ થઈ શકે છે. બાળકોની ગતિવિધિઓ અને સંગત ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- આજે કાર્યસ્થળે કાર્ય ખૂબ જ મધ્યમ રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવા ઇન્ફેક્શન સામે તમારી રક્ષા કરો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમારો દિવસ પારિવારિક લોકોની સુખ-સુવિધા અને દેખરેખને લગતા કાર્યોમાં પસાર થશે. જેથી પારિવારિક સભ્ય પોતાને વધારે સુરક્ષિત અનુભવ કરશે. તમે પણ ભાવનાત્મક રૂપથી વધારે મજબૂત રહેશો

નેગેટિવઃ- ક્યારેક બાળકો સાથે ખૂબ જ વધારે આશા અને તેમના ઉપર રોક-ટોક તમારા સંબંધો વચ્ચે અંતર લાવી શકે છે. તમારા સ્વભાવમાં લચીલાપણુ જાળવી રાખો. યુવાઓ પોતાના ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે વધારે ધ્યાન આપે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રની વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવા માટે તમારે ત્યાં વધારે સમય આપવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાકનો અનુભવ થઈ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારો મોટાભાગનો સમય બગીચાના કાર્યોમાં પસાર થશે. તમને માનસિક સુકૂનની પ્રાપ્તિ થઈ શકે છે. તમારી આંતરિક પ્રતિભાને રચનાત્મક સંબંધી કાર્યોમાં લગાવો. તેનાથી તમને આત્મિક સુખની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ- ઘરમાં કોઈ વાતને લઇને નકારાત્મક વાતાવરણ ઊભું થઈ શકે છે. કોઈ નજીકના મિત્ર કે સંબંધી તમને આ સમસ્યામાંથી બહાર આવવામાં મદદ કરશે. કોઈ કિંમતી વસ્તુ પણ ખોવાઈ જવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે બધા કાર્યો સ્ટાફની મદદથી યોગ્ય રીતે વ્યવસ્થિત થતાં જશે.

લવઃ- તમારો દિવસ ઘરમાં પસાર કરવાથી પારિવારિક લોકોમાં સુખી રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક વાતાવરણ સામે તમારી રક્ષા કરો.