સોમવારનું રાશિફળ:સોમવારે વૃષભ રાશિના લોકોએ ભાવુકતાની જગ્યાએ ચતુરાઈથી કામ લેવું પડશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાલથી એટલે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ દિવસે કેદાર, ભદ્ર, હંસ, ગજકેસરી, શંખ અને પર્વત નામના શુભ યોગ બની રહ્યા છે. આ 6 રાજયોગમાં નવલાં નોરતાં શરૂ થઈ રહ્યા છે. 26 સપ્ટેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી યોજનાઓને પોઝિટિવ દિશા મળશે. એટલે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદી કે વેચાણનું કામ સંપન્ન થઈ શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને પોતાના કોઈ કાર્યમાં આવી રહેલાં વિઘ્નનું સમાધાન મળશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવ અને દિનચર્યામાં ફેરફાર લાવવો જરૂરી છે. આ સમયે સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. જો રૂપિયાની લેવડ-દેવડને લગતી કોઈ ગતિવિધિ ચાલી રહી છે તો તેને ખૂબ જ સાવધાની સાથે કરો

વ્યવસાયઃ- વેપારને લગતા કોઈ નવા કામને શરૂ કરવાની રૂપરેખા બનશે.

લવઃ- દરેક કાર્યમાં જીવનસાથી તથા પારિવારિક સભ્યોની સલાહ લેવી સંબંધોને વધારે ગાઢ બનાવશે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને મુશ્કેલી રહી શકે છે.

-----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જો તમે તમારા ભવિષ્યને લગતી કોઈ કોશિશને શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો સમય અનુકૂળ છે. પરંતુ ભાવુકતાની જગ્યાએ ચતુરાઈથી કામ લેવું પરિસ્થિતિને તમારા અનુકૂળ કરશે.

નેગેટિવઃ- કોઈપણ નકારાત્મક પરિસ્થિતિ આવે ત્યારે શાંતિ અને સમજણથી કોઈપણ નિર્ણય લો, નહીંતર પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વેપારને લગતા કાર્યો ચોક્કસ સમયે પૂર્ણ થતાં જશે.

લવઃ- પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે

-----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા વ્યવહારમાં ભાવનાઓને યોગ્ય સ્થાન આપો. ચોક્કસ જ તમને કોઈ પોઝિટિવ અનુભૂતિ થશે. તમારું પોઝિટિવ વ્યક્તિત્વ તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવામાં મદદ કરશે.

નેગેટિવઃ- વધારે કામનો ભાર લેશો નહીં. બધી ગતિવિધિઓને વ્યવસ્થિત કરવી મુશ્કેલ બનશે. ઘરની સમસ્યાઓને સુધારવામાં પરિવારના લોકોનો સહયોગ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કાર્યો સામાન્ય ગતિથી નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મકતા ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

-----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમને કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળશે, જેના ઉપર અમલ કરવો તમારા માટે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. છેલ્લી ભૂલોથી બોધપાઠ લઈને તમે તમારી દિનચર્યામાં યોગ્ય પરિવર્તન લાવશો.

નેગેટિવઃ- તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો. થોડા પ્રભાવશાળી લોકોની સલાહ અને માર્ગદર્શનને બેદરકારીમાં લેશો નહીં. અચાનક જ થોડા એવા ખર્ચ સામે આવશે જેના ઉપર કામ મુકવો મુશ્કેલ રહેશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયને ગતિ આપવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યાથી રાહત મેળવવા માટે ખાનપાનનું ધ્યાન રાખો.

-----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- જો આ સમયે કોઈ પ્રોપર્ટીને લગતું કામ અટવાયેલું છે તો તેને પૂર્ણ કરવા માટે સમય ઉત્તમ છે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત સુખ આપશે. ઘરના કોઈ સભ્યનો કોઈ ખાસ કામને લઈને લેવામાં આવેલ સંકલ્પ પૂર્ણ થશે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારની લેવડદેવડ ટાળો અથવા તેને કાળજીપૂર્વક કરો. છેતરપિંડી થવાની સંભાવના છે. કોઈ પણ કામ પર વધુ વિચાર ન કરો અને તરત જ નિર્ણય લો.

વ્યવસાયઃ- ધંધાકીય કામકાજ સંબંધિત કોઈપણ નક્કર નિર્ણય શ્રેષ્ઠ સાબિત થશે.

લવઃ- પરિવારમાં વધારે દખલ ન કરો.

સ્વાસ્થ્યઃ- કામના વધુ પડતા દબાણને કારણે પગમાં દુખાવો અને થાક જેવી સ્થિતિ રહેશે.

-----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ગ્રહનું ભ્રમણ આજે અનુકૂળ રહેશે. તમે દરેક પરિસ્થિતિમાં સંવાદિતા જાળવી રાખશો. કોઈ સંબંધી કે મિત્રને તેની સમસ્યાના ઉકેલમાં મદદ કરવાથી તમને આનંદ મળશે.પરિવારના સભ્યો સાથે સમય વિતાવીને તમે તાજગી અનુભવશો.

નેગેટિવઃ- જો તમે કોઈને વચન આપ્યું હોય તો તેને ચોક્કસ પૂરું કરો. નહીં તો લોકોની સામે તમારી ઈમેજ પણ બગડી શકે છે. બાળકોની પ્રવૃત્તિઓ અને કંપની પર નજર રાખવી પણ જરૂરી છે, તેમને સકારાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવું વધુ સારું છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ નવું કાર્ય શરૂ કરતા પહેલા તેના તમામ પાસાઓ પર વિચાર કરો.

લવઃ- ઘરમાં મહેમાનોના આગમનથી વાતાવરણ ખુશનુમા અને સકારાત્મક બનશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઈન્ફેક્શન અને ખાંસી અને શરદી જેવી સમસ્યાઓ થશે.

-----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ખાસ કાર્યને લગતી યોજનાઓ આજે શરૂ થશે. લોકોની ચિંતા ન કરીને તમારી યોગ્યતા પ્રમાણે મન પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. ચોક્કસ જ તમને સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ધૈર્ય અને સંયમ રાખવો જરૂરી છે. ઉતાવળ અને બેદરકારીથી કામ ખરાબ પણ થઈ શકે છે. ખોટા ખર્ચ ઉપર નિયંણત્ર રાખો, કેમ કે અચાનક જ કોઈ મોટો ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- મોટાભાગના વ્યવસાયિક કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થઈ જશે.

લવઃ- લગ્નજીવન સુકૂનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

-----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે તમારા કાર્યોને જેટલી તન્મયતા અને મહેનત સાથે કરશો, તેના પ્રમાણે તમને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારી આસ્થા રહેશે.

નેગેટિવઃ- આ સમયે વ્યક્તિગત જીવન સાથે જોડાયેલાં કોઈપણ કામમાં રિસ્ક લેશો નહીં. કેમ કે મોટા નુકસાનની સ્થિતિ બની શકે છે. ઘરના વડીલોનું માન-સન્માન કરો.

વ્યવસાયઃ- કાર્યસ્થળે તમારી હાજરી જરૂરી રહેશે તથા બધી ગતિવિધિઓ ઉપર નજર પણ રાખો.

લવઃ- પરિવારમાં એકબીજા સાથે પ્રેમ અને તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક રહી શકે છે.

-----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર અનુકૂળ રહેશે. તમે તમારી કાર્ય કરવાની શૈલી અને વ્યવસ્થામાં યોગ્ય પરિવર્તન લાવવાની કોશિશ કરો, તેનાથી છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ તમારી પોઝિટિવિટી તથા સંતુલિત કાર્યપ્રણાલી દ્વારા ઉકેલાઈ જશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ મિત્ર કે સંબંધીઓની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો. સ્વભાવમાં ઇગો અને અતિ આત્મવિશ્વાસ જેવી નકારાત્મક પરિસ્થિતિઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- આ સમયે બનતા કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમને મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- પાચન શક્તિ નબળી રહી શકે છે.

-----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટી કે વાહન ખરીદવાને લગતો કોઈ વિચાર ચાલી રહ્યો છે, તો તેના ઉપર અમલ કરવાનો અનુકૂળ સમય છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલાં થાકથી આરામ મેળવવા માટે થોડો સમય તમારા રસના કાર્યોમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- કોઈપણ જોખમી કાર્યોને કરવાનું ટાળો. બેદરકારીમાં આવીને કોઈ નિયમનું ઉલ્લંઘન ન કરો. કોઈ કાયદાકીય વિવાદમાં તમે ફસાઈ શકો છો. તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી પણ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક પાર્ટીઓ દ્વારા તમને યોગ્ય પ્રસ્તાવ મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ ઉત્તમ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવના કારણે હોર્મોન્સને લગતી તકલીફ વધી શકે છે.

-----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- મહિલાઓ માટે આજનો દિવસ કોઈ ખાસ સફળતા આપનાર રહી શકે છે. તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવવાની કોશિશ કરશો અને આ ફેરફાર તમારા માટે પોઝિટિવ રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ જૂના મુદ્દો ઊભો થવાથી દિનચર્યા થોડી અસ્ત-વ્યસ્ત રહી શકે છે. ખોટી વાતો ઉપર ધ્યાન આપશો નહીં. પેમેન્ટની લેવડદેવડ કરતી સમયે સાવધાની જાળવો.

વ્યવસાયઃ- આ સમયે સારી વ્યવસાયિક પરિસ્થિતિઓ બની રહી છે.

લવઃ- પતિ-પત્નીમાં સહયોગાત્મક વ્યવહાર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવા અને સોજાની સમસ્યા વધી શકે છે.

-----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- થોડા અનુભવી લોકોના સાનિધ્યમાં તમને થોડા પોઝિટિવ અનુભવ શીખવા મળી શકે છે. પ્રોપર્ટીને લગતા કોઈપણ કામને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. યુવાઓ પોતાના ભવિષ્યને લગતી કોઈ યોજના સાકાર થવાથી સુકૂન અને પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- વધારે કામના કારણે તમે કશું જ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકશો નહીં. તમારા કામને અન્ય લોકો સાથે વહેંચશો તો સારું રહેશે. યોગ્ય સમયે તમારે પોતાના માટેપણ સમય કાઢવો જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા બની રહેશે તથા કાર્ય પ્રણાલીમાં પણ સુધાર આવશે.

લવઃ- પરિવારમાં એકબીજાની ભાવનાનું સન્માન કરો.

સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારની એલર્જી અને ઉધરસ જેવી સમસ્યા સામે લડવું પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...