26 સપ્ટેમ્બરનું રાશિફળ:શનિવારનો દિવસ વૃષભ અને તુલા માટે શુભ રહેશે, ગ્રહ સ્થિતિ પક્ષમાં હોવાથી ભાગ્યનો સાથ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 અશુભ યોગને કારણે આ સાત રાશિના જાતકો માટે દિવસની શરૂઆત સારી રહેશે નહીં
  • ગ્રહ-નક્ષત્રની અશુભ સ્થિતિને કારણે જોબ-બિઝનેસમાં લીધેલા નિર્ણયો ખોટા સાબિત થશે

26 સપ્ટેમ્બર, શનિવારના રોજ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમા હોવાને કારણે રાક્ષસ નામનો યોગ બને છે. આ સાથે જ અતિગંડ યોગ પણ છે. આ બે અશુભ યોગમાં સૂર્યોદય થવાને કારણે કેટલાંક જાતકો માટે દિવસ સારો રહેશે નહીં. ગ્રહ-નક્ષત્રની અશુભ સ્થિતિને કારણે જોબ તથા બિઝનેસમાં વૃષભ, કન્યા, તુલા, કર્ક, સિંહ, મકર તથા મીન રાશિના જાતકોએ લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ વધી શકે છે. તણાવ પણ રહેશે. આથી જ ઉતાવળીયા નિર્ણય લેવા નહીં અને કોઈની પણ આંખો બંધ કરીને વિશ્વાસ ના કરવો. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મેષ, મિથુન, વૃશ્ચિક, ધન તથા કુંભ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. વિચારેલા કામો પૂર્ણ થશે અને કેટલીક બાબતમાં ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે.

26 સપ્ટેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં છે. તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે સફળતા તમારી નજીક રહેશે. સામાજિક સીમા પણ વધશે તથા તમારો ઉદાર સ્વભાવ તમારા માટે સન્માન દાયક રહેશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- બાળકો તરફથી કોઇ પ્રકારનો તણાવ રહેશે. ગુસ્સા કે આવેશના કારણે ધૈર્ય અને શાંતિથી સમસ્યાઓનું સમધાન મળશે. બહારના લોકોની દખલના કારણે પણ વ્યક્તિગત મુશ્કેલીઓ વધી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર વગેરેની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તથા ભાગ્ય બંને તમારા પક્ષમાં છે. થોડી મહત્ત્વપૂર્ણ લાભદાયક યાત્રા પૂર્ણ થશે. ઘર, દુકાન, ઓફિસ વગેરેનું સમારકામ અને સુધારને લગતી યોજનાઓ પણ બનશે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, ભાઇઓ સાથે કોઇપણ પ્રકારનો સંબંધ ખરાબ થાય નહીં. આર્થિક મામલે સમજી વિચારીને નિર્ણય લેવો. ખોટી ગતિવિધિઓમાં વધારે ધન ખર્ચ થવાની સંભાવના છે. વડીલોનું યોગ્ય માન-સન્માન જાળવી રાખો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયિક સ્થળે કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- શાંતિપૂર્ણ રીતે તમારા કામને અંજામ આપવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. બદલાતાં પરિવેશના કારણે જે નવી નીતિઓ બનાવી છે, તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નજીકના સંબંધોમાં મધુરતાં રહેશે.

નેગેટિવઃ- બહારની ગતિવિવિધો ઉપર સમય ખર્ચ કરશો નહીં કેમ કે, કોઇપણ યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં. યોજનાઓને શરૂ કરવામાં મુશ્કેલી આવી શકે છે. કોઇ દુઃખદ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં નાની વાતને ગંભીરતાથી લો.

લવઃ- પતિ-પત્નીમાં તાલમેલ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે સારો સમય પસાર થશે. તમે તમારી કાર્ય કુશળતા તથા આવડતથી કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરશો. ક્યાંકથી કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- કોઇના દ્વારા કહેવામાં આવેલી કોઇ નકારાત્મક વાતો તમને નિરાશ કરી શકે છે. તેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડશે. બધું જ ઠીક હોવા છતાં મનમાં બેચેની રહી શકે છે. આવક સાથે ખર્ચ પણ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ કાર્ય કરતી સમયે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અને સુકૂન અનુભવ થશે. તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. બાળકોના લગ્નને લઇને કોઇ કાર્યની યોજના બનશે.

નેગેટિવઃ- બપોર પછી સમય પ્રતિકૂળ છે. એટલે સાવધાની જાળવો. તમારા ગુસ્સા અને ઈગો ઉપર કાબૂ રાખો. તેના કારણે સ્થિતિ ખરાબ થઇ શકે છે. વિદ્યાર્થીઓએ વધારે પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- કસરત તથા મેડિટેશનમાં પણ સમય પસાર થશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારો વ્યવહારિક દૃષ્ટિકોણ તમને તમારા કાર્યોમાં સફળતા આપશે. થોડાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે મેલજોલ વધવાથી તમને લાભદાયક કરાર પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયરને લઇને ગંભીર રહેશે.

નેગેટિવઃ- કોર્ટ કેસને લગતો કોઇ મામલો ચાલી રહ્યો છે તો તેના ઉપર વધારે વધારે સાવધાનીથી કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. દરેક પ્રકારે ખર્ચ વધારે રહેશે. તમે તમારી સમજદારીથી પરિસ્થિતિને કાબૂ કરી શકશો.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક યોજનાઓને કોઇની સામે જાહેર કરશો નહીં.

લવઃ- આજે તમારો રોમેન્ટિક મૂડ પાર્ટનર સાથે સંબંધોમાં વધારે મધુરતા લાવશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને પેટ ખરાબ થવાની સ્થિતિ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમય ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. તેનું સન્માન કરો. લાભના નવા માર્ગ પણ મળી શકશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક આયોજનમાં જવાનો અવસર પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક અતિ આત્મવિશ્વાસ તમારી પરેશાનીઓનું કારણ બનશે. યોજનાઓને ગતિ આપવામાં કઠોર મહેનતની જરૂરિયાત છે. બાળકોનું યોગ્ય માર્ગદર્શન કરવું ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ- તમારી બેદરકારી અને મોડું કરવાની ટેવના કારણે કોઇ જરૂરી અને મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે.

લવઃ- જીવનસાથીનો આત્મવિશ્વાસ અને સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ગળમાં દુખાવો અને ઉધરસ થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે પરિસ્થિતિમાં પોઝિટિવ ફેરફાર આવશે તથા અનેક નવા અવસર પણ સામે આવશે. આ અનુભવ આગળ વ્યવહારિક જીવનમાં તમારા કામ આવશે. વિપરીત પરિસ્થિતિઓનો ઉકેલ શોધવામાં પણ સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ભાઇઓ તથા અન્ય સંબંધીઓ સાથે તાલમેલ નબળું રહેશે. તમારા સ્વભાવમાં થોડી નરમી અને સહજતા રાખવી અતિ જરૂરી છે. અન્યને સલાહ આપવાની જગ્યાએ પોતાના વ્યવહારનું અવલોકન કરો.

વ્યવસાયઃ- વેપારમાં ખાસ નફાના યોગ નથી. પરંતુ છેલ્લાં થોડાં સમયથી જે પરિવર્તન કર્યું છે તેનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પ્રેમ સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવામાં થોડી મુશ્કેલીઓ આવશે.

સ્વાસ્થ્યઃ- યોગ તથા કસરતમાં થોડો સમય પસાર કરો

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમય સુખદ અનુભવ કરાવનાર રહેશે. આર્થિક સ્થિતિ વધારે સારી રહેશે. પરિવાર વચ્ચે સમય પસાર કરવાથી આત્મિક સુખ મળશે. બાળકોને વિદેશ મોકલવા માટેની તૈયારી પણ શરૂ થઇ જશે.

નેગેટિવઃ- આસ-પાડોસમાં સંબંધોને યોગ્ય જાળવી રાખવા જરૂરી છે. વિરોધી હાવી થશે, પરંતુ તમારી સમક્ષ ટકી શકશે નહીં. ક્યારેક તમારો ઉગ્ર સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિથી સમય ઉત્તમ ચાલી રહ્યો છે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે થોડી મહત્ત્વપૂર્ણ સૂચના કે શુભ સમાચારની પ્રાપ્તિ થશે. માનસિક રીતે વધારે સુકૂનનો અનુભવ કરશો. સમજદારીથી પ્રાપ્ત કરેલું ધન તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- અતિ વ્યસ્તતાના કારણે ઘર-પરિવારની જવાબદારીમાં ધ્યાન આપી શકશો નહીં. વિદ્યાર્થીગણ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે કેમ કે, તેના કારણે શિક્ષામાં વિધ્ન ઊભું થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યની પ્રગતિ સંતોષજનક રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં સોજા અને દુખાવો રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં સમયથી કરેલી આકરી મહેનતનું યોગ્ય પરિણામ હવે પ્રાપ્ત થશે. મુશ્કેલી અને વિઘ્નો હોવા છતાં તમે બધા મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- કોર્ટ કેસ અને રાજકીય મામલાઓ ગુંચવાઇ શકે છે. આજે તેને ટાળો તો સારું. તમારા બજેટને તમારી જરૂરિયાત પ્રમાણે સીમિત અને સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી છે. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કર્મચારીઓની વચ્ચે ઝઘડો કે વિવાદ ચાલી રહ્યો હતો, તે આજે ઉકેલાઇ જશે.

લવઃ- બાળકોની સમસ્યાઓને લઇને જીવનસાથી સાથે થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણથી તમારી રક્ષા કરો

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય માન-પ્રતિષ્ઠા વર્ધક છે. આસપાસના લોકો સાથે થોડો સમય પસાર કરો. તેનાથી તમે પોતાને તણાવ મુક્ત અનુભવ કરશો. દૈનિક કાર્યો સાથે-સાથે અન્ય કાર્યોને સહજતાથી પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના લગ્નજીવનમાં પરેશાનીના કારણે મન નિરાશ રહેશે. ગુસ્સાની અપેક્ષા ધૈર્ય અને સંયમથી પરિસ્થિતિઓને સંભાળો. બાળકોને વધારે બેદરકારી કરવા દેશો નહીં.

વ્યવસાયઃ- બિલ્ડર અને પ્રોપર્ટીને લગતાં વ્યવસાયમાં નફો થશે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- આત્મવિશ્વાસ નબળો પડશે અને શારીરિક નબળાઇ પણ અનુભવ થશે.

અન્ય સમાચારો પણ છે...