શુક્રવારનું રાશિફળ:શુક્રવારે વૃશ્ચિક જાતકોને લાભ મળી શકે છે, રોકાણ કરવા માટે દિવસ શુભફળદાયી રહેશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃષભ, કર્ક, સિંહ તથા ધન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ ફાયદાકારક
  • મકર, કુંભ સહિત 7 રાશિનો દિવસ સામાન્ય રહેશે

26 નવેમ્બર, શુક્રવારના રોજ ઈન્દ્ર તથા મૃત્યુ નામના શુભ-અશુભ યોગ બની રહ્યા છે. 12માંથી 5 રાશિ માટે દિવસ શુભ તથા 7 રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. વૃષભ રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે. આ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. મિથુન રાશિને નસીબનો સાથ મળશે અને આવકમાં વધારો થશે. કર્ક રાશિને પણ નસીબનો સાથ મળશે. આ રાશિના નોકરિયાત વર્ગનો દિવસ શુભ રહેશે. સિંહ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. આ રાશિને બિઝનેસમાં પણ ફાયદો થશે. ધન રાશિના જાતકોની આવક વધશે. નોકરી તથા બિઝનેસ માટે દિવસ સારો રહેશે. આ ઉપરાંત મેષ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ તથા મીન રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

26 નવેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ અને વ્યવસ્થાને લગતી ગતિવિધિઓમાં જ દિવસનો મોટાભાગનો સમય પસાર થશે અને તમારા કામમાં ચોક્કસ જ સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- વધારે વિચારો કરવાથી તણાવ આવી જવો તમારી કાર્યક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. થોડા મહત્ત્વપૂર્ણ કામ પણ હાથમાંથી સરકી શકે છે. શાંતિથી સમસ્યાઓનું સમાધાન શોધવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થામાં થોડી પરેશાની આવી શકે છે.

લવઃ- લાઇફ પાર્ટનર સામે તમારી ગતિવિધિઓને જાહેર કરો.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે ગળામાં દુખાવો રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારી ખાસ ગતિવિધિઓને અન્ય લોકો સામે જાહેર ન કરો. ગુપ્ત રીતે કરશો તો સફળતા મળશે. કોઈ જગ્યાએથી કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. વડીલોનો આશીર્વાદ અને સ્નેહ તમારા ઉપર રહેશે.

નેગેટિવઃ- અચાનક કોઈ એવો ખર્ચ સામે આવી શકે છે કે જેના ઉપર કામ કરવો શક્ય નથી અને તેનાથી તમારું માસિક બજેટ ખરાબ થઈ શકે છે. એટલે સાવધાન રહો કેમ કે આ ચિંતાની અસર તમારા સુકૂન અને ઊંઘ ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- દૂરના ક્ષેત્રોને લગતા વેપારમાં ગતિ આવી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાયુને લગતી તકલીફ કે સાંધામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક કે સામાજિક સંપર્કોની સીમા વિસ્તૃત કરો. આજે ભાગ્ય તમારા પક્ષમાં છે. કોઈ રાજનૈતિક સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જેથી સમાજમાં તમારું વર્ચસ્વ વધશે સાથે જ આવકમાં પણ વધારો થઈ શકે છે.

નેગેટિવઃ- સાવધાન રહેવાની જરૂર છે કેમ કે તમારા રાજનૈતિક વ્યવહારનો કોઈ ખોટો ફાયદો ઉઠાવી શકે છે. જેના કારણે તમારી માનહાનિ થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન કરે

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં ગતિ આવવાથી તમારું કામ વધી જશે.

લવઃ- તમારી સફળતાના કારણે પરિવારના લોકો સુખ અનુભવ કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પરિવાર તથા ખાસ મિત્રો સાથે મનોરંજનને લગતી થોડી યોજનાઓ બનશે જેથી મન પ્રફુલ્લિત રહેશે. જો પ્રોપર્ટી ખરીદવાને લગતી કોઈ યોજના બની રહી છે, તો પહેલાં તેનું વાસ્તુ ચકાસો.

નેગેટિવઃ- અન્ય લોકોના મામલે દખલ કરશો નહીં. વિવાદ ઊભો થઈ શકે છે. સાથે જ પોલીસ સ્ટેશન વગેરેના ચક્કર પણ વધી શકે છે. તમારા કામથી જ કામ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે બધા કાર્યો યોગ્ય રીતે સંપન્ન થઈ શકે છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે.

સ્વાસ્થ્યઃ- તમારી ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઈપણ મુશ્કેલી આવે ત્યારે તમારા રાજનૈતિક અને સામાજિક સંપર્કોનો ઉપયોગ કરો, તમને ચોક્કસ જ સપોર્ટ મળશે. જો ઘરમાં કોઈ સુધારને લગતી યોજના બની રહી છે તો ગ્રહ સ્થિતિ વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે.

નેગેટિવઃ- સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં પણ ફેરફાર કરો. મામા પક્ષના કોઈ વિવાદ ઊભો થઈ શકે છે. તમારી કોઇ જિદ્દ તમારા સંબંધને ખરાબ કરી શકે છે. સાથે જ તમારા ખર્ચને પણ સંયમિત રાખશે.

વ્યવસાયઃ- વેપારને લગતી જે યોજના બનાવી છે, તે તમારા માટે ફાયદાકારક રહેશે.

લવઃ- લગ્નજીવનમાં કોઈ નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસની સમસ્યા રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી જે કામ અટવાયેલું હતું, તે કામ આજે ખૂબ જ સરળતાથી તમારા મન પ્રમાણે ઉકેલાઈ જશે. નવા કપડા અને ઘરેણાં ખરીદવાની યોજના બનશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ કામ કરતા પહેલાં બધા જ સ્તર અંગે યોગ્ય વિચાર કરીને યોજના બનાવો, પછી જ તેને શરૂ કરો. આજે મોટાભાગનો સમય ઘરની બહાર માર્કેટિંગને લગતા કામને પૂર્ણ કરવામાં જશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઇચ્છા પ્રમાણે ચાલતી રહેશે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળા અને પીઠને લગતા દુખાવા પરેશાન કરી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર અનુકૂળ રહેશે. કામ વધારે રહેશે. તમે મહેનત દ્વારા તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશો. કોઈપણ કામ યોજના વિના કરશો નહીં. ઘર પરિવર્તનને લગતી યોજના બનશે.

નેગેટિવઃ- યુવાઓ મોજ-મસ્તીમાં પોતાનો સમય ખરાબ ન કરે. કોઈ જગ્યાએથી કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે જેના કારણે મન નિરાશ રહેશે. સાથે જ તેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાલની ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- ઘરના કોઈ કુંવારા સભ્યના લગ્નને લગતો સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને મુશ્કેલી વધશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સમય લાભ આપનાર છે, તેનો ઉપયોગ કરો. જો કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત નિર્ણય લો. અધ્યાત્મ અને ધર્મ કર્મના કાર્યોમાં સમય પસાર થશે.

નેગેટિવઃ- કોઈ સાથે વાતો કરતી સમયે વધારે ઈગો રાખવો યોગ્ય નથી. તમારા વ્યક્તિગત કાર્યો વચ્ચે આ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં વડીલોની સેવામાં કોઈ ખામી ન આવે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ખર્ચ સાથે-સાથે આવકના સ્ત્રોત પણ વધશે. એટલે કોઈપણ પ્રકારનો તણાવ ન લો. અધ્યાત્મિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરો. જેથી તમને આત્મિક શાંતિ અનુભવ થાય. જો કોઈ સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે તો આજે તે કાર્યો પૂર્ણ થવાની યોગ્ય શક્યતા છે.

નેગેટિવઃ- ક્યારેક વ્યક્તિગત સમસ્યાઓમાં જ ગુંચવાયેલાં રહેવાથી બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. વધારે ડિસિપ્લિન રાખવું પણ ક્યારેક અન્ય લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- આ સમય વેપારની દૃષ્ટિએ ખૂબ જ અનુકૂળ છે.

લવઃ- ઘરની વ્યવસ્થાને યોગ્ય રીતે ચલાવવામાં જીવનસાથીનો સહયોગ તમને માનસિક રીતે મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓ સામે તમારું રક્ષણ કરો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- વિદેશને લગતા કોઈપણ અટવાયેલાં કાર્યો બનવાની યોગ્ય શક્યતા છે. કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત પણ લાભદાયી રહેશે. તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન આવશે.

નેગેટિવઃ- નજીકના મિત્રો તથા ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો કેમ કે વધારે કટુતા આવવાની શક્યતા છે. સાથે જ આર્થિક ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે. ખોટી અવરજવર કરવાનું ટાળો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સારી જળવાયેલી રહેશે.

લવઃ- વધારે ડિસિપ્લિનમાં રહેવું જીવનસાથી સાથે થોડો વિવાદ ઊભો કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી કે કોઈ ઇન્ફેક્શનના કારણે પેટમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆતમાં જ તમારા કામ પૂર્ણ કરી લો. તમને ચોક્કસ જ સફળતા મળી શકે છે. કોઈ પ્રોત્સાહન આપતું કામ કર્યું હોવાથી સમાજમાં માન-સન્માન પણ મળશે. યુવાઓ થોડા સમયથી જે મહેનત કરી રહ્યા હતાં આજે તેમને શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- લોકો સાથે મુલાકાત કરતી સમયે તમારા વ્યવહારને સંયમિત રાખો. કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો. વધારે વિચાર કરવો અને તેમાં સમય આપવો તમારી કાર્યક્ષમતાને પ્રભાવિત કરશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- પ્રેમ સંબંધોના મામલે તમે લકી રહેશો.

સ્વાસ્થ્યઃ- ઉધરસ આવવા જેવી સમસ્યા રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- જો કોઈ લક્ષ્ય પૂર્ણ કરવાની કોશિશ કરી રહ્યા હતા તો આજે તમને તેમાં સફળતા મળી શકે છે. સુખ-સુવિધાને લગતો સામાન ખરીદવામાં પણ સમય પસાર થશે. તમારો સહજ સ્વભાવ સમાજમાં તમારી લોકપ્રિયતા વધારશે.

નેગેટિવઃ- બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો. કોઈ સંબંધી પીઠ પાછળ તમારા માટે અફવાહ ફેલાવી શકે છે. તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરીને શાંતિથી કામ લો, પરિસ્થિતિ ઠીક થઈ જશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ માટે ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા તથા ખાનપાનને સંતુલિત રાખો.