ગુરૂવારનો દિવસ કન્યા જાતકો માટે શુભ રહેશે, પરિવારને સમય આપી શકશે

daily astrology predictions of 26 March 2020, Bejan daruwalla
X
daily astrology predictions of 26 March 2020, Bejan daruwalla

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 11:07 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 26 માર્ચ, ગરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારા પરિવાર અને મિત્રોનું સમર્થન આ મુશ્કેલ સમયમાં ખૂબ જ સારું રહેશે. તમે તમારા સંપર્કોની મદદથી મુશ્કેલ સમય પસાર કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન ઘરેલુ મામલાઓ ઉપર રહેશે અને તમે માનસિક મુદ્દાઓમાંથી છુટકારો મેળવવા માટે આકરી મહેનત કરશો. ધીમી પ્રગતિના કારણે તમે કરિયરમાં વધારે કંઇ કરી શકશો નહીં.

લવઃ- તમારી માતાના કારણે તમારો પ્રેમી તમારાથી નિરાશ રહી શકે છે.
વ્યવસાયઃ- આજે તમારે કામ અને કરિયરમાં અન્ય લોકોની મદદ કરવી જોઇએ.
સ્વાસ્થ્યઃ- તમને થોડી સ્વાસ્થ્ય સંબંધિત બિમારી થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમય તમારો પરિવાર તમારી પ્રાથમિકતા રહેશે અને તમારા મિત્ર/સંબંધી તમારી વૃદ્ધિ અને સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. નવા કૌશલ શીખવા અને નવા રસ્તા અજમાવા માટે આ સમય યોગ્ય છે.

નેગેટિવઃ- તમે સ્વભાવથી ખૂબ જ શરમાળ વ્યક્તિ છો, પરંતુ જો તમે તમારી સ્થિતિને વધારવા કે સુધારવા માંગો છો તો તમારે નવા લોકોને મળવું પડશે.

લવઃ- સાથી સાથે આજનો દિવસ સારો પસાર થશે.
વ્યવસાયઃ- આવનાર સમય તમારા માટે આશાજનક નથી.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારા કરિયરને આગળ વધારવા માટે તમને નવા વિકલ્પ મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો છે. વિદ્યાર્થીઓ કોઇ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો તેમના માટે આ સમય સારો છે.

નેગેટિવઃ- જો તમે ગર્ભ ધારણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ યોજનાને ભવિષ્ય માટે સ્થગિત કરી દેવી જોઇએ. આર્થિક દ્રષ્ટિએ આ સમય ચુનોતીપૂર્ણ રહેશે.

લવઃ- પરણિત લોકોના જીવનમાં થોડાં નેગેટિવ પરિવર્તન આવી શકે છે.
વ્યવસાયઃ- રોકાણ કરતાં પહેલાં સાવચેતી રાખવી.
સ્વાસ્થ્યઃ- યોગ-પ્રાણાયમની મદદ લેવી જોઇએ.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારા મિત્ર અને સંબંધીઓની વધારે દેખરેખ કરશો. તમે તેમના ખરાબ તથા સારા સમયમાં સાથે રહેશો. તેઓ તમારા પ્રત્યે પણ જવાબદારીઓ નિભાવશે અને તમારું બંધન મજબૂત થઇ જશે.

નેગેટિવઃ- તમને યાત્રાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તમે વ્યવસાય અથવા મનોરંજન માટે યાત્રા કરવાની યોજના બનાવી શકો છો.

લવઃ- જે લોકો સિંગલ છે અને કોઇને પ્રેમ કરે છે તેઓ આ સમયે પોતાની સાથીને જણાવી શકશે નહીં.
વ્યવસાયઃ- આર્થિક તંગીના કારણે તમને મિત્ર અને પરિવારનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારે સંતુલિત ભોજન કરવું જોઇએ.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારો વ્યવસાય અને પ્રોફેશન સહિત અન્ય વસ્તુઓ હાલ થોડી પાછળ રહેશે. આ સમય તમે તમારા પરિવાર પ્રત્યે વધારે સમર્પિત રહેશો. આ સમયે તમે થોડી સામાજિક ગતિવિધિમાં ભાગ લઇ શકો છો.

નેગેટિવઃ- આ સમય પ્રોફેશન માટે સુસ્ત લાગી રહ્યો છે. જો તમે આગળ વધવા માંગો છો તો તમારે આક્રમક થવું પડશે અને બધા જ સંસાધનોનું સમર્થન લેવું જોઇએ.

લવઃ- તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે.
વ્યવસાયઃ- તમે આ સમયે થોડા ઉદ્યોગપતિઓને મળી શકો છો.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારું સ્વાસ્થ્યનું સ્તર ઊંચું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ શુભ ફળદાયક રહેશે. કારોબારમાં વ્યસ્તતા રહેશે. પરિવારને સમય આપી શકશો. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે. દાંપત્ય જીવનમાં સુખ આવશે.

નેગેટિવઃ- લગ્ન જીવનના ખરાબ ક્ષણનું ચરણ આજે તમને જોવા મળી શકે છે. જો તમે અન્યની મદદ કરવા માંગો છો તો તમારે તેનો સ્વીકાર કરવો પડશે. આ સમયે તમારા ગ્રહ અનુકૂળ સ્થિતિમાં નથી.

લવઃ- પ્રેમમાં પડેલાં જાતકો માટે આ સમય સારો નથી.
વ્યવસાયઃ- નવી મુલાકાત આ સમયે તમારા માટે શુભફળદાયી રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યને સારું જાળવી રાખવાનો પ્રયાસ તમે કરી શકો છો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી ભરપૂર ઊર્જા અને જબરદસ્ત ઉત્સાહ પોઝિટિવ પરિણામ લાવશે અને ઘરેલુ તણાવ દૂર કરવામાં મદદ કરશે. તમારું ધ્યાન અભ્યાસ પર રહેશે અને તેનાથી પરીક્ષામાં પ્રભાવશાળી અંક પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

નેગેટિવઃ- આ સમય રોકાણ કરવા માટે શુભ નથી. તમારે આ સમયે અજ્ઞાત લોકો સાથે ગઠબંધન કરવું જોઇએ નહીં. આ સમયે તમારે આકરી મહેનત કરવાનું શરૂ રાખવું જોઇએ.

લવઃ- આ સમયે તમે તમારા સંબંધને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરો.
વ્યવસાયઃ- આર્થિક બાબતોને લઇને આ સમય મુશ્કેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમય તમારા માટે સારો રહેશે. જીવનમાં આવી રહેલી પરેશાનીઓ આ દરમિયાન દૂર થઇ શકે છે. તમારા જીવનસાથીને કાર્યક્ષેત્રમાં સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે.

નેગેટિવઃ- જે લોકો તેમના જીવનસાથીને દગો આપી રહ્યા છે તેમણે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- સિંગલ લોકો કોઇપણ સંબંધ બનાવવામાં ઉતાવળ કરે નહીં.
વ્યવસાયઃ- રોકાણ કરવા માટે આ સમય સારો છે.
સ્વાસ્થ્યઃ- તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા મનની ચંચળતા આ દરમિયાન ઓછી રહેશે. ઘરનું વાતાવરણ પણ પોઝિટિવ રહેશે. તમારા માતા-પિતા વચ્ચે મતભેદ ચાલી રહ્યો હતો તે આ સમયે પૂર્ણ થઇ જશે.

નેગેટિવઃ- તમારી માતાના પક્ષનું કોઇ વ્યક્તિ આ સમયે તમારી પાસેથી આર્થિક મદદ માંગી શકે છે. તમારે તેની મદદ કરવા માટે તૈયાર રહેવું જોઇએ.

લવઃ- તમારા જીવનસાથી અને તમારી માતા વચ્ચે સંબંધ સારા રહેશે.
વ્યવસાયઃ- આ સમયે તમારે ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.
સ્વાસ્થ્યઃ- આ સમયે ઘરના કોઇ સભ્યને મોટી બિમારી થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારી ઇચ્છા શક્તિ મજબૂત થશે અને તમારી કાર્યવાહી તેનાથી ચર્ચામાં રહેશે. તમારો વ્યવહાર તમારા જીવનને આકાર દેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

નેગેટિવઃ- જો તમે વેપાર અથવા કામ માટે યાત્રા કરો છો તો આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે નહીં. સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાહકો સાથે સંપર્ક કરો.

લવઃ- પ્રેમીના વ્યવહારમાં પરિવર્તન જોવા મળી રહ્યું હોય તો તરત તેનું કારણ જાણવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- કરિયરની દ્રષ્ટિએ તમે સુસ્ત જોવા મળશો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ભીષણ સમયથી વિરામ લેવા માટે યોગ્ય સમય છે. શહેર બહાર જઇને એક નાની યાત્રા કરીને આરામ કરી શકો છો. મુશ્કેલ જીવન ચક્રથી છુટકારો મેળવવા અને તમારા ઊર્જાના સ્તરને પાછું મેળવવાનો આ એક શાનદાર આઇડિયા છે.

નેગેટિવઃ- તમે પરિવાર સાથે જોડાયેલાં મુદ્દાઓમાં વ્યસ્ત રહેશો. તમારા જીવનની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ અને અન્ય પહેલુઓ તમારા માટે પ્રાથમિતા રહેશે નહીં.

લવઃ- વૈવાહિક જાતકોનું દાંપત્ય જીવન સામાન્ય રીતે આગળ વધતું જશે.
વ્યવસાયઃ- મોટી યોજનાઓ ઉપર કામ કરી રહેલાં લોકો માટે ગ્રહો અનુકૂળ નથી.
સ્વાસ્થ્યઃ- તણાવ જ તમારો સૌથી મોટો દુશ્મન છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- એક નાની રજા લેવી જરૂરી છે. જેથી તમે તમારું ઊર્જાનું સ્તર વધારી શકો અને કાયાકલ્પ કરી શકો. આ સમયે તમને સારો અનુભવન થશે. તમે એક બહિર્મુખી વ્યક્તિત્વનું પ્રદર્શન કરશો.

નેગેટિવઃ- તમારું ધ્યાન તમારા અભ્યાસની જગ્યાએ અન્ય ગતિવિધિઓ ઉપર વધારે રહેશે. જો તમે તમારા અંકને સુરક્ષિત કરવા માંગો છો, તો તમારે તમારું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

લવઃ- તમારો જીવનસાથી ખૂબ જ સારા મિજાજનો છે.
વ્યવસાયઃ- આર્થિક મામલાઓનું પ્રબંધન સરળતાથી કરી શકશો.
સ્વાસ્થ્યઃ- માનસિક સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી