મંગળવારનું રાશિફળ:મંગળવારે કર્ક, કન્યા અને મીન રાશિના લોકો માટે મુશ્કેલીનો સમય રહેશે, મેષ-સિંહ જાતકોને લાભ મળશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 26 જુલાઈના રોજ અષાઢ મહિનાના વદ પક્ષની તેરસ રહેશે. મંગળવારે આર્દ્રા નક્ષત્ર હોવાથી ચર નામનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે મેષ, સિંહ અને કુંભ રાશિના લોકો માટે દિવસ લાભદાયી રહી શકે છે, આ લોકોને ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ મળી શકે છે. કર્ક, કન્યા અને મીન રાશિના લોકો વધારે સાવધાની જાળવીને કામ કરશે તો નુકસાનથી બચી શકે છે.

મેષઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમય વચ્ચે તાલમેલ બેસાડીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ રહેશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ રહેશે.

નેગેટિવઃ- આર્થિક મામલે વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. કેમ કે અચાનક જ કોઈ મોટો ખર્ચ આવી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં થોડી સાવધાની રાખવી. આ સમયે કોઈ પ્રકારની માનહાનિ થવાના પણ યોગ બની રહ્યા છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ઉન્નતિને લગતા કોઈ શુભ સમાચાર મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની બંને એકબીજાની ભાવનાઓને સમજશે.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાન તથા દિનચર્યાને વ્યવસ્થિત રાખીને તમે સિઝનલ બીમારીઓ સામે પોતાનું રક્ષણ કરશો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જે કામ છેલ્લાં થોડા સમયથી અટવાયેલું હતું, તેને પૂર્ણ કરવાનો આજે યોગ્ય સમય છે. આ સમયે કોઈ નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે અને તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા તેને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહમાં તમારું કામ ખરાબ થઈ શકે છે. તમારા ગુસ્સા તથા આવેશ ઉપર કાબૂ રાખો. વિદ્યાર્થીઓને આ સમયે પોતાના લક્ષ્ય ઉપર નજર રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પારિવારિક સભ્યોમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે સંતાનના અભ્યાસ અને કરિયરને લગતો કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. વારસાગત સંપત્તિ કે કોઈપણ પ્રકારનો વિવાદ આજે કોઈની દખલ દ્વારા ઉકેલવાનો યોગ્ય સમય છે. ઘરના સભ્યોની મુશ્કેલીઓ ઉકેલવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારની ખરાબ આદત કે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. રૂપિયાની લેવડ-દેવડને લગતા મામલાઓ પણ સાવધાનીપૂર્વક ઉકેલાઈ શકે છે. પિતા પુત્રની વચ્ચે ઘરની કોઈ નાની વાતને લઈને વૈચારિક મતભેદ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ પડકાર સામે આવી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં કોઈ વાતને લઈને જીવનસાથી સાથે નિરાશા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આજે શારીરિક રીતે તમે થાક અને અસ્વસ્થતા અનુભવ કરી શકો છો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ દ્વારા કોઈપણ સમસ્યામાં ઉકેલ શોધવામાં તમે સક્ષમ રહેશો. સંતાનને લગતા કોઈપણ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વડીલોના આશીર્વાદ અને કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ સંબંધી કે મિત્રોની કોઈપણ સલાહ ઉપર વિશ્વાસ ન કરીને તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ કરો. આ સમયે ખોટા કાર્યોમાં ધન ખર્ચ થવાના યોગ વધારે પ્રબળ બની રહ્યા છે.

વ્યવસાયઃ- કાર્યમાં વિસ્તારની યોજના ઉપર કામ શરૂ કરવામાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામકાજ અને મહેનતના ચક્કરમાં તમારું સ્વાસ્થ્ય ખરાબ ન કરો

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ નજીકના સંબંધીઓના આગમનથી ઘરનું વાતાવરણ સુખમય રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા થવાથી કોઈ સમાધાન મળી શકે છે. કોર્ટ કચેરીને લગતા મામલાઓ છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહ્યા છે તેના ઉપર આજે કામ થઈ શકે છે

નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના લગ્નજીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. પરંતુ શાંતિપૂર્ણ રીતે સમસ્યાનું સમાધાન શોધવાની કોશિશ કરો. કોઈના ઉપર વધારે વિશ્વાસ કરવો નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- મશીન કે તકનીકી કાર્યોને લગતા વેપારમાં સફળતા મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં તાલમેલ સારો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કન્યા રાશિના લોકો વ્યવહાર કુશળ હોય છે. તમે કોઈપણ પરિસ્થિતિમાં કામને પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. સમાજ તથા પરિવારમાં માન-સન્માન તથા પ્રતિષ્ઠામાં નફો થઈ શકે છે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાયેલો રહી શકે છે.

નેગેટિવઃ- તમારી ભાવુકતા અને ઉદારતા જેવી ખામીઓ ઉપર નિયંત્રણ રાખો. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા તથા મિત્રો સાથે હરવા-ફરવામાં પોતાનો સમય ખરાબ ન કરે. કોઈપણ નવું રોકાણ કરતા પહેલાં યોગ્ય રીતે તપાસ કરી લો.

વ્યવસાયઃ- કારોબારમાં કોઈ સફળતા મળવાથી વધારે વિચાર ન કરીને તેના ઉપર અમલ કરો.

લવઃ- પરિવારમાં એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે ગુસ્સો કરવો તમારા સ્વાસ્થ્ય માટે નકારાત્મક સાબિત થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે. કોઈ ધાર્મિક કે સામાજિક ગતિવિધિમાં સામેલ થવાનું આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- આવકના સ્ત્રોત બનશે પરંતુ ખર્ચ પણ વધારે થશે. કોઈ સંબંધી કે ગાઢ મિત્રને લગતી કોઈ અપ્રિય ઘટના બની શકે છે. જેના કારણે મન નિરાશ રહી શકે છે. વિચાર્યા વિના કોઈ નવું કામ શરૂ કરવું નહીં.

વ્યવસાયઃ- વેપારમાં તમને તમારી મહેનત અને પરિશ્રમનું પોઝિટિવ પરિણામ મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક સમસ્યાને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કમરનો દુખાવો અને પેટને લગતી સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- જે શુભ સમાચાર પ્રાપ્ત કરવા માટે તમે ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે તે શુભ સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે. તમે બધા કાર્યો યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- વધારે મહત્ત્વકાંક્ષીના કારણે કોઈપણ અયોગ્ય કાર્ય હાથમાં લેશો નહીં. આ સમયે કોઈપણ વ્યક્તિ તમારી કોઈ મજબૂરીનો ફાયદો ઉઠાવી શકે છે એટલે સાવધાન રહો. યુવાઓને તેમના કરિયરને લગતી સ્પર્ધામાં સફળતા મેળવવા માટે વધારે મહેનતની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કામને લગતા મામલે થોડા ફેરફાર હશે જે પોઝિટિવ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવ જેવી પરેશાની રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે વિદ્યાર્થી તથા યુવાઓને તેમના કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરી લેવાથી ખૂબ જ વધારે સુકૂનની પ્રાપ્તિ થશે. તમારા રસના કાર્યો તથા જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચવામાં સુખદ દિવસ પસાર થશે.

નેગેટિવઃ- તમારું સંપૂર્ણ રીતે આત્મકેન્દ્રિત થઈ જવાથી લોકો વચ્ચે તમારી આલોચના વધી શકે છે. કોઈ આર્થિક વિષમતા પણ સામે આવી શકે છે, એટલે કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરી લો.

વ્યવસાયઃ- વેપાર ક્ષેત્રમાં થોડી પરેશાનીઓ સામે આવી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેઓએ પોતાનું યોગ્ય ધ્યાન રાખવું.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારો ગુસ્સાની જગ્યાએ શાંતિથી વ્યવહાર તમને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદગાર રહેશે. ઘરની અનેક સમસ્યાને દૂર કરવાની કોશિશ તમે કરી શકો છો. બાળકો પણ તેમના અભ્યાસ પ્રત્યે ધ્યાન આપી શકશે.

નેગેટિવઃ- આ સમયે સામાજિક અને રાજનૈતિક કાર્યોથી થોડા દૂર રહો. કેમ કે તેમાં સમય ખર્ચ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવામાં સમય યોગ્ય નથી,

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

લવઃ- તમારી વિપરીત પરિસ્થિતિઓમાં આખા પરિવાર તથા જીવનસાથીનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કુંભ રાશિના લોકો આત્મબલી તથા સ્વાભિમાની હોય છે. તમે કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી કોઈ સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. બાળકોને વિદ્યા અભ્યાસને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થવાથી સુકૂન અને રાહત મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક વધારે જિદ્દ રાખવા અથવા કોઈ વાત ઉપર અડગ રહેવાથી તમારા હાથમાંથી મહત્ત્વપૂર્ણ સફળતા પણ સરકી શકે છે. એટલે તમારા વ્યવહારમાં લચીલાપણુ જાળવી રાખો. વિપરીત પરિસ્થિતિઓમાં વિચલિત થવાની જગ્યાએ તેનું સમાધાન શોધવાની કોશિશ કરો

વ્યવસાયઃ- કરિયર તથા આજીવિકામાં સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારનો પૂર્ણ સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઈ જૂનો રોગ તમને કષ્ટ આપી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તથા ઉન્નત વિચાર તમને આગળ વધવામાં મદદગાર રહેશે. લોકો તમારા સહજ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ શકે છે. તમને તમારા આસપાસના વાતાવરણમાં પોઝિટિવ ફેરફાર જોવા મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક સ્વભાવમાં ઉત્સાહ હીનતા તથા આળસની સ્થિતિ ઊભી થઈ શકે છે. રૂપિયા આવતા પહેલાં જ જવાનો રસ્તો તૈયાર રહી શકે છે. એટલે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હાલ કોઈપણ પ્રકારનું નવું રોકાણ કરશો નહીં

લવઃ- પરિવારમાં સુખ-શાંતિભર્યું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી સમસ્યામાં સુધાર જોવા મળી શકે છે.