મંગળવારનું રાશિફળ:મંગળવારે મેષ જાતકો નાની વાતને લઇને વિવાદમાં ફસાઇ શકે છે, વેપારમાં મુશ્કેલી ઊભી થશે

એક વર્ષ પહેલા
  • શુક્ર-ચંદ્ર સામસામે આવવાથી કેટલાંક જાતકોએ રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી
  • સિંહ તથા તુલા રાશિએ સંભાળીને રહેવું, કામકાજમાં અડચણો આવી શકે છે

26 જાન્યુઆરી, મંગળવારના રોજ ચંદ્ર તથા શુક્રનો દૃષ્ટિ સંબંધ બની રહ્યો છે. આ સાથે જ વૈધૃતિ નામનો અશુભ યોગ પણ છે, જેની અસર 2 રાશિ પર થશે. સિંહ રાશિના જાતકોએ કામકાજમાં સાવધાની રાખવી. કામકાજમાં અડચણો આવી શકે છે. તો તુલા રાશિએ પોતાના મહત્ત્વના કામો આજ પૂરતા ટાળી દેવા જોઈએ. આ સાથે જ રોકાણ અંગેનો કોઈ મોટો નિર્ણય લેવો નહીં. આ ઉપરાંત 10 રાશિ માટે દિવસ સારો રહેશે.

26 જાન્યુઆરી, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્મિક સુખ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ નાની વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે. જોકે, વિરોધીઓ તમારું કોઇ નુકસાન કરી શકશે નહીં. બપોર પછી તમને કોઇ અપ્રિય સમાચાર મળી શકે છે, જેના કારણે બનતાં કાર્યોમાં વિઘ્ન ઊભું થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડી મુશ્કેલીઓ આવશે.

લવઃ- પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે પારિવારિક ગતિવિધિઓમાં મોટાભાગનો સમય પસાર થશે. થોડા રચનાત્મક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. સંપત્તિના ભાગલાને લગતા મામલાઓ એકબીજાના તાલમેલ દ્વારા સરળતાથી ઉકેલાઇ જશે. કોઇ ધાર્મિક સ્થળે પરિવારના લોકો સાથે જવાથી શાંતિ મળશે.

નેગેટિવઃ- તમારા કોઇ નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને વાદ-વિવાદ થવાની સંભાવના છે. તમારા ગુસ્સા અને જિદ્દ ઉપર કાબૂ રાખો. મનમાં વિવિધ નકારાત્મક વિચાર આવશે તથા પ્રિયજનો સાથે નિરાશા તમને તણાવ આપશે.

વ્યવસાયઃ- કર્મચારીઓની ગતિવિધિઓ તથા કાર્યો ઉપર સંપૂર્ણ નજર રાખો.

લવઃ- લગ્નજીવન સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- દાંતના દુખાવાની પરેશાનીથી પસાર થવું પડી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી મહેનત, કોશિશ અને પરિશ્રમના સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારા ગંભીર વિચાર અને બુદ્ધિ બળથી કામ કરવાથી તમને સાચો અને કોઇ યોગ્ય નિર્ણય લેવામાં સફળતા પ્રાપ્ત થશે. નવી યોજના ઉપર કામ કરવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- કોઇ મિત્ર કે સંબંધી સાથે વિવાદ થવાથી દુઃખ થશે. કોઇના પ્રત્યે કરવામાં આવેલી ભલામણના તમને નકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. કોઇપણ પ્રકારની ઉધારીને લગતી લેવડ-દેવડ ન કરો.

વ્યવસાયઃ- કામકાજમાં વ્યસ્તતા જળવાયેલી રહેશે.

લવઃ- પારિવારિક લોકો વચ્ચે સુખનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી થોડી પરેશાનીઓ સામે આવશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક મામલે તમારું વર્ચસ્વ વધશે. મિત્રોની મદદથી કોઇ ગુંચવાયેલું કામ પણ ઉકેલાઇ જશે. કોઇ ધાર્મિક સ્થળની યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ મિત્રની વાત કડવી લાગવાથી તમારો મૂડ ખરાબ થઇ શકે છે. રૂપિયા-પૈસાના મામલે પણ હાથ થોડો તંગ રહી શકે છે. રૂપિયા આવતાં પહેલાં જવાનો રસ્તો પણ તૈયાર રહેશે.

વ્યવસાયઃ- જનસંપર્ક મજબૂત થશે તથા લાભદાયક રહેશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિમાં વધારો થશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રૂપથી તમે પોતાને ફિટ અનુભવ કરશો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ થોડો મિશ્રિત પ્રભાવ આપનાર રહેશે. આ સમયે કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઇ શકે છે. તમારી હિંમત અને કાર્ય પ્રણાલી સારી રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર સંપૂર્ણ ધ્યાન આપે. મીડિયા સાથે જોડાયેલાં લોકોમાં રચનાત્મક ક્ષમતા વિકસિત કરવાની ઇચ્છા રહેશે.

નેગેટિવઃ- રોજિંદા કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે જેના કારણે તમે પોતાને અસહજ અનુભવ કરી શકો છો. ફાયનાન્સ સાથે જોડાયેલી સમસ્યાઓ વધશે એટલે હાલ કોઇપણ પ્રકારનું દેવુ લેવાથી બચવું. યુવા વર્ગ પોતાના કામને સાવધાની સાથે કરે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઇ શકે છે.

લવઃ- પારિવારિક સુખ અને સમૃદ્ધિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ રહેશે નહીં.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ વરિષ્ઠ વ્યક્તિની સલાહ અને અનુભવનો સંપૂર્ણ લાભ ઉઠાવો. તમારી દબાયેલી ઇચ્છા બાળકોના માધ્યમથી પૂર્ણ થશે જેનાથી તમને માનસિક શાંતિ મળશે. અભ્યાસ કરી રહેલાં વ્યક્તિઓ માટે સમય ઉત્તમ રહેશે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહેશે. તમારી કોઇ મહત્ત્વપૂર્ણ યોજના અધૂરી રહી શકે છે. કોઇ પારિવારિક મામલો આગળ વધી શકે છે. કોઇ પણ વાદ-વિવાદને ધૈર્ય અને સંયમ સાથે ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- તમારા આત્મવિશ્વાસ તથા યોગ્યતા દ્વારા વ્યવસાયિક વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. તમારી કોઇ મહત્તવૂપર્ણ ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. પારિવારિક જવાબદારીને ખૂબ જ યોગ્ય રીતે નિભાવવામાં તમે સક્ષમ રહેશો. યુવા વર્ગ કોઇ સ્પર્ધાની તૈયારીમાં કોશિશ કરી રહ્યા છે તો સફળતા ચોક્કસ મળશે.

નેગેટિવઃ- કોઇ સહકર્મી કે સંબંધી સાથે કોઇ વાત ઉપર વિવાદ થવાથી મૂડ ખરાબ થઇ શકે છે. આવી પરિસ્થિતિ ઊભી જ ન થવા દેશો. ક્યારેક તમારી જવાબદારીને નિભાવવામાં પરેશાનીઓ આવી શકે છે. જેના કારણે તમે માનસિક રૂપથી પરેશાન રહેશો.

વ્યવસાયઃ- ઘરમાં કામ વધારે રહેવાના કારણે ઓફિસમાં વધારે સમય આપી શકશો નહીં.

લવઃ- ઘરની વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- બપોર પછી સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિઓ અનુકૂળ રહેશે. કોઇ સામાજિક કાર્યમાં વ્યસ્તતા રહેશે. મહત્ત્વપૂર્ણ લેવડ-દેવડ પણ થશે. મહેમાનોનો સત્કાર કરીને તમને સુખ મળશે. ઘર-પરિવાર સાથે ખરીદદારી અને મનોરંજનમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી નિરાશાનો થોડા લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. કોઇ કાર્યમાં વધારે પરિશ્રમ પછી જ સફળતા ન મળવાથી મન નિરાશ રહેશે. કોઇ પાડોસી સાથે વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમે તમારા કોઇ કામને પૂર્ણ કરવામાં સફળ રહેશો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં ઘરની વ્યવસ્થાને લઇને થોડો તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા કાર્યની વ્યસ્તતાના કારણે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. બાળકોને લગતી થોડી યોજનાઓ બનશે. માંગલિક કાર્યોની રૂપરેખા પણ બનશે. તમે બધા માનવીય સંબંધોને મધુરતા સાથે નિભાવવાની કોશિશ કરશો. પ્રિયજન સાથે મુલાકાતથી આનંદ થશે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. કોઇ ખોટા કાર્યોમાં પણ સમય નષ્ટ થશે. તમારી બેદરકારી તમને નુકસાન આપી શકે છે. કોઇપણ મામલે કઠોર નિર્ણય ન લેશો, તમારો ખરાબ વ્યવહાર છોડી દો.

વ્યવસાયઃ- તમારી ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી લોકો સામે આવશે.

લવઃ- તમારી વધારે વ્યસ્તતા અને ચીડિયાપણાના કારણે ઘરમાં પરેશાની રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે હોવાનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. ઉધાર આપેલાં રૂપિયા પ્રાપ્ત થશે. પરિવાર સાથે હરવા-ફરવામાં મનોરંજનને લગતા કાર્યક્રમ બનશે.તમારી પ્રતિભા બધા સામે આવશે. તમારું જ કોઇ સપનું સાકાર કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં થોડા વિઘ્ન આવી શકે છે. કોઇપણ પ્રકારની લેવડ-દેવડ આ સમયે ટાળો. અન્યની ભાવનાઓને નજરઅંદાજ ન કરો. વધારે ઘમંડ અને જિદ્દના કારણે તમારી માનહાનિ થઇ શકે છે.

વ્યવસાયઃ- નવા કારોબારી સોદા લાભદાયક રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય તમારા રસના કાર્યોને કરવામાં પસાર થશે. જેનાથી માનસિક અને આત્મિક સુકૂન મળશે. જૂના મિત્રો દ્વારા મુલાકાત થશે. કોઇ વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થશે.

નેગેટિવઃ- જોખમી કાર્યોથી દૂર રહો. છેલ્લાં થોડા સમયથી જે વાતને લઇને પરેશાન છો, તેનો ઉકેલ મળવામાં મુશ્કેલી રહેશે. કોઇ અપ્રિય સમાચાર મળવાથી તમારું મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત અને લગનનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક વ્યવસ્થા ઉત્તમ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક રૂપથી થોડા પરેશાન રહેશો.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય વધારે અનુકૂળ નથી. છતાંય તમે તમારી મહેનત દ્વારા તમારા મોટાભાગના કાર્યો પૂર્ણ કરવામાં સફળ રહેશો. પરિવાર તથા મિત્રોની મદદથી પ્રતિષ્ઠા બની રહેશે. પોતાના વ્યક્તિત્વમાં પોઝિટિવ ફેરફાર લાવવાની કોશિશ સફળ રહેશે.

નેગેટિવઃ- બાળકોના વ્યવહારથી થોડી પરેશાની રહેશે. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. ખોટી બોલીને મુશ્કેલીમાં પડી શકો છો. આ સમયે જોખમી કાર્યોથી દૂર રહો.

વ્યવસાયઃ- વ્યવસાય વધારવા માટે કોઇની સાતે કરેલી પાર્ટનરશિપ સફળ રહેશે.

લવઃ- ઘર-પરિવારનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.