શનિવારનું રાશિફળ:શનિવારે મકર જાતકોએ નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું, બહારના વ્યક્તિના કારણે ઘરનું વાતાવરણ બગડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કર્ક રાશિને નસીબનો સાથ મળશે તો મિથુન રાશિને મુશ્કેલીઓમાંથી રાહત
  • મેષ-વૃષભ સહિત પાંચ રાશિ માટે મધ્યમ દિવસ, સંભાળીને દિવસ પસાર કરવો

26 ડિસેમ્બર, શનિવારના રોજ સિદ્ધ તથા મહાલક્ષ્મી યોગ આખો દિવસ રહેશે. આ શુભ યોગનો ફાયદો અનેક જાતકોને મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મકર તથા કુંભ રાશિના જાતકોને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. આ સાત રાશિના જાતકોના નોકરી તથા બિઝનેસના કામ પૂરા થશે. ધન લાભનો પણ યોગ છે. અનેક બાબતોમાં નસીબનો સાથ મળશે. આ સાત રાશિના જાતકોની તબિયત પણ સારી રહેશે. તો મેષ, વૃષભ, કન્યા, તુલા તથા મીન રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. પાંચ રાશિએ સંભાળીને રહેવું.

26 ડિસેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં મદદગાર રહેશે. પારિવારિક સભ્યો તથા સંબંધીઓ સાથે સંબંધ વધારે સારા જળવાયેલાં રહેશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે કોઇ પણ જગ્યાએ સહી ન કરો. કેમ કે, તેની ખરાબ અસર તમારા ઉપર જ થશે. પ્રોપર્ટીને લગતાં કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. જેના કારણે ચિંતા રહેશે. આ સમયે ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે.

વ્યવસાયઃ- આ સમયે સ્પર્ધાના વાતાવરણમાં વધારે મહેનત તથા સમય આપવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા ઘરની કોઇપણ સમસ્યાને ઉકેલવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઇ જૂની યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આજે કોઇ ખૂબ જ મોટી દુવિધા દૂર થશે. ઘરના વડીલ તથા અનુભવી લોકોના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓનું સમાધાન મળી શકશે.

નેગેટિવઃ- અન્યના મામલે સલાહ આપવાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો. સ્વભાવમાં ઇગો અને ગુસ્સાની સ્થિતિ આવવા દેશો નહીં. તેના કારણે અનેક બનતાં કામ ખરાબ થઇ શકે છે. કોઇપણ સંબંધને મધુર જાળવી રાખવા જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે રૂપિયાની લેવડ-દેવડમાં સાવધાની જાળવો.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે તથા કોઇ વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થઇ શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરો.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યો સાથે-સાથે બાળકોની સમસ્યાઓ ઉપર પણ ધ્યાન આપો. તમારો સહયોગ તેમના આત્મવિશ્વાસને વધારશે. જો જમીન વેચવાને લગતી યોજના બની રહી છે તો આજે તેને ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ દુવિધા હોવાથી ભાઈઓ કે નજીકના મિત્રની મદદ લો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ મુદ્દાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ભાગ્યોદય કારક રહેશે. તમારી વાતો તથા કાર્યશૈલી દ્વારા લોકો પ્રભાવિત થશે. દોડભાગ તો વધારે રહેશે, પરંતુ કાર્યોની સફળતા તમારા થાકને દૂર કરી દેશે. પ્રોપર્ટીને લગતાં કાર્યો પૂર્ણ થશે.

નેગેટિવઃ- સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે કામ ન કરવાથી તમારું જ નુકસાન થશે. બાળકોનું અભ્યાસથી ધ્યાન હટી શકે છે. ઘરના વડીલોના માન-સન્માનનું વિશેષ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયને વધારવા માટે નવી યોજનાઓ બનશે.

લવઃ- જીવનસાથીનો તમારા મુશ્કેલ સમયમાં પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- દવાઓની જગ્યાએ યોગ અને કસરત તમારા સ્વાસ્થ્યને સુધારશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ રાશિના લોકો પોતાના કાર્યો પ્રત્યે પૂર્ણ રૂપથી સજાગ રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. અચાનક જ કોઇ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- મનમાં થોડા નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે. અનુભવી લોકોના સંપર્કમાં થોડો સમય પસાર કરો અથવા એકાંતમાં બેસીને આત્મ ચિંતન કરો. કોર્ટને લગતાં મામલાઓ ગુંચવાઇ શકે છે.

વ્યવસાયઃ- આજે દૂરના ક્ષેત્રથી થોડા મહત્ત્વપૂર્ણ સંપર્ક સ્થાપિત થશે તથા સારા ઓર્ડર પણ મળવાની સંભાવના છે.

લવઃ- પરિવાર કે વ્યવસાયની વચ્ચે યોગ્ય તાલમેલ જાળવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી ચતુરાઈ દ્વારા કોઇ સમસ્યાનું સમાધાન મેળવવામાં સક્ષમ રહેશો. જે કામ છેલ્લાં ઘણાં સમયથી અટવાયેલું હતું તે આજે તમારી કોશિશ દ્વારા પૂર્ણ થવાની સંભાવના છે.

નેગેટિવઃ- વિદ્યાર્થી તથા યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે ફોકસ રહે. આ સમયે ખોટા ખર્ચમાં કાપ મુકો. સોશિયલ મીડિયા તથા ખોટી ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો.

વ્યવસાયઃ- આ સમયે કામકાજને લઇને પૂર્ણ ગંભીરતા અને સાદગી રાખો.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ રાશિના લોકો સંતુલિત પ્રવૃત્તિના હોય છે. આજે તમારો આ ગુણ તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે. ઘણાં દિવસો પછી ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- ક્યારેક વાતચીત દરમિયાન તમારા મોઢામાંથી એવી કોઇ વાત નીકળી શકાય છે, જે સંબંધો માટે નુકસાનદાયી રહેશે. આજે અનેક મામલે ધીરજ અને ધૈર્ય રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્ય વિસ્તારને લગતી યોજનાઓમાં હળવી પરેશાની રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદીની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આવકનો કોઇ મહત્ત્વપૂર્ણ સ્ત્રોત બનશે. નવી યોજનાઓને પણ શરૂ કરવાનો યોગ્ય સમય છે. કોઇ ધાર્મિક સ્થળમાં પણ તમારો સમય પસાર થશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- સમયની કિંમતને ઓળખો. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. કોઇ મિત્ર સ્વાર્થની ભાવનાથી તમારી સાથે સંબંધ ખરાબ કરી શકે છે એટલે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- નવા કરાર વિકસિત થઇ શકે છે. કોઇ નવા કામની શરૂઆત કરવા માટે સમય યોગ્ય છે.

લવઃ- લગ્નજીવન સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- દોડભાગ તથા મહેનત વધારે રહેશે, કાર્યની સફળતા તમારો થાક દૂર કરી દેશે. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી આત્મિક શાંતિ પ્રાપ્ત થશે. આજે તમને કોઇ રસપૂર્ણ કાર્યને કરવામાં પણ સમય પસાર કરો.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ આળસના કારણે તેમના અભ્યાસ ઉપર ધ્યાન આપી શકશે નહીં. બાળકોને લગતી ગતિવિધિઓમાં પણ ધ્યાન આપવું જરૂરી છે. આજે કોઇપણ પ્રકારની યાત્રા કરવાથી કોઇ ફાયદો થશે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખો.

લવઃ- વધારે કામનો ભાર રહેવાના કારણે ઘર-પરિવાર માટે પણ સમય પસાર કરવો પારિવારિક સંબંધોને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક તથા સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે. બાળકોની સમસ્યાના સમાધાનમાં તમારો સહયોગ તેમના માટે ખૂબ જ યોગ્ય રહેશે.

નેગેટિવઃ- થોડી ખરાબ નિયતના લોકો તમારી માનહાનિ અને અપમાનનું કારણ બનશે. એટલે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. વિદ્યાર્થી સોશિયલ મીડિયા તથા ખોટા કાર્યોથી ધ્યાન હટાવીને તેમના અભ્યાસમાં ધ્યાન આપે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા રિનોવેશન કે વિસ્તારને લગતી યોજના બની રહી છે તો તેના ઉપર વિશેષ રૂપથી તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- કોઇ બહારના વ્યક્તિના કારણે ઘરમાં થોડું નકારાત્મક વાતાવરણ ઊભું થશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીની સમસ્યા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત તથા લાભકારી રહેશે. તમારા ઉદેશ્યોને પૂર્ણ કરવામાં ધ્યાન આપો. તમને સફળતા મળશે. ઘરની સજાવટ અંગેના કાર્યોમાં પણ સમય સારો પસાર થશે.

નેગેટિવઃ- કોઇ જૂનો ઝઘડો ફરી ઊભો થઇ શકે છે. જૂની વિતેલી વાતો વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તમારા વિચારો પોઝિટિવ જાળવી રાખો. આર્થિક મામલે વિશેષ ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા નવા કરાર વિકસિત થઇ શકે છે.

લવઃ- લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે થાક અને નબળાઇ હાવી થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે અનેક ખર્ચ સામે આવશે પરંતુ સાથે જ આવકના સ્ત્રોત પણ વધવાથી આર્થિક સમસ્યાઓ રહેશે નહીં. કોઇ સંમેલન કે સમારોહમાં જવા માટે આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- કોઇના ઉપર વધારે વિશ્વાસ કરવો નુકસાનદાયી સાબિત થઇ શકે છે. તમારા નિર્ણયને સર્વોચ્ચ રાખો. સંબંધીઓ સાથે વ્યવહાર કરતી સમયે વ્યવહામાં સોમ્યતા જાળવો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવસાયિક સંબંધ સ્થાપિત કરતાં પહેલાં યોગ્ય વિચાર કરી લો.

લવઃ- ઘર-પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.