25 ઓક્ટોબરનું રાશિફળ:રવિવારે બપોર પછી ગ્રહ સ્થિતિઓ થોડી વિપરીત ફળ આપી શકે છે, કામ સમયે પૂર્ણ ન થવાથી મન નિરાશ રહેશે

2 વર્ષ પહેલા

25 ઑક્ટોબર, રવિવારે ઘનિષ્ઠા નક્ષત્ર હોવાને લીધે માતંગ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે, જેને કારણે 6 રાશિએ માટે સારો દિવસ રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના જણાવ્યા અનુસાર આજે મેષ, વૃષભ, કન્યા, તુલા, મકર અને મીન રાશિના જાતકોને કેટલીયે બાબતોમાં ગ્રહોનો સાથ મળી શકે છે. મોટાં કામોની યોજનાઓ બની શકશે. કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. પરિવાર અને પોતાની જાત માટે સમય ફાળવી શકશો. જૂની મુશ્કેલીઓમાં પણ રાહત મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. આ ઉપરાંત મકર રાશિમાં શનિ-ચંદ્રમા હોવાને લીધે મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે.

25 ઓક્ટોબર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે.

નેગેટિવઃ- કોઇ સાથે પણ વ્યવહાર કરતી વખતે સાવધાની રાખો, કેમ કે કોઇ પ્રિયજન સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. જેથી તમારી લોકપ્રિયતામાં કોઇ ને કોઇ જગ્યાએ ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને મહેનત અને પરિશ્રમના કારણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાશે.

સ્વાસ્થ્યઃ- થોડી સાવધાની તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે સમય અને ગ્રહ સ્થિતિઓ તમારા પક્ષમાં છે. તમે જે પણ કામ કરશો, તેનાથી તમને પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. થોડાં એવાં પગલાં પણ ભરવા પડશે જેનાથી લોકો તમારી બુદ્ધિમત્તાનાં વખાણ કરશે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાને લઇને કોઇપણ ઉપર વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઇ શકે છે. પ્રોપર્ટી કે વાહનને લગતું દેવું લેવાના પણ યોગ બની રહ્યા છે. આજે કોઇપણ પ્રકારની યાત્રાને ટાળવી.

વ્યવસાયઃ- મીડિયા, લેખન, રંગમંચ વગેરે સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ ખૂબ જ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સામાજિક તથા રાજનૈતિક સીમા વધશે. મકાન, જમીન-પ્રોપર્ટી વગેરેને લગતું જો કોઇ કામ અટકેલું છે તો આજે તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. તમને અવશ્ય સફળતા મળશે. વિદ્યાર્થીઓ પણ પોતાના લક્ષ્યોની પ્રાપ્તિ માટે કોશિશ કરતાં રહેશે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાને લઇને થોડી તણાવની સ્થિતિ રહેશે તથા આર્થિક ખેંચાણ રહેશે. અજાણ્યા લોકો સાથે વ્યવહાર અને લેવડ-દેવડમાં મામલે સાવધાની રાખો. પરિવારને લઇને પણ મનમાં થોડી અસુરક્ષાની ભાવના અને ચિંતાની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં મહેનત ખૂબ જ રહેશે પરંતુ તેના પ્રમાણે પરિણામ અને પ્રતિફળ તેટલું મળી શકશે નહીં.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં તમને પરિવારના લોકોનો સહયોગ અને સાથ મળશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો તથા ખરાબ લોકો સાથે દૂર રહો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇ ને કોઇ સંબંધીને લગતાં શુભ સમાચાર પ્રાપ્ત થશે. થોડો પારિવારિક વિવાદ કોઇ વ્યક્તિની દખલથી ઉકેલાઇ જશે. સામાજિક કાર્યક્રમમાં તમારી હાજરી વિશેષ રહેશે.

નેગેટિવઃ- થોડા જૂના મુદ્દાઓ ફરી ઊભા થઇ શકે છે. જેના કારણે તણાવ અને અશાંતિ અનુભવ કરશો. તેની અસર તમારા પારિવારિક જીવન ઉપર પણ પડશે. આ સમયે ધૈર્ય અને સંયમ જાળવી રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી પરેશાનીઓ વેપારમાં આવશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે તે કાર્યોને પ્રાથમિકતા આપશો જેનાથી પરિવારજનોને સુખ પ્રાપ્ત થશે. તમે ઊર્જાથી પરિપૂર્ણ રહેશો. લગ્ન યોગ્ય યુવાઓ માટે સારા સંબંધ આવશે. તમે તમારી અંદર અને બહારની છાપનું મૂલ્યાંકન ખૂબ જ ગંભીરતાથી કરશો.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે તથા તમારું બજેટ પણ ખરાબ થઇ શકે છે. હાથમાં રૂપિયા તો આવશે પરંતુ સાથે જ ખર્ચના રસ્તા પણ તૈયાર રહેશે. કોર્ટ-કચેરીને લગતા મામલાઓ અટકી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં યોગ્ય જગ્યાએ રૂપિયાનું રોકાણ કરવું.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે કોઇ નાની વાતને લઇને તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન, યોગ અને કસરત અંગેની વાતોનું ખાસ ધ્યાન રાખવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ જગ્યાએથી શુભ સમાચારની પ્રાપ્તિ થશે તથા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. તમે તમારો કોઇ શોખ પૂર્ણ કરવા માટે પણ સમય કાઢી શકશો. બપોર પછી ગ્રહ સ્થિતિઓ તમારા માટે કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ બનાવી રહી છે. આ સમય સારો રહેશે.

નેગેટિવઃ- વિદ્યાર્થી અહીં-ત્યાંની બધી વાત છોડીને પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહે. આ સમયે ભાવુકતા અને ઉદારતા તમારી સૌથી મોટી નબળાઈ રહેશે. જેના કારણે થોડાં લોકો તમારો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય સફળતા આપનારો રહેશે. કામકાજને લઇને થોડી નીતિઓ બનાવો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજનું નિવારણ થશે તથા સંબંધોમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સમય શાનદાર પસાર થશે. મનોરંજન તથા ગીત-સંગીત વગેરેનો આનંદ લઇ શકશો. જેનાથી તમે ફરી ઊર્જાવાન થઇને તમારી કાર્યક્ષમતાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકશો. સાફ-સફાઈ તથા સજાવટમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- અકારણ જ થોડાં લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારા વિરુદ્ધ ખોટી ગેરસમજ ઊભી કરી શકે છે. તમારા વ્યક્તિત્વ સામે તેમની ચાલ સફળ થઇ શકશે નહીં. ગુસ્સો કરશો નહીં. નહીંતર તેના કારણે તમારા થોડાં કામ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કારોબારી વિસ્તારને લગતાં કામ સફળ થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે તથા બંને એકબીજા માટે સહયોગાત્મક વ્યવહાર રાખશે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઇ સમસ્યા રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ભાગ્યનાં નક્ષત્રો પ્રબળ છે. તમારા અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે. તમારા કરેલાં કામનાં વખાણ પણ થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. કોઇ જગ્યાએથી લીધેલું ઉધાર વસૂલ થવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે.

નેગેટિવઃ- સંપત્તિને લગતા કોઇ વ્યવહારમાં મુશ્કેલીઓ આવી શકે છે. ઘરના કોઇ વડીલ સભ્યનું ખરાબ સ્વાસ્થ્ય તમારી ચિંતાનુ કારણ બનશે. યુવાવર્ગ મનોરંજન જેવા ખોટા કાર્યોમાં પોતાના કરિયર સાથે સમાધાન કરે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ નવા અને વિશેષ કાર્યમાં તમને સફળતા મળશે.

લવઃ- લગ્નજીવનમાં કોઇ નાની વાતને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાના દુખાવાની પરેશાની રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે લાંબા સમયથી કોઇ સાથે ચાલી રહેલો વિવાદ ઉકેલાઇ શકે છે. મિત્રો તથા સંબંધીઓ સાથે મળવાનું થશે. પિકનિક તથા મનોરંજનને લગતાં કાર્યક્રમ પણ બનશે. સમાજ અને કાર્યક્ષેત્રમાં વિશેષ યોગદાન માટે સન્માન મળશે.

નેગેટિવઃ- વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસને લગતાં કાર્યો સમયે પૂર્ણ કરી શકશે નહીં, જેના કારણે તેમની સામે અપમાનિત થવું પડી શકે છે. આવકની અપેક્ષા ખર્ચ વધારે રહેશે. યાત્રાને ટાળો.

વ્યવસાયઃ- થોડી કારોબારી સમસ્યાઓ ઊભી થઇ શકે છે.

લવઃ- મુશ્કેલ સમયમાં પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- સાંધા તથા કમરમાં દુખાવાની સ્થિતિ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- દિવસ ખૂબ જ શાનદાર રીતે પસાર થશે. તમારું ઉદાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ અન્ય માટે ઉદાહરણરૂપ બનશે. ઘર તથા બહાર બંને જગ્યાએ તમારી ધાક રહેશે તથા અવસર મળતાં જ તમે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ભાવનાઓમાં આવીને તમે કોઇ એવું કામ પણ કરી શકો છો જેના કારણે નુકસાનના ભાગીદાર બનશો. સામાજિક તથા રાજનૈતિક કાર્યોથી દૂર રહો. સમય ખરાબ થવા સિવાય કઇં જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- વેપારમાં નવી-નવી યોજનાઓ સામે આવશે અને તમે પોઝિટિવ વિચાર સાથે આગળ વધશો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- તણાવ, ડિપ્રેશન અને સિઝનલ બીમારીઓથી બચીને રહો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે ઘર-પરિવાર અને સંબંધીઓ તમારી પ્રાથમિકતા પર રહેશે. બાળકોના ઉચ્ચ શિક્ષણને લગતાં કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થશે. તમે ઘરેલૂ જવાબદારીઓ અને રોજિંદા કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- બપોર પછી ગ્રહ સ્થિતિઓ થોડી વિપરીત ફળ આપી શકે છે. તમે તમારી પ્રતિભા અને યોગ્યતાનો ભરપૂર લાભ લઇ શકશો નહીં. કોઇ કામ સમયે પૂર્ણ ન થવાના કારણે મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયના વિસ્તારને લઇને તમે જે યોજનાઓ બનાવી રહ્યા હતાં, આજે તેમાં કોઇ વિઘ્ન આવી શકે છે.

લવઃ- લગ્ન સંબંધોમાં મધુરતાની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- બપોર પછી સમય ખૂબ જ અનુકૂળ છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમે આગળ વધશો. તમારા કાર્ય અને યોજનાઓની રૂપરેખા દિવસ શરૂ થતાં જ બનાવી લો. સંબંધોની કિંમત અને મહત્ત્વ માટે વિશેષ સ્થાન રહેશે.

નેગેટિવઃ- બાળકો મનોરંજન અને મોજ-મસ્તીમાં સમય પસાર કરીને તેમના અભ્યાસથી દૂર થઇ શકે છે. આજે બધું જ સારું હોવા છતાં મનમાં એક અજાણ્યો ભય રહેશે. જેના કારણે તમે કામ ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

વ્યવસાયઃ- પાર્ટનર સાથે શરૂ તણાવ દૂર થશે. કારોબારમાં પારદર્શિતા રાખવી જોઇએ.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂની તકલીફથી રાહત મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...