ગુરુવારનું રાશિફળ:12માંથી 5 રાશિના લોકો માટે દિવસ ફાયદાકારક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને ધનલાભ થવાના યોગ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંહ, કન્યા અને મકર સહિત 7 રાશિઓ ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે, જોબ અને બિઝનેસના કાર્યોમાં સાવધાન રહેવું

25 નવેમ્બર, ગુરુવારે ચંદ્ર પોતાની જ રાશિ અને પુષ્ય નક્ષત્રમાં રહેશે. જેથી બ્રહ્મ અને શુભ નામનો યોગ બની રહ્યો છે. તેનો ફાયદો 5 રાશિના લોકોને મળશે. આજે તુલા, ધન અને કુંભ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં નક્ષત્રોનો સાથ મળી શકે છે. સાથે જ વૃશ્ચિક અને મીન રાશિના લોકોને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આ પ્રકારે 5 રાશિઓ માટે દિવસ સારો રહેશે. આ સિવાય મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા અને મકર રાશિના લોકો માટે દિવસ ઠીક-ઠાક રહેશે. આ રાશિના લોકોએ જોબ અને બિઝનેસના કાર્યોમાં સાવધાન રહેવું પડશે. આ લોકો માટે દિવસ સામાન્ય રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- તમને તમારી મહેનત અને યોગ્યતાનો ભરપૂર લાભ મળશે. તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં તમે સફળ રહેશો. કામ વધારે રહેવાના કારણે ઘરમાં વધારે સમય આપી શકશો નહીં. પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ મળી શકે છે.

નેગેટિવઃ- જલ્દી પરિણામ પ્રાપ્ત કરવાના ચક્કરમાં ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપો. કેમ કે તેમના કારણે તમારી માનહાનિ થઈ શકે છે. બાળકો તરફથી કોઈ પ્રકારનો તણાવ રહેશે. ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઈ કર્મચારીના કારણે પરેશાની ઊભી થઈ શકે છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- પોઝિટિવ પરિસ્થિતિઓમાં તમારું મનોબળ જાળવી રાખો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તથા ભાગ્ય બંને જ તમારા પક્ષમાં છે. એટલે સમયનો યોગ્ય ઉપયોગ કરવો તમારા માટે લાભદાયી રહેશે. આવકના નવા માર્ગ પણ મળી શકે છે. જમીનને લગતું કોઈ અટવાયેલું કામ હોય તો તેના પૂર્ણ થવાની યોગ્ય સંભાવના છે.

નેગેટિવઃ- વડીલ સભ્યોના માર્ગદર્શન અને સલાહને ઇગ્નોર ન કરો. ધ્યાન રાખો કે ખોટી ગતિવિધિઓમાં વધારે ધન ખર્ચ ન થાય. કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરવાથી બચવું. ભાઈઓ સાથે સંબંધ તણાવ ઊભો કરી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.

લવઃ- પારિવારિત વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- બદલાતા પરિવેશના કારણે થોડી નવી નીતિઓ બનાવવી પડશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થાય. વીમા કે રોકાણ કાર્ય પણ નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે છે. કોઈ મિત્ર સાથે ખાસ મુદ્દે વાર્તાલાપનું પોઝિટિવ પરિણામ મળશે.

નેગેટિવઃ- મોટાભાગનો સમય ઘરની બહારની ગતિવિધિઓમાં વિતશે. ખોટી ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે નહીં. માત્ર યોજનાઓ બનાવવામાં સમય નષ્ટ કરવો નહીં તેમને શરૂ કરવી પણ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રની આંતરિક વ્યવસ્થામાં જો થોડો સુધાર ચાલી રહ્યો છે તો વાસ્તુને લગતા નિયમો દ્વારા સુધાર લાવવાનું પોઝિટિવ રહેશે.

લવઃ- લગ્નસંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક થાકના કારણે માથાનો દુખાવો થઈ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વેચાણના મામલે સફળતા મળશે. પ્રેક્ટિકલ વિચાર રાખવા તમને કોઈ નિર્ણય લેવામાં મદદગાર રહેશે. ઘરમાં કોઈ પ્રિય મિત્ર આવી શકે છે.

નેગેટિવઃ- આવકની અપેક્ષાએ ખર્ચ વધારે રહેશે. બજેટ જાળવીને રાખવું જરૂરી છે. ભાવના પ્રધાન થવાના કારણે થોડીપણ નકારાત્મક વાતો તમને નિરાશ કરી શકે છે. જેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતી કોઈપણ નવી કાર્યવાહી શરૂ ન કરો.

લવઃ- લગ્નજીવનમાં મતભેદ જેવી સ્થિતિ ઊભી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સપનામા સુધાર આવશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- દિનચર્યા કે કાર્યોમાં થોડો સુધાર આવશે તથા વ્યવસ્થિત થવાથી તમે તમારા સંપૂર્ણ આત્મવિશ્વાસ દ્વારા તમારા અન્ય કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. મહેનત પ્રમાણે જ તમને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- સ્પર્ધા જેવી ગતિવિધિઓથી ગભરાશો નહીં. કેમ કે હારી જવાનો ભય તમારા ઉપર હાવી રહેશે. જેના કારણે તમારી અંદર નકારાત્મક વિચાર પણ ઊભા થઈ શકે છે. વ્યવહારમાં લચીલાપણુ લાવશો.

વ્યવસાયઃ- વેપારમાં તમારી વ્યવસ્થિત કાર્ય પ્રણાલીનું યોગ્ય પરિણામ મળી શકે છે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે તમનો સહયોગ અને દેખરેખ કરવી તમારી જવાબદારી છે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે માંસપેશીઓમાં દુખાવો રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- વ્યવહારિક રીતે તમારા કાર્યોને અંજામ આપો. ભાવનાઓને એક સીમા સુધી સીમિત રાખો. થોડા મહત્ત્વપૂર્ણ લોકો સાથે તમારે મિત્રતાભર્યો સંબંધ રાખવો. જે તમારા માટે ફાયદો આપનાર સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- બાળકો પોતાના અભ્યાસને લગતું યોગ્ય પરિણામ ન મળવાથી થોડી તણાવની સ્થિતિ બની શકે છે. અન્ય લોકોની વાતોમાં ધ્યાન ન આપીને પોતાની કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. તમારું મનોબળ વધશે.

વ્યવસાયઃ- તમારા વ્યવસાયને લગતા કાર્યોને કોઈ સામે જાહેર ન કરો.

લવઃ- જીવનસાથી પ્રત્યે તમારી સંવેદનશીલતાને સંબંધોને વધારે સુખમય બનાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી યોગ્ય નથી.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં બની રહી છે. તુલા રાશિના લોકો સંતુલિત અને વ્યવસ્થિત હોય છે. તમારી ઉત્તમ કાર્ય પ્રણાલીથી લાભના નવા માર્ગ પણ મળી શકે છે. કોઈ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક આયોજનમાં પણ જવાનો અવસર મળી શકે છે.

નેગેટિવઃ- ઈગો અને અતિ આત્મવિશ્વાની સ્થિતિ તમારા માટે સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. યોજનાઓ બનાવવાની સાથે-સાથે તેને શરૂ કરવી પણ જરૂરી છે. સંતાનનું માર્ગદર્શન કરતા રહેવું નહીંતર કોઈ ગતિવિધિના કારણે ઘરમાં તણાવ ઊભો થશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્ય ઘરે બેઠા જ શરૂ કરો કેમ કે થોડી પર્સનલ વાતોના કારણે કાર્યક્ષેત્રમાં જવું શક્ય બનશે નહીં.

લવઃ- જીવનસાથીનો આત્મવિશ્વાસ અને સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- અનુભવી તથા પોઝિટિવ પ્રવૃત્તિના લોકોના સાનિધ્યમાં પણ થોડો સમય આપો. તેમના અનુભવ તમારા માટે મદદગાર રહેશે તથા વિપરીત પરિસ્થિતિઓ સામે લડવાની ક્ષમતા પણ આપશે. આવકના સાધનો વધી શકે છે.

નેગેટિવઃ- ગુસ્સા ઉપર કાબૂ રાખો. કોઈ નજીકના સંબંધી કે મિત્ર સાથે નાની વાતોને લઈને વિવાદની સ્થિતિ બની શકે છે. અન્ય લોકોને સલાહ આપવાની જગ્યાએ તમારા સ્વભાવને બદલવો જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં છેલ્લાં થોડા સમયમાં જે પરિવર્તન કર્યું છે તેનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાનું છે.

લવઃ- પ્રેમ સંબંધોને લગ્નમાં બદલવાની યોજનામાં વિઘ્ન આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે ગળું ખરાબ થઈ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારી મહેનત રંગ લાવશે. યોગ્ય કોશિશ દ્વારા આર્થિક સ્થિતિ વધારે સારી થશે. કોઈ રોકાણને લઈને યોજના પણ બનશે. સંતાનના વિદેશ જવાની કાર્યવાહી પણ શરૂ થશે. પિતા કે પિતાન સમાન કોઈ વ્યક્તિનો સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક રહેશે.

નેગેટિવઃ- સ્વભાવ સ્વાર્થી રાખવો અને આત્મ કેન્દ્રિત થવું નજીકના લોકોને નિરાશ પણ કરી શકે છે. વારસાના મામેલાઓ ઊભા થઈ શકે છે. ખૂબ જ વધારે ધૈર્ય અને સંયમથી કામ લેવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારા વ્યવસાયિક કામ જાતે જ બનતા જશે.

લવઃ- પતિ-પત્ની તથા પ્રેમ સંબંધ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈ નજીકની કે દૂરની યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે. જે યાદગાર રહેશે. તમારું દરેક કામ યોજનાબદ્ધ રીતે કરો તથા તમે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત ભાવ રાખો. તમને ચોક્કસ સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ વ્યક્તિગત કારણોના કારણે તણાવ રહી શકે છે. તણાવ લેવાની જગ્યાએ સમજણથી સમસ્યાનો ઉકેલ શોધો. નહીંતર તેની નકારાત્મક અસર પરિવાર ઉપર પણ પડશે. વિદ્યાર્થીઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં થોડી પરેશાનીઓ રહેશે.

લવઃ- વ્યવસાયિક તણાવની અસર પરિવાર ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે પગમાં સોજા અને દુખાવો રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમને તમારી મહેનત અને કોશિશનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાનું છે. ભાઈઓ સાથે સંબંધ મધુર બનશે તથા વિતેલી નકારાત્મક ગેરસમજ પણ દૂર થશે.

નેગેટિવઃ- ભાવુકતા અને ઉતાવળમાં આવીને કોઈપણ નિર્ણય લેશો નહીં. પહેલાં વાતને સમજવી. તમારી વાતોનો કોઈ ખોટો ફાયદો ઉઠાવી શકે છે. સંતાનપક્ષ તરફથી કોઈ નકારાત્મક વાત જાણ થવાથી ચિંતા રહેશે.

વ્યવસાયઃ- પ્રોપર્ટી કે કમીશનને લગતા વેપારમાં સારી ડીલ થવાની શક્યતા છે.

લવઃ- પતિ-પત્નીમાં બાળકોના કારણે વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં અચાનક ફેરફાર થવાથી શરદી રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે તમારી બુદ્ધિમત્તાના બળે અનેક પરેશાનીઓથી છુટકારો મેળવી લેશો. તમારું કર્મ પ્રધાન હોવું તથા સમય પ્રમાણે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવું તમારા માટે મદદગાર રહેશે.

નેગેટિવઃ- થોડી પારિવારિક સમસ્યાઓ રહી શકે છે. કોઈ સભ્યના લગ્નજીવનમાં મનમુટાવ થવાથી ચિંતા રહેશે. ગુસ્સાની જગ્યાએ ધૈર્ય અને સંયમથી પરિસ્થિતિઓને સાચવો.

વ્યવસાયઃ- સમય પ્રમાણે વ્યવસાયિક વ્યવસ્થામાં પણ સુધાર આવી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- યોગ-મેડિટેશન કરો.