તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

25 નવેમ્બરનું રાશિફળ:બુધવારે કન્યા જાતકોના માન-સન્માનમાં વધારો થઇ શકે છે, વૃશ્ચિક રાશિના લોકોને શુભ સમાચાર મળશે

2 મહિનો પહેલા

25 નવેમ્બર, બુધવારના રોજ ગ્રહોની સ્થિતિને કારણે સિદ્ધિ નામનો શુભ યોગ આખા દિવસ માટે બની રહ્યો છે. સાથોસાથ ચંદ્રમા અને મંગળની સાથે એક જ રાશિમાં હોવાને કારણે મહાલક્ષ્મી યોગ પણ સર્જાશે. આ શુભ યોગથી ઘણા જાતકોને ધન લાભ અને અન્ય ફાયદા થઈ શકે છે. એસ્ટ્રોલોજર, ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોને કામકાજમાં ગ્રહોનો સાથ મળશે. પૈસાની લેતી-દેતી અને રોકાણમાં પણ ફાયદો થઈ શકે છે. જ્યારે મિથુન, તુલા, ધન, મકર અને મીન રાશિના જાતકો પર ગ્રહોનો મિશ્ર પ્રભાવ રહેશે. આ પાંચ રાશિના જાતકોએ કામકાજમાં કોઈ જાતની ઉતાવળ ન કરવી. કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં પૂરતું સમજી-વિચારી લીધા પછી જ આગળ વધવું.

25 નવેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ રહેશે.

નેગેટિવઃ- આર્થિક મામલાઓમાં વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. કેમ કે, અચાનક જ કોઇ મોટો ખર્ચો આવી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં થોડી સાવધાની જાળવો. આ સમયે માનહાનિના યોગ બની રહ્યાં છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ઉન્નતિને લગતાં કોઇ શુભ સમાચાર મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની બંને એકબીજાની ભાવનાઓને સમજશે.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- જે કામ છેલ્લાં થોડાં સમયથી અટવાયેલું હતું, તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. આ સમયે કોઇ નવી ઉપલબ્ધિ તમારી રાહ જોઇ રહી છે, તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા તેને પૂર્ણ કરવાની કોશિશ કરશો.

નેગેટિવઃ- અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહમાં બનતું કામ બગડી શકે છે. તમારા ગુસ્સા તથા આવેશ ઉપર કાબૂ રાખો. વિદ્યાર્થીઓએ આ સમયે પોતાના લક્ષ્ય ઉપર નજર રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજનાને યોગ્ય સ્પરૂપ આપવાનો યોગ્ય સમય છે.

લવઃ- પારિવારિક સભ્યોમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે બાળકનું શિક્ષણ કે કરિયરને લગતો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકો છો. વારસાગત સંપત્તિ કે કોઇપણ પ્રકારનો વિવાદ આજે કોઇની દખલ દ્વારા ઉકેલવા માટે સમય યોગ્ય છે. ઘરના સભ્યની મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારની ખરાબ આદત કે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. રૂપિયાની લેવડ-દેવડ મામલે પણ સાવધાનીપૂર્વક ઉકેલ લાવો. પિતા-પુત્રની વચ્ચે ઘરની કોઇ નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ ચુનોતી સામે આવશે.

લવઃ- લગ્નજીવનમાં કોઇ વાત ઉપર જીવનસાથીની નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે શારીરિક રૂપથી થાક અને અસ્વસ્થ અનુભવ કરશો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ દ્વારા કોઇપણ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. બાળકોને લગતાં કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. વડીલોના આશીર્વાદ અને કૃપા તમને પ્રાપ્ત થશે. ઘરની દેખરેખ અને પારિવારિક લોકો સાથે યોગ્ય સમય પસાર થશે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ સંબંધી કે મિત્રોની કોઇપણ સલાહ ઉપર વિશ્વાસ ન કરીને તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. આ સમયે ખોટા કાર્યોમાં ધન ખર્ચ થવાના યોગ બની રહ્યાં છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વિસ્તારની યોજના ઉપર કામ શરૂ કરવાથી અનેકગણી સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામકાજ અને મહેનતના ચક્કરમાં તમારું સ્વાસ્થ્ય ખરાબ ન કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઇ નજીકના સંબંધી આવવાથી વાતાવરણ સારું રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણા થવાથી કોઇ સમાધાન પણ મળશે. કોર્ટ-કચેરીને લગતાં મામલાઓ ઘણાં સમયથી અટકી રહ્યા છે, તેનો ઉકેલ લાવવા માટે આજે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના લગ્નજીવનમાં કોઇ પ્રકારની મુશ્કેલી ઊભી થઇ શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાનું સમાધાન શોધવાની કોશિશ કરો. કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલીને લગતી યોજના કોઇ સામે જાહેર કરશો નહીં.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ રાશિના લોકો વ્યવહાર કુશળ હોય છે. તમે કોઇપણ પરિસ્થિતિમાં કામ પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. સમાજ અને પરિવારમાં માન-સન્માન તથા પ્રતિષ્ઠામાં વધારો થશે.

નેગેટિવઃ- તમારી ભાવુકતા અને ઉદારતા જેવી નબળાઇ ઉપર નિયંત્રણ રાખો. વિદ્યાર્થી સોશિયલ મીડિયા તથા મિત્રો સાથે હરવા-ફરવામાં પોતાનો સમય ખર્ચ ન કરે. કોઇપણ નવું રોકાણ કરતાં પહેલાં યોગ્ય તપાસ કરો.

વ્યવસાયઃ- કારોબારમાં કોઇ ઉપલબ્ધિ મળવાથી વધારે વિચાર્યાં વિના તેના ઉપર કામ શરૂ કરો.

લવઃ- પરિવારમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ગુસ્સો કરવો તમારા સ્વાસ્થ્ય માટે નકારાત્મક સાબિત થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઇ પ્રોપર્ટી કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તેના ઉપર યોગ્ય અમલ કરવાનો સમય છે. કોઇ ધાર્મિક કે સામાજિક ગતિવિધિઓમાં સામેલ થવાનું આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- આવકના સ્રોત બનશે પરંતુ સાથે જ ખર્ચ પણ વધારે રહેશે. કોઇ સંબંધી કે ઘનિષ્ઠ મિત્રને લગતી કોઇ અપ્રિય ઘટના બની શકે છે. જેના કારણે મનમાં નિરાશા રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારે તમારી મહેનત અને પરિશ્રમના પોઝિટિવ પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કમરનો દુખાવો તથા પેટને લગતી સમસ્યા થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- જે શુભ સમાચારને પ્રાપ્ત કરવા માટે તમે ઘણાં લાંબા સમયથી આતુર હતાં, આજે તે શુભ સમાચાર તમને પ્રાપ્ત થશે. તમે બધાં કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- પરંતુ વધારે મહત્ત્વકાંક્ષી હોવાના કારણે કોઇપણ અયોગ્ય કાર્ય હાથમાં લેશો નહીં. આ સમયે કોઇ વ્યક્તિ તમારી કોઇ મજબૂરીનો ફાયદો ઉઠાવી શકે છે એટલે સાવધાન રહો.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતાં કામ પૂર્ણ કરવા માટે દિવસ ઉત્તમ છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી પરેશાની રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે વિદ્યાર્થી તથા યુવાઓને પોતાના કોઇ લક્ષ્યને પ્રાપ્ત કરી લેવાથી ખૂબ જ આનંદ અને સુકૂનની પ્રાપ્તિ થશે. તમારા રસ પૂર્ણ કાર્યો તથા જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચવાથી સુખદ દિવસ પસાર થશે.

નેગેટિવઃ- તમારું સંપૂર્ણ રીતે આત્મકેન્દ્રિત થઇ જવાથી થોડાં લોકો વચ્ચે તમારી આલોચના થઇ શકે છે. કોઇ આર્થિક વિષમતા પણ સામે આવશે, એટલે કોઇપણ કામને કરતાં પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં થોડી પરેશાનીઓ સામે આવી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેઓ પોતાનું યોગ્ય ધ્યાન રાખે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે ગુસ્સો છોડીને શાંતિથી વ્યવહાર કરવો તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદગાર રહેશે. ઘરની કોઇ સમસ્યાઓને દૂર કરવા માટે વિશેષ રૂપથી તમે કોશિશ કરતાં રહેશો.

નેગેટિવઃ- આ સમયે સામાજિક અને રાજનૈતિક કાર્યોથી થોડું અંતર જાળવી રાખો. કેમ કે, તેમાં સમય ખર્ચ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવામાં હાલ સમય યોગ્ય નથી.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

લવઃ- તમારી વિપરિત પરિસ્થિતિઓમાં આખા પરિવાર તથા જીવનસાથીનો સહયોગ તમને પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમારા સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ રાશિના લોકો આત્મબળી તથા સ્વાભિમાની હોય છે. તમે કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. બાળકના અભ્યાસને લગતાં કોઇ કામ પૂર્ણ થવાથી સુકૂન મળશે.

નેગેટિવઃ- ક્યારેક વધારે જિદ્દ કરવી કે કોઇ વાત ઉપર અડગ રહેવાથી તમારા હાથમાંથી મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ સરકી શકે છે. તમે તમારા વ્યવહારમાં લચીલાપણું જાળવી રાખો.

વ્યવસાયઃ- કરિયર તથા આજીવિકામાં ખૂબ જ પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઇ જૂનો રોગ તમને કષ્ટ આપી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તથા ઉન્નત વિચાર તમને આગળ વધવામાં મદદ કરશે. લોકો સહજ તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે. તમારે તમારી આસપાસના વાતાવરણમાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે.

નેગેટિવઃ- ક્યારેક સ્વભાવમાં ઉત્સાહીનતા તથા આળસની સ્થિતિ ઊભી થઇ શકે છે. રૂપિયા આવતાં પહેલાં જ જવાનો રસ્તો તૈયાર રહેશે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં હાલ કોઇપણ પ્રકારનું નવું રોકાણ ન કરો.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓમાં હવે સુધાર જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser