તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુવારનું રાશિફળ:ગુરુવારનો દિવસ કુંભ જાતકો માટે સંતુષ્ટિકારક રહેશે, કોઇ સારા સમાચાર મળી શકે છે

એક મહિનો પહેલા
  • સિંહ, કન્યા, તુલા તથા મીન રાશિના જાતકોને આર્થિક ફાયદો થશે
  • 12માંથી 9 રાશિ માટે ગુરુવાર શુભ, 3 રાશિએ આખો દિવસ સાવચેતીથી પસાર કરવો

25 માર્ચ, ગુરુવારના રોજ ચંદ્ર અશ્લેષા નક્ષત્રની સાથે પોતાની રાશિ એટલે કે કર્કમાં છે. આ સાથે જ ગ્રહની સ્થિતિને કારણે 9 રાશિ માટે દિવસ સારો રહેશે. વૃષભ રાશિના બિઝનેસ તથા નોકરિયાત જાતકો માટે ફાયદાકારક દિવસ રહેશે. તેમના નિર્ણયો હકારાત્મક સાબિત થશે. મિથુન રાશિના જાતકો ઓફિસની જવાબદારી સારી રીતે નિભાવશે. નવા કામોના એગ્રીમેન્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે.

કર્ક રાશિને મહેનતનો પૂરો ફાયદો મળશે. નવા કામોની યોજના બનાવવા માટે સમય અનુકૂળ છે. આર્થિક દૃષ્ટિકોણથી સિંહ રાશિના જાતકો માટે સમય અનુકૂળ છે. નોકરીમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. પ્રમોશન મળવાની તક છે. કન્યા રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. બિઝનેસની મુશ્કેલી દૂર થશે. તુલા રાશિના નોકરિયાત જાતકોની ચિંતા પૂરી થશે. આર્થિક લાભ થશે. આ સમયે નોકરી કે કામકાજ અંગે જે ચિંતાઓ છે, તે તમામ પૂરી થશે.

વૃશ્ચિક રાશિને ફાઇનાન્સ તથા પાર્ટનરશિપ સંબંધિત બિઝનેસમાં ફાયદો થશે. કુંભ રાશિ માટે સંતુષ્ટિનો સમય છે. આ રાશિના જાતકોનું મન સારા સમાચારથી પ્રસન્ન રહેશે. મીન રાશિને અટકેલા કામ ઝડપથી પૂરા થશે. આવકના સોર્સ વધવાથી આર્થિક સ્થિતિ પણ સુધરશે.

આ ઉપરાંત મેષ, ધન તથા મકર રાશિ માટે દિવસ મધ્યમ છે. આ ત્રણ રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો.

25 માર્ચ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિષમ પરિસ્થિતિનું સમાધાન શોધવામાં સક્ષમ રહેશો. સંપર્કો તથા સંબંધોની સીમા પણ વધશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર ગંભીરતાથી ધ્યાન આપશે. ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓના કારણે ખર્ચ વધારે રહેશે. જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. બાળકોને મનોવાંછિત શિક્ષણ સંસ્થામાં દાખલ તથા વિષયોના સિલેક્શનને લગતી પરેશાની આવી શકે છે.

વ્યવસાયઃ- આજે મહેનત અને પરિશ્રમ કરવા છતાંય યોગ્ય ફળ મળી શકશે નહીં.

લવઃ- પરેશાનીઓના કારણે ઘરમાં થોડો તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે સિઝનલ બીમારીઓની નકારાત્મક અસર પરિવાર ઉપર રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- રહેણી-કરણીને વધારે સારી બનાવવા માટે થોડા સંકલ્પ લેવા પડશે. કાર્યશૈલીમાં પણ નવીનતા આવશે. યુવાઓને ઇન્ટરવ્યુમાં સફળતા મળવાથી માનસિક સુકૂન રહેશે. સંપત્તિને લગતા મામલાઓનું સમાધાન એકબીજાની સહેમતી દ્વારા મળી શકશે.

નેગેટિવઃ- વાતચીત કરતી સમયે શબ્દોનું ધ્યાન રાખો. વધારે બોલવાના કારણે તમે તમારી જ વાતોમાં ફસાઇ જશો. કોઇ સહયોગી કે સંબંધી સાથે મનમુટાવ થઇ શકે છે. યાત્રામાં કોઇ કષ્ટ કે પરેશાની ભોગવવી પડી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાય કે નોકરીમાં લાભદાયક સ્થિતિ બની રહી છે.

લવઃ- ઘરના સભ્યો વચ્ચે થોડો મતભેદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઇ જૂની સમસ્યા ઊભી થવાની ચિંતા રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે કશુંક નવું શીખવાની ઇચ્છામાં રહેશો. મન પ્રમાણે ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માસનિક સુખ અને પ્રસન્નતા મળશે. વેપાર તથા પારિવારિક જીવનમાં તાલમેલ બેસાડવામાં તમે સફળ રહેશો.

નેગેટિવઃ- અચાનક જ કોઇ મોટો ખર્ચ સામે આવવાથી મન બેચેન રહેશે. સાસરિયા પક્ષ સાથે સંબંધોમાં ખટાસ આવે નહીં તેનું ધ્યાન રાખવું. તમારા મિત્ર કે સંબંધી તમારી સાથે દગાબાજી કરી શકે છે, એટલે એક નિશ્ચિત અંતર જાળવી રાખવું.

વ્યવસાયઃ- વેપારમાં વર્તમાન કાર્ય યોગ્ય રીતે ચાલતું રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારું કર્મ પ્રધાન રહેવું તથા કામ કરવામાં વિશ્વાસ રાખવો તમને સફળતા અપાવશે. રોકાણને લગતા નિર્ણય પણ યોગ્ય સાબિત થશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને પણ ઇન્ટરવ્યુ વગેરેમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલે કોઇના ઉપર વિશ્વાસ ન કરો. ખરાબ આદત તથા ખરાબ સંગતથી દૂર રહો. જમીન-જાયદાદને લગતા મામલાઓ પૂર્ણ કરવામાં પરેશાનીઓ આવશે. અર્થ વિના કોઇ સાથે વિવાદમાં ઉતરશો નહીં.

વ્યવસાયઃ- સાહિત્ય તથા કળા સાથે જોડાયેલાં વ્યવસાયમાં સારી સફળતા મળશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં વૈચારિક મતભેદ સમય રહેતા ઉકેલાઇ જશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધનને લગતા મામલે બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લેશો, જે ખૂબ જ યોગ્ય રહેશે. તમે તમારી અંદર જગબની દૃઢતા અને ઇચ્છા શક્તિ અનુભવ કરશો. ઘરને નવો લુક આપવાની યોજના પણ બની રહી છે તો કોઇ ઇન્ટીરિયર ડેકોરેટરની સલાહ લઇ શકો છો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક બિનજરૂરી ખર્ચ સામે આવવાથી પરેશાની રહેશે. ઘર-પરિવારની જવાબદારીઓ પણ વધશે, જોકે તમે તેને નિભાવવામાં સક્ષમ પણ રહેશો. બાળકો માટે કોઇ પ્રકારની ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- આર્થિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે સ્વાસ્થ્યને લગતી કોઇ પ્રકારની બેદરકારી ન કરો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- મિત્રો તથા પરિજનો સાથે સુખદ સમય પસાર થશે. તમે તમારી લાઇફ સ્ટાઇલમા પણ પરિવર્તન લાવશો. આર્થિક સ્થિતિ સારી રહેશે. સામાજિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ તથા પ્રતિષ્ઠા વધશે. નવા લોકો સાથે લાભદાયક સંપર્ક સ્થાપિત થશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ સાથે વધારે વાદ-વિવાદ થવાની સ્થિતિ બની શકે છે. એટલે વધારે સાવધાન રહો. તમારાથી થોડા ખોટા નિર્ણયો પણ લેવાઇ શકે છે જેનું નુકસાન પણ તમારે ભોગવવું પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા વિઘ્નો દૂર થશે. નવી જવાબાદારીઓ પણ યોગ્ય રીતે નિભાવવામાં તમે સક્ષમ રહેશો.

લવઃ- ઘર-પરિવાર તથા મિત્રો સાથે સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સમય વિજય સૂચક છે. વ્યસ્તતા સિવાય તમે ઘર-પરિવારના કાર્યો માટે પણ યોગ્ય સમય કાઢી શકશો તથા બધા મામલાઓ અંગે શાંતિથી સમાધાન શોધી શકશો. ઘરમાં નવી વસ્તુઓની ખરીદદારી પણ શક્ય છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સમય હાથમાંથી સરકી શકે છે. ખોટા કાર્યોમાં પણ થોડો સમય નષ્ટ થઇ શકે છે. તમારી વાણી તથા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો કેમ કે, ઝઘડો થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વેપાર તથા કામકાજમાં થોડા ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકો છો.

લવઃ- પરિવાર સાથે કોઇ મનોરંજક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા હુનર કે આવડતને બધા સામે લાવવાનો યોગ્ય સમય છે. સ્ત્રીઓ પોતાના વ્યક્તિત્વને નિખારવામાં વિશેષ રીતે કોશિશ કરશે અને સફળ પણ રહેશે. ઘરેણા, કપડા જેવી શોપિંગ પણ શક્ય છે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ યાત્રા ન કરો કેમ કે, આ યાત્રાઓ બિનજરૂરી રહેશે. સતત વાહન ખરાબ થવાની સમસ્યા પરેશાન કરી શકે છે. આ સમયે કોઇપણ મામલે આળસ તથા બેદરકારી કરવી યોગ્ય રહેશે નહીં.

વ્યવસાયઃ- આ સમયે ફાયનાન્સ તથા પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં લાભ થવાનો છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- હળવી સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સમય ઉત્તમ છે, માનસિક શાંતિ જળવાયેલી રહેશે. તમે તમારા ધૈર્ય અને સહનશક્તિ દ્વારા તમારી આશાને પૂર્ણ કરવા માટે કોશિશ કરતા રહેશો. દરેક કાર્યને કરતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા-વિચારણાં કરી લો, ચોક્કસ તમને સફળતા મળશે.

નેગેટિવઃ- આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. પ્રોપર્ટીને લગતી ખરીદદારી અને વેચાણના મામલે તમને દગો મળી શકે છે. કોઇ સાથે હસી-મજાક કરતી સમયે ખોટા શબ્દોનો ઉપયોગ ન કરો.

વ્યવસાયઃ- કળા, વિજ્ઞાન તથા મશીન સાથે જોડાયેલાં વ્યવસાય સફળ રહેશે.

લવઃ- પરિજનો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- કામનો ભાર વધારે રહેવાના કારણે થાક અને માનસિક તણાવ હાવી રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરેલુ તથા વ્યવહારિક જીવનમાં પોઝિટિવ ફેરફાર આવશે. સંપત્તિને લગતા કાર્યો પણ આગળ વધશે. છેલ્લાં થોડા અનુભવોથી બોધપાઠ લિને તમે થોડા યોગ્ય નિર્ણય પણ લેવાની કોશિશ કરશો. કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત પણ થઇ શકે છે.

નેગેટિવઃ- તમારી વસ્તુઓને યોગ્ય રીતે સાચવીને રાખો, ચોરી કે ખોવાઇ જવાનો ભય રહેશે. કોર્ટ રેસને લગતા મામલાઓ ગુંચવાયેલાં શકે છે એટલે ટાળવા યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે લચીલાપણું રાખવું

લવઃ- જીવનસાથીનો પૂર્ણ સહયોગ તથા ભાવનાત્મક સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- તમારું તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું તમને ઊર્જાવાન બનાવશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સંતુષ્ટિ કારક સમય છે. કોઇ સારા સમચારા મળશે જેના કારણે મન પ્રસન્ન રહેશે. તમારી પ્રતિભાના બળે સમાજ તથા કાર્યક્ષેત્રમાં અલગ ઓળખ બનાવો. ખાસ કરીને સ્ત્રીઓ પોતાના ઘર તથા વ્યક્તિગત કાર્યોમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશે.

નેગેટિવઃ- ભાવનાઓમાં વહી જશો નહીં. આ સમયે વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે. કોઇ બનતા કાર્યોમાં અચાનક વિઘ્ન આવી શકે છે. જરૂરી તર્ક-વિતર્ક કરવાથી બચવું.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં ટીમવર્ક કે સામૂહિક ગતિવિધિઓ દ્વારા સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.

લવઃ- પરિવાર સાથે ખૂબ જ સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઇ જૂની સમસ્યાઓ ફરી સામે આવવાથી મન નિરાશ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે. બાળકોને લગતા કોઇ શુભ કાર્યની પણ શરૂઆત થઇ શકે છે. તમે સહનશીલતા તથા ધૈર્યપૂર્વક કાર્યો સંપન્ન કરવામાં સફળતા પ્રાપ્ત કરશો. સામાજિક ગતિવિધિઓમાં પણ યોગ્ય સમય પસાર થશે.

નેગેટિવઃ- ઓનલાઇન ખરીદદારીમાં તમારી સાથે દગાબાજી થઇ શકે છે. તમારા વાહનની દેખરેખ અને સર્વિસ કરવવા અંગે ધ્યાન આપો. તમારું ક્રેડિટ કે ડેબિટ કાર્ય વગેરે કોઇપણ દસ્તાવેજ કોઇને આપશો નહીં.

વ્યવસાયઃ- સરકારી કામકાજમાં સફળતા મળશે.

લવઃ- ઘરમાં કોઇ નવા મહેમાનની કિલકારીને લગતી શુભ સૂચના મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો