શુક્રવારનું રાશિફળ:શુક્રવારે ધન રાશિના લોકોએ પોતાના અહંકારને છોડીને વડીલોના અનુભવ તથા માર્ગદર્શનનું પાલન કરવું

4 મહિનો પહેલા
  • મિથુન રાશિની દૈનિક આવકમાં વધારો થશે, મકર રાશિને સારી તકો મળવાનો યોગ
  • વૃષભ-વૃશ્ચિક રાશિના નોકરિયાતવર્ગ માટે દિવસ સારો નથી, 4 રાશિ માટે દિવસ મધ્યમ રહેશે

25 જૂન, શુક્રવારના રોજ બ્રહ્મા તથા વર્ધમાન યોગ બની રહ્યા છે. બે શુભ યોગને કારણે પાંચ રાશિઓને ફાયદો થશે. મિથુન રાશિની દૈનિક આવકમાં વધારો થશે. સિંહ રાશિ માટે પણ પરિસ્થિતિ અનુકૂળ છે. તુલા રાશિ માટે સમય અનુકૂળ છે. કામકાજમાં ફાયદો થશે. મકર રાશિને કાર્યક્ષેત્રમાં સારી તકો મળશે. મીન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરિયાતવર્ગ માટે દિવસ સારો રહેશે.

મેષ, કર્ક, કન્યા તથા કુંભ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. આખો દિવસ વધુ પડતી મહેનત કરવી પડશે. આ ઉપરાંત તણાવ, દોડધામ વધુ રહેશે. વૃષભ તથા વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગે આખો દિવસ સાવચેતીથી પસાર કરવો. ધન રાશિના જાતકોએ બિઝનેસમાં કોઈ ખાસ નિર્ણય ના લેવો.

25 જૂન, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે કોઈ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં શુભ વાતાવરણ રહેશે. કોઈપણ મુશ્કેલી આવે ત્યારે કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગ લો, ચોક્કસ જ તમને યોગ્ય સમાધાન મળશે. વિદ્યાર્થીઓની કોઇ યોગ્યતા ઉપર પરિવારના સભ્યો ગર્વ અનુભવ કરી શકે છે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે અન્યની સલાહ ઉપર ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત છે. સફળતા પ્રાપ્ત કરવા માટે મર્યાદાનું પણ ધ્યાન રાખવું. કોઇપણ અયોગ્ય કાર્યમાં રસ લેવો નુકસાનદાયી રહેશે.

વ્યવસાયઃ- આ વ્યવસાયમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે અપચા અને ભૂખ ન લાગવાની પરેશાની રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતાં, આજે તે થોડી કોશિશથી સહજ અને સરળ રીતે ઉકેલાઈ શકે છે. દૂરના સંબંધીઓ સાથે વાર્તાલાપ થશે. એકબીજાના સાથેના સંબંધો ગાઢ બનશે.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાઓને શાંતિથી સાંભળો અને તેનું સમાધાન શોધો. કાલ્પનિક વાતો ઉપર વધારે ધ્યાન ન આપીને હકીકત ઉપર વિશ્વાસ કરો. ધ્યાન રાખો કે કોઈપણ કામ કરતા પહેલાં તેના સારા-ખરાબ સ્તર અંગે વિચાર કરવો પણ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ, અપચા અને પેટને લગતી મુશ્કેલીઓ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે તથા જીવન સાથે જોડાયેલાં કાર્યોને યોગ્ય દૃષ્ટિએ જોવાની કોશિશ કરશો. વિદ્યાર્થીઓ કોઈ ઇન્ટરવ્યૂમાં કરિયરને લગતી પરીક્ષામાં યોગ્ય સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- આળસ અને મનોરંજનમા સમય પસાર કરવાના કારણે બનતા કાર્યોમાં વિઘ્નો આવી શકે છે. તમારા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ સાચવીને રાખો કોઇ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.

વ્યવસાયઃ- કોઈ ઓર્ડર મળવાથી દૈનિક આવકમાં વધારો થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણણે સ્વાસ્થ્ય સુરક્ષાને લગતા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે બનતા કાર્યોમાં વ્યસ્ત રહી શકે છો. મન પ્રમાણે સફળતા પ્રાપ્ત થશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત કે વાર્તાલાપ દ્વારા સુખ અને તાજગી મળશે અઅને તમે તમારા કામમા વધારે એકાગ્રાચિત્ત થઈને કામ કરશો.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં તથા મહત્ત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપશો. કેમ કે, સમય પ્રમાણે કામ પૂર્ણ ન થવાથી થોડો તણાવ પણ રહેશે. અન્યની વાતો ઉપર અમલ કરવો તમને નુકસાન આપી શકે છે.

વ્યવસાયઃ- તમારી કાર્યક્ષમતા તથા મહેનત ઉપર વિશ્વાસ રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે બેચેની અને ગભરામણ જેવી મુશ્કેલીઓ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે થોડી માનસિક શાંતિ મેળવવા માટે થોડો સમય સમાજ સેવી સંસ્થા તથા ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો, તેનાથી તમને માનસિક સુકૂન મળશે. જો કોઇ પ્રોપર્ટીને ખરીદવાની કોશિશ કરો છો તો દિવસ શુભ છે.

નેગેટિવઃ- તમે તમારા ગુસ્સા અને ઈગો ઉપર નિયંત્રણ રાખો. કેમ કે, અચાનક અકારણ જ કોઇ સાથે વિવાદ થવાની સ્થિતિ બની શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન કરવી. ખોટા ખર્ચ પણ કરવા નહીં.

વ્યવસાયઃ- વેપારમાં આજે કોઈ પ્રભાવશાળી સંપર્ક બનશે જે બંને માટે ફાયદાકારક રહેશે.

લવઃ- પરિવાર સાથે મનોરંજન તથા સાથે સમય પસાર કરવાથી આ સમય યાદગાર ક્ષણમાં સામેલ થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ઘરના કોઇ કુંવારા સભ્યના લગ્નને લગતો યોગ્ય સંબંધ આવી શકે છે, જે ખૂબ જ અનુકૂળ રહેશે. કોઇપણ કાર્ય ઉતાવળની જગ્યાએ ધૈર્ય સાથે કરવાથી લાભનું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ઘરના અનુભવી વ્યક્તિઓની સલાહને સર્વોપરિ રાખો.

નેગેટિવઃ- આ સમય રિસ્ક લેવાની પ્રવૃત્તિથી દૂર રહો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના સારા-ખરાબ સ્તર અંગે વિચાર કરો. કોઈપણ પ્રકારની બહારની ગતિવિધિઓમાં નકારાત્મક વ્યક્તિઓના સંપર્કમાં ન આવશો.

વ્યવસાયઃ- આ સમયે તમારા વ્યવસાયિક સંપર્કોને વધારે વિસ્તૃત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. કોઈપણ કાર્યને ઉતાવળની જગ્યાએ ધૈર્ય પૂર્વક કરવાની કોશિશ કરો. તેનું તમને યોગ્ય પરિણામ મળી શકશે. કોઇ દૂર સ્થાનના સંબંધી સાથે પોઝિટિવ વાર્તાલાપ થઈ શકે છે.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવું નુકસાનદાયી સાબિત થઈ શકે છે. કોઇપણ નિર્ણય લેતા પહેલાં તેના સારા-ખરાબ સ્તર અંગે વિચાર કરી લો. અતિ આત્મવિશ્વાસની સ્થિતિથી દૂર રહો તો સારું રહેશે.

વ્યવસાયઃ- તમારા માર્કેટિંગ તથા સંપર્ક સૂત્રને વધારે વિસ્તૃત કરવાની જરૂરિયાત છે.

લવઃ- વધારે વ્યસ્તતાના સાથે-સાથે પરિવાર તથા જીવનસાથી સાથે પણ થોડો સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં તમે ઘર-પરિવાર તથા પોતાના રસના કાર્યો માટે સમય કાઢી શકશો. મન પ્રમાણે ઇચ્છા પૂર્તિ થવાથી સુખ મળશે. કોઇ રાજકારણ સાથે જોડાયેલાં વ્યક્તિ સાથે મુલાકાત થવાથી રાજકીય કાર્યોને પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ તથા આસપાસના લોકો સાથે કોઈપણ પ્રકારના વિવાદમા પડશો નહી. તેના કારણે તણાવ સિવાય તમને કશું જ પ્રાપ્ત થશે નહીં. કોઈ નજીકના સંબંધી દ્વારા કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન પરેશાન રહી શકે છે.

વ્યવસાયઃ- ભવિષ્યને લગતી યોજનાઓને બનાવવા માટે કાર્યક્ષેત્રમાં થોડી નવી નીતિઓ બનાવવી જરૂરી છે.

લવઃ- પરિજનો માટે ભેટ લાવવી અને તેમની સાથે સમય પસાર કરવો વાતાવરણને સુખમય બનાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા અહંકારને છોડીને ઘરના વડીલોના અનુભવ તથા માર્ગદર્શનનું અનુસરણ કરો. આવું કરવાથી તમને ઘણું શીખવા મળી શકે છે. તમારી કાર્યપ્રણાલીને પણ યોગ્ય જાળવી રાખો. બાળકોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં મદદ મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ પ્રકારનું દેવુ લેવાનું ટાળો, કેમ કે તેની ચૂકવણી કરવી મુશ્કેલ રહેશે. સંબંધીઓ તથા ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવામાં તમારી વિશેષ કોશિશ રહેશે. બેદરકારીમા કોઈપણ લક્ષ્ય પણ હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે આજે કોઈપણ પ્રકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ- જીવનસાથી તથા પરિજનોનો ઘરના વાતાવરણને મધુર જાળવી રાખવામાં પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે થાક અને સુસ્તી રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈ વિશેષ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત આજે સફળ થશે. ભાગ્યની અપેક્ષાએ કર્મ ઉપર વિશ્વાસ કરો. કર્મથી ભાગ્ય બનવું અવશ્યંભાવી છે. તમારો આત્મવિશ્વાસ અને સ્વાભિમાન પણ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- વારસાગત સંપંત્તિના ભાગલાને લગતી કોઇ વાત ઊભી થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પણ થોડા નવા અવસર પ્રાપ્ત થશે. એટલે સંપૂર્ણ ધ્યાન પોતાના કામ ઉપર જ કેન્દ્રિત કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- વેપાર તથા ઘરમાં સંતુલન જાળવી રાખવું બંને પ્રકારના વાતાવરણને સુખમય રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- થોડો સમય સમાજસેવી કાર્યો તથા જરૂરિયાતમંદ લોકોની દેખરેખમાં પસાર કરવાથી સમાજમાં તમારી ઓળખ બનશે. તમને પણ આત્મિક સુકૂન મળી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે, દિનચર્યા પણ પોઝિટિવ રહી શકે છે.

નેગેટિવઃ- તમારા મોટાભાગના કામ દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી ગ્રહ સ્થિતિમા થોડા વિઘ્ન આવી શકે છે. અન્ય લોકોની સલાહ ઉપર અમલ કરવાની જગ્યાએ પોતાના નિર્ણયોને જ સર્વોપરિ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાય ક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર તમારો પ્રભાવ અને દબાણ રહી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ, વાયુને લગતી પરેશાની રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ સાથે ચાલી રહેલો વિવાદ આજે કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે. ઘરની સુખ-સુવિધાને લગતા કાર્યોમાં તથા ઓનલાઇન શોપિંગમાં પરિજનો સાથે સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ- નજીકના સંબંધી કે મિત્ર સાથે કોઇ વાતને લઇને મનમુટાવ થઈ શકે છે. સંબંધોમાં મધુરતા જાળવી રાખવાથી પોતાને પણ માનસિક સુકૂન મળી શકે છે. સંતાનનું પરિણામ સારું આવશે નહીં તેથી ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- વીમા, શેરબજાર, કમીશન વગેરે સાથે જોડાયેલાં કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જાળવી રાખવામા તમારો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.