તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારનું રાશિફળ:સોમવારે કુંભ જાતકોએ વધારે દેખાડો કરવો નહીં, આર્થિક રોકાણને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવું

5 મહિનો પહેલા
  • વૃષભ, સિંહ તથા તુલા રાશિના નોકરિયાત જાતકો માટે દિવસ સારો
  • મેષ, મિથુન, કન્યા તથા મકર રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો

25 જાન્યુઆરી, સોમવારના રોજ ઈન્દ્ર તથા આનંદ નામના બે શુભ યોગ બની રહ્યા છે. શુભ યોગને કારણે 8 રાશિને ફાયદો થશે. વૃષભ રાશિના નોકરિયાત જાતકો માટે ઓફિસમાં સારી પરિસ્થિતિ સર્જાશે. કર્ક રાશિ માટે દિવસ સારો રહેશે. કર્ક રાશિના જાતકોને કોઈ ખાસ વ્યક્તિની મદદ મળી શકે છે.

સિંહ રાશિના નોકરિયાત જાતકોનું ધાર્યું થશે તો તુલા રાશિના કામો સારી રીતે પૂરા થઈ શકશે. વૃશ્ચિક રાશિ માટે આજે અનુકૂળ પરિસ્થિતિ છે. આ સમયમાં નાણાકીય બાબતોમાં સુધારો જોવા મળશે. નોકરી સાથે જોડાયેલા કામોમાં પરિસ્થિતિ સામાન્ય થશે. ધન રાશિને મહેનત પ્રમાણેનું ફળ મળશે. કુંભ રાશિના જાતકોનો ટાર્ગેટ પૂરો થતાં નોકરીમાં રાહત મળશે. મીન રાશિના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા જાતકો ફાયદાકારક ડીલ કરશે. બપોર બાદ તમામ કામો પૂરા થશે. મેષ, મિથુન, કન્યા તથા મકર માટે મધ્યમ દિવસ રહેશે. આખો દિવસ સાવચેતી સાથે પસાર કરવો.

25 જાન્યુઆરી, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કામનો ભાર હોવા છતાંય તમારા ઘર-પરિવારના સુખ માટે તમે સમય કાઢશો. ઘરની દેખરેખને લગતી થોડી ગતિવિધિઓ રહેશે. આ સમયે તમારી કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાઓને કાર્ય રૂપ કરો. સફળતા મળશે.

નેગેટિવઃ- બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો. કેમ કે તેમને ખીજાવવાથી તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે તથા હીનતાની ભાવના પણ આવી શકે છે. કોઇપણ જગ્યાએ વાર્તાલાપ કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ પ્રકારનું પેપર વર્ક કે ઓર્ડર પૂર્ણ કરતી સમયે યોગ્ય તપાસ કરો.

લવઃ- પારિવારિક મામલે વધારે દખલ ન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘણાં લાંબા સમય પછી ઘરમાં મહેમાનો આવવાથી સુખમય વાતાવરણ રહેશે. સાથે જ કોઇ પારિવારિક મામલો પણ ઉકેલાઇ જશે. બાળકોની પોઝિટિવ ગતિવિધિઓ તમને સુકૂન આપશે. રોકાણને લગતા કાર્યો માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- તમારી કોઇ જિદ્દ કે વ્યવહારના કારણે મામા પક્ષ સાથે સંબંધોમાં ખટાસ આવી શકે છે. કોઇપણ નિર્ણય લેતા પહેલાં ઘરના વડીલ વ્યક્તિની સલાહ લો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં સહયોગીઓ તથા કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન થવા દો.

લવઃ- વ્યવસાયિક મામલાની અસર ઘર ઉપર પડે નહીં તેનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- પેટ ખરાબ રહેવાના કારણે અસ્વસ્થ અનુભવ કરશો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પારિવારિક જવાબદારીઓ તમે યોગ્ય રીતે નિભાવવામાં સક્ષમ રહેશો. ઘરમાં કોઇ માંગલિક કાર્ય પૂર્ણ થવા જેવી યોજના બનશે તથા સુખમય વાતાવરણ રહેશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર રહેશે.

નેગેટિવઃ- અચાનક જ કોઇ નકારાત્મક વાત સામે આવવાથી તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. કોશિશ કરીને આ વાતોને હાવી થવા દેશો નહીં તથા પરિસ્થિતિઓમાં સાચવીને રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઇ નવું કામ શરૂ ન કરો.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારું રૂટિન ચેકઅપ કરાવો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારું કોઇ વ્યક્તિગત કામ આજે સફળતાપૂર્વક સંપન્ન થઇ જશે. જેથી તમારી અંદર ખાવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગૃત થશે. આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. કોઇ વિશિષ્ટ વ્યક્તિનો સહયોગ પણ તમને મળશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇના ઉપર જલ્દી વિશ્વાસ કરવો અથવા ભાવુકતાના કારણે તમને દગો મળી શકે છે. કોઇપણ મેલજોલ કે મીટિંગને લગતા કાર્યોમાં વાતચીત કરતા પહેલાં રૂપરેખા અવશ્ય બનાવો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળ ઉપર તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવશો.

લવઃ- આખો દિવસ કામ હોવા છતાંય પરિવાર સાથે બેસવું અને મનોરંજન કરવું તમારી અંદર ઊર્જા ઉત્પન્ન કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે થોડી નવી વાતોને શીખવા અને સમજવામાં સમય પસાર કરો. કોઇ સફળતા પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. ખર્ચ વધારે રહેશે, સાથે જ આવકના સાધન વધવાથી પરેશાની રહેશે નહીં. બાળકોના અભ્યાસ તરફ ધ્યાન આપીને મનને શાંતિ મળશે.

નેગેટિવઃ- પર્સનલ લાઇફને લગતું કોઇપણ પ્રકારનું રિસ્ક લેતા પહેલાં સાવધાન રહો. મનમાં થોડા નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે. આ વિચારો ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરો. તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્રચિત્ત રહો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લાભની આશાએ મહેનત વધારે રહેશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- કામના કારણે થાક અને નબળાઇ હાવી થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઇ પારિવારિક કે સામાજિક મામલે તમારા વિચારોને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે. મેલજોલ વધશે તથા આ સંપર્ક તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે. કોઇ ફસાયેલાં રૂપિયા પ્રાપ્ત કરવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- કોઇપણ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો તમને નુકસાન આપી શકે છે, એટલે સાવધાન રહો. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- આજે કામ વધારે રહેશે. ઉતાવળની જગ્યાએ ગંભીરતાથી અને સાવધાની પૂર્વક તમારા કાર્યને અંજામ આપો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ રહેવાના કારણે તાવ જેવું અનુભવ થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ચાલી રહી છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં હોવાની સંભાવના છે. એટલે તમારા પક્ષને મજબૂત કરીને રાખો. દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે પણ સંબંધ સ્થાપિત થશે તથા એકબીજા પ્રત્યે પ્રેમ વધશે.

નેગેટિવઃ- અન્યના કામમાં દખલ ન કરો અને માંગ્યા વિના સલાહ ન આપો. કોઇ પાડોસી કે બહારના વ્યક્તિ સાથે વિવાદ થઇ શકે છે. બાળકોની સમસ્યાઓના સમાધાનમાં પણ થોડો સમય લગાવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પ્રત્યેક કાર્યને ગંભીરતા પૂર્વક કરવાની કોશિશ કરો.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઇ મુશ્કેલી અનુભવ થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે ડેઇલી રૂટિનના કાર્યોથી અલગ થોડો સમય આત્મમંથન તથા આત્મ નિરીક્ષણમાં પસાર કરો. તેનાથી તમારા અનેક ગુંચવાયેલાં કાર્યોને વ્યવસ્થિત કરવાની તક મળશે. આ સમયે તમારી ગ્રહ સ્થિતિઓ અનુકૂળ છે.

નેગેટિવઃ- અન્ય ઉપર વધારે ડિસિપ્લિન ન રાખીને પોતાના વ્યવહારમાં લચીલાપણું લાવો. તેનાથી તમારા સંબંધ યોગ્ય જળવાયેલાં રહેશે. અહંકારના કારણે ભાઇઓ સાથે થોડો વાદ-વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- કોઇ પ્રકારની પણ પાર્ટનરશિપ કરવાની યોજનાને આજે ટાળો.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે ઈગોને લઇને વિવાદ શક્ય છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી લગન અને મહેનતનો આજે તમને લાભ મળવાનો છે. એટલે તમારા કામ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો. થોડા અજ્ઞાત વિદ્યાઓ પ્રત્યે પણ તમારો રસ જાગશે. તમારી ઉન્નતિના થોડા નવા માર્ગ પણ ખુલશે.

નેગેટિવઃ- વારસાગત સંપત્તિને લગતા કાર્યોમાં વિઘ્ન ઊભા થઇ શકે છે. કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સંભાળીને રાખો.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ અને મીડિયાને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાકના કારણે થોડી નબળાઇ અનુભવ થશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ સંબંધીને તેમની જરૂરિયાતના સમયે તમે સંપૂર્ણ સહયોગ કરશો. આવું કરવાથી તમને હાર્દિક સુખ મળશે. તમારા વિનમ્ર સ્વભાવના કારણે ઘર તથા સમાજમાં તમારા વખાણ થશે. પાડોસીઓ સાથે ચાલી રહેલો કોઇ જૂનો મામલો પણ ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- અનેકવાર તમે કાલ્પનિક યોજનાઓ બનાવી લો છો, જેના કારણે તમારા બનતા કાર્યો ખરાબ થઇ શકે છે. એટલે હકીકતનો સામનો કરો. પારિવારિક મામલે વધારે દખલ ન કરો.

વ્યવસાયઃ- મહેનત વિરૂદ્ધ લાભ ઓછો જ પ્રાપ્ત થશે.

લવઃ- ઘરના બધા સભ્યોને પોતાના મન પ્રમાણે કામ કરવાની આઝાદી આપો.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- થોડા નજીકના લોકોને મળવાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. સામાજિક સ્તરે તમને એક નવી ઓળખ પ્રાપ્ત થશે. આજનો દિવસ થોડો સમય બાળકોની પરેશાનીઓને સમજવા અને ઉકેલવામાં પણ પસાર કરો.

નેગેટિવઃ- તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો. તેનાથી તમારા દુશ્મનોમાં ઇર્ષ્યાની ભાવના આવી શકે છે. આર્થિક રોકાણને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઇ બહારના વ્યક્તિની દખલ તમારા કર્મચારીઓ વચ્ચે વિવાદ કરાવી શકે છે.

લવઃ- તમારો તમારા પરિવાર પ્રત્યે સમર્પણ ભાવ ઘરમાં સુકૂનનું વાતાવરણ ઊભું કરશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં કોઇ પ્રકારનો દુખાવો વધી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ઘરમાં ખાસ મહેમાનોના આવી જવાથી કામ વધારે રહેશે. આજે તમે તમારા રોજિંદા જીવનમાંથી થોડો સમય સુકૂન અને મોજ-મસ્તી માટે પણ કાઢી શકશો. બાળકો તરફથી કોઇપણ શુભ સમાચારની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ- વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસથી વિમુખ થઇ શકે છે. આ સમયે તેમનું ધ્યાન બહારની ગતિવિધિઓમાં તથા મોજમસ્તીમાં રહેશે. થોડા લોકો તમને ભાવનાત્મક રૂપથી નબળા કરવા માટે અફવાહ ફેલાવશે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં ભાગદોડ વધારે રહી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ પ્રકારનો પણ મતભેદ ઊભો થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.