તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે વૃશ્ચિક જાતકો ભાવનાઓમાં વહીને પોતાનું જ નુકસાન કરી શકે છે, હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું

2 મહિનો પહેલા
  • 25 ફેબ્રુઆરીએ ચાર-ચાર શુભ યોગ, 12 રાશિ માટે કેવો રહેશે દિવસ

ગુરુવાર, 25 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.37 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર રહેશે. ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર શરૂ થશે. શુભ તથા અમૃત એમ બે શુભ યોગ બની રહ્યાં છે. ગુરુવાના રોજ સર્વાર્થ સિદ્ધિ તથા અમૃત સિદ્ધિ યોગ પણ છે. એટલે કે 25 ફેબ્રુઆરીએ ચાર શુભ યોગનો સંયોગ બની રહ્યો છે. આ યોગમાં શરૂ કરવામાં આવેલા કામોમાં જલદીથી સફળતા મળશે. આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. ભગવાન વિષ્ણુની પૂજા કરીને 'ઓમ નમો ભગવતે વાસુદેવાય'નો મંત્રજાપ કરવો. ગુરુ ગ્રહ માટે ચણાની દાળનું દાન કરો. ભગવાન શિવને બેસનના લાડવાનો ભોગ ધરાવો.

25 ફેબ્રુઆરી, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો.

નેગેટિવઃ- કોઇ પ્રિય વ્યક્તિ દ્વારા તમને અશુભ સમાચાર મળી શકે છે, જેના કારણે મન પરેશાન રહેશે. કોઇપણ નિર્ણય ઉતાવળમાં તથા ભાવુકતામાં લેશો નહીં. મિત્રો તથા સંબંધીઓ તમારા કાર્યોમાં વિઘ્નો પેદા કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહેશે.

લવઃ- ઘરની વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે થોડો મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે સમય મિશ્રિત ફળદાયક છે. દિવસની શરૂઆત સારી રહેશે. તમારા મહત્ત્વપૂર્ણ કામ ઉપર વિશેષ ધ્યાન આપો. કોઇ લક્ષ્યની પ્રાપ્તિમાં ભાઇઓનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- બપોર પછી સ્થિતિ થોડી બદલાઇ શકે છે. ધૈર્ય અને સંયમથી તમે સમસ્યાને કાબૂમાં કરી લેશો. ઘરમાં કામ વધારે હોવાના કારણે પોતાના ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા મામલાઓમાં થોડા ફેરફારની જરૂરિયાત રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ જીવનમાં થોડો પોઝિટિવ પરિવર્તન લાવી રહી છે. જેનાથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે. રાજનૈતિક અને સામાજિક ક્ષેત્રમાં તમારી સક્રિયતા અને વર્ચસ્વ વધશે. તમે તમારી ફિટનેસ ઉપર પણ સમય પસાર કરશો.

નેગેટિવઃ- તમારા બનતાં કાર્યોમાં મોટાભાગે મુશ્કેલીઓ આવવાથી તમે ગુસ્સે થઇ શકો છો. તમારી નકારાત્મક વાતો ઉપર કાબૂ મેળવવું આજે તમારા માટે યોગ્ય રહેશે. આજે મામા પક્ષ તરફથી થોડો વાદ-વિવાદ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા જળવાયેલી રહેશે.

લવઃ- કોઇ વિપરિત લિંગના વ્યક્તિ સાથે મુલાકાત તમને તરોતાજા કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા કોઇ નજીકના સંબંધી સાથે છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થશે તથા આશાની નવી કિરણનો ઉદય થશે. સંપત્તિ અને ભાગલાને લગતા વિવાદ કોઇની દખલ દ્વારા સરળતાથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- કોઇપણ કામને કરવામાં ઉતાવળ ન કરો, પહેલાં તેના દરેક સ્તર અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. યુવા વર્ગ પ્રેમ પ્રસંગોમાં પડીને પોતાના અભ્યાસ અને કરિયર સાથે કોઇપણ પ્રકારનો સમજોતો ન કરો.

વ્યવસાયઃ- શેરબજાર તથા તેજી-મંદી જેવી ગતિવિધિઓમાં ભૂલથી પણ રૂપિયાનું રોકાણ કરશો નહીં.

લવઃ- તમારી પરેશાનીઓમાં પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાચવીને ચલાવવું,

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ફાલતૂની ગતિવિધિઓથી ધ્યાન હટાવીને તમારા કાર્યો ઉપર યોગ્ય ધ્યાન આપો. સમય અનુકૂળ છે, તેનો ભરપૂર ઉપયોગ કરો. ઘરનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે. પાડોસમાં કોઇ ધાર્મિક સમારોહમાં જવાથી લોકો સાથે હળવા-મળવાનું થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ-કોઇ સમયે તમારું મન નાની-નાની વાતોને લઇને વિચલિત રહી શકે છે. તમારી મનઃસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, કેમ કે તમારી પરેશાનીઓનો નકારાત્મક પ્રભાવ તમારા પરિવાર ઉપર પણ પડશે. ભાઇઓ સાથે સંબંધોમાં કડવાશ આવે નહીં તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- સ્ત્રી વર્ગ સાથે જોડાયેલાં વેપાર સફળ રહેશે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ ભાવનાત્મક રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી મુશ્કેલીઓથી રાહત મેળવવા માટે ખાનપાન અને દિનચર્યાને સંયમિત રાખવી.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે વારસાગત સંપત્તિ કે વસીયત સાથે જોડાયેલાં મામલાઓ ઉકેલાઇ શકે છે, એટલા માટે કોશિશ કરતાં રહો. તમારા વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં પણ ધ્યાન આપો. સમય અનુકૂળ છે તમને ચોક્કસ સફળતા મળશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનથી પોઝિટિવ ઊર્જા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીનો નકારાત્મક વ્યવહાર તમને નિરાશ કરી શકે છે. તમારી દરેક યોજનાને ગુપ્ત જ રાખો. નહીંતર કોઇ તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. ધનને લગતી લેવડ-દેવડ કરતી સમયે સાવધાની રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર વધારે વિશ્વાસ ન કરો.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરના વાતાવરણને સુખદ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાથી તણાવ અને ગુસ્સો હાવી થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવારની સુખ-સુવિધાનું ધ્યાન રાખવું તથા દેખરેખ કરવામાં તમારો વધારે સમય પસાર થશે. કોઇ સામાજિક ગતિવિધિમાં તમારું ઉત્તમ યોગદાન રહેવાના કારણે તમને સન્માન પણ મળશે. આર્થિક પરેશાનીઓમાં કોઇ મિત્રની મદદ કરવા માટે તમે તૈયાર રહેશો.

નેગેટિવઃ- તમારા વિચારોમાં નેગેટિવ હોવાના કારણે થોડા લોકો તમારાથી પરેશાન થઇ શકે છે, એટલે સમય પ્રમાણે તમારા વ્યવહાર અને વિચારોમાં પણ લચીલાપણું જાળવી રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યપારિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારના કારણે એલર્જી અને ઉધરસ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લો. ભાવનાઓમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો. બાળકોના ભવિષ્યને લગતી થોડી યોજનાઓ બનશે તથા રોકાણને લગતા કાર્યો પણ સંપન્ન થશે. હિંમત અને સાહસ દ્વારા અસંભવ કાર્યને પણ સરળતાથી શક્ય બનાવી લેશો.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે સામાન્ય વાતમાં વિવાદ થઇ શકે છે. જેની અસર પારિવારિક સંબંધો ઉપર પણ પડશે. કોઇપણ જોખમી કાર્યો કરતાં પહેલાં તેના બધા પરિબળો ઉપર વિચાર કરો.

વ્યવસાયઃ- કામકાજનું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે.

લવઃ- પરિવાર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા રસને લગતા કાર્યોને કરવાથી ખુશ રહેશો. બાળકોની કોઇ સમસ્યાનો ઉકેલ શોધવામાં પણ તમારો સહયોગ પોઝિટિવ રહેશે. પ્રોપર્ટીની ખરીદદારી અને વેચાણને લગતી યોજનાઓ સફળ થશે.

નેગેટિવઃ- આળસ હાવી થવાથી તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. ખોટી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહેશે. આ સમયે કોઇને પણ રૂપિયા વધારે આપશો નહીં.

વ્યવસાયઃ- પરિસ્થિતિ અનુકૂળ છે. જો કોઇ વ્યવસાયમાં પાર્ટનરશિપની યોજના બની રહી છે તો તેના ઉપર તરત અમલ કરો.

લવઃ- કોઇ બહારના વ્યક્તિની દખલ તમારા ઘર-પરિવાર ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- માથાના દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો ઘર બદલવાનું વિચારી રહ્યા છો તો આજે તે અંગે કોઇપણ કાર્યવાહી કરવા માટે સમય અનુકૂળ છે. યુવા વર્ગે પોતાના કરિયરને લગતા કોઇ શુભ સમાચાર મળી શકે છે. ઘરમાં નજીકના સંબંધીઓની અવર-જવર રહેશે.

નેગેટિવઃ- તમારી બેદરકારીના કારણે થોડા બનતાં કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. આ સમયે કોઇપણ કામ કરતાં પહેલાં તેની રૂપરેખા બનાવી લેવી. મહત્ત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પરિવારનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સ્થિતિથી રાહત મેળવવા માટે તમારા ખાનપાનને વ્યવસ્થિત રાખો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી તમે જે કાર્યોના કારણે પરેશાન થઇ રહ્યા હતાં આજે તેને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ આવી જશે. કોઇ સમારોહમાં જવાનો અવસર પણ પ્રાપ્ત થઇ શકે છે તથા કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- કોઇ મિત્રની સલાહ તમારા માટે ખોટી સાબિત થઇ શકે છે. એટલે અન્ય લોકોની જગ્યાએ તમે તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. આવકની અપેક્ષાએ ખર્ચની સ્થિતિ વધારે રહેશે. મુશ્કેલ સમયે કોઇને કોઇ જગ્યાએથી રૂપિયા મળી શકે છે.

વ્યવસાયઃ- સંપર્ક સૂત્ર કે મીડિયા તરફથી કોઇ મહત્ત્વપૂર્ણ કરાર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે શારીરિક અને માનસિક થાકનો અનુભવ થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇ ધાર્મિક સંસ્થામાં સેવાને લગતા કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે. ક્યાંક મન પ્રમાણે પેમેન્ટ આવવાથી આર્થિક સ્થિતિ સારી થઇ જશે. સામાજિક સીમા પણ વધશે અને અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ- અન્ય લોકો ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે સાવધાન રહેવું. કોઇપણ પ્રકારની અનિર્ણયની સ્થિતિ પરિવારના અનુભવી તથા વડીલ લોકોની સલાહ લેવી તમારા માટે હિતકારી રહેશે.

વ્યવસાયઃ- વિદેશને લગતા વ્યવસાયમાં ફરી ગતિ આવશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને ડાયાબિટિસના લોકોએ વિશેષ સાવધાની જાળવવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો