તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુક્રવારનું રાશિફળ:શુક્રવારે કર્ક સહિત 6 રાશિના જાતકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ધન અને કુંભ જાતકોએ વેપારમાં સાચવવું

એક મહિનો પહેલા
  • વૃષભ રાશિના જાતકોને અટકેલા પૈસા પરત મળશે, મકર રાશિને કામકાજમાં સફળતા
  • શિવ તથા મહાલક્ષ્મી યોગને કારણે 8 રાશિ માટે ફાયદાકારક દિવસ

25 ડિસેમ્બર, શુક્રવારના રોજ શિવ તથા મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ શુભ યોગનો ફાયદો આઠ રાશિને થશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, વૃષભ, મિથુન, સિંહ, તુલા, ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોને ગ્રહ-નક્ષત્રનો સાથ મળી શકશે. વિચારેલા કામો પૂરા થશે. ધન લાભ તથા ફાયદાકારક દિવસ. આ ઉપરાંત મેષ, કર્ક, કન્યા તથા વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. આ ચાર રાશિએ સંભાળીને રહેવું.

25 ડિસેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે કોઇ રાજનૈતિક સંબંધથી તમને થોડો ફાયદો થવાની આશા છે. તમે તમારી પ્રતિભા અને બુદ્ધિમત્તાના બળે કોઇ એવો નિર્યણ લેશો જેના દ્વારા તમને પણ આશ્ચર્ય થશે. પરિવારની દેખરેખમાં પણ તમારો ઉત્તમ સહયોગ રહેશે.

નેગેટિવઃ- કોઇપણ અજાણ્ય વ્યક્તિને તમારા અંગે વિશેષ જાણકારી ન આપો, નહીંતર કોઇ તમને દગો આપી શકે છે. વિદ્યાર્થી ગણ અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખે. આળશને પોતાના ઉપર હાવી થવા ન દે.

વ્યવસાયઃ- કોઇપણ વ્યવસાયિક રોકાણ કરતાં પહેલાં તેના અંગે યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લેવી.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી સમસ્યાને લઇને ઘર અને વ્યવસાય બંને જગ્યાએ તાલમેલ જાળવી રાખવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે કોઇ અટવાયેલાં રૂપિયા પ્રાપ્ત થઇ શકે છે. એટલે કોશિશ કરતાં રહો. તમારા મહત્ત્વપૂર્ણ કામ દિવસના પહેલાં ભાગમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. આ સમયે ગ્રહ સ્થિતિ સારી રહેશે. કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત મનને સુકૂન આપશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ અપ્રિય સમાચાર કે સૂચના મળવાથી ઘરમાં નિરાશાભર્યું વાતાવરણ રહેશે. તમારા કાર્યોને ધ્યાનથી પૂર્ણ કરો, થોડીપણ બેદરકારી નુકસાનદાયી બની શકે છે.

વ્યવસાયઃ- આવકના સ્ત્રોત વધશે. કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે પરિવારને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારે વધારે મહેનત કરવી પડશે અને તમે તેમાં સફળ પણ રહેશો. રોજિંદા કાર્યોથી અલગ આજે થોડો સમય તમે તમારા માટે પણ પસાર કરો. તેનાથી તમે તમારી અંદર ફરી નવી ઊર્જા અને તાજગી અનુભવ કરશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ જૂના મુદ્દા ઊભા થવાથી તણાવભર્યું વાતાવરણ રહેશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં લગ્નજીવનમાં વિવાદ ઊભો થવાથી ચિંતા રહેશે. આ સમયે તમે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- મશીન, કારખાના વગેરેને લગતાં વ્યવસાયમાં નવી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- લક્ષ્ય પ્રાપ્તિ માટે તમે અનેક હદે મહેનત કરી શકો છો. આજે પણ તમારો આવો જ ઉત્સાહ જળવાયેલો રહેશે. મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેને સાકાર કરવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી થોડું દૂર રહો. ઝઘડા વગેરેમાં પડશો નહીં તથા અન્યના મામલે દખલ ન કરશો. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કળાત્મક તથા ગ્લેમરને લગતાં કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાય સફળ રહેશે.

લવઃ- ઘરની વ્યવસ્થા યોગ્ય બની રહેશે જેથી મનને સુકૂન પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડી નબળાઈ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે મોટાભાગનો સમય સામાજિક ગતિવિધિઓમાં પસાર કરો. તમારી કાર્યક્ષમતા વધી શકે છે. બાળકના કરિયરને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ લાવવામાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદ મળશે.

નેગેટિવઃ- જો વારસાગત સંપત્તિને લગતો કોઇ વાદ-વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તેના આગળ વધવાની પણ સંભાવના છે. તમારા સ્વભાવમાં ધૈર્ય અને નરમી રાખો.

વ્યવસાયઃ- હાલ કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- જીવનસાથીનો તમને ભાવનાત્મક સહયોગ પ્રાપ્ત થશે તથા ઘરમાં ડિસિપ્લિન જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખશે. જો પ્રોપર્ટીના લેવડ-દેવડને લગતી યોજના બની રહી છે તો તેને તરત જ શરૂ કરો.

નેગેટિવઃ- જલ્દી સફળતા પ્રાપ્ત કરવાના ચક્કરમાં ગેર કાયદેસર કામ હાથમાં લેશો નહીં. સમય પ્રમાણે પોતાના કાર્યોને અંજામ આપો. અન્યના મામલે દખલ કરવું તમારી માનહાનિ કરાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારને વધારવા માટે નવી શોધ અને યોજનાઓની જરૂરિયાત રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ બીમારીઓ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કામકાજને લઇને કરવામાં આવતી યાત્રા આર્થિક રીતે ખૂબ જ લાભદાયી સાબિત થશે. કાર્યોને પૂર્ણ ઊર્જા સાથે કરવાનો તમારો ઉત્સાહ પણ જળવાયેલો રહેશે. પારિવારિક વાતાવરણ પણ પોઝિટિવ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- વિદ્યાર્થી તથા યુવાઓ સાથે મનોરંજનમાં સમય નષ્ટ ન કરો. આ સમયે ખોટા ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખો. ઘરના કોઇ વડીલ વ્યક્તિની સલાહને ઇગ્નોર કરશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી યોજનાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન અને દવાઓનું વિશેષ ધ્યાન રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઇ પરેશાનીનો ઉકેલ મળશે. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. પરિવાર સાથે ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ સમય પસાર થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલાં વિવાદો ઉકેલાવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે.

નેગેટિવઃ- બિનજરૂરી યાત્રાને લગતો કોઇપણ પ્રોગ્રામ બનાવશો નહીં. લોકો સાથે વાતચીત કરતી સમયે સાવધાન રહો. ગેરસમજના કારણે સંબંધોમાં વિવાદ ઊભો થઇ શકે છે.

વ્યવસાયઃ- આજે કામકાજમાં વધારે વ્યસ્તતા બની રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ ઉત્તમ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અથવા લોહીને લગતી સમસ્યાના અણસાર છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી સફળતાની તૈયારી કરશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. થોડાં વિશેષ લોકો સાથે સંપર્ક બનવાના કારણે તમારી વિચાર શૈલીમાં પણ આશ્ચર્યજનક પરિવર્તન આવશે.

નેગેટિવઃ- આર્થિક મામલે તણાવ રહેશે. વધારે ભીડભાડ જેવા વિસ્તારમાં જવાનું ટાળો. કોઇ નજીકના વ્યક્તિ દ્વારા તમારી આલોચના થવાથી મન નિરાશ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં જો કોઇ સાથે પાર્ટનરશિપને લગતી યોજના બનાવી રહ્યા છો તો આજે તેના ઉપર ગંભીરતાથી વિચાર કરો.

લવઃ- ઘરની ગતિવિધિઓમાં આજે તમારો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે આજે વધારે મહેતન કરવી પડશે, પરંતુ સફળતા પણ પ્રાપ્ત થશે. અચાનક જ કોઇ નજીકના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત તણાવના વાતાવરણથી સુકૂન પ્રદાન કરશે.

નેગેટિવઃ- ગુસ્સા તથા ઉતાવળ ઉપર નિયંત્રણ રાખો. નહીંતર તમારું કામ ખરાબ થઇ શકે છે. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા માટે પરેશાનીઓ ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાય અને નોકરીને લગતાં નિર્ણયો જાતે જ લેવાં.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય જ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમે તમારા કાર્યોને વ્યવસ્થિત તથા યોગ્ય તાલમેલ જાળવીને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો અને સફળ પણ થશો. આર્થિક રોકાણને લગતાં મામલે સમય પસાર થશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો સહયોગ તમને સન્માનિત રાખશે.

નેગેટિવઃ- ઘરના કોઇ વડીલ વ્યક્તિના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. તેમની ભાવનાઓ અને આજ્ઞાને નજરઅંદાજ ન કરો. વિદ્યાર્થીઓએ પણ તેમના અભ્યાસ ઉપર વધારે ફોકસ રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં રૂપિયાને લગતી લેવડ-દેવડ કે અન્ય કોઇ ડીલ કરતી વખતે સાવધાની જાળવો.

લવઃ- ઘર-પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે પરિસ્થિતિઓમાં પોઝિટિવ ફેરફાર તથા યોગ્ય અવસર સુલભ થશે. તમારા દરેક કાર્યોને લગનથી કરવાની ઇચ્છા રહેશે અને સારા પરિણામ પણ પ્રાપ્ત થશે. બાળકોને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી સુકૂન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે થોડી બેદરકારીના કારણે મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. પારિવારિક વાતાવરણમાં પણ કોઇને કોઇ અશાંતિ અનુભવ થશે. ભાઇઓ સાથે સંબંધો સાચવો.

વ્યવસાયઃ- માર્કેટિંગ કે જનસંપર્કની સીમા વધશે.

લવઃ- લગ્નસંબંધ ઉત્તમ જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ હાવી થઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser