તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધવારનું રાશિફળ:બુધવારે કર્ક જાતકોને આવકની જગ્યાએ ખર્ચ વધારે રહેશે, વ્યવસાયમાં ભાગ્યનો સહયોગ મળી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેષ, કન્યા, ધન રાશિ માટે દિવસ સારો
  • વૃષભ તથા સિંહ રાશિન જાતકો સતર્ક રહે

25 ઓગસ્ટ, બુધવારના દિવસે ચંદ્ર મીન રાશિમાં રહેશે. બુધવારે ઉત્તરા ભાદ્રપદ્ર નક્ષત્ર રહેશે. આ જ કારણે લુંબક નામનો અશુભ યોગ બની રહ્યો છે. આ દિવસે ગણેશ ચતુર્થી, બોળ ચોથ તથા કજરી ત્રીજ પણ છે. બુધવારે ગણેશજી, માતા પાર્વતી, શિવજીની પૂજા કરીને દિવસની શરૂઆત કરો. મેષ, કન્યા, વૃશ્ચિક તથા ધન રાશિ માટે દિવસ સારો રહેશે. વૃષભ, સિંહ તથા તુલા રાશિના જાતકોએ વધુ સાવધાનીથી કામ કરવું.

25 ઓગસ્ટ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવાની કોશિશ કરશો. તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે થોડી રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ લેશો. આ સમયે આર્થિક સ્થિતિ પણ સારી બનશે.

નેગેટિવઃ- લગ્ન થઈ ગયેલાં વ્યક્તિઓને સાસરિયા પક્ષ સાથે કોઈ વિવાદ થાય તેવી શક્યતા છે. આ સમયે પરિસ્થિતિઓને ઉકેલવા માટે ધૈર્ય અને સંયમ રાખવાની જરૂરિયાત છે. ઘરના વડીલોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે.

વ્યવસાયઃ- થોડા વ્યક્તિગત કારણોના કારણે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકાશે નહીં.

લવઃ- સમયના અભાવના કારણે પતિ-પત્ની એકબીજા સાથે વધારે સમય પસાર કરી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે મસાલેદાર ભોજન કરવાનું ટાળો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- મિત્રો સાથે તથા બહારની ગતિવિધિઓમાં આજે મોટાભાગનો સમય પસાર થશે. તમે તમારી દિનચર્યામાં પણ થોડું પરિવર્તન લાવશો. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ પ્રોપર્ટી કે રૂપિયાને લગતી લેવડ-દેવડને લઇને થોડા વિવાદની સ્થિતિ બની શકે છે. કોઈપણ સમસ્યાને એકબીજની સહમતિ સાથે ઉકેલવાની કોશિશ કરશો તો વધારે સારું પરિણામ મળી શકશે.

વ્યવસાયઃ- મોટાભાગનો સમય માર્કેટિંગ, પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં સમય પસાર થશે.

લવઃ- પતિ-પત્ની કામ વધારે રહેવાના કારણે ઘરમાં વધારે સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો થવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆતમાં કામ વધારે રહેવના કારણે ખૂબ જ વધારે મહેનત કરવી પડશે. પરંતુ બપોર પછી તમારી આ મહેનતનું અનુકૂળ પરિણામ પણ મળવાનું શરૂ થઈ જશે. તેનાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઈ ભૂલ થવાથી નુકસાન થઈ શકે છે. જેના કારણે થોડા લોકો સાથે સંબંધ પણ ખરાબ થઈ શકે છે. માનસિક શાંતિ અને સુકૂન માટે અધ્યાત્મ અને મેડિટેશનને લગતી ગતિવિધિઓમાં સમય પસાર કરો.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ, ગ્લેમર અને કમ્યૂટર સાથે જોડાયેલાં વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- થાઈરોઈડને લગતી પરેશાની વધી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમને જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હોવાથી નિરાશા હતી, આજે તે કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકે છે. સજાવટને લગતા કાર્યોમાં સમય પસાર થઈ શકે છે. કોઈ સમારોહમાં સામેલ થવાની પણ તક મળશે. ત્યાં તમારું વર્ચસ્વ પણ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- આવકની જગ્યાએ ખર્ચ વધારે રહેશે. કોઈ મિત્રની સલાહ તમારા માટે નકારાત્મક સાબિત થઈ શકે છે, તમારી ક્ષમતાઓ ઉપર જ વિશ્વાસ રાખો. કોઈ સાથે ખોટી રીતે વાર્તાલાપ કરવો તમને નુકસાન આપી શકે છે.

વ્યવસાયઃ- વેપારને લગતા કાર્યોમાં ભાગ્ય પૂર્ણ રૂપથી તમને સહયોગ કરશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના લીધે શારીરિક અને માનસિક થાકનો અનુભવ થઈ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ નજીકના સંબંધીઓ સાથે મોજમસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક ચર્ચા-વિચારણાં પણ થશે. ઘરમાં સુધારને લગતી યોજનાઓને શરૂ કરવા માટે વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓમાં વધારે ખર્ચ થવાથી મન થોડું પરેશાન રહી શકે છે. જો લોન લેવાની યોજના બની રહી છે, તો તેમાં તમારી શક્તિ પ્રમાણે વધારે રૂપિયા ઉધાર લેવાથી બચવું.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં શાંતિપૂર્ણ રીતે કામ સંપન્ન થતાં જશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સુખમય સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે નજીકના લોકો સાથે મુલાકાત તથા મનોરંજનને લગતા કાર્યોમાં સુખમય સમય પસાર થશે. યુવાઓ પોતાના ભવિષ્યને લઇને સંપૂર્ણ રીતે ગંભીર અને એકાગ્ર રહેશે. ઘરમાં કોઈ રાજનૈતિક પ્રભાવશાળી વ્યક્તિના આવવાથી આસપાડોસમાં તમારું સન્માન વધશે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેવાના કારણે આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. હાલ ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવા શક્ય નથી. મોજમસ્તીના કારણે અનેક મહત્ત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે.

વ્યવસાયઃ- ઉચ્ચ અધિકારીઓ તથા સન્માનિત લોકો સાથે સંપર્ક જાળવી રાખવો તમારા વ્યવસાય માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો તમારા પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન દ્વારા કોઈ પ્રકારની ઈજા પહોંચવાની શક્યતા છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- શારીરિક અને માનસિક રૂપથી આજે તમે પોતાને તંદુરસ્ત અનુભવ કરશો. તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. તમારી જીવનશૈલીને વધારે ઉન્નત કરવા માટે કોશિશ કરવી સફળતા આપશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ નાની વાત ઉપર સાસરિયા પક્ષ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. તમારા વ્યવહારમાં લચીલાપણુ જાળવી રાખો. ક્યારેક-ક્યારેક તમને અનુભવ થશે કે પરિશ્રમ પ્રમાણે પરિણામ મળી રહ્યું નથી.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર વિશ્વાસ કરવો અને મિત્રતાભર્યો વ્યવહાર કરવો તેમની કાર્યક્ષમતાને વધારશે.

લવઃ- કામ વધારે રહેવાના કારણે ઘરમાં વધારે સમય પસાર કરી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- નજીકના સંબંધીઓના આગમનથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. ખર્ચ સાથે-સાથે આવકમાં પણ વધારો થવાથી તણાવ રહેશે નહીં. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીનું સમાધાન મળવાથી રાહત પણ રહેશે

નેગેટિવઃ- પરિવારના જ કોઈ વ્યક્તિની પર્સનલ લાઇફમાં થોડી મુશ્કેલીઓ આવવાના કારણે ચિંતા રહી શકે છે. ધ્યાન રાખો કે ઘરની વાત બહાર ઉજાગર થાય નહીં. નહીંતર તેનાથી પરિસ્થિતિઓ વધારે ગંભીર થઈ શકે છે.

વ્યવસાયઃ- આર્થિક રીતે દિવસ ઉત્તમ રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે રોકાણને લગતા કાર્યોમાં તમારું સંપૂર્ણ ધ્યાન આપો, કેમ કે પરિસ્થિતિઓ અનુકૂળ છે. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે પણ તમારું નિસ્વાર્થ યોગદાન તમને આત્મિક શાંતિ પ્રદાન કરશે અને માન-સન્માન પણ વધારશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ઘરની કોઈ મહત્ત્વપૂર્ણ વાત જાહેર થઈ શકે છે. જેની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા ઉપર પડશે. આ સમયે ખોટા ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે કેમ કે અચાનક જ થોડા ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે તમને થોડી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું ખાસ યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલોને સ્વાસ્થ્યને લગતી પરેશાની રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડા ખાસ લોકો સાથે લાભદાયક અને સન્માનજનક મુલાકાત થશે. તેમની સાથે થોડો સમય પસાર કરવો અને સામાજિક ગતિવિધિઓમાં પણ હાજર રહેવું તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશે. અટવાયેલાં કાર્યો બની શકે છે, તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. તે તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. તેમાં કોઈ પ્રકારનું આર્થિક નુકસાન થવાની પણ સ્થિતિ બની રહી છે. વિદ્યાર્થીઓને યુવા વર્ગ ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરીને પોતાના અભ્યાસ અને કરિયર ઉપર ધ્યાન આપે.

વ્યવસાયઃ- પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત લોકો સાથે તમારા સંબંધ વ્યવસાયિક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ લાભદાયક રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમારા કાર્યોમાં થોડા લોકો વિઘ્ન ઊભું કરી શકે છે. પરંતુ તમે ચિંતા ન કરીને તમારા મન પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ- તમારા મનને સંયમિત કરીને રાખવું અતિ જરૂરી છે. ક્યારેક ઈગો અને ઘમંડ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ઘરના વડીલોની સલાહ ઉપર પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કામ નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે.

લવઃ- કોઈ વિપરિત લિંગના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો બિલકુલ બેદરકારી ન કરે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે વ્યક્તિગત તથા સામાજિક કાર્યોમાં વધારે વ્યસ્ત રહી શકો છો. થોડી પોઝિટિવ પ્રવૃત્તિના લોકો વચ્ચે સમય પસાર કરવાથી ખૂબ જ શીખવ મળી શકે છે. વિદ્યાર્થીઓના કરિયરને લગતી કોઈ શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ઘરમાં કામ વધારે રહેવાના કારણે તમારા મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે. એટલે તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી અતિ જરૂરી છે. ક્યારેક-ક્યારેક ગુસ્સો કે કઠોર શબ્દોનો પ્રયોગ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાય ક્ષેત્રમાં પણ વધારે દેખરેખની જરૂરિયાત રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતથી પરેશાન રહી શકો છો.