24 સપ્ટેમ્બરનું રાશિફળ:ગુરુવારના દિવસે તુલા અને મીન જાતકોએ સાવધાન રહેવું, લોકો વચ્ચે અપમાનિત થવું પડી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ નક્ષત્રમાં ચંદ્રમા હોવાથી અશુભ યોગ, આઠ રાશિના જાતકોએ જોબ તથા બિઝનેસમાં સાચવવું
  • અશુભ ગ્રહ સ્થિતિને કારણે જોબ તથા બિઝનેસમાં ખોટાં નિર્ણય લઈ શકો છો, તણાવપૂર્ણ દિવસ

24 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ ચંદ્રમા મૂળ નક્ષત્રમાં રહેશે. કેતુના નક્ષત્રમાં ચંદ્રમા હોવાને કારણે ધૂમ્ર નામનો અશુભ યોગ આખો દિવસ રહેશે. આ જ કારણે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા તથા મકર રાશિએ સંભાળીને રહેવું. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, અશુભ ગ્રહ-સ્થિતિને કારણે જોબ તથા બિઝનેસમાં લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે. મનમાં અજાણ્યો ડર રહેશે. તણાવ તથા વિવાદ રહેશે. આ ઉપરાંત વૃશ્ચિક, ધન, કુંભ તથા મીન રાશિના જાતકો ગ્રહના અશુભ પ્રભાવથી બચીને રહેશે. 12માંથી 8 રાશિના જાતકો માટે દિવસ સારો નથી અને ચાર માટે શુભ રહેશે.

24 સપ્ટેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહી શકે છે. ખોટા ખર્ચથી બચવું તથા ઘરેલુ ખર્ચનું સંતુલિત બજેટ બનાવવું પણ જરૂરી છે. કોર્ટ કેસને લગતાં મામલાઓમાં થોડી મુશ્કેલીઓ આવશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્પર્ધી તમારી સામે મોટો પડકાર ઊભો કરી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણમાં એકબીજાનું સારું તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહેવું.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- મહેમાનોની અવરજવર અને તેમની આગતાં-સ્વાગતામાં સમય પસાર થશે. ભેટનું આદાન-પ્રદાન થશે. બજેટ ખરાબ થઇ શકે છે પરંતુ પરિવારના સુખ આગળ તે બધું સ્વીકાર રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યની યોજનાઓને લઇને ગંભીર રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, આ બધી ક્રિયાઓ દરમિયન તમારું કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય છૂટી શકે છે. જેના કારણે ભારે નુકસાનનો સામનો કરવો પડશે. બધી ગતિવિધિઓમાં ધ્યાન કેન્દ્રિત રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- કારોબારમાં આ સમયે વધારે મહેનત અને પરિશ્રમની જરૂરિયાત રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઇને પરેશાની રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે આકરી મહેનત અને પરિશ્રમથી બધું જ પ્રાપ્ત કરી શકો છો જેની તમને ઇચ્છા છે. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ આ સમયે તમારા જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. ઘરના લોકો સાથે સમય પસાર થવાથી મન આનંદિત રહેશે.

નેગેટિવઃ- આર્થિક તણાવ રહેશે. કોઇ પણ જગ્યાએ ધનનું રોકાણ કરવું નહીં કેમ કે, રૂપિયા પાછા મળવાં મુશ્કેલ રહેશે. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિયોગી પરીક્ષાને લગતાં અભ્યાસમાં વધારે ધ્યાન આપવું પડશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ક્વોન્ટિટીના ચક્કરમાં ક્વોલિટી સાથે કોઇ પ્રકારનો સમજોતો કરવો નહીં

લવઃ- કામકાજમાં ચાલી રહેલી શિથિલતાનો પ્રભાવ પારિવારિક જીવન ઉપર પડવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં નાના-મોટા ઉતાર-ચઢાવ આવી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પરિવાર સાથે હર્ષોલ્લાસમાં પસાર થશે. કોઇ જગ્યાએથી કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે. કાર્યકુશળતાના બળે તમે તે ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લેશો જેની તમને ઇચ્છા હતી.

નેગેટિવઃ- પરંતુ બધું જ ઠીક રહીને પણ તમને કોઇ જગ્યાએ અભાવનો અહેસાસ રહેશે. જો વિચાર કરશો તો તેનું કોઇ કારણ રહેશે નહીં. તમારી ભાવનાઓ અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- કામકાજને તમે પૂર્ણ ગંભીરતા અને સાદગીથી લેશો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને પરિશ્રમના કારણે થાક અને શરીરનો દુખાવાની સ્થિતિ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ સંમેલન કે સમારોહમાં જવાની તક પ્રાપ્ત થશે. સન્માન સાથે તમારી આગતાં-સ્વાગતાં પણ રહેશે. બાળકોને લગતાં કાર્યો જેમ કે, લગ્ન, નોકરી વગેરે કાર્યની યોજના સફળ થશે.

નેગેટિવઃ- તમારે તમારા ગુસ્સા અને આવેશ ઉપર જરૂરી નિયંત્રણ રાખવું જોઇએ. કોઇ ઉપર વધારે વિશ્વાસ કરવો નુકસાનદાયક રહી શકે છે. ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારની યોજના ઉપર કામ શરૂ થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે પરંતુ કોઇ જૂની બીમારી પ્રત્યે પણ સાવધાન રહેવાની જરૂરિયાત છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમય ઊર્જા, જોશ અને ઉમંગથી પરિપૂર્ણ રહેશે. બાળકો સાથે ધૈર્ય રાખીને વ્યવહાર કરો, જેથી તેઓ તમારું સન્માન કરશે. અનેક પ્રકારના ખર્ચનો સમય છે પરંતુ તમે તે મેનેજ કરી લેશો.

નેગેટિવઃ- સંબંધીઓ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની રાખો. કોઇ એવી વાત મોંમાથી નીકળી શકે છે જેનાથી સંબંધ ખરાબ થવાની સંભાવના છે. અમુક હદે ખર્ચ ઉપર નિયંત્રણ જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવસાયિક સંબંધ સ્થાપિત કરતાં પહેલાં વિચાર કરો.

લવઃ- ઘરમાં એકબીજા પ્રત્યે પ્રેમ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત, વાયુ વિકાર વગેરે જેવી સમસ્યા રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારામાં દરેક કાર્યને લગનથી કરવાની ઇચ્છા રહેશે. અને સારા પરિણામ પણ પ્રાપ્ત થશે. સ્ત્રીવર્ગ વિશેષ રૂપથી પોતાના વ્યક્તિત્વને નિખારવામાં ધ્યાન આપશે. આશા અને સપના સાકાર કરવા માટે સમય ઉત્તમ છે. તેનો સારો સદુપયોગ કરો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, બેદરકારી અને મોડું કરવાના કારણે જરૂરી અને મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. આજે કોઇ કાર્યક્રમમાં અસન્માનિત થવું પડી શકે છે અથવા સન્માનને ઠેસ પહોંચી શકે છે.

વ્યવસાયઃ- જૂની પાર્ટીઓ સાથે સંબંધોને સારા જાળવી રાખો. કામની ક્વોલિટીમાં સુધાર થવાના કારણે તમને સારો ઓર્ડર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં ચાલી રહેલાં મતભેદ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ જેમ કે, માથાનો દુખાવો, તાવ વગેરે થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે પરિસ્થિતિઓમાં પોઝિટિવ ફેરફાર તથા અનેક અવસર પ્રાપ્ત થશે. કઇંક નવું શીખવામાં પણ સમય પસાર થશે. આ અનુભવ આગળ વ્યવહારિક જીવનમાં તમને કામ આવશે. કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- પારિવારિક વાતાવરણમાં ક્યાંકને ક્યાંક અશાંતિ અનુભવ થશે. ભાઇઓ સાથે તાલમેલ નબળો રહી શકે છે. આવક સાથે ખર્ચ પણ વધારે રહેશે.

વ્યવસાયઃ- માર્કેટિંગ તથા જનસંપર્કની સીમા વધારો.

લવઃ- ઘરમાં કોઇ બાળકની કિલકારીને લગતી શુભ સૂચના પ્રાપ્ત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જમીન કે વાહનને લગતાં કોઇ મહત્ત્વપૂર્ણ કામ સંભવ થઇ શકે છે. સમય સુખદ અનુભવ કરાવશે. લાભની પ્રાપ્તિ થશે તથા પોતાના લોકો વચ્ચે સારો સમય પસાર થશે. યુવા વર્ગને ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ- ખાસ ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે, તમારે દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો જોઇએ નહીં. કેમ કે, કોઇ એવી વાત બની શકે છે જેના કારણે તમારી આલોચના થશે. ભાવુકતા અને ઉદારતા તમારી સૌથી મોટી નબળાઇ છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે થોડી પરેશાનીનો અનુભવ થશે.

લવઃ- મુશ્કેલ સમયમાં પારિવારિક લોકોનો સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી સમસ્યા રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના કે સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. ધનને લગતાં કાર્ય સંપન્ન થશે. માનસિક રીતે તમે સુકૂનનો અનુભવ કરશો. કોઇ સમારોહ કે પાર્ટીમાં પણ વ્યસ્ત રહી શકો છો.

નેગેટિવઃ- બાળકોને લઇને કોઇ પ્રકારની ચિંતા રહેશે. બિનજરૂરી ભય અને બેચેની રહેશે. જેના કારણે તમે તમારી ક્ષમતા અને યોગ્યતાનો ભરપૂર ઉપયોગ કરવામાં અસમર્થ રહી શકો છો.

વ્યવસાયઃ- કામકાજમાં વધારે ગંભીરતા અને એકાગ્રતા રાખવી જરૂરી છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સંતુલિત આહાર સાથે-સાથે શારીરિક પરિશ્રમ અને કસરત જેવી વાતો ઉપર પણ ધ્યાન આપો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે ભાગ્ય તમારા પક્ષમાં છે. મુશ્કેલીઓ તથા વિઘ્નો હોવા છતાં તમે બધા મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલાં વિવાદમાં પણ સ્થિતિઓ સચવાઇ જશે. મિત્રો અને સહયોગીઓ સાથે સંબંધ સારા બનશે.

નેગેટિવઃ- તમારા બજેટને તમારી જરૂરિયાતો પ્રમાણે સીમિત અને સંતુલિત રાખો. જમીન કે વાહન માટે જો ઉધાર લેવાની યોજના બની રહી છે તો તેના ઉપર ફરી વિચાર કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ કામ અટકી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં કોઇ બહારના વ્યક્તિના કારણે ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે કોઇપણ પ્રકારની બેદરકારી નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય માન પ્રતિષ્ઠા વર્ધક છે. તમારી આસપાસના પોઝિટિવ લોકો સાથે વાતચીત કરીને તમને સારું અનુભવ થશે. શાનદાર સમય પસાર થશે. રોજિંદા કાર્યો સાથે-સાથે તમે અન્ય કાર્ય સહજતા સાથે પૂર્ણ કરી લેશો.

નેગેટિવઃ- બાળકો સાથે વધારે ઢીલ ન રાખો. નહીંતર પરેશાની ઊભી થઇ શકે છે. થોડાં લોકોની વચ્ચે અપમાનિત પણ થવું પડી શકે છે. રૂપિયા આવતાં પહેલાં જવાનો રસ્તો પણ તૈયાર રહેશે. એટલે ખોટાં ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ અને કર્મચારીઓ સાથે ચાલી રહેલાં સંબંધોમાં તણાવ દૂર થશે.

લવઃ- પારિવારિક સભ્ય દરેક મુશ્કેલ સ્થિતિમાં તમારી સાથે ઊભા રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી, ઉધરસ અને એલર્જીની સમસ્યા રહેશે.

અન્ય સમાચારો પણ છે...