બુધવારનું રાશિફળ:બુધવારના દિવસની શરૂઆત માન જાતકો માટે શુભ રહેશે, ઓફિસમાં શાંતિથી દિવસ પસાર થશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેષ સહિત 7 રાશિને નોકરી તથા બિઝનેસમાં ફાયદો થશે
  • કર્ક સહિત 5 રાશિ માટે દિવસ સામાન્ય, રોકાણમાં સાવચેતી રાખવી

24 નવેમ્બર, બુધવારનો દિવસ 7 રાશિ માટે શુભ રહેશે. મેષ, વૃષભ, મિથુન, સિંહ, તુલા તથા ધન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. આ સાથે જ મીન રાશિને ધન લાભ થવાની શક્યતા છે. કર્ક, કન્યા, મકર તથા કુંભ રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. આ રાશિના જાતકોએ જોબ-બિઝનેસ, લેવડ-દેવડ તથા રોકાણમાં સાવચેતી રાખવી.

24 નવેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- કોઈ અધૂરું કામ આજે પૂર્ણ થઈ શકે છે. એટલે પોતાની કોશિશમાં ઘટાડો આવવા દેશો નહીં. હાલ કરેલી મહેનત ભવિષ્યમાં તમને લાભ આપી શકે છે. પરીક્ષાની તૈયારી કરી રહેલાં લોકો માટે સમય સારો છે.

નેગેટિવઃ- અચાનક જ કોઈ ખર્ચ સામે આવી જવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. જેના કારણે ચિંતા રહેશે. તમારી વાણી ઉપર સંયમ રાખો, કેમ કે આ કારણે થોડા સંબંધોમાં તિરાડ પડી શકે છે.

વ્યવસાયઃ- નોકરી તથા કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઈ મહત્ત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થવાથી આત્મવિશ્વાસ વધશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત વધશે. ઘરના રિનોવેશન અને સુધારને લગતા કામ પણ થશે. જીવન પ્રત્યે તમારો પોઝિટિવ વ્યવહાર તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે.

નેગેટિવઃ- વાસાગત સંપત્તિ કે કોઈ ભાગલાને લગતી કોઈ ગતિવિધિ ચાલી રહી છે તો ધ્યાન રાખો કે તમારા મતભેદ વધી શકે છે. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. મનમાં વિવિધ પ્રકારની આશંકાઓ રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં થોડા પડકાર અને સ્પર્ધાનો સામનો કરવો પડશે.

લવઃ- પરિવારમાં સભ્યો વચ્ચે થોડી ગેકરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક રીતે તમે સ્વસ્થ રહી શકો છો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઈ ખાસ કાર્યને લઈને ચાલી રહેલી કોશિશમાં સફળતા મળશે. ઘરના વડીલોના માર્ગદર્શન હેઠળ જોખમી કાર્યો કરવામાં તમને રસ રહેશે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં સફળ રહી શકો છો.

નેગેટિવઃ- કોઈ અસફળતા મળવાથી પરેશાન થવું નહીં. તમારા લક્ષ્યથી તમે ભટકશો નહીં તથા મનને વશમાં રાખશો. વાહન અને મશીનને લગતા સામાનનો સાવધાની સાથે ઉપયોગ કરો

વ્યવસાયઃ- વેપારને લઈને લીધેલાં ઠોસ નિર્ણય સફળ રહી શકે છે.

લવઃ- પરિવારના લોકો સાથે સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે અકારણ જ તણાવના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા વ્યક્તિત્વને વધારે નિખારવા માટે તમે સાવધાન રહેશો. અચાનક જ લાભ પ્રાપ્ત થઈ શકે છે. જેથી આર્થિક સ્થિતિ સારી બનશે. પડકાર સામે આવશે પરંતુ તમે તેનો મુકાબલો કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ભાઈઓ સાથે કે ઘરમાં ચાલી રહેલો કોઈ વિવાદ કોઈ અન્ય વ્યક્તિની મદદથી ઉકેલવાની કોશિશ કરો. કોઈપણ કામને મજબૂરીમાં કરશો નહીં, નહીંતર તમારા ઉપર તણાવ હાવી થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વધારે ફોકસ રહેવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારનો ભરપૂર સહયોગ તમને દરેક ક્ષેત્રમાં મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી આંખનું ચેકઅપ કરાવવાની જરૂરિયાત છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમે તમારી જીવનશૈલીને વધારે વ્યવસ્થિત અને શ્રેષ્ઠ કરવાની કોશિશ કરશો. સફળતા પણ મળી શકે છે. અટવાયેલાં પારિવારિક કાર્યોને સહજતા અને સરળતા સાથે પૂર્ણ કરો.

નેગેટિવઃ- આર્થિક મામલે ઘણા વિચાર કરીને નિર્ણય લેવા પડશે. આ સમયે કોઈપણ વ્યક્તિને ઉધાર રૂપિયા આપશો નહીં. અતિ આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપાર ક્ષેત્રમાં તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ- પતિ-પત્ની થોડો સમય એકબીજા સાથે વિતાવે તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવ જેવી પરેશાની રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરો. આ સંબંધ ખૂબ જ ફાયદો આપી શકે છે. તમે સમજી-વિચારીને તથા પ્લાનિંગ સાથે કામ કરશો તો સફળતા ચોક્કસ મળી શકે છે. મિત્રોની મદદથી અટવાયેલાં કાર્યો ઉકેલાઈ જશે.

નેગેટિવઃ- સમય થોડો પરીક્ષા લેનાર રહેશે. માનસિક તણાવ રહેશે તથા તમારા કાર્યોને યોગ્ય રીતે તમે કરી શકશો નહીં. જે કાર્યોને તમે ખૂબ જ સહજ અને સરળ સમજી રહ્યા હતાં, તેમાં થોડી પરેશાનીઓ આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે જેવું ચાલી રહ્યું છે, તેમાં સંતોષ રાખો.

લવઃ- પરિવારના લોકો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. ઇચ્છા પ્રમાણે દરેક કામ પૂર્ણ થઈ શકે છે. કોઈ વ્યક્તિની યોગ્ય સલાહ પણ તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. યુવાઓની યોગ્યતા તમારી સામે આવી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે વિમુખ ન રહે કેમ કે આળસ હાવી રહેશે. તમારા ગુસ્સાના કારણે અનેક બનતા કાર્યો ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે યોગ્ય તાલમેલ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે. આસ્થા અને વિશ્વાસ રાખવો તમારા મનોબળને વધારશે. આજે તમને કોઈ ખાસ સમાચાર મળી શકે છે. જેથી માનસિક સંતોષ રહેશે. તમે તમારા કાર્યને પૂર્ણ ઉત્સાહ સાથે કરશો.

નેગેટિવઃ- અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ યોગ્યતા અને કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખશો તો વધારે સારું રહેશે. આ સમયે ક્લેશ અને વિવાદની સ્થિતિથી દૂર રહેવામાં જ ફાયદો છે.

વ્યવસાયઃ- વેપારમાં પડકારનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં તમારું યોગદાન આપો. તમારી ઓળખ અને સંપર્ક વધારો. તમે તમારા રસના કાર્યોને કરવામાં વધારે પ્રસન્ન અનુભવ કરશો. વીમા, વીઝા, પાસપોર્ટ વગેરેને લઈને અટવાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- વાતો કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. બિનજરૂરી વાતો બોલવાથી તમે તમારી જ વાતોમાં ફસાઈ શકો છો. બાળકો તરફથી થોડી ચિંતા રહેશે, વૈચારિક મતભેદ પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં ગતિ આવી શકે છે.

લવઃ- ઘરના વડીલ સભ્યોનો સ્નેહ અને આશીર્વાદ તમારા ઉપર રહેશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ જાગરૂત રહે

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- નવા મકાનની ખરીદી કે રિનોવેશનને લગતી યોજના પણ બનશે. તમે તમારું બધું કામ ખૂબ જ સરળ અને યોગ્ય રીતે પૂર્ણ કરી શકો છો. સેવાને લગતી સંસ્થાઓમાં પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ- કોઈ બહારના વ્યક્તિ તમારા માટે પરેશાની ઊભી કરવાની કોશિશ કરશે. સહનશક્તિ જાળવી રાખો તથા શાંતિથી વિવાદનો ઉકેલ લાવો. બેકારની વાતોમાં વ્યયની સ્થિતિ પણ રહી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં પ્રચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્ન સુખ ઉત્તમ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઈ મિત્ર કે સંબંધીની આર્થિક મદદ કરવી પડી શકે છે. આવું કરવાથી તમને આત્મિક સુખ અનુભવ થશે. વિદ્યાર્થીઓનું પણ અભ્યાસમાં મન લાગશે. યુવાઓ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે ખૂબ જ ઉત્સાહી રહેશે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિ અને હળવા-મળવામાં તમારો સમય નષ્ટ ન કરો કેમ કે કોઈ પ્રકારનો વિવાદ થવાથી તમે તમારું નિયંત્રણ ગુમાવી શકો છો. કોઈ દુઃખદ સમાચારની પ્રાપ્તિ મનને ઠેસ પહોંચાડશે.

વ્યવસાયઃ- કોઈ અનુભવી વ્યક્તિ સાથે મુલાકાત અને તેની સલાહ વ્યવસાયિક સંબંધી નવા રસ્તા આપી શકે છે.

લવઃ- પરિવારના લોકો સાથે ચાલી રહેલો વિવાદ દૂર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆત કોઈ શુભ સમાચાર મળવાથી થશે. તમારા પોઝિટિવ વિચાર તમારી કાર્યક્ષમતાને વધારે શ્રેષ્ઠ બનાવશે. બાળકોના અભ્યાસ, પરીક્ષા તથા સ્પર્ધા પ્રત્યે પૂર્ણ એકાગ્ર રહો.

નેગેટિવઃ- તમારી સફળતાને કોઈ સામે જાહેર ન કરો કેમ કે તમારા મિત્ર કે સંબંધી તમારી ઉન્નતિથી ઈર્ષ્યા કરી શકે છે. ઘરમાં મહેમાનોના અચાનક આવવાથી બધી દિનચર્યા અવ્યવસ્થિત થઈ શકે છે.

વ્યવસાયઃ- ઓફિસમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.

લવઃ- મોજ-મસ્તીમાં સમય પસાર કરવાની સાથે તમારા પરિવારની જરૂરિયાતનું પણ ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- આ સમયે અનિયમિત ખાનપાનના કારણે પેટનો દુખાવો રહી શકે છે.