તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

24 નવેમ્બરનું રાશિફળ:આજે મહાલક્ષ્મી યોગ, મિથુન સહિત 7 રાશિ પર ધનવર્ષા કરાવી શકે છે, અન્ય રાશિના જાતકોએ સાચવીને દિવસ પસાર કરવો

6 મહિનો પહેલા

24 નવેમ્બર, મંગળવારના રોજ ચંદ્રમા અને મંગળ એકસાથે મીન રાશિમાં રહેશે, જેનાથી મહાલક્ષ્મી યોગ સર્જાઈ રહ્યો છે. એના પ્રભાવથી અમુક લોકોને ધનલાભના યોગ છે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના જણાવ્યા અનુસાર, મિથુન, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. આ 7 રાશિના જાતકોને નાણાંની લેતીદેતી અને રોકાણમાં ફાયદો થશે. અટવાયેલું ધન પણ પરત મળવાના યોગ બની રહ્યા છે. આ ઉપરાંત મેષ, વૃષભ, કર્ક, કન્યા અને કુંભ રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. આ 5 રાશિના જાતકોનો દિવસ દોડધામભર્યો રહી શકે છે. આ રીતે 12માંથી 5 રાશિએ આખો દિવસ સંભાળીને રહેવું હિતાવહ છે.

24 નવેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- દિવસ ઉન્નતિકારક છે. તમારી પ્રતિભા અને યોગ્યતા પ્રમાણે તમને તમારાં કાર્યોનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. કામકાજ અને કરિયરને મહત્ત્વ આપશો, પરંતુ પહેલી પ્રાથમિકતા તમારો પરિવાર જ રહેશે.

નેગેટિવઃ- બપોર પછીનો સમય થોડો હાનિકારક રહેશે. મનમાં બેચેની અનુભવ થશે. કોઇપણ દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં તેને યોગ્ય ચકાશો. બાળકોની જિદ્દ અને વ્યવહાર તમને ચિંતામાં મૂકી શકે છે.

વ્યવસાયઃ- આજે થોડા નવા વ્યાવસાયિક કરાર પ્રાપ્ત થશે, જે આગળ જઇને લાભદાયક પણ સાબિત થશે.

લવઃ- પરિવારની સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલોને સ્વાસ્થ્ય અંગે પરેશાની રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો, સાથે જ તમને તમારી હોબીને લગતાં કાર્યોમાં પણ રસ રહેશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જળવાયેલા રહેશે. સામાજિક કલ્યાણકારી સંસ્થામાં તમારા ઉત્તમ યોગદાનને કારણે તમારાં વખાણ થશે.

નેગેટિવઃ- અન્યના પારિવારિક મામલે દખલ કરવાથી તથા કોઇ પ્રકારની આલોચના કરવાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો. પારિવારિક મામલાઓમાં પણ તમારે ગંભીરતાથી કામ લેવું પડશે. વાહન અંગે ખર્ચ વધારે રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇપણ અપરિચિત વ્યક્તિ સાથે કોઇ ડીલ કરતી વખતે વધારે સાવધાની જાળવો.

લવઃ- ઘરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શોપિંગને લગતાં કાર્યોમાં સમય પસાર કરો.

સ્વાસ્થ્યઃ- તમારી યોગ્ય દિનચર્યા અને ખાનપાનને કારણે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. રૂપિયા-પૈસાની આવકની દૃષ્ટિએ સમય ગતિ તમારા પક્ષમાં છે. પરિવાર સાથે કોઇ ધાર્મિક કે સામાજિક આયોજનમાં ભાગ લેવાનો અવસર પણ પ્રાપ્ત થશે. લગ્ન યોગ્ય વ્યક્તિઓના લગ્નની વાત આગળ વધશે.

નેગેટિવઃ- દિવસના બીજા ભાગમાં કોઇ અપ્રિય સૂચના કે સંદેશ મળવાથી મન નિરાશ રહેશે. પિતા-પુત્રમાં પણ કોઇ પ્રકારનો મતભેદ થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિઘ્ન આવશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પહેલાં કરેલી મહેનતનાં ઉત્તમ પરિણામ હવે પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે દિલની જગ્યાએ દિમાગથી કામ લેવાની જરૂરિયાત છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. તમારા કામને પૂર્ણ ગંભીરતા અને સાદગી સાથે પૂર્ણ કરો. ભવિષ્યને લઇને પણ કોઇ પોઝિટિવ યોજના બનશે.

નેગેટિવઃ- રાજકીય કાર્યોને ઉકેલવા માટે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો. તમારા થોડા નજીકના લોકો જ તમારા વિરુદ્ધ થોડું નકારાત્મક વાતાવરણ બનાવશે, પરંતુ તેનું થોડું દૂષિત પરિણામ તમારા પર હાવી થઇ શકશે નહીં.

વ્યવસાયઃ- ઘણા સમયથી અટવાયેલી વ્યાવસાયિક ગતિવિધિઓ હવે યોગ્ય રીતે ચાલશે.

લવઃ- કામકાજ અને પારિવારિક જવાબદારીઓમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાત તમારી સફળતાનાં દ્વાર ખોલશે. ધાર્મિક ક્રિયાઓમાં પણ વ્યસ્ત રહેશો. લોકો સાથે તામમેલ વધશે તથા જૂના તણાવથી મુક્તિ પણ મળશે. આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો છે.

નેગેટિવઃ- અન્યના મામલે વધારે દખલ કરવાથી તમારું જ નુકસાન થઇ શકે છે. બાળકોને કારણે પણ કોઇ પ્રકારની ચિંતા રહેશે તથા કોઇ મુશ્કેલી પણ આવી શકે છે. આ સમયે ધૈર્ય તથા શાંતિપૂર્ણ રીતે તમારું કામ કરતા રહો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં હળવી પરેશાનીઓ આવી શકે છે.

લવઃ- પરિવારમાં તાલમેલ યોગ્ય અને સામાન્ય જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્તતા પૂર્ણ રહેશે. સરકારી કાર્યોમાં વિજય પ્રાપ્ત થશે. તમે તમારી સમજણ દ્વારા તમારા વિરોધીઓને પરાજિત કરવામાં સક્ષમ રહેશો. તમારી ક્ષમતાને કરિયર, પ્રોફેશન, અધ્યાત્મ વગેરે કાર્યોમાં લગાવો.

નેગેટિવઃ- અનેક મામલે ધૈર્યથી કામ લેવાની જરૂરિયાત છે. ઉતાવળ તથા બેદરકારીને કારણે કાર્યોમાં કોઇ પ્રકારની મુશ્કેલી આવી શકે છે. આર્થિક મામલે સ્થિતિ તમારા પક્ષમાં રહેશે નહીં.

વ્યવસાયઃ- વેપારમાં સફળતા તમારી રાહ જોઇ રહી છે. આ સમયે જે યોજના છેલ્લા કેટલાક સમયથી અધૂરી હતી તેને પૂર્ણ કરવાનો સમય છે.

લવઃ- ઘર-પરિવારમાં સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત તથા વાયુ જેવી સમસ્યા થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમને તમારાં કાર્યોનાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે, એટલે તમારાં કાર્યો પ્રત્યે પૂર્ણ નિષ્ઠાવાન રહો, સાથે જ સામાજિક ગતિવિધિઓમાં પણ તમારી ઉપસ્થિતિ જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો તમારો જ કોઇ નજીકનો મિત્ર તમારા વિરુદ્ધ કોઇ ષડયંત્ર કે અફવા ફેલાવી શકે છે, જેને કારણે સમાજમાં બદનામી થવાની આશંકા છે. વિદ્યાર્થી પોતાના લક્ષ્યને ભૂલે નહીં.

વ્યવસાયઃ- કામને લઇને કોઇ નજીકની યાત્રા તમારા માટે ઉત્તમ ભવિષ્યનો રસ્તો ખોલી શકે છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમારું ધ્યાન ભાવી લક્ષ્ય તરફ સંપૂર્ણ રીતે કેન્દ્રિત કરો. તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે અને તમે ચમત્કારિક રૂપથી ઊર્જા અને આત્મવિશ્વાસ અનુભવ કરશો. જનસંપર્કની સીમા વધશે જે લાભદાયી રહેશે.

નેગેટિવઃ- તમારી દિનચર્યાને લગતાં કાર્યોને વ્યવસ્થિત પૂર્ણ કરવાની કોશિશ કરો. વ્યસ્ત હોવા છતાં સામાજિક કાર્યોમાં ધ્યાન આપવું જરૂરી છે. કોઇની વાતોમાં ન આવીને તમારી કાર્યક્ષમતા પર જ વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ફેરફારની સંભાવના પ્રબળ રહેશે.

લવઃ- લગ્નજીવનમાં તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- થાકને કારણે શારીરિક અને માનસિક તણાવ અનુભવ થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સમયે છેલ્લે કરેલી થોડી ભૂલોથી કંઇક શીખીને આગળ વધવાનો સમય છે. આ સમયે કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પ્રત્યે તમારી કોશિશ સફળ રહેશે. તમારા નજીકના સાથીઓ સાથે સંબંધોમાં આશ્ચર્યજનક સુધારો આવશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક ખરાબ ગતિવિધિઓ તથા મિત્રો સાથે હરવા-ફરવામાં સમય પસાર કરવાથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. આ સમયે સંપૂર્ણ ધ્યાન તમારા કાર્ય પર રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયને વધારવા માટે પાર્ટનરશિપ લાભદાયક સાબિત થશે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળાને લગતું ઇન્ફેક્શન ગંભીરતાથી લો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમારી લોકપ્રિયતા સાથે જનસંપર્કની સીમા પણ વધશે. થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાત લાભદાયક સાબિત થશે. પ્રભાવશાળી લોકોના સાંનિધ્યમાં સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે.

નેગેટિવઃ- આજે કોઇપણ પ્રકારની લોન કે ઉધાર લેવાની યોજના બનાવશો નહીં, કેમ કે ભવિષ્યમાં તેને ચૂકવવામાં મુશ્કેલી આવી શકે છે, સાથે જ કોઇપણ વ્યક્તિ સાથે ધનને લગતી લેવડ-દેવડ કરશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં માર્કેટિંગને લગતાં કાર્યોને પૂર્ણ કરવાનો સમય છે.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક મંજૂરી મળવાથી લગ્નને લગતી યોજનાઓ બનવાની શરૂ થઇ જશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો, સાથે જ સામાજિક સીમા પણ વધશે. કોઇ જગ્યાએ મન પ્રમાણે પેમેન્ટ પાછું મળી જવાથી મનમાં રાહત મળશે. ધાર્મિક સંસ્થાઓમાં યોગદાન રહેશે.

નેગેટિવઃ- તમને કોઇ કામ પ્રત્યે નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી આવી શકે છે, એટલે એ જરૂરી છે કે ઘરની કોઇ વડીલ વ્યક્તિની સલાહ લો. કોઇપણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળ પ્રદાન કરશે. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિ અનુભવ થશે. મુશ્કેલ કાર્યોનાં પરિણામ તમે તમારા દૃઢ નિશ્ચય શક્તિ દ્વારા લેવામાં સફળ રહેશો.

નેગેટિવઃ- ક્યારેક અન્યની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. આજની ગ્રહ સ્થિતિ એ જ આગ્રહ કરી રહી છે કે પોતાના પર વિશ્વાસ રાખીને કાર્ય કરો ત્યારે જ સફળતા પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે નવા કરાર મળે, જે આર્થિક દૃષ્ટિએ ફાયદાકારક સાબિત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ શુકનભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો