24 જુલાઈનું રાશિફળ:શુક્રવારે વૃષભ અને કન્યા રાશિની ગ્રહ સ્થિતિ શુભ રહેશે, જાતકોએ આ ગ્રહ સ્થિતિઓનો સદુપયોગ કરવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

24 જુલાઈ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમારા સ્વભાવમાં ભરપૂર ઉદારતા અને ભાવુકતા રહેશે. ઘર-પરિવારના સંબંધિઓ સાથે સારો સમય વ્યતીત થશે. બહારની ગતિવિધિઓ અને મિત્રો સાથે સંપર્ક તમારા માટે લાભદાયક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે.

નેગેટિવઃ- કોઇપણ અજાણ વ્યક્તિ સાથે કોઇ વાતચીત અથવા મહત્ત્વપૂર્ણ કામ કરતાં પહેલાં તેના વિશે યોગ્ય તપાસ અવશ્ય કરાવી લો.

વ્યવસાયઃ- નોકરિયાત લોકોએ વર્તમાનમાં ચાલી રહેલાં કાર્યો ઉપર ધ્યાન આપવું.

લવઃ- મિત્રો સાથે પારિવારિક મનોરંજનનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- વૃષભ રાશિના સ્વામી શુક્રની રાશિમાં જ થોડાં સમયથી સ્થિતિ તમારા વ્યક્તિત્વને નિખારી રહી છે. સાથે જ તમારી બોલચાલની રીત અન્ય લોકોને પ્રભાવિત કરી દેશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક વધારે આત્મકેન્દ્રિત થઇ જવું અને સ્વાર્થની ભાવનાના કારણે સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત કાર્યોમાં લાભ પ્રાપ્ત થશે.

લવઃ- બાળકો અને જીવનસાથી સાથે મનોરંજન સંબંધિત કાર્યોમાં સમય વિતશે.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટીઝવાળા વ્યક્તિઓએ બેદરકારી ન કરવી.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે તમારી કાર્યક્ષમતાના બળે ધન સંબંધિત થોડી નવી નીતિઓ પ્લાન કરશો અને તેમાં સફળતા પણ હાંસલ કરશો. પારિવારિક સુખ-સુવિધાઓ ઉપર ખર્ચ થઇ શકે છે.

નેગેટિવઃ- પરિવારના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને થોડો તણાવ રહી શકે છે. તમારી નિયમિત દેખભાળની પણ જરૂરિયાત રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં સ્થાન પરિવર્તનમાં થોડા ફેરફાર આવવાની સંભાવના છે.

લવઃ- સિઝનલ બદલાવના કારણે જીવનસાથીના સ્વાસ્થ્યમાં થોડી નરમી આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન ધન રોકાણ સંબંધિત ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે. ખર્ચ વધારે થશે. સાથે જ આવકના સાધન પણ બનશે.

નેગેટિવઃ- તમારું વધારે પ્રેક્ટિકલ થઇ જવું સંબંધોમાં ખટાસ ઉત્પન્ન કરી શકે છે. તમારી અંદર અહંકારની ભાવના ઉત્પન્ન થવા દેશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિનું યોગદાન તમારા માટે વ્યવસાય સંબંધિત નવી ઉપલબ્ધિઓ પ્રદાન કરશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં કોઇ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અનુભવ થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે થોડાં અજાણ લોકો સાથે તમારા સંપર્ક સ્થાપિત થશે. જો કોઇ પ્રોપર્ટી વેચવા સંબંધિત કોઇ યોજના ચાલી રહી છે તો તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- કોર્ટ કેસ સંબંધિત કોઇપણ મામલે બેદરકારી કરશો નહીં. કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને હોસ્પિટલ જવું પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યમાં માર્કેટિંગ સંબંધિત બધા કાર્ય સંપન્ન થઇ જશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધમાં વિવાદ સંભવ છે.

સ્વાસ્થ્યઃ- શરીરનો દુખાવો અને થાક અનુભાવશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કન્યા રાશિના જાતક પોતાના કર્મ પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત છે. આ સમયે ભાગ્ય પણ તેમને સહયોગ કરી રહ્યું છે. આ ગ્રહ સ્થિતિઓનો સદુપયોગ કરો. કોઇ પારિવારિક ધાર્મિક કૃત્ય સંબંધિત યોજના પણ બની શકે છે.

નેગેટિવઃ- આજે મન કોઇ વાતને લઇને વિચલિત રહી શકે છે. તમારે તમારા સ્વભાવમાં થોડો ફેરફાર કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પ્રત્યે તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહેશે.

લવઃ- પરિવાર અને વેપાર વચ્ચે યોગ્ય સમન્વય જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. જેના કારણે માન-સન્માન પણ પ્રાપ્ત થશે. સંતાનના કરિયર સંબંધિત કોઇ સમસ્યાને લઇને આ સંપર્ક સૂત્રોની મદદથી તમારી પરેશાનીનો ઉકેલ મળી જશે.

નેગેટિવઃ- કોઇ સમય તમારા સ્વભાવમાં ચીડિયાપણુ અનુભવ કરશો જેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પબ્લિક સાથે તમારા સંબંધોને વધારે સ્ટ્રોંગ બનાવો.

લવઃ- ઘરના વાતાવરણમાં ડિસીપ્લિન જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- યોગ અને મેડિટેશન ઉપર વધારે ધ્યાન આપો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી કાર્યપ્રણાલીમાં થોડા પરિવર્તન સંબંધિત યોજનાઓ ઉપર કાર્ય કરશો. જેનાથી તમે તમારી કાર્યક્ષમતા વધારે નિખારી શકશો.

નેગેટિવઃ- વારસાગત પ્રોપર્ટી સંબંધિત કોઇ વાદ-વિવાદ વધી શકે છે. આજે તેની સાથે સંબંધિત કોઇપણ કાર્યને સ્થગિત જ રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કરેલી મહેનત નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ આપશે.

લવઃ- જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાવું અને તેમનો સહયોગ કરવો તમારા માન-સન્માનને વધારશે. આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. પ્રોપર્ટીની ખરીદારી સંબંધિત કોઇ યોજના બની રહી છે તો તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- કોઇ પ્રકારનું પેપર વર્ક કરતી સમયે તેના ઉપર સાવધાનીપૂર્વક વિચાર કરી લો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમારું મોટાભાગનું કામ યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો. તમારા સ્વભાવમાં ભાવુકતા અને કોમળતાના કારણે બાળકો અને પરિવારને ભાવનાત્મક બળ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારા કામમાં મુશ્કેલીઓ આવી જવાના કારણે થોડો તણાવ અનુભવ થઇ શકે છે. આજે તમે તમારી યાત્રાઓ સ્થગિત જ રાખો.

વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિઓને પોતાના કાર્યસ્થળ ઉપર કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં કોઇ વાતને લઇને વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસ થઇ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે તમે દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો. અચાનક કોઇ કામ બનવાથી મનમાં સંતોષ રહેશે. મિત્ર તથા સગા સંબંધિ તમારી બુદ્ધિમતાને માનશે.

નેગેટિવઃ- ગુસ્સો અને જિદ્દ જેવા નકારાત્મક સ્વભાવથી તમારે બચવું જોઇએ. તેના કારણે તમારા અનેક કામ ખરાબ થઇ શકે છે. આ સમયે લાભ સાથે સંબંધિત મામલાઓમાં ઘટાડો આવશે.

વ્યવસાયઃ- તમારો વ્યવહારિક દૃષ્ટિકોણ કાર્યક્ષેત્રમાં અનેક મામલાઓને ઉકેલશે.

લવઃ- પતિ-પત્નીમાં થોડો વિવાદ સંભવ છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમને કોઇ ઈશ્વરીય શક્તિ અનુભવ થશે. સમાજમાં તમારી કાર્યકુશળતા અને ક્ષમતાના વખાણ થશે. સંબંધીઓ અને પાડોસીઓ સાથે સંબંધોમાં મજબૂતી આવશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધિના લગ્નસંબંધમાં સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. પરંતુ જો તમે વચ્ચે આવીને તેને ઉકેલ કરવાની કોશિશ કરશો તો સંબંધોમાં સુધાર આવી જશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારું સંપૂર્ણ ધ્યાન રાખો.

લવઃ- લગ્ન સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.