તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારનું રાશિફળ:બુધવારે મેષ અને મીન રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ પ્રબળ રહેશે, ઊર્જા અને આત્મવિશ્વાસથી આવકના સાધનો વધશે

7 દિવસ પહેલા
  • ચંદ્ર કર્ક રાશિમાં રહેશે, બે શુભ યોગ બની રહ્યાં છે

બુધવાર, 24 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર રહેશે. ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે. આ બંને નક્ષત્રને કારણે ગદ તથા માતંગ નામના શુભ યોગ બની રહ્યાં છે. સવારે છથી સાડા સાત સુધી લાભ, ત્યાર બાદ 9 સુધી અમૃત, 10.30થી 12 સુધી શુભ, 3થી 4.30 સુધી ચલ તથા છ વાગ્યા સુધી લાભ ચોઘડિયાં રહેશે. સાંજે સાડા સાતથી 9 સુધી શુભ ચોઘડિયું રહેશે.

24 ફેબ્રુઆરી, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ- કોઇપણ નવું કામ કે રોકાણ કરતાં પહેલાં તેના અંગે યોગ્ય રીતે તપાસ કરી લેવી. કોઇની વાતોમાં આવશો નહીં. ભાવનાઓમાં આવીને તમે તમારું જ નુકસાન કરાવી શકો છો.

વ્યવસાયઃ- છેલ્લા થોડા સમયથી કાર્યક્ષેત્રમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી, આજે તેમાં રાહત મળવાની શક્યતા છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન રાખવું

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમે શારીરિક અને માનસિક રૂપથી આશ્ચર્યજનક પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. જેના કારણે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ તમને સરળતા રહેશે. યુવાઓને પણ પોતાની યોગ્યતા પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- ભાવનાઓમાં વહીને તમે તમારી કોઇપણ મહત્ત્વપૂર્ણ વાત કોઇ સામે જાહેર ન કરો. નહીંતર તમારો કોઇ નજીકનો સંબંધી જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. થોડો સમય બાળકોની પરેશાનીઓને ઉકેલવા માટે પણ કાઢો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતું વાતાવરણની નકારાત્મક અસરથી બચવા માટે દેસી અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સફળતા મેળવવા માટે તમારે તમારી ઊર્જા એકઠી કર્યા પછી ફરીથી નીતિઓ બનાવવાની જરૂરિયાત છે. જોકે, તમે તમારા મનોબળ દ્વારા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. ઘરમાં કોઇ માંગલિક કામને લગતી યોજના પણ બનશે.

નેગેટિવઃ- માતા-પિતા કે તેમની સમાન કોઇપણ વ્યક્તિ સાથે વાદ-વિવાદ તથા મતભેદ ઊત્પન્ન થવા દેશો નહીં. એટલું ધ્યાન રાખો કે મહેનત કર્યા પછી જ ભાગ્ય તમારો સહયોગ કરશે. ખોટી ગતિવિધિઓમાં તમારો સમય ખરાબ ન કરો.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર લાવવો તમારા વ્યવસાય માટે પોઝિટિવ રહેશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા પારિવારિક વાતાવરણને શાંતિપૂર્ણ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- કોઇ-કોઇ સમય તણાવ અને ગુસ્સા જેવી સ્થિતિ હાવી થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ ચિંતાનું સમાધાન મળવાથી રાહત મળશે. તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપી શકશો. તમારું તમારા કર્મ પ્રત્યે વધારે વિશ્વાસ રાખવો તમારા માટે હિતકારી રહેશે.

નેગેટિવઃ- ભાવનાઓમાં વહીને લેવામાં આવેલો નિર્ણય નુકસાનદાયી રહી શકે છે. એટલે તમારી આ નબળાઇ ઉપર વિજય પ્રાપ્ત કરવું જરૂરી છે. વધારે ગુસ્સો તમારા સ્વાસ્થ્ય અને કાર્યોમાં હાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે કોઇ ડીલ કરતી સમયે બધા સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો.

લવઃ- પારિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઇ અને સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા કામમાંથી થોડો સમય પરિવાર અને મિત્રો માટે કાઢો. તેનાથી થોડી નવી જાણકારીઓ તથા સફળતા પ્રાપ્ત થશે અને તમે તણાવમુક્ત અને ઊર્જાવાન અનુભવ કરી શકો છો.

નેગેટિવઃ- કોઇપણ કાર્યને શાંતિથી અને સમજી-વિચારીને કરવાથી જ પૂર્ણ થશે. કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં તમારું ધૈર્ય ગુમાવવું યોગ્ય રહેશે નહીં. કોઇ લક્ષ્ય તમારી આંખથી ઓઝલ થઇ શકે છે. સાવધાન રહેવું.

વ્યવસાયઃ- બની શકે છે કે આજે કોઇ મુશ્કેલી આવવાથી તમને તમારા સિદ્ધાંતો સાથે થોડો સમજોતો કરવો પડે.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- બેદરકારીના કારણે કબજિયાત અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સમય પોઝિટિવ પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. જરૂરિયાતમંદ તથા વડીલોની સેવા અને દેખરેખમાં પણ તમારો વિશેષ રસ રહેશે. કોઇ લગ્ન યોગ્ય સભ્ય માટે સારો સંબંધ આવવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- જો કોઇ પ્રકારની યાત્રાની યોજના બનાવી રહ્યા છો, તો તેને હાલ ટાળવી યોગ્ય રહેશે. ઘરમાં આવેલાં કોઇ નજીકના સંબંધી સાથે વાદ-વિવાદમાં ગુંચવાવું યોગ્ય રહેશે નહીં. તેનાથી વાતાવરણ નકારાત્મક થઇ શકે છે.

વ્યવસાયઃ- આજે આવકની સ્થિતિ સારી રહેશે.

લવઃ- ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતના કારણે દિનચર્યા ખરાબ થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઇ રાજનૈતિક કે ધાર્મિક ગતિવિધિઓમાં આજે તમારો સારો સમય પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે તમારો લાભદાયક સંબંધ પણ સ્થાપિત થશે. યુવા વર્ગને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- આ સમયે ભાઇઓ સાથે કોઇ પ્રકારના મનમુટાવની સ્થિતિ બની શકે છે. એટલે સંબંધોને કાયમ રાખવા માટે સમજદારી અને ધૈર્ય રાખવાની જરૂરિયાત છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસથી ધ્યાન હટાવીને ખોટી મોજ-મસ્તીમાં સમય ખરાબ કરે નહીં.

વ્યવસાયઃ- વેપારમાં માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારેમાં વધારે ધ્યાન આપો તથા તમારા સંપર્ક સૂત્રને વધારો.

લવઃ- પરિવારમાં કોઇ સભ્યની સફળતાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના સંબંધીની સમસ્યાનો ઉકેલ કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. તેનાથી તમારી છાપ અને વ્યક્તિત્વમાં વધારે નિખાર આવશે. ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓને લઇને માર્કેટિંગમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- કોઇ-કોઇ સમયે થાકના કારણે નબળાઇ અનુભવ થઇ શકે છે. તમારી કાર્યક્ષમતામાં કોઇ ઘટાડો આવશે નહીં. ખર્ચની સ્થિતિ જળવાયેલી રહેશે. એટલે તમારા બજેટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

વ્યવસાયઃ- ધનને લગતા મામલે કોઇ પ્રકારનો સમજોતો ન કરો.

લવઃ- ઘણાં સમય પછી પરિવાર સાથે મનોરંજનને લગતા કાર્યોક્રમ બનવાથી બધા લોકો સુખ અનુભવ કરશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારના કારણે માથાનો દુખાવો અને તાવ આવી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે જે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. ઉન્નતિના પણ પ્રાપ્ત થઇ શકે છે. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- આળસને તમારી ઉપર હાવી થવા દેશો નહીં તથા તમારા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. ક્યારેક-ક્યારે તમે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવ કરી શકો છો. તેના માટે યોગ અને મેડિટેશનની મદદ લેવી ફાયદાકારક રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારા સહકર્મીઓ અને કર્મચારીઓ સાથે મધુર સંબંધ જાળવી રાખો.

લવઃ- તમારો મનમોજી સ્વભાવ તમારા પરિવારના લોકોને પરેશાન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા આર્થિક પક્ષને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ યોજના બનશે. આજે આખો દિવસ ઘરની વ્યવસ્થા તથા સુધારને લગતા કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. બાળકો સાથે બેસીને તેમની સમસ્યાઓનું સમાધાન કરવાથી તેમાં સુખ અને આત્મબળ વધશે.

નેગેટિવઃ- તમારા મોટાભાગના કાર્યો દિવસના પહેલાં ભાગમાં પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી પરિસ્થિતિ થોડી વિપરીત રહેશે. કોઇ અપ્રિય કે અશુભ સમાચાર મળી શકે છે. જેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઇ અનુભવી વ્યક્તિની મદદથી સારો ઓર્ડર મળવાની શક્યતા છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- માનસિક અને આત્મિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. ઇચ્છિત કાર્ય સમયે પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. જો તમે તમારો વિકાસ કરવા ઇચ્છો છો તો તમારે થોડું સ્વાર્થીપણું પણ લાવવું જરૂરી છે. સમય સારો રહેશે.

નેગેટિવઃ- જીવનમાં બધું હોવા છતાં થોડું ખાલીપણું અનુભવ થઇ શકે છે. તમારી ઉપર નકારાત્મકતા હાવી થવા દેશો નહીં તથા પોતાને કોઇ કામમાં વ્યસ્ત રાખો. કોઇ ધાર્મિક સ્થાને જઇને થોડો સમય પસાર કરવો તમને સુકૂન આપશે.

વ્યવસાયઃ- આવકના સાધન વધશે પરંતુ સાથે જ ખર્ચની સ્થિતિ રહેશે.

લવઃ- ઘરના કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે પરિવારના લોકો સાથે યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓનો સંકેત મળી રહ્યો છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. આળસ છોડીને પૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસથી તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. સમય તમારા માટે નવી સફળતા નક્કી કરી રહ્યો છે. આવકના સાધન પણ વધી શકે છે.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાઓનું સમાધાન કાઢવા માટે તેમની સાથે થોડો સમય પસાર કરવો જરૂરી છે. કામ વધારે રહેવાના કારણે ક્યારેક-ક્યારેક ગુસ્સો અને ચીડિયાપણું હાવી થઇ શકે છે. તેનો નકારાત્મક પ્રભાવ તમારી દિનચર્યા ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- હાલ કાર્યક્ષેત્રમાં કોઇપણ નવી યોજના ઉપર કામ કરવા માટે સમય તમારા પક્ષમાં નથી.

લવઃ- પતિ-પત્ની સાથે મળીને ઘરની જવાબદારીઓને યોગ્ય નિભાવી શકવામાં સક્ષમ રહેશો.

સ્વાસ્થ્યઃ- સાંધા તથા પગના દુખાવાની સમસ્યા વધી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો