ગુરુવારનું રાશિફળ:ગુરુવારનો દિવસ ધન જાતકોની મહિલા માટે અનુકૂળ રહેશે, મનમાં રહેલી દુવિધાઓ દૂર થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિંહ રાશિના જાતકો માટે બિઝનેસ તથા નોકરીમાં સારો દિવસ
  • કુંભ રાશિએ તબિયત સાચવવી, મીન રાશિના જાતકોને બેદરકારીને કારણે નુકસાન થવાની શક્યતા

24 ડિસેમ્બર, ગુરુવારના રોજ ચંદ્ર અશ્વિની નક્ષત્ર તથા મેષ રાશિમાં રહેશે. આ કારણે માનસ નામનો શુભ યોગ બની રહ્યો છે. તો ધન રાશિમાં સૂર્ય તથા બુધની યુતિને કારણે બુધાદિત્ય શુભ સંયોગ બની રહ્યો છે. ગ્રહ-નક્ષત્રની આ શુભ સ્થિતિનો ફાયદો અનેક જાતકોને મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, ગુરુવારના રોજ વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા તથા ધન રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. આ છ રાશિના જાતકોને નોકરી તથા બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. ધન લાભનો યોગ પણ છે. દિવસ સારો રહેશે. આ ઉપરાંત મેષ, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે. આ છ રાશિએ સંભાળીને રહેવું.

24 ડિસેમ્બર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે કોઇ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. કોઇ વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે. સાથે જ તમે તમારા પરિવારની જરૂરિયાતો પ્રત્યે પણ જાગરૂત રહેશો.

નેગેટિવઃ- તમારી મહેનત પ્રમાણે હાલ યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં. બાળકોને લગતી કોઇ આશા પૂર્ણ ન થવાના કારણે મન નિરાશ રહેશે. પરિસ્થિતિઓને ગુસ્સાની જગ્યાએ ધૈર્યથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- તમે કોઇ નવા કામની યોજના બનાવી છે, તો આજે તેના ઉપર કોઇપણ પ્રકારે કામ કરશો નહીં.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પારિવારિક જવાબદારીઓને ઘરના સભ્યોમાં વહેંચી થોડો સમય પોતાની સાથે પણ પસાર કરો. અધ્યાત્મિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમારા માટે ખૂબ જ સુખ અને આત્મિક શાંતિ પ્રદાન કરનાર રહેશે.

નેગેટિવઃ- વધારે સમજવા-વિચારવામાં સમય લગાવવાથી તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. રોકાણ કે બેંકને લગતાં કાર્યોને ખૂબ જ સાવધાનીથી પૂર્ણ કરો. યુવા વર્ગ મોજમસ્તીના કારણે પોતાના કાર્યો પ્રત્યે બેદરકાર રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખયમ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ કામને કરતાં પહેલાં દિમાગની જગ્યાએ હ્રદયના અવાજને વધારે મહત્ત્વ આપો. તમારી અતરાત્મા તમને યોગ્ય રસ્તે આગળ વધવાની પ્રેરણા આપશે.

નેગેટિવઃ- દરેક કામમાં ખૂબ જ વધારે અનુશાસન જાળવી રાખવું અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. અન્યને પણ પોતાની કાર્યક્ષમતા અને ઇચ્છા પ્રમાણે કામ કરવાની સ્વતંત્રતા આપવી જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં સહયોગીઓ તથા કર્મચારીઓની સલાહને પણ સન્માન આપો,

લવઃ- ઘરનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે છતાંય તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી દિનચર્યાને ખૂબ જ અનુશાસિત તથા વ્યવસ્થિત જાળવી રાખશો. જેનાથી તમારા અનેક અટવાયેલાં કામ ગતિ પકડશે. ઘરમાં માંગલિક કાર્યોની રૂપરેખા બનશે. જીવન પ્રત્યે તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા વ્યક્તિત્વને વધારે પ્રભાવશાળી બનાવશે.

નેગેટિવઃ- યુવા વર્ગ પોતાની આર્થિક સ્થિતિથી અસંતુષ્ટ રહેશે. હાલ તેમણે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. આ સમયે વિચારોની દુનિયાથી બહાર આવો, વધારે સમજવા અને વિચારવામાં અનેક મહત્ત્વપૂર્ણ વસ્તુઓ હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય સારો રહેશે નહીં.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમારું કોઇ મહત્ત્વપૂર્ણ કામ યોજના પ્રમાણે પૂર્ણ થશે. તેનાથી તમને માનસિક સુકૂન પણ પ્રાપ્ત થશે. તમારા વ્યક્તિત્વ અને સ્વભાવના કારણે લોકો સહજ જ તમારી તરફ આકર્ષિત થશે.

નેગેટિવઃ- તમારી બહારની ગતિવિધિઓને હાલ ટાળો. કેમ કે, હાલ તેનો કોઇ લાભ તમને મળશે નહીં. ધ્યાન રાખો કે, કોઇ નાની ભૂલ પણ તમારા માટે મોટી પરેશાની ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સારી વ્યવસ્થા જળવાયેલી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળાને લગતી બીમારી થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની પૂર્ણ સંભાવના છે. બાળકોને પ્રોફેશનલ અભ્યાસમાં યોગ્ય સફળતા મળશે. જમીન કે વાહનને લગતું દેવું લેવું પડી શકે છે. ચિંતા ન કરો, આ દેવું જલ્દી જ ઉતરી જશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો. કેમ કે, તેનાથી તમારા માન-સન્માન ઉપર આંચ આવી શકે છે. મહિલાઓએ પોતાના માન-સન્માનને લઇને વધારે સજાગ રહેવું.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી તમારી કોશિશનું યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થશે.

લવઃ- વિપરિત પરિસ્થિતિઓમાં ઘરના બધા સભ્યોનો એકબીજા પ્રત્યે સહયોગ તમને આત્મબળ પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- તણાવ, અવસાદ અને સિઝનલ બીમારીઓથી બચવું.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ સંબંધીઓ તથા પરિવારના લોકોના સહયોગથી દૂર થશે. તમારા પરિવારને પ્રાથમિકતા આપો. ઘરના વડીલો વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર કરો.

નેગેટિવઃ- આ સમયે તમારા વ્યક્તિગત ખર્ચ ઉપર કાપ મુકવો જરૂરી છે. કોઇ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થવાની સ્થિતિ ઊભી થવા દેશો નહીં. રૂપિયા-પૈસાના મામલે કોઇના ઉપર વધારે વિશ્વાસ કરવો ઠીક નથી.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં ખૂબ જ ધ્યાનથી અને ગંભીરતાથી કામ કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ યોગ્ય જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે શારીરિક રૂપથી થાક અને નબળાઇ અનુભવ થશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ કામને કરતાં પહેલાં ઘરના અનુભવી વ્યક્તિની સલાહ લો. કોઇપણ કામ સમજી-વિચારીને કરવાથી તેનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. સામાજિક ગતિવિધિઓમાં તમારો સગયોગ તમને તમારી ઓળખ અને માન-સન્માન જાળવી રાખવામાં મદદ કરશે.

નેગેટિવઃ- કોઇપણ રોકાણ કરવા માટે સમય ઉત્તમ નથી. ધ્યાન રાખો કે થોડી પણ ગેરસમજના કારણે નજીકના મિત્રો કે ભાઈઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. તણાવની અસર તમારા કાર્ય ક્ષમતા ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- શેર, તેજી મંદી વગેરે જેવા વ્યવસાયમાં ખૂબ જ સમજી-વિચારીને કોઇ નિર્ણય લેવો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને થોડો વાદ-વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- અયોગ્ય ખાનપાનના કારણે ગેસ અને પેટમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે મહિલાઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે. કાર્યો પ્રત્યે સજાગતા તેમને સફળતા અપાવશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી રાહત પણ મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારું નાની-નાની વાતો ઉપર ખીજાઇ જવું ઘરના વાતાવરણને વધારે દૂષિત કરી શકે છે. તમારી ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો. બિનજરૂરી ખર્ચની અસર તમારી સુકૂન અને ઊંઘ ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- આસપાસના વેપારીઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં કોઇ મોટી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધતી ઠંડીની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા તમારી રાહ જોઇ રહી છે. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો. વિદ્યાર્થીઓને પણ કોઇ ઇન્ટરવ્યુ કે સેમીનારમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થઇ શકે છે તથા તમારી મહેનત પણ સફળ રહેશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં. ફાલતૂ ગતિવિધિઓમાં તમારું ધ્યાન લગાવશો નહીં. રાજનૈતિક કાર્યોમાં તમારી છાપને ઉત્તમ જાળવી રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં થોડી પરેશાનીઓ ઊભી થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં કોઇ મતભેદનું નિવારણ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરના કોઇ સભ્યના લગ્નને લગતો કોઇ સંબંધ આવી શકે છે. બાળકોને તેમની કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી સુકૂન મળશે. આજે કોઇપણ પ્રકારનો સમજી-વિચારીને લીધેલો નિર્ણય ભવિષ્યમા લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- ક્યારેક ગુસ્સા અને ઉતાવળના કારણે કોઇ કામ ખરાબ થઇ શકે છે. તમારી ઊર્જાને પોઝિટિવ જાળવી રાખો. વિચારોની દુનિયામાંથી બહાર આવી તથા તમારા કાર્યો ઉપર પણ ધ્યાન આપો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બનાવેલી નીતિઓ અને યોજનાઓ ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- ચામડી અને છાતિને લગતી સમસ્યા રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે જમીન કે વાહનને લગતા મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થશે. થોડા સુખદ અનુભવ પણ પ્રાપ્ત થશે. કોઇ સમારોહ કે પાર્ટમાં વ્યસ્તતા રહેશે. યુવાઓને કોઇ ઇન્ટરવ્યુમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ- આજે ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો. કોઇ બિનજરૂરી ભય કે બેચેની રહી શકે છે. જેના કારણે તમે તમારી યોગ્યતાનો ઉપયોગ કરવામાં અસમર્થ પણ રહી શકો છો.

વ્યવસાયઃ- કામકાજમાં ખૂબ જ વધારે ગંભીરતા અને એકાગ્રતા રાખવી જરૂરી છે.

લવઃ- મુશ્કેલ સમયમાં મિત્રો સાથે પારિવારિક લોકોનો ભરપૂર સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- પોતાનો આહાર અને દિનચર્યાને ખૂબ જ વધારે વ્યવસ્થિત રાખો.