તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધવારનું રાશિફળ:બે શુભ યોગથી 5 રાશિઓ માટે શુભ દિવસ, મેષ અને કન્યા રાશિના નોકરિયાત જાતકોને સારા સમાચાર મળી શકે છે

3 મહિનો પહેલા
  • વૃશ્ચિક અને મકર રાશિના જાતકોએ સમજી-વિચારીને નિર્ણયો લેવા પડશે, નુકસાનના યોગ

23 જૂન, બુધવારના રોજ ગ્રહ-નક્ષત્ર સાધ્ય અને સૌમ્ય નામના શુભ યોગ બનાવી રહ્યા છે. તેના ફાયદા 5 રાશિઓને મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીનાં ફળકથન પ્રમાણે બુધવારે મેષ અને કન્યા રાશિના નોકરિયાત જાતકોને સારા સમાચાર મળશે. કર્ક રાશિના જાતકો માટે પણ નોકરી અને બિઝનેસ માટે સારો દિવસ રહેશે. તુલા અને કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધરશે. દિવસ પણ ફાયદાનો રહેશે.

આજે વૃષભ, મિથુન, સિંહ, ધન અને મીન રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. આ પાંચેય રાશિના જાતકોએ જોબ-બિઝનેસમાં જોખમ અને ઉતાવળથી બચીને રહેવું પડશે. સાથોસાથ વૃશ્ચિક અને મકર રાશિના જાતકોએ આખો દિવસ સાચવીને રહેવું પડશે.

23 જૂન, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર અનુકૂળ છે. તમારી મહેનત અને યોગ્યતાના બળે કોઈપણ મુશ્કેલ કાર્યોને પૂર્ણ કરવામાં તમે સમર્થ રહેશો. નજીકના મિત્રો તથા સંબંધીઓ સાથે પણ હળવા-મળવામા યોગ્ય સમય પસાર થશે. યુવાઓ પોતાના કરિયરને લઇને સજાગ રહેશે.

નેગેટિવઃ- સંયુક્ત પરિવારમાં થોડા ભાગલા જેવી સ્થિતિ બની શકે છે. સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. ધૈર્ય અને શાંતિથી નિર્ણય લેવાની સ્થિતિ અમુક હદે સચવાઈ જશે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ- આ સમયે ખોટી વાતોમાં ધ્યાન ન આપીને વેપાર ઉપર ધ્યાન આપો.

લવઃ- વ્યક્તિગત સમસ્યાઓની અસર પારિવારિક જીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- થાક અને પીઠમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અન્ય લોકોની ભૂલોને માફ કરવી તથા સંબંધોને યોગ્ય જાળવી રાખવામાં તમારી કોશિશ ખાસ રહેશે. સહયોગાત્મક વ્યવહારના કારણે સમાજમાં યોગ્ય માન-સન્માન જળવાયેલું રહેશે. કોઇપણ યોજના ઉપર કામ કરતા રહેલાં તેની યોગ્ય રૂપરેખા બનાવવી.

નેગેટિવઃ- યાત્રાને લગતી ગતિવિધિઓને ટાળો. કેમ કે તેમાં સમય ખરાબ થવા સિવાય તણાવ પણ વધશે. પારિવારિક કાર્યોમાં વિઘ્ન આવવાના કારણે ઘરમાં નિરાશાનું વાતાવરણ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. સ્વાસ્થ્યને લગતા સુધાર આવવાથી આજે પોતાને તમે ઊર્જાવાન અનુભવ કરશો. અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવાની પણ કોશિશ રહેશે. ઘરમાં પણ અનુશાસન અને વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ- જોકે, ક્યારે નિર્ણય લેવામાં થોડી પરેશાની આવી શકે છે. કાકાના ભાઈ-બહેનો સાથે સંબંધોને સાચવો. કેમ કે અકારણ જ તેમની સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- આજે વ્યવસાયિક ગતિવિધિઓને પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ પૂર્ણ કરો.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે તમારી અંદર વધારે જ ઊર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરશો. હ્રદયની જગ્યાએ દિમાગથી નિર્ણય લેવો. તમારી ભાવુકતાનો કોઇ ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે.

નેગેટિવઃ- સરકારી કાર્યોને બેદરકારીના કારણે અધૂરા છોડશો નહીં. કોઇપણ પ્રકારની પેનલ્ટી લાગી શકે છે. ક્યારેક તમને તમારી મહેનતનું પરિણામ થોડું મોડું મળી શકે છે. પરંતુ તમે તણાવમાં રહેશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં નવા-નવા પ્રયોગ કરવા તમારી કાર્યસ્થિતિને યોગ્ય જાળવી રાખશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડા વૈચારિક મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ તથા વ્યક્તિગત સમસ્યાઓના કારણે માનસિક અને શારીરિક તણાવ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખવો. ઘરમાં સગા-સંબંધીઓનું આગમન તથા મુલાકાત ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે. સામાજિક ગતિવિધિઓમાં પણ યોગદાન આપવાથી તમારી છાપમા નિખાર આવશે

નેગેટિવઃ- ભાઈઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે. વડીલોની દખલથી સંબંધોને મધુર જાળવી રાખવાની કોશિશ કરો. ક્યારેક એવું લાગશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સુધારને લગતા નિર્માણ માટે વધારે ખર્ચ કરવાની જરૂરિયાત રહી શકે છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડશે.

સ્વાસ્થ્યઃ- ભૂખ ન લાગવાથી અપચાની ફરિયાદ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યો સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવાની કોશિશ કરશો. નજીકના મિત્રો સાથે પણ મોજમસ્તીમાં સુખમય સમય પસાર થશે. ઘરમાં સુધારને લગતી યોજનાઓ બની શકે છે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહેશે. જેના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. ક્યારેક વધારે થાક અને મહેનતના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. આ સમયે કોઇપણ પ્રકારના ધનની લેવડ-દેવડથી દૂર રહો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આકરી મહેનતની જરૂરિયાત રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે ગળું ખરાબ રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે. સામાજિક અને બહારની ગતિવિધિઓમા સમય પસાર થવાથી નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત થશે. જે લાભદાયક પણ રહેશે. ભાઈઓ સાથે સારા સંબંધ તમારા માટે દરેક પ્રકારની ઉન્નતિ આપનાર રહેશે

નેગેટિવઃ- પ્રોપર્ટીને લગતા કોઇપણ વિવાદને શાંતિથી ઉકેલો. ગુસ્સાના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. ઘરના અનુભવી વ્યક્તિઓની સલાહ ઉપર અમલ કરીને તમે અનેક પરેશાનીઓથી બચી શકો છો

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટમાં ગરમી તથા એસિડિટીની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- થોડા સમયથી અધ્યાત્મિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં રસ લેવાથી તમારા સ્વભાવમાં પણ રચનાત્મક ફેરફાર આવી રહ્યો છે. દરેક કામને સહજ રીતે કરવાના કારણે કામ સુગમતાથી બનતા જશે. કોઇ અટવાયેલાં રૂપિયા પાછા આવી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે તમે કઠોર નિર્ણય લેશો. જેના કરણે ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ બની શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન પણ તેમના અભ્યાસથી અલગ મોજમસ્તીમાં રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણયને હાલ ટાળો તો સારું રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કફ અને ઉધરસ જેવી સમસ્યા રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘર તથા વેપાર બંને જગ્યાએ સમજી-વિચારીને નિર્ણય લેવો તમને સફળ કરશે. પ્રતિયોગિતાને લગતા મામલાઓમાં પણ સફળતા મળી શકે છે. કોઇપણ ખર્ચ બજેટ પ્રમાણે કરવાથી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે.

નેગેટિવઃ- આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં, તેના કારણે થોડા બનતા કાર્યો અટકી શકે છે. કોઇ નજીકના સંબંધીના કારણે ઘરની વ્યવસ્થામાં થોડો તણાવ આવી શકે છે. બહારના વ્યક્તિઓની દખલ તમારા ઘર-પરિવારમાં થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાય પ્રત્યે તમારી એકાગ્રતા વાતાવરણને શ્રેષ્ઠ બનાવી શકે છે.

લવઃ- ઘરના વાતાવરણને અનુશાસિત તથા સુકૂનભર્યું જાળવી રાખવા માટે પતિ-પત્ની બંનેનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક તણાવ અને ડિપ્રેશનના કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સામાજિક અને વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ રહેશે. કોઈપણ પરિસ્થિતિમા તમે તમારું કામ કઢાવવામા સક્ષમ રહેશો. વારસાગત સંપત્તિને લગતા મામલે આજે તમારી કોશિશ સફળ થઈ શકે છે.

નેગેટિવઃ- પ્રોપર્ટીની ખરીદદારી અને વેચાણને લગતા કાર્યોમા સાવધાની જાળવો. નુકસાન થવાની શક્યતા છે. ખોટી ગતિવિધિઓમાં પણ ખર્ચ વધારે થશે.

વ્યવસાયઃ- વેપારમાં આ સમયે નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખદ અને સહયોગાત્મક રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- અત્યાર સુધી તમારી કાર્યશૈલીમાં પરિવર્તનને લગતી જે યોજના બની રહી હતી, તેના ઉપર સંપૂર્ણ રીતે અમલ કરવાની જરૂરિયાત છે. તમારા કાર્યોને યોગ્ય રીતે કરવામાં તમે સક્ષમ રહેશો. રાજનૈતિક ક્ષેત્રમાં તમારા સંપર્ક થોડા મહત્ત્વપૂર્ણ લોકો સાથે વધારે ગાઢ બની શકે છે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યો સાથે-સાથે પારિવારિક ગતિવિધિઓમાં પણ સમય પસાર કરવો તમારી જવાબદારી છે. વિદેશી મામલે હાલ વધારે રૂપિયાનું રોકાણ ન કરો, કેમ કે નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આર્થિક સ્થિતિ સારી જાળવી રાખવા માટે તમારે પૂર્ણ એકાગ્રતાની જરૂરિયાત રહેશે.

લવઃ- જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરના કાર્યોમાં પણ તમારું યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને અપચાની સમસ્યાથી બચવા માટે વ્યવસ્થિત દિનચર્યા જાળવી રાખવી.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો સાથે વાર્તાલાપ કરવામાં તથા મનોરંજનને લગતા કાર્યોમા પસાર થશે. યુવાઓ પોતાના ભવિષ્યને લઇને સંપૂર્ણ રીતે ગંભીર અને એકાગ્ર રહી શકે છે. આર્થિક સ્થિતિને યોગ્ય જાળવી રાખવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેવાના કારણે હાથ તંગ રહી શકે છે. હાલ ઉધાર આપેલાં રૂપિયા પાછા આવવા શક્ય નથી. મોજમસ્તી સાથે તમારા કાર્યો ઉપર પણ ધ્યાન આપો તો સારું રહેશે.

વ્યવસાયઃ- ઉચ્ચ અધિકારીઓ તથા સન્માનિત લોકો સાથે સંપર્ક જાળવી રાખવો તમારા વ્યવસાય માટે ફાયદાકારક રહેશે.

લવઃ- પરિવારની દેખરેખમાં તમારો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઈજા પહોંચવાની શક્યતા છે.