23 ઓક્ટોબરનું રાશિફળ:શુક્રવારે આ રાશિના જાતકોએ કોઈની વાતમાં આવવું નહીં, રૂપિયાની લેવડ-દેવડ કરતી વખતે સાવધાન રહેવું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મકર રાશિના જાતકોને ઈજા થવાની શક્યતા, કુંભ રાશિ માટે તણાવગ્રસ્ત દિવસ
  • શનિ-ચંદ્રમાની યુતિને કારણે સાત રાશિએ આખો દિવસ સંભાળીને રહેવું

23 ઓક્ટોબર, શુક્રવારના રોજ ચંદ્રમા મકર રાશિમાં શનિની સાથે રહેશે. શનિ તથા ચંદ્રની યુતિને કારણે સાત રાશિના જાતકો માટે દિવસ યોગ્ય રહેશે નહીં. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોએ સંભાળીને રહેવું. આ રાશિના જાતકોએ જોબ તથા બિઝનેસમાં કોઈ ઉતાવળ કરવી નહીં. સમજીવિચારીને કોઈપણ નિર્ણય લેવો જોઈએ. રોકાણ તથા લેવડ-દેવડમાં ખાસ ધ્યાન રાખવું. કામકાજ અંગે તણાવ વધી શકે છે. આ ઉપરાંત વૃષભ, મેષ, કર્ક, તુલા તથા ધન રાશિના જાતકો ગ્રહ-નક્ષત્રની અશુભ અસરથી બચી શકશે. આ પાંચ રાશિ માટે દિવસ સારો રહેશે.

23 ઓક્ટોબર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબઃ

મેષઃ-

પોઝિટિવઃ- તમે બધાં કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પણ પરિવાર સાથે સમય પસાર થશે.

નેગેટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે કોઇ વિશેષ મુદ્દાને લઇને વિવાદ થવાની સંભાવના છે. ક્યારેક તમારું વધારે ઉત્તેજિત થઇ જવું અને ઉતાવળ કરવી તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- આવકના નવા સ્ત્રોત ખૂલશે. નોકરિયાત લોકો માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- થોડા સમયથી ચાલી રહેલી માઇગ્રેનની પરેશાનીથી રાહત મળશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે દિનચર્યાની ગતિવિધિઓથી અલગ કોઇ વિશેષ વાતને ઊંડાણપૂર્વક જાણવા માટે સમય પસાર કરો. અધ્યાત્મ સાથે જોડાયેલા વિષયોમાં વિશેષ રસ રહેશે. જો વારસાગત સંપત્તિને લગતો કોઇ મામલો અટકી રહ્યો છે તો આજે કોઇની મધ્યસ્થતાથી એ ઉકેલાઇ જશે.

નેગેટિવઃ- નજીકના સંબંધી કે મિત્ર સાથે કોઇ વાતને લઇને સંબંધમાં કટુતા આવી શકે છે. સાવધાન રહો, કેમ કે તમારી કોઇ ગુપ્ત વાત પણ સાર્વજનિક થવાની સંભાવના છે. ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ અથવા કોઇ ધાર્મિક સ્થળમાં સમય પસાર કરવામાં માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ- વીમા, શેરબજાર વગેરે સાથે જોડાયેલા લોકો આજે વધારે વ્યસ્ત રહેશે અને સારો નફો કમાશે.

લવઃ- તમારા વિશેષ કાર્યમાં જીવનસાથીની સલાહ અવશ્ય લેવી.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળું ખરાબ થવાની પરેશાની રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇને ઉધાર આપેલા કે અટવાયેલા રૂપિયા મળવાની સંભાવના છે, એટલે તેને વસૂલ કરવામાં તમારું વિશેષ ધ્યાન રહેશે. આજે સંબંધીઓ કે પાડોશીઓ સાથે કોઇ ગંભીર વિષય પર ચર્ચા થઇ શકે છે. આ ચર્ચામાં તમારા દ્વારા રાખવામાં આવેલો મજબૂત પક્ષ તમારા માન-સન્માનમાં વૃદ્ધિ કરશે.

નેગેટિવઃ- વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી રાખે નહીં, કેમ કે આ સમયે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કોઇ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ રહેવાના કારણે તાવ આવી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પારિવારિક લોકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં તથા શોપિંગમાં સમય પસાર થશે. આજે રોજિંદા દિનચર્યામાંથી થોડો સમય મોજ-મસ્તી માટે પણ કાઢવો. ઘરમાં સંબંધીઓ આવી શકે છે.

નેગેટિવઃ- થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમને ભાવનાત્મક રૂપથી નબળા કરવા માટે તમારા વિરુદ્ધ અફવા ફેલાવી શકે છે. આવા લોકોથી સાવધાન રહો. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસને છોડીને બહારની ગતિવિધિઓ પર વધારે ધ્યાન આપશો.

વ્યવસાયઃ- આજે બપોર પછી લાભદાયક સ્થિતિ બની રહી છે, એટલે દિવસની શરૂઆતમાં મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની યોજના બનાવી લો.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ક્યાંકથી મન પ્રમાણે પેમેન્ટ આવી જવાથી રાહત મળશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. ધાર્મિક સંસ્થાઓની સેવાને લગતાં કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે. સામાજિક સીમા વધશે અને અનેક પ્રકારની ગતિવિધિઓમાં પણ વ્યસ્તતા રહેશે.

નેગેટિવઃ- કોઇ અપરિચિત વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે, એટલે સાવધાન રહો. કોઇ વિશેષ મુદ્દા પર નિર્ણય લેતી સમયે ઘરના અનુભવી તથા વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી તમારા માટે હિતકર રહેશે.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ અને એક્સપોર્ટને લગતા વ્યવસાયમાં વિશેષ કરાર પ્રાપ્ત થશે.

લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામ હોવાને કારણે થાક અને પગમાં દુખાવાની સ્થિતિ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું નિવારણ આવી જવાથી તમે તણાવ મુક્ત અનુભવ કરશો. નજીકના સંબંધીઓ તથા મિત્રો સાથે સુખદ સમય પસાર થશે. તેમની સાથે વિશેષ મુદ્દા પર ચર્ચા-વિચારણા પણ થશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે તમારી કોઇ નકારાત્મક વાતને કારણે થોડા લોકો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે, એટલે તમારા સ્વભાવમાં સરળતા અને સૌમ્યતા જાળવી રાખવાં જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં કામનો ભાર વધારે રહેશે અને વધારે મહેનત તથા પરિણામ ઓછું જ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ તથા સહયોગાત્મક વ્યવહારના કારણે પરિવાર તથા સમાજમાં વિશેષ માન-સન્માન પ્રાપ્ત થશે. જો કોઇ વિવાદિત ભૂમિને લગતી પરેશાનીઓ ચાલી રહી છે તો આજે તેને કોઇ અનુભવી વ્યક્તિની સલાહથી ઉકેલવાની કોશિશ કરો.

નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. કોઇની વાતમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. અન્ય ઉપર વિશ્વાસ ન કરીને તમે તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- આજે તમને નવા વ્યાવસાયિક કરાર મળવાની પૂર્ણ સંભાવના છે.

લવઃ- કોઇ કુંવારા વ્યક્તિના લગ્નને લગતો કોઇ યોગ્ય સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહસ્થિતિઓ તથા ભાગ્ય પૂર્ણ રૂપથી તમારા પક્ષમાં છે. તમને ચમત્કારિક રૂપથી કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ ભાવી લક્ષ્યની પણ પ્રાપ્તિ થશે. તમારી અંદર આત્મ સન્માન અને આત્મવિશ્વાસ પણ વધશે.

નેગેટિવઃ- સામાજિક કાર્યો સિવાય તમારાં પર્સનલ કાર્યો પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ધ્યાન રાખો કે કોઇની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. દિનચર્યાને વ્યવસ્થિત રાખવી.

વ્યવસાયઃ- વેપારમાં ફેરફારને લગતી યોજના પર કામ શરૂ થશે.

લવઃ- પરિવાર સાથે થોડો સમય જરૂર વિતાવો.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમને તમારા દ્વારા કરેલાં કાર્યોના પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે, એટલે સંપૂર્ણ મહેનતથી તમારાં કાર્યો પૂર્ણ કરો. સામાજિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર થઇ શકે છે. આજે કોઇ જમીનને લગતી ખરીદી કે વેચાણનું કાર્ય પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થી અને યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે વધારે સાવધાન રહે. મિત્ર કે નજીકના સંબંધીની ગતિવિધિઓથી અલગ રહેશો નહીં. આ લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારા અંગે કોઇ ખોટી સૂચના કે અફવા ફેલાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં નવા કામની શરૂઆતની યોજના બની રહી છે તો એને અમલમાં લાવવાનો યોગ્ય સમય છે.

લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સીઝનલ બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમે થોડી ભૂલોથી બોધપાઠ લઇને તમારા વર્તમાનમાં વધારે સુધારો લાવવાની કોશિશ કરશો, જેમાં તમે સફળ પણ રહેશો. આ પ્રકારની કોશિશથી લોકો સાથેના સંબંધોમાં આશ્ચર્યજનક સુધારો આવશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ઇગો ઉત્પન્ન થવા દેશો નહીં. વડીલો તથા અનુભવી લોકોની સલાહ લેવામાં સંકોચ ન કરો. તેમનું માર્ગદર્શન અને સહયોગ તમારા મનોબળને વધારશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં કાર્યોમાં લાભદાયક પરિસ્થિતિ બની રહી છે, એટલે તમારા સંબંધોમાં પારદર્શિતા જાળવી રાખો.

લવઃ- પરિવાર સાથે મનોરંજનને લગતાં કાર્યોમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- વાહન ચલાવવામાં વિશેષ સાવધાની જાળવો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ મહત્ત્વપૂર્ણ સમાચારની પ્રાપ્તિ થશે, જેનાથી તમને માનસિક તથા ભાવનાત્મક રૂપથી સશક્ત અનુભવ કરશો. આજે પ્રકૃતિ તમારો ભરપૂર સહયોગ કરી રહી છે.

નેગેટિવઃ- ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ પર નિયંત્રણ રાખો. કોઇ સંબંધી કે પાડોશી સાથે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે. અન્ય લોકોની ખોટી વાતોને ઇગ્નોર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પ્રોડક્શનને લગતાં કાર્યોમાં ઘટાડો આવવાથી તણાવ રહી શકે છે.

લવઃ- પારિવારિક તથા વ્યાવસાયિક જીવનમાં તાલમેલ જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક અને સામાજિક ગતિવિધિઓમાં વધારે સમય પસાર થઇ શકે છે. સામાજિક સીમા પણ વધશે. આ પ્રકારના સંપર્ક તમારા માટે નફો લઇને આવશે. આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. બાળકોના અભ્યાસને લગતો પ્રોગ્રેસ જોઇને મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ- અન્ય પર નિર્ભર રહેવાની અપેક્ષા પોતાની કાર્યક્ષમતા અને આત્મબળને વધારવું યોગ્ય રહેશે. ઘરના વડીલો અને અનુભવી વ્યક્તિઓની સલાહ અવશ્ય લો.

વ્યવસાયઃ- ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતા વ્યવસાયમાં સુધારો આવશે.

લવઃ- ઘરનું વાતાવરણ મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે.

અન્ય સમાચારો પણ છે...