મંગળવારનું રાશિફળ:મંગળવારે મીન જાતકો પોતાની આકરી મહેનત અને પરિશ્રમથી ઇચ્છા મુજબ બધું જ પ્રાપ્ત કરી શકશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12માંથી 6 રાશિ માટે દિવસ સારો
  • છ રાશિ માટે દિવસ સામાન્ય

23 નવેમ્બરના રોજ શુભ તથા ચર નામના યોગ બની રહ્યા છે. 23 નવેમ્બરે અંગાર કી ચોથ પણ છે. મેષ, મિથુન, કર્ક, વૃશ્ચિક, કુંભ તથા મીન રાશિ માટે દિવસ સારો રહેશે. ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. વિચારેલા કામો પૂરા થશે. અચાનક ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન તથા મકર રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. કામકાજમાં ઉતાવળ કરવી નહીં. જોખમી નિર્ણયો ટાળવા.

23 નવેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખવાનો છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમને સારી સફળતા પ્રદાન કરનારી છે તમારો વ્યાપારિક દૃષ્ટિકોણ તમારા માટે લાભદાયી સ્થિતિ ઊભી કરશે.

નેગેટિવઃ- કોઈ સાથે મનમુટાવ થવાની સ્થિતિ બની રહી છે. વાર્તાલાપ કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ કરવાથી બચવું. વિદ્યાર્થી તથા યુવાઓ કોઈપણ સમસ્યા કે પરેશાનીમાં કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે યોગ્ય નથી.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માનની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પારિવારિક વ્યવસ્થા સાથે-સાથે થોડો સમય અન્ય ગતિવિધિઓ માટે પણ જરૂર કાઢો. મીડિયા તથા સંપર્ક સૂત્ર દ્વારા થોડી જાણકારી મળી શકે છે, જેથી તમારા કામ સરળ થઈ જશે. સ્ત્રીઓ પોતાના ઘરેલૂ તથા વ્યક્તિગત કાર્યોને સહજતા અને સરળતાથી પૂર્ણ કરી શકશે.

નેગેટિવઃ- ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. તેમની યોગ્ય દેખરેખ કરવી તમારી જવાબદારી છે. તમારે તમારી ઇચ્છાઓની પૂર્તિ માટે પણ કોશિશ કરવાની જરૂરિયાત રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા પડકારનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખદ અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત ખાનપાનના કારણે અપચાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- અનુભવી તથા વડીલ લોકોની સલાહ અને માર્ગદર્શનનું પાલન કરો. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા કે તણાવથી પણ રાહત મળશે. પરિવારના લોકો સાથે મનોરંજનને લગતા કાર્યોમાં સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ- બાળકોની કોઈ સમસ્યાને લઈને ઘરમાં વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. તમારી વાણી તથા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. ખોટી યાત્રામાં પણ સમય નષ્ટ થઈ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર, થાઈરોઈડ વગેરેને લગતી પરેશાની અંગે તપાસ કરાવો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર અનુકૂળ રહેશે. તમારી કોઈ ખાસ પ્રતિભાને ઉજાગર કરવાનો યોગ્ય સમય છે. કોઈ ખાસ મિત્ર દ્વારા તમને યોગ્ય સહયોગ મળી શકે છે, જેથી તમે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ સક્ષમ રહેશો.

નેગેટિવઃ- અચાનક જ કોઈ એવા ખર્ચ સામે આવી શકે છે કે જેના ઉપર કાપ મુકવો શક્ય નથી અને આર્થિક મામલાને લઈને જ કોઈ નજીકના વ્યક્તિ સાથે વિવાદ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વેપારમાં ગતિ આપવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદદારીમાં ખર્ચ વધી શકે છે. બધાના સુખ સામે આ ખર્ચો કશું જ નથી. કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક રહેશે. પ્રોપર્ટીને લગતું કોઈ કામ સંપન્ન થઈ શકે છે.

નેગેટિવઃ- થોડો સમય સામાજિક તથા રાજનૈતિક ગતિવિધિઓ માટે કાઢો. તેનાથી તમારા સંપર્ક સૂત્ર વધારે મજબૂત થશે. તમારા વ્યવહારમાં લચીલાપણુ જાળવી રાખવું જોઈએ.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રની આર્થિક વ્યવસ્થામાં થોડા પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

લવઃ- લગ્નજીવનમાં થોડા તણાવના કારણે ઘરની વ્યવસ્થા ખરાબ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પોલ્યૂશન અને તણાવ સામે તમારી રક્ષા કરો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઈ પ્રિય સંબંધી દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. તમારી કોઈ નબળાઈ ઉપર પણ વિજય મેળવવા માટે કોશિશ કરતા રહેશો અને સફળ પણ થશો. વિદ્યાર્થીઓ તથા યુવાઓને તેમના કરિયર અને અભ્યાસને લગતા કાર્યોમાં મન પ્રમાણે પરિણામ મળશે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારના રોકાણ કે લેવડદેવડને લગતા કાર્યોને ટાળો. આ સમયે ધનને લગતી કોઈપણ પ્રકારની ગતિવિધિ માટે અનુકૂળ નથી. કોઈ ભાવનાત્મક રીતે તમને મૂર્ખ બનાવી શકે છે.

વ્યવસાયઃ- સેલ્સ ટેક્સ, જીએસટી વગેરે સાથે જોડાયેલાં કાર્યો જલ્દી પૂર્ણ કરી લો.

લવઃ- પરિવારને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ કામ સંપન્ન થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વાયુને લઈને પેટને લગતી થોડી સમસ્યા રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંપન્ન થવાથી પોઝિટિવિટી અને સુકૂનભર્યું વાતાવરણ જળવાયેલું રહેશે. પ્રોફેશનલ સ્ટડી માટે કોશિશ કરી રહેલાં વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક કોઈ પારિવારિક સભ્યની ગતિવિધિઓ મનને નિરાશ કરી શકે છે. કોઈના ઉપર શંકા કરવી માત્ર તમારો વહેમ જ રહેશે. ખર્ચ વધારે પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યક્તિગત પરેશાનીઓના કારણે વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- હાર્ટની તકલીફ કે ડાયાબિટીસ જેવી પરેશાનીઓ પ્રત્યે સાવધાન રહો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપો, કેમ કે આજે લેવામાં આવેલો કોઈપણ નિર્ણય નજીકના ભવિષ્યમાં તમારા માટે લાભદાયી રહેશે. કોઈ જૂના ઝઘડાને ઉકેલવાથી માનસિક શાંતિ મળી શકે છે.

નેગેટિવઃ- ઉતાવળ અને બેદરકારી જેવી નબળાઈ ઉપર કાબૂ રાખો. પોતાના વ્યવહારને સહજ જાળવી રાખો. જમીનને લગતા કાર્યોમાં વધારે લાભની આશા ન રાખો, કેમ કે વધારે મેળવવાની ઇચ્છામાં નુકસાન થઈ શકે છે.

વ્યવસાયઃ- જો વ્યવસાયિક વિસ્તારને લઈને કોઈ પ્લાનિંગ કર્યું છે તો તેના ઉપર તરત કામ શરૂ કરો

લવઃ- ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ઉધરસ અને તાવની તકલીફ રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારા અટવાયેલાં કામને સફળતા સાથે પૂર્ણ કરી શકશો. થોડું સારું કરવા માટે તમે પોઝિટિવ ફેરફાર લાવવાનો વિચાર કરશો. તેમાં તમે સફળતા પણ મળશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓ થોડા સમય પસાર કરવો તમને શાંતિ આપશે.

નેગેટિવઃ- આર્થિક મામલે કોઈપણ પ્રકારનું રિસ્ક ન લેવું. કોઈ પ્રકારનો દગો થઈ શકે છે. કોઈ નજીકના વ્યક્તિ સાથે અચાનક જ કોઈ મુદ્દા ઉપર વિવાદ થઈ શકે છે. શાંતિથી મામલો ઉકેલો. અહીં-ત્યાંની વાતોમાં ધ્યાન ન આપીને પોતાના કાર્યોમાં જ વ્યસ્ત રહો.

વ્યવસાયઃ- તમે તમારા કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ ઉપર વધારે સુધાર લાવવાની કોશિશ કરશો.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણ અને પોલ્યૂશન સામે તમારી રક્ષા કરો

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટી કે વાહન ખરીદવાને લગતી કોઈ ગતિવિધિ ચાલી રહી છે. તેને લગતી કોઈ અનુકૂળ વાત થઈ શકે છે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો.

નેગેટિવઃ- ફાયનાન્સ કે રોકાણને લગતા કાર્યોને ખૂબ જ સાવધાની સાથે કરો. કોઈ ભૂલ થઈ શકે છે. ભાવુકતા તમારી સૌથી મોટી નબળાઈ છે અને તેના કારણે કોઈ વ્યક્તિ તમારો અયોગ્ય ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમે તમારી યોગ્યતા અને કાર્યક્ષમતા દ્વારા સ્ટાફ અને કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વ્યસન તથા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારી ગુપ્ત પ્રતિભાને સમજો અને તેને યોગ્ય દિશામાં લગાવો. ચોક્કસ જ તમને યોગ્ય દિશા પ્રાપ્ત થશે. આજનું ગ્રહ ગોચર તમારા માટે લાભની સ્થિતિ બનાવી રહ્યું છે. ભાઈ-બહેનો સાથે થોડો સમય પસાર કરવો સંબંધ ગાઢ બનાવશે.

નેગેટિવઃ- બપોર પછી કોઈ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. આ સમયે કોઈપણ રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં ધ્યાન આપશો નહીં. ઘરમાં મહેમાનો આવવાથી થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ નિર્વિઘ્ન તથા યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- લગ્નજીવન પ્રેમ પૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારી આકરી મહેનત અને પરિશ્રમથી તે બધું જ પ્રાપ્ત કરી શકો છો જેની તમને ઇચ્છા છે અને આ કાર્યો માટે આજે યોગ્ય સમય છે. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પણ તમારા મનોબળને વધારશે.

નેગેટિવઃ- આર્થિક પરેશાનીથી બચવા માટે તમારા બજેટનું ધ્યાન રાખો તથા બિનજરૂરી ખર્ચ ઉપર અંકુશ લગાવો. ક્યારેક બધું ઠીક હોવા છતાં તમને એકલતાનો અનુભવ થશે. ભાવુકતા અને આળસ જેવી નબળાઈ ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- વ્યવસાય તથા પારિવારિક જીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત અને પરિશ્રમ સાથે-સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.