23 નવેમ્બરનું રાશિફળ:સોમવારે કર્ક રાશિના જાતકોએ ભાવનાઓની જગ્યાએ ચતુરાઈથી કામ લેવું પડશે, બાળકોને લગતા શુભ સમાચાર મળી શકે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

23 નવેમ્બર, સોમવારના રોજ ચંદ્રમા શનિની રાશિ કુંભમાં છે. આ કારણે અમુક લોકો માટે સ્ટ્રેસ અને દોડધામવાળો દિવસ રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન મુજબ વૃષભ, સિંહ અને કન્યા રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે, સમજીવિચારીને નિર્ણયો લેવા પડશે. પૈસાની લેતીદેતી અને રોકાણમાં ઉતાવળ ન કરવી. આ ઉપરાંત મેષ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ રહેશે. આ રીતે આજે 12માંથી 3 રાશિના જાતકો માટે દિવસ પ્રતિકૂળ રહી શકે છે, જ્યારે બાકીની 9 રાશિના જાતકો ગ્રહોના અશુભ પ્રભાવથી બચી જશે.

23 નવેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબઃ

મેષઃ-

પોઝિટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ સંસ્થા સાથે જોડાવાનો અવસર મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારું માન-સન્માન વધશે. આ સમયે પ્રાકૃતિક વસ્તુઓ પર વધારે સમય પસાર કરો. જેથી તમને માનસિક અને આત્મિક શાંતિ અનુભવ થશે.

નેગેટિવઃ- બાળકના કરિયરને લગતી કોઇ વાત ન બનવાથી તણાવ હાવી થઇ શકે છે. તેમનું આત્મબળ જાળવી રાખવા માટે તેમને સહયોગ આપો. કોઇ ઉચ્ચ પદ પર સ્થિત વ્યક્તિની મદદથી તમારી દરેક સમસ્યા ઉકેલાઇ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યાવસાયિક પાર્ટીઓ સાથે ફરી સંપર્ક સ્થાપિત કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધો ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- ગેસ તથા કબજિયાતને કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અને ભાગ્ય બંને તમારા પક્ષમાં કામ કરી રહ્યાં છે. સમયનો ભરપૂર ઉપયોગ કરો. બાળકોના કરિયર અંગે પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા મળવાથી આનંદ થશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક વધારે ભાવુક થઇ જવાને કારણે તમે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસફળ થઇ શકો છો. આ સમયે તમે વ્યવહારિક દૃષ્ટિકોણ રાખો. તમારાં નફા-નુકસાનને જોઇને જ કોઇપણ કામને અંજામ આપો.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતા કોઇપણ કામમાં રૂપિયાનું રોકાણ કરતાં અચકાશો નહીં.

લવઃ- પારિવારમાં સુખ-શાંતિ અને આનંદ જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- પગ તથા ઘૂંટણનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમને જીવનની એક નવી દિશા પ્રદાન કરશે. તમે તમારાં કાર્યને લગતી યોજનાને શ્રેષ્ઠ બનાવી શકશો. વારસાગત પ્રોપર્ટીને લગતા મામલાઓ ઉકેલવા માટે આજે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- રૂપિયાની ઉધારીને લગતી લેવડ-દેવડ કરશો નહીં, નહીંતર તમારા રૂપિયા ફસાઈ શકે છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે, જેને કારણે તમારે અનેક મહત્ત્વપૂર્ણ કામ આગળ વધારવા પડી શકે છે.

વ્યવસાયઃ- આત્મવિશ્વાસ તથા આત્મબળને મજબૂત જાળવી રાખો.

લવઃ- વ્યસ્ત હોવા છતાં પરિવાર અને જીવનસાથી માટે સમય કાઢવો તમારા સંબંધોને સારા જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાવનાઓની જગ્યાએ ચતુરાઇ અને વિવેકથી કામ લેવાથી સ્થિતિ તમારા પક્ષમાં આવી જશે. સંતાન પ્રાપ્તિને લગતા શુભ સમાચાર મળી શકે છે, જેનાથી પરિવારમાં પ્રસન્નતા જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- તમારી યોજનાઓ અંગે યોગ્ય વિચાર કરો. અનુભવી વ્યક્તિની સલાહ લેશો તો વધારે સારું રહેશે. રૂપિયાના મામલે પણ કોઇના પર વિશ્વાસ ન કરીને પોતાની ગતિવિધિઓને સાચવીને રાખો

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થિતિ હવે સારી થઇ રહી છે.

લવઃ- જીવનસાથી સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવાનો વિશેષ પ્રયાસ રહેશે અને તમે સફળ પણ થશો.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશર અથવા એસિડિટીની સમસ્યા રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે તો આજે તેને અંજામ આપવાનો યોગ્ય સમય છે. કોઇપણ કામમાં ઘરના વડીલ લોકોની સલાહ લો અને તેના પર અમલ કરો.

નેગેટિવઃ- આજે કોઇપણ જગ્યાએ રોકાણ કરવામાં વધારે સાવધાની જાળવો. કોઇ નજીકના મિત્રના કારણે પણ કોઇ નુકસાન થવાની સંભાવના છે, એટલે ભાવુકતામાં આવીને કોઇપણ નિર્ણય ન લો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ માટે તમે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, એના માટે હાલ વધારે મહેનતની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક અને વ્યાવસાયિક જીવનમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને થાક રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે તમારી કોઇ નકારાત્મક આદત છોડવાનો સંકલ્પ કરશો. આ કાર્યમાં ઘરના વડીલોના આશીર્વાદ અને સહયોગ રહેશે. વિદ્યાર્થીઓને પણ કરિયરને લગતી કોઇ સમસ્યાનું નિવારણ મળવાથી શુકન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- જોઇ કોઇ પ્રકારનું ઉધાર લેવાની યોજના બની રહી છે તો એને ટાળવામાં જ ભલાઈ છે, કેમ કે એને ચૂકવવા માટે હાલ સમય ખૂબ જ મુશ્કેલીભર્યો છે. આ સમયે કોઇના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં.

વ્યવસાયઃ- ઓફિસ કે દુકાનના સ્ટાફ પર નજર રાખો, તેમનો સાથ તમારા માટે નુકસાનદાયક રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરની વડીલ વ્યક્તિઓનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજનું ગ્રહ ગોચર અને સમય તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. કોઇ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર વધારે આત્મવિશ્વાસ અને નવી ઊર્જાનો અનુભવ કરશો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક અતિ આત્મવિશ્વાસને કારણે તમારાં બનતાં કામ ખરાબ થઇ શકે છે. આ સમયે તમારા કડવા વચનો પર નિયંત્રણ રાખો. તમારી ઊર્જાનો પોઝિટિવ પ્રયોગ કરશો તો યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં સ્ટાફ સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણને વધારે સારું જાળવી રાખવા માટે ઘરના સભ્યો સાથે શોપિંગનો કાર્યક્રમ બનાવો.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ નક્ષત્ર તમારા માટે સારી ધનદાયક પરિસ્થિતિ તૈયાર કરી રહ્યું છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ પર કામ કરો. તમારી યોગ્યતા અને ક્ષમતા દ્વારા તમને સારાં અને સન્માનજનક પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- મિત્રોનો સાથ તથા આળસમાં તમારો સમય વ્યર્થ ન કરો, કેમ કે દરેક સમયે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાનો રહેશે. ક્યારેક વધારે અહંકાર અને ઘમંડ રાખવો પણ નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ- ખરાબ ગતિવિધિઓમાં તમારો સમય નષ્ટ ન કરીને પ્રભાવશાળી અને અનુભવી વ્યક્તિઓ સાથે સંબંધોને વધારે મજબૂત બનાવવામાં ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક સમસ્યાને લઇને તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરમાં સંબંધીઓના આવી જવાથી પરિવારમાં આનંદભર્યું વાતાવરણ રહેશે. બધા સાથે મળીને કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બનાવી શકે છે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે.

નેગેટિવઃ- કોઇ મિત્ર કે સંબંધીના ઘરની આર્થિક સ્થિતિમાં પરેશાની હોવાના કારણે તમારે મદદ કરવી પડી શકે છે, પરંતુ તમારા બજેટનું પણ ધ્યાન રાખો. જો કોઇ બહુમૂલ્ય વસ્તુ, જેમ કે વાહન વગેરે ખરીદવાની કોશિશ કરી રહ્યા છો તો પહેલા પોલિસી વગેરે અંગે ચર્ચા-વિચારણા કરી લો.

વ્યવસાયઃ- આર્થિક રૂપથી દિવસ ઉત્તમ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલો કોઇ તણાવ તમારી સમજણ શક્તિ દ્વારા ઉકેલાઇ જશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ તથા માંસપેશીઓના દુખાવાથી પરેશાન રહેશો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે તમારી આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. રોકાણ અંગે કાર્યો પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે પણ તમારું નિ:સ્વાર્થ યોગદાન તમને શાંતિ પ્રદાન કરશે.

નેગેટિવઃ- આજે તમે બહારના સંપર્કો સાથે હળવા-મળવામાં સમય ખરાબ ન કરો, કેમ કે આ સમયે તમારા દ્વારા જ કોઇ એવી ગુપ્ત વાત સાર્વજનિક થઇ શકે છે, જેના કારણે તમારું જ નુકસાન થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં તમને તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે થોડી નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે.

લવઃ- તમારી દરેક યોજનામાં જીવનસાથીને સામેલ કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે અને તેમના દ્વારા તમને ચમત્કારિક રૂપથી ભાવી લક્ષ્યની પણ પ્રાપ્તિ થશે. તમારો આત્મવિશ્વાસ પણ વધશે. યુવાઓને કોઇ સ્પર્ધામાં સફળતા મળવાથી નોકરીની પણ મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ખરાબ ગતિવિધિઓમાં પડીને તમે તમારો સમય ખરાબ કરશો નહીં. તમારા પર્સનલ કાર્યો સિવાય સામાજિક ગતિવિધિઓ પર પણ તમારું યોગદાન આપવું જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ફેરફારને લગતી યોજના પર કામ થશે.

લવઃ- લગ્ન જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ઉધરસ, તાવ અને શરદીની સ્થિતિ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે કોઇ જમીન કે વાહનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. જોકે આજે તમને દરેક કામમાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે, એટલે સંપૂર્ણ મહેનતથી તમારાં કાર્યોને પૂર્ણ કરો.

નેગેટિવઃ- મિત્રો તથા સંબંધીઓની ગતિવિધિઓથી સાવધાન રહો. તેઓ તમારી સામે સારા બનશે, પરંતુ પીઠ પાછળ કોઇ ષડયંત્ર કે અફવા ફેલાવી શકે છે, જેને કારણે સમાજમાં તમારી બદનામી થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતી કોઇ યાત્રાનો પ્રોગ્રામ બનશે.

લવઃ- મિત્રો સાથે કોઇ પારિવારિક ગેટ-ટુ-ગેધર બધાને પ્રસન્ન કરશે.

સ્વાસ્થ્યઃ- યુરિનને લગતું ઇન્ફેક્શન થઇ શકે છે.