તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

23 મેનું રાશિફળ:શનિવારે મિથુન જાતકોને નવી જવાબદારીઓ મળી શકે છે, કર્ક રાશિના લોકોએ ભાવનાઓ ઉપર કાબૂ રાખવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

23 મે, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આકસ્મિક નફા અથવા સટ્ટાબાજી દ્વારા આર્થિક સ્થિતિ સુધરી શકે છે. તમને ખુશ રાખવા માટે માતા-પિતા અને મિત્રો સંપૂર્ણ કોશિશ કરશે. પરિવારના સભ્યો સાથે આરામના ક્ષણ વિતાવી શકશો.

નેગેટિવઃ- ઘરનું વાતાવરણ અને તમારું મન અશાંત રહી શકે છે. આ ગોચર દરમિયાન કોઇપણ પ્રકારનું દેવું લેવાથી બચવું, નહીંતર માનસિક તણાવના શિકાર થઇ શકો છો.

લવઃ- નવા પ્રેમી કપલ્સને થોડી પરેશાની આવી શકે છે.
વ્યવસાયઃ- આ સમય નોકરી અને વેપારના ક્ષેત્રમાં ભાગદોડ માટે સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- બહારના ખાનપાન ઉપર ધ્યાન આપવું.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ચંદ્રનું ગોચર તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમને તમારા બધા જ પ્રયાસો અને કાર્યોમાં સફળતા મળશે, આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આ દરમિયાન તમે ધાર્મિક મામલે રસ ધરાવશો.

નેગેટિવઃ- આ દરમિયાન કોઇપણ પ્રકારની યાત્રા કરવાની યોજના બનાવવી તમારા માટે કષ્ટકારી રહેશે. ગ્રહોની સ્થિતિના કારણે તમારી એકાગ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે.

લવઃ- તમે કોઇ સામે પ્રેમ પ્રસ્તાવ રાખી શકો છો.
વ્યવસાયઃ- નવી નોકરી શોધી રહેલાં લોકોના બધા જ વિઘ્નો દૂર થઇ જશે.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે સાવધાની જાળવવી.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જો તમે નોકરી કરો છો, તો કામ સાથે જોડાયેલ નવી જવાબદારીઓ મળી શકે છે. જે તમારા કૌશલ અને ક્ષમતાને વધારશે. તમે તમારા જૂના મિત્રો સાથે ફરી એકવાર જોડાઇ શકો છો.

નેગેટિવઃ- કાર્યક્ષેત્રમાં તમારી ઉન્નતિ થોડાં વિઘ્નોને અટકાવી શકે છે. ધૈર્યથી કામ લેવું. એવા લોકો સાથે જોડાવવું નહીં જે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડે.

લવઃ- સંબંધોમાં આવેલું અંતર સમાપ્ત થઇ જશે.
વ્યવસાયઃ- સરળ અને સીધા કામ કરવામાં તમારું મન વધારે લાગશે.
સ્વાસ્થ્યઃ- બીમારીની અવસ્થામાં આયુર્વેદ અને યોગ લાભ પહોંચાડશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા ભાઈ-બહેન તમને સહયોગ કરશે. આ દરમિયાન તમે જોશ અને ઉત્સાહથી ભરપૂર રહેશો. સંતાન તમને કોઇ સારા સમાચાર આપી શકે છે. ઉચ્ચ શિક્ષાની ઇચ્છા રાખનાર વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- તમારે તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવો અને દરેક નિર્ણય સમજી વિચારીને લેવાં. ગુપ્ત દુશ્મનો તમારા વિશે અફવાહ ફેલાવવા માટે અધીર રહેશે.

લવઃ- નવા મિત્ર બનાવવાના અવસર મળશે જે તમને લાભ પહોંચાડશે.
વ્યવસાયઃ- આ દરમિયાન તમે કોઇપણ નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવ કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- સિઝન બદલવાથી બીમારીઓ સંભવ છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ દરમિયાન આધ્યાત્મિક અથવા પરોપકારી ગતિવિધિઓમાં તમે લિપ્ત રહી શકો છો. ચંદ્રની સ્થિતિ તમને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે કોઇ વિદેશી સંગઠનમાં કામ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે.

નેગેટિવઃ- કાર્યક્ષેત્ર સાથે જોડાયેલાં કાર્યોને લઇને સાવધાન રહેવું. આ દરમિયાન તમે કોઇપણ પ્રકારની સાજિશમાં ગુંચવાઇ શકો છો.

લવઃ- જેઓ પ્રેમ લગ્ન કરવા માંગે છે તેમણે થોડી પ્રતિક્ષા કરવી પડશે.
વ્યવસાયઃ- આ સમય તમારે તમારા વિચારોનું આદાન-પ્રદાન કરવું જોઇએ.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી પાસે અનેક અવસર આવશે, જે તમારી આવકને વધારવામાં મદદ કરશે. તમારી સામાજિક સ્થિતિમાં પણ સુધાર આવશે. તમારી સામાજિક સ્થિતિમાં આ અઠવાડિયે સુધાર આવશે.

નેગેટિવઃ- તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. આ દરમિયાન કોઇપણ પ્રકારની ગતિવિધિ જે કાયદા કે સરકાર વિરુદ્ધ હોય તે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

લવઃ- ગેરસમજ વધી શકે છે.
વ્યવસાયઃ- આ દરમિયાન તમે કોઇ રચનાત્મક અને કલ્પનાશીલ સ્થિતિમાં રહેશો.
સ્વાસ્થ્યઃ- યોગ તથા ધ્યાન સ્વાસ્થ્યમાં સુધાર લાવશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારું પારિવારિક જીવન શાનદાર રહેશે. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. સાથે જ ઘરમાં સુખ આવશે. ઘરના સભ્યો વચ્ચે તાલમેલ અને એકતા જોવા મળશે. ઘરેલૂ પરિસ્થિતિઓમાં હળવો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

નેગેટિવઃ- ઘરમાં બધા સાથે ઉત્સાહિત વાતાવરણ બનાવવાની કોશિશ કરો. સંતાન પક્ષ અને ભાઈઓ સાથે સામંજસ્ય સારું થઇ શકે છે. ધન સંબંધી મામલે થોડું સંભાળીને ચાલો.

લવઃ- પ્રેમીજન સાથે કોઇ ભૌતિક સુખ સંસાધનોને પ્રાપ્ત કરવાની કોશિશ કરવામાં આવે તો તે સફળ થઇ શકે છે.
વ્યવસાયઃ- જમીન,મકાન, વાહન વગેરેનો સોદો સંભાળીને કરો.
સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારનું કાર્ય અથવા કોઇ પ્રકારની યાત્રા નુકસાનદાયક રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પારિવારિક જીવન સારું વ્યતીત થશે. તમે પરિજનોનો ખ્યાલ રાખશો. તમારા લગ્નજીવનમાં મશ્રિત અસર જોવા મળશે. વિદ્યાર્થીઓનો શિક્ષા પ્રત્યેનો લગાવ વધારે હશે તો નિશ્ચિત દરેક પરીક્ષામાં સફળ થશો.

નેગેટિવઃ- તમને જીવનસાથી દ્વારા લાભ પણ મળશે. તેમનું પ્રદર્શન અભ્યાસમાં સારું રહેશે. તેઓ તમારી આજ્ઞાનું પાલન કરશે.

લવઃ- આ સમયે તમે તણાવ દૂર કરવા માટે નાની રોમેન્ટિક યાત્રા પર જઇ શકો છો.
વ્યવસાયઃ- કામમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો પસાર થશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- તમને દરેક પ્રકારનો સહયોગ અને દરેક પ્રકારના કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. માતા-પિતાની સેવાથી તમે દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર કરી શકો છો. ઘરમાં થોડાં માંગલિક કાર્ય પણ સંપન્ન થવાની સંભાવના બની રહી છે.

નેગેટિવઃ- બિનજરૂરી પરિવારમાં મતભેદ થવાની સંભાવના બની રહી છે. ઘરનું સંતુલન ખરાબ થવાથી પારિવારિક સ્થિતિઓ ખરાબ થઇ શકે છે. ઘરની સ્થિતિ સારી થાય તેના માટે પૂર્ણ પ્રયાસ કરવા જોઇએ ત્યારે જ તમને લાભ પ્રાપ્ત થશે.

લવઃ- બહારની યાત્રા તથા બહારના કામકાજના ક્ષેત્રોમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.
વ્યવસાયઃ- વેપારમાં તમને યશની પ્રાપ્તિ થશે.
સ્વાસ્થ્યઃ- કોઇ વાતને આજે તમે હ્રદય પર લેશો નહીં.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારા માતા-પિતાનો અને વડીલોનો આદર કરવો, તેમના આશીર્વાદ તમારી માટે વરદાન સાબિત થશે. બધા સાથે સંબંધ મધુર બને તેવો પ્રયત્ન કરતાં રહો. કોશિશ કરવી કે બધા જ વ્યક્તિઓ એકબીજા સાથે મળતાં રહે અને દરેક કાર્યોમાં એકબીજાનો સહયોગ કરે.

નેગેટિવઃ- સહકર્મિઓનો સહયોગ મળશે પરંતુ તેટલો નહીં જેટલો તમે તેમની પાસે આશા કરશો. કામકાજના ક્ષેત્રોમાં સારી સફળતા પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ સમયે તમે કરી શકો છો.

લવઃ- આ દરમિયાન તમને તમારા નાના ભાઈ-બહેનોનો સહયોગ મળી શકશે નહીં.
વ્યવસાયઃ- આર્થિક ક્ષેત્રમાં તમને આશા કરતાં વધારે સારા પરિણામ પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સંતાન પક્ષને લઇને સંતુષ્ટિ થઇ શકે છે. સંતાનના ક્રિયાકલાપોથી તમે સંતુષ્ટ થઇ શકો છો. સમય-સમય પર તમને તેનો લાભ મળી શકે છે. બધા સાથે સમાન વ્યવહાર રાખવાનો પ્રયાસ કરવો જોઇએ.

નેગેટિવઃ- આ સમય તમારી માટે તણાવ ઉત્પન્ન કરી શકે છે. આ દિવસોમાં ખાસ કરીને કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાનો પ્રયત્ન કરશો નહીં. માતા-પિતા સાથે સંબંધ સારો બનાવવાની કોશિશ કરી શકો છો.

લવઃ- તમારું વૈવાહિક જીવન સામાન્ય રહેશે.
વ્યવસાયઃ- આર્થિક દ્રષ્ટિથી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક પરિશ્રમ તમને સારી સફળતા પ્રાપ્ત કરાવી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ દરમિયાન તમને સ્વાદિષ્ટ પકવાન ખાવાનો અવસર પણ મળી શકે છે. તમારી વાત કરવાની કળા લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકે છે. સરકારી નોકરી કરો છે તેમને લાભ થવાની પૂર્ણ સંભાવના છે.

નેગેટિવઃ- સૂર્ય દેવ પણ તમારા બીજા ભાવમાં જ ગોચર કરશે જેનાથી કુટુંબમાં થોડી સમસ્યાઓ થઇ શકે છે. ઘરના થોડાં લોકોની વચ્ચે કોઇ જૂની વાતને લઇને ઝગડો થવાની સંભાવના છે.

લવઃ- કોઇ સારા સમાચાર અથવા જીવનસાથી તરફથી મળેલો સંદેશ તમારો ઉત્સાહ વધારી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો