તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે ધન જાતકોને તેમની મહેનત અને પરિશ્રમનું અનુકૂળ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે

22 દિવસ પહેલા
  • તુલા રાશિના જાતકોની આવકમાં વધારો થશે, વૃષભ, કુંભ, વૃશ્ચિક રાશિ માટે દિવસ સારો
  • મકર તથા મીન સહિત 8 રાશિના જાતકો માટે દિવસ સામાન્ય

3 જૂન, ગુરુવારનો દિવસ 12માંથી 4 રાશિ માટે શુભ રહેશે. 8 રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. વૃષભ રાશિના જાતકો માટે પરિસ્થિતિ અનુકૂળ છે. નોકરિયાત જાતકો માટે પણ દિવસ સારો રહેશે. તુલા રાશિના જાતકોની આવકમાં વધારો થશે અને આર્થિક પરિસ્થિતિ સુધરશે. નોકરિયાત વર્ગ માટે દિવસ સારો છે. વૃશ્ચિક રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરતાં જાતકો માટે દિવસ શુભ સાબિત થશે. કુંભ રાશિના જાતકોની મુશ્કેલીઓ દૂર થશે. આ ઉપરાંત મેષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, ધન, મકર તથા મીન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે.

3 જૂન, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. કોઈપણ કાર્યને યોગ્ય રીતે અંજામ આપવામાં સક્ષમ રહેશો. કોઈ પારિવારિક સભ્યની હાજરીથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. ઘણાં સમય પછી કોઇ નજીકના સંબંધીનું ઘરમાં આગમન થઈ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારું ઘરમાં વધારે દખલ કરવું બધા માટે મુશ્કેલી વધારી શકે છે. તમારા વ્યવહારમાં સમય પ્રમાણે પરિવર્તન લાવો. કાકાના દીકરા-દીકરી સાથે સંબંધો મધુર રાખવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડો તણાવ ઊભો થઇ શકે છે

લવઃ- પારિવારિક જીવન સુખદ અને તાલમેલ પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનમાં સાવધાની જાળવો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે દિવસનો મોટાભાગનો સમય પારિવારિક ગતિવિધિઓ તથા રોકાણને લગતા કાર્યોમાં પસાર થશે. મિત્રો અને સંબંધીઓ સાથે પણ કોઈ મહત્ત્વપૂર્વ વાર્તાલાપ થવાથી નવી જાણકારીઓ મળી શકે છે. યુવાઓને કરિયરને લગતા કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- નાની-મોટી વાતોના કારણે કોઇ સાથે વિવાદમાં ઉતરશો નહીં. તમારા કામ પ્રત્યે જ ધ્યાન આપવું યોગ્ય રહેશે. તમારા વિચારોમાં નકારાત્મકતા હાવી થવાથી સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- પરિસ્થિતિ અનુકૂળ છે.

લવઃ- પ્રેમ સંબંધોમા તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીથી સાવધાન રહો

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- રચનાત્મક તથા રસપૂર્ણ કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી માનસિક રૂપથી રિલેક્સ અનુભવ કરશો. જે પણ પડકાર સામે આવશે તેને પૂર્ણ આત્મવિશ્વાસ દ્વારા સ્વીકારશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો.

નેગેટિવઃ- કોઈ અચાનક ખર્ચો સામે આવી શકે છે. જેના કારણે થોડી ચિંતા રહેશે. આ સમયે તમારી પાસે યોજના તો અનેક છે, પરંતુ તેને કેવી રીતે શરી કરવી છે, આ વાતને લઇને થોડી અસમંજસની સ્થિતિ રહી શકે છે.

વ્યવસાયઃ- કોઈની ખોટી સલાહ તમારા વ્યવસાયમા મુશ્કેલી ઊભી કરી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા થોડો મતભેદ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ અને શરદી રહી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જો ઘર પરિવર્તનની યોજના બની રહી છે તો આજે તેના માટે સમય અનુકૂળ છે. તમે તમારા વ્યક્તિત્વ અને કાર્યપ્રણાલીને વધારે શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરશો. કોઈ સમાજ સેવી સંસ્થા સાથે જોડાવાથી તમને સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો. આ સમયે ચાલી રહેલા યોગ્ય સમયનો ભરપૂર ઉપયોગ કરો. ભાઈઓ સાથે કોઈ મનમુટાવની સ્થિતિ બની શકે છે. સમજદારી અને શાંતિપૂર્ણ રીતે સમસ્યાનું સમાધાન શોધો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે લાભની જગ્યાએ મહેનત વધારે રહેશે. આજે કોઈ ખાસ સફળતા તો મળશે નહીં પરંતુ ભવિષ્યને લગતી યોજનાઓ પોઝિટિવ રહેશે. આ સમયે માર્કેટિંગને લગતી ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- કોઇની વાતને લઇને પતિ-પત્ની વચ્ચે વિવાદ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામનો ભાર લેવાના કારણે માથાનો દુખાવો અનુભવ થશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઈ ગુરુ સમાન વ્યક્તિ સાથે મુલાકાત તમારી અંદર પોઝિટિવ ઊર્જા પ્રવાહિત કરી શકે છે. છેલ્લી થોડી અસફળતાઓથી બોધપાઠ મેળવીને તમે તમારા કાર્યોને વધારે સારી રીતે જાળવી રાખવાની કોશિશ કરશો.

નેગેટિવઃ- તમારી ઉપર કામનો વધારે ભાર ન લો. નહીંતર પછતાવું પડી શકે છે. મિત્રો સાથે વધારે સંપર્કમા ન રહો. તમારા વ્યક્તિગત કાર્યો ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો. બેદરકારીના કારણે કોઈ નુકસાન થઈ શકે છે.

વ્યવસાયઃ- નોકરી અને વેપારમાં અનુકૂળતા બની રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કોઈ કાર્ય પ્રત્યે ચાલી રહેલી મહેનત અને પરિશ્રમનું આજે યોગ્ય પરિણામ મળવાનું છે. તમે ઘણી હદે સુકૂન અનુભવ કરશો. કોઇ નવી વસ્તુની ઓનલાઇન ખરીદદારી પણ શક્ય છે. કોઇ પ્રિય મિત્ર સાથે વાર્તાલાપ મનને સુકૂન આપશે.

નેગેટિવઃ- આવક અને વ્યયમા તાલમેલ જાળવી રાખો. અન્યની સલાહને પણ ગંભીરતાથી લો, તમને કોઈ યોગ્ય સમાધાન પણ મળી શકે છે. બાળકોની સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં તમારો સહયોગ ખૂબ જ જરૂરી રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઈ સમાજ સેવી સંસ્થા સાથે જોડાવવું અને સહયોગ કરવો તમને આત્મિક સુખ આપશે. ઘરના વડીલોના અનુભવનું પાલન કરવું તમને એક નવી દિશા આપી શકે છે. એટલે તેને ઇગ્નોર ન કરો.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહેશે. તમારી વ્યક્તિગત વાતોને જાહેર થવા દેશો નહીં. નહીંતર કોઈ માનહાનિ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. ઘર-પરિવારની દેખરેખમાં જ તમારો સમય પસાર થશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કોઈ પરિવર્તન કરવાની યોજના છે તો વાસ્તુ નિયમોનું પાલન કરો.

લવઃ- સુખનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય નરમ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થશે અને આ મુલાકાત એકબીજા માટે મદદગાર સાબિત થશે. તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખો. તમારી દિનચર્યા અને વિચારોમાં થોડો પોઝિટિવ પરિવર્તન લાવવાની કોશિશ કરો.

નેગેટિવઃ- પ્રોપર્ટીને લગતા કોઈપણ કાર્યમાં દેવુ લેવાની શક્યતા આવી શકે છે. પરેશાન થશો નહીં, સમય રહેતા દેવુ ચૂકવી પણ શકશો. ઘરમાં ચાલી રહેલો તણાવ પણ તમારી સમજણ દ્વારા ઉકેલાઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય અનુકૂળ છે.

લવઃ- પરિવારના બધા સભ્યોમાં તાલમેલ અને સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાકને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમારી કોઇ મહેનત અને પરિશ્રમનું અનુકૂળ પરિણામ પ્રાપ્ત થવાથી ખૂબ જ સુકૂન મળી શકે છે. જે કાર્ય પૂર્ણ ન થવાથી તમે આશા ગુમાવી ચૂક્યા હતાં, તે કાર્ય પણ મન પ્રમાણે ઉકેલાઈ જશે.

નેગેટિવઃ- કોઇની સાથે પણ રૂપિયા-પૈસાની લેવડ-દેવડ કરતી સમયે ચર્ચા-વિચારણા કરીને આગળ વધો. જલ્દી સફળતા મેળવવાના ચક્કરમા યુવાઓ નકારાત્મક ગતિવિધિઓ તરફ આકર્ષિત થાય નહીં.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી જે રૂપરેખા બનાવી હતી, તેના ઉપર કામ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે.

લવઃ- જીવનસાથી સાથે ઘરની કોઇ સમસ્યાને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટ ખરાબ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે અને સારી જાણકારીઓ મળશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા મતભેદ પણ આજે સરળતાથી ઉકેલાઈ શકે છે, એટલે કોશિશ કરતા રહો. ઘરના વડીલોનું માર્ગદર્શન લેવું તમારા માટે ખૂબ જ સારું રહેશે.

નેગેટિવઃ- થોડા લોકો પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે. નકારાત્મક લોકોની ગતિવિધિઓથી અજાણ ન રહો. માનસિક સુકૂન મેળવવા માટે કોઇ અધ્યાત્મિક ગતિવિધિ કે એકાંતમાં થોડો સમય પસાર કરવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- તમારી દરેક ગતિવિધિમા જીવનસાથી અને પરિવારના સભ્યોને સામેલ કરો.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત દિનચર્યા અને ખાનપાનની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વ્યસ્ત દિનચર્યા રહેશે. તમારું તમારા કામ પ્રત્યે સમર્પણ તથા વિશિષ્ટ લોકોનો તમારા પ્રત્યે સહયોગ સારી પરિસ્થિતિ બનાવી રહ્યો છે. સંતાનની કોઇ એક્ટિવિટીથી તમે ગર્વ અનુભવ કરશો.

નેગેટિવઃ- ક્યારેક તમારો શંકા કરવાનો સ્વભાવ અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં પણ લચીલાપણુ લાવો. કોઇની સાથે પણ વાતચીત કરતી સમયે અપશબ્દોનો પ્રયોગ ન કરો.

વ્યવસાયઃ- આજે કોઈ વ્યવસાયિક વિઘ્ન દૂર થઈ શકે છે.

લવઃ- લવ અફેરના મામલે સાવધાન રહો.

સ્વાસ્થ્યઃ- ગેસ અને અપચા જેવી પરેશાનીથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યા અને ખાનપાનની આદતોમા સુધાર લાવવો જરૂરી છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય મિશ્રિત ફળદાયક છે. કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય અનુકૂળ તો છે, પરંતુ પહેલા તેના અંગે યોગ્ય તપાસ કરી લો. ઘર અને વેપાર બંને જગ્યાએ યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે તમે યોગ્ય કાયદા બનાવશો.

નેગેટિવઃ- રૂપિયાની લેવડદેવડ કે ઉધાર જેવી ગતિવિધિઓથી દૂર રહો. તેના કારણે તમને પણ આર્થિક નુકસાન થઈ શકે છે. કોઇ પાડોસી કે મિત્ર સાથે વિવાદમા ઉતરશો નહીં.

વ્યવસાયઃ- વેપારમાં ગતિવિધિઓ થોડી ધીમી રહેશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે.

સ્વાસ્થ્યઃ- જોખમી કાર્યોથી દૂર રહો.