બુધવારનું રાશિફળ:બુધવારનો દિવસ મેષ રાશિના લોકો માટે સારો રહેશે, ગ્રહ સ્થિતિ પક્ષમાં રહેશે, આત્મવિશ્વાસ વધશે

2 વર્ષ પહેલા
  • મિથુન રાશિના જાતકો નવું કામ શરૂ ના કરે, મીન રાશિને કાર્યક્ષેત્રમાં અડચણો આવશે
  • રેવતી નક્ષત્રને કારણે ઉત્પાત નામનો અશુભ યોગ, 7 રાશિ માટે મધ્યમ દિવસ

23 ડિસેમ્બર, બુધવારના રોજ રેવતી નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે ઉત્પાત નામનો અશુભ યોગ આખો દિવસ રહેશે. આ સાથે જ ચંદ્ર તથા મંગળની યુતિથી મહાલક્ષ્મી યોગ પણ બની રહ્યો છે. આ કારણે કેટલાંક જાતકો માટે દિવસ સારો રહેશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન તથા મીન રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. સાત રાશિના જાતકોએ નોકરી તથા બિઝનેસમાં ખાસ સાવધાની રાખવી. આ ઉપરાંત શુભ યોગને કારણે મેષ, કન્યા, તુલા, મકર તથા કુંભ રાશિને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે.

23 ડિસેમ્બર, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. બાળકોના ભવિષ્યને લઇને થોડી લાભદાયક યોજના ફળશે. જેનાથી તમારામાં આત્મવિશ્વાસ વધશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો. ઘરમાં કોઇ નજીકના મહેમાન આવવાથી વાતાવરણ સારું રહેશે.

નેગેટિવઃ- આ સમયે તમારી સફળતાને લગતાં દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો. જો આ સમયે વાહનને લગતી કોઇ લોન લેવાની યોજના બની રહી છે, તો પહેલાં તેના અંગે વિચાર કરો.

વ્યવસાયઃ- કોઇ નવા કામની શરૂઆત થશે, પરંતુ આ સમયે વધારે લાભની આશા ન રાખીને મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારા મન પ્રમાણે કોઇ ઇચ્છા પૂર્ણ થશે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. નવા કાર્યોની યોજના બનશે તથા તેને ગતિ આપવા માટે થોડાં લોકોનો સહયોગ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- હાલ પોતાને સાબિત કરવા માટે વધારે મહેનતની જરૂરિયાત છે. આર્થિક મામલે હાથ ઢીલો રહેશે. આ સમયે તમારી ગતિવિધિઓની ગોપનીયતા જાળવી રાખો.

વ્યવસાયઃ- વીમા તથા કમીશનને લગતાં કાર્યોમાં વધારે સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં અહંકારને લઇને થોડાં વિવાદ પણ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવની પરેશાની રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્યને કરતાં પહેલાં પોતાના પારિવારિક સભ્યની સલાહ લો. બાળકના કરિયરને લગતી કોઇ સૂચના મળવાથી ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- આજે કોઇ જગ્યાએ રૂપિયાનું રોકાણ કરશો નહીં, કેમ કે તેના માટે સમય અનુકૂળ નથી. કોઇ સાથે પણ સંબંધ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખો નહીંતર સમાજમાં તમારું નામ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- જો તમારો પારિવારિક વ્યવસાય છે, તો તેના ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- પારિવારિક સભ્યોનો સહયોગ તથા એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના ઘરના વાતાવરણને ખુશહાલ જાળળી રાખશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક થોડા નકારાત્મક વિચાર તમારા ઉપર હાવી થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- રૂપિયાની આવકની દૃષ્ટિએ સમય શ્રેષ્ઠ છે. તમે તમારા વિચાર અને બુદ્ધિમત્તાથી દરેક સમસ્યાનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશો. કોઇ સંત કે તમારા ગુરુના સાનિધ્યમાં રહેવું તમને માનસિક શાંતિ પ્રદાન કરશે.

નેગેટિવઃ- તમારો વધારે અનુશાસિત સ્વભાવ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારા ઉપર જવાબદારીઓનો ભાર વધારે રહેશે. આ સમયે કોઇપણ પ્રકારની યાત્રા કરશો નહીં.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં તમારા કામ કરવાનો જોશ ગજબ રહેશે.

લવઃ- તમારે કોઇને કોઇ જગ્યાએ પારિવરિક જીવનમાં તાલમેલ જાળવી રાખવાની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં સુધાર આવશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે દરેક કામને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો અને સફળ પણ રહેશો. તમારી અંદર આત્મિક શાંતિ રહેશે. સંબંધીઓ તથા પાડોસીઓ સાથે સંબંધોમાં વધારે સુધાર આવશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ગુસ્સા કે જિદ્દ જેવી નકારાત્મક વાતોના કારણે તમારા થોડાં કામ ખરાબ થઇ શકે છે. આવકના સાધનમાં પણ ઘટાડો આવી શકે છે. જેના કારણે મનમાં થોડી પરેશાની રહેશે.

વ્યવસાયઃ- આ સમય વ્યવસાયિક કાર્યોમાં વધારે ધ્યાન રાખવું જરૂરી છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડા વિવાદની સ્થિતિ બનશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે શરીરમાં દુખાવો અને હળવા તાવની સ્થિતિ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે તમારા કર્મ તથા પુરૂષાર્થના માધ્યમથી થોડા મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. આર્થિક સ્થિતિ પણ સશક્ત રહેશે. મનોયોગથી તમારા લક્ષ્ય પ્રત્યે તમે સમર્પણ રહો.

નેગેટિવઃ- આ સમયે ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. બેદરકારીના કારણે રૂપિયા બરબાદ થઇ શકે છે. કોર્ટ કેસને લગતા મામલે આજે કોઇપણ પ્રકારનું સમાધાન મળવાની આશા નથી.

વ્યવસાયઃ- વેપારમાં તમને કોઇ નવો પ્રયોગ અમલ કરવો લાભદાયક રહેશે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજે થોડા સમયે આત્મમંથન તથા એકાંતમાં પસાર કરવાની કોશિશ કરો. તેનાથી તમને થોડી રોજિંદી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકશો. આજનો દિવસ ધનને લગતાં કોઇ રોકાણ માટે ખૂબ જ ઉત્તમ છે.

નેગેટિવઃ- તમારા પરિવારની જરૂરિયાતને નજરઅંદાજ ન કરો. તેમનું ધ્યાન રાખવું તમારું જવાબદારી છે. ગુસ્સા અને આવેગના કારણે અનેકવાર બનતું કામ બગડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં પરિસ્થિતિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે તમારી નાણાંકીય યોજનાને લગતાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. તે તમારા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઘરના રિનોવેશનને લગતાં કાર્યોમાં પણ સમય યોગ્ય છે.

નેગેટિવઃ- કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. તમે કોઇ દુવિધામાં ખરાબ રીતે ફસાઇ શકો છો. બાળક પક્ષને લઇને પણ કોઇ ચિંતા રહી શકે છે. શાંતિથી સમસ્યાનો ઉકેલ શોધવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારા હાજરી જરૂરી છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સહયોગાત્મક રહેશે.

સ્વાસ્થ્યઃ- અકારણ જ તણાવની સ્થિતિ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરવાથી તમારી સામાજિક સીમા વધશે. તમે ભાનવાત્મક રૂપથી પોતાને મજબૂત અનુભવ કરશો. બધી પરેશાનીઓનો ઉકેલ તમારી બુદ્ધિમત્તા તથા વિવેક દ્વારા શોધવાની કોશિશ કરો.

નેગેટિવઃ- ઉતાવળમાં લીધેલાં નિર્ણય બદલવા પડી શકે છે. સમજી-વિચારીને જ કોઇ કાર્ય કરો. આર્થિક સ્થિતિને ઠીક કરવા માટે ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- કારોબારમાં મનગમતું પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે પૂર્ણ સજાગ રહેવાની જરૂરિયાત છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે કોઇપણ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધવા માટે સમય ઉત્તમ છે, એટલે કોશિશ કરતાં રહો. છેલ્લાં થોડા સમયથી જે યોજના બનાવી હતી, તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી ભાવનાઓ તથા ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવવામાં આવી શકે છે. આર્થિક રૂપથી પણ થોડી સમસ્યાઓ સામે આવશે. કોઇ સાથે સંપર્ક સ્થાપિત કરતી સમયે સાવધાન રહેવું જરૂરી છે.

વ્યવસાયઃ- જમીન કે વાહનને લગતાં વ્યવસાયમાં સુધાર આવી શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવાર સાથે હરવા-ફરવા તથા મનોરંજનમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ધન મામલે આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઘરમાં સુધારને લગતી જે યોજના બનાવો છો તેમાં વાસ્તુ નિયમોનું પાલન કરો. રોચર તથા જ્ઞાનવર્ધક સહિત્ય વાંચવામાં પણ થોડો સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ- કોઇ સાથેપણ વધારે વાદ-વિવાદ ન કરશો. તેનાથી તમે પોતાની પણ માનહાનિ થઇ શકે છે. પારિવારિક જવાબદારીઓ વધશે. તમે તેને નિભાવવામાં સક્ષમ રહેશો.

વ્યવસાયઃ- વેપારમાં બધા કામ યોગ્ય રીતે ચાલતાં રહેશે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના સભ્યોની મદદ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ગેસ, વાયુ વગેરેના કારણે સાંધામાં દુખાવો અને બેચેની જેવી સમસ્યા રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય માન-પ્રતિષ્ઠા વર્ધક છે. મુશ્કેલીઓ તથા બાધાઓ સિવાય તમે મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી આસપાસના પોઝિટિવ લોકો સાથે થોડો સમય પસાર કરવાથી તમને માનસિક રૂપથી ખૂબ જ હળવાશ અનુભવ થશે.

નેગેટિવઃ- તમારા બજેટને તમારી જરૂરિયાત પ્રમાણે સીમિત અને સંતુલિત રાખો. બાળકોએ વધારે ઢીલા ન થવું, નહીંતર કોઇ નકારાત્મક ગતિવિધિઓથી પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કામમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ બહારની વ્યક્તિના કારણે ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને એલર્જીની તકલીફ રહેશે.