22 સપ્ટેમ્બરનું રાશિફળ:મંગળવારે મેષ સહિત 8 રાશિના જાતકોનો બિઝનેસની દૃષ્ટિએ દિવસ શુભફળદાયી રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

22 સપ્ટેમ્બર, મંગળવારના રોજ અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમા હોવાને કારણે વજ્ર નામનો અશુભ યોગ બની રહ્યો છે. આ સાથે જ ચંદ્રમા પોતાની ઊતરતી રાશિમાં પણ રહેશે. આ જ કારણે કેટલાંક જાતકો માટે આજનો દિવસ ઠીક રહેશે નહીં. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, આજે કન્યા તથા તુલા રાશિના જાતકોને જોબ તથા બિઝનેસમાં સંભાળીને રહેવું. આ રાશિના જાતકોને ગ્રહ-નક્ષત્રોનો સાથ મળી શકશે નહીં. તો કર્ક, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આ છ રાશિના જાતકોએ મનમાં વિચારેલા કામો પૂરા તો થશે, પરંતુ મુશ્કેલીઓ રહેશે. આથી જ તેમણે સાચવવું. આ સિવાય મેષ, વૃષભ, મિથુન તથા સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આ 4 રાશિને આજે લેવડ-દેવડ તથા રોકાણમાં ફાયદો થઈ શકે છે.

22 સપ્ટેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે ઘરને લગતાં કાર્યોને સંપન્ન કરવામાં વ્યસ્તતા બની રહેશે. કોઇ વિશેષ વ્યક્તિનું સાંનિધ્ય પ્રાપ્ત થશે. જેના દ્વારા તમારી વિચારધારામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવશે.

નેગેટિવઃ- બપોર પછી કોઇ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. બનતાં કાર્યોમાં થોડાં વિઘ્નો આવી શકે છે. અજાણ વ્યક્તિ ઉપર ખૂબ જ વધારે વિશ્વાસ ન કરવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું માન-સન્માન અને દબદબો જળવાયેલું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરેલું ઇલાજ સાથે જ સ્વાસ્થ્ય ઠીક થઇ જશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ અથવા ઉધાર આપેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. કોઇ મુશ્કેલ કાર્યમાં નજીકના મિત્રનો યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહથી બનતું કામ ખરાબ થઇ શકે છે. જેનાથી ઘરની સુખ-શાંતિ પણ પ્રભાવિત થશે. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ થવાં દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં જો કોઇ સાથે પાર્ટનરશિપ કરવાનું વિચારી રહ્યા છો તો આજે તેના ઉપર ગંભીરતાથી અમલ કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ પ્રસન્નતા પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે તમે પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો અને તેમાં સફળતા મળશે. વાહન ખરીદવાને લગતી યોજના બનશે.

નેગેટિવઃ- કોઇ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે મનમુટાવ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. એટલે ફાલતૂના વિવાદમાં ધ્યાન ન આપીને તમારા કામ ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી આવડત અને યોગ્યતાના બળે મહત્ત્વપૂર્ણ કરાર પ્રાપ્ત થશે.

લવઃ- તમારી વ્યસ્તતાના કારણે જીવનસાથીનું ઘરની દેખરેખમાં સંપૂર્ણ ધ્યાન રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે દિનચર્યા સારી રાખવી ખૂબ જ જરૂરી છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ઘરમાં નજીકના સંબંધીઓના આવશે. રોજિંદાનો થાક તથા વ્યસ્ત દિનચર્યાથી રાહત મળશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ અને કરિયરને લગતી સમસ્યાઓનું સમાધાન પણ મળશે.

નેગેટિવઃ- કોઇ નવું રોકાણ કરતાં પહેલાં યોગ્ય રીતે તપાસ કરી લો. ખોટાં કાર્યોમાં ધન ખર્ચ થવાના યોગ પ્રબળ બનેલાં છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સ્પર્ધા સક્રિય થઇ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે વાહનનો પ્રયોગ કરશો નહીં.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- જે કામ છેલ્લાં થોડાં સમયથી અટવાયેલું હતું તે આજે વધારે પ્રયાસોથી પૂર્ણ થઇ જશે. કોઇ સંબંધીને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- ખરાબ નિયતના લોકો તથા ખરાબ આદતોથી અંતર જાળવી રાખવું અતિ જરૂરી છે. નહીંતર તમારું અપમાન કે માનહાનિ થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં જો થોડાં રિનોવેશન કે વિસ્તારને લગતી યોજના બની શકે છે.

લવઃ- પતિ-પત્નીની વચ્ચે નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓને લગતી સીમા વધશે. નવા મહત્ત્વપૂર્ણ સંબંધ પણ સ્થાપિત થશે. બાળકોની ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, સામાજિક કાર્યો સાથે-સાથે પારિવારિક મુદ્દા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ઘરને લગતાં કામ અટકી જવાથી તણાવ ઊભો થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ અને સહયોગીઓની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં.

લવઃ- પતિ-પત્નીમાં સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટી જેવી હળવી સમસ્યા રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરના બાંધકામને લગતું અધૂરું પડેલું કામ ફરી શરૂ થઇ શકે છે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે.

નેગેટિવઃ- ગુસ્સાને તમારા ઉપર હાવી થવાં દેશો નહીં. તમારું કામ ખરાબ થઇ શકે છે. કોઇ ઘનિષ્ઠ વ્યક્તિને લગતી અપ્રિય ઘટનાની સૂચના મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ- વેપાર અને નોકરીને લગતાં કોઇપણ કાર્યના મહત્ત્વપૂર્ણ નિર્ણય જાતે જ લો.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યા કે કમરનો દુખાવો રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- અચાનક જ કોઇ નજીકના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત રોજિંદા તણાવવાળા વાતાવરણથી રાહત આપશે. આ સમયે તમને એક નવી ઊર્જા અનુભવ થશે.

નેગેટિવઃ- થોડી નકારાત્મક પ્રવૃતિના લોકો તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે. આ દિવસોમાં ખર્ચ વધારે થઇ શકે છે. જેના કારણે થોડાં મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં રિનોવેશન તથા ફેરફારને લગતાં નિર્ણય લઇ શકશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કોઇ મહત્ત્વપૂર્ણ લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારી સંપૂર્ણ ઊર્જા લગાવી દેશો અને સફળ પણ રહેશો. વિદ્યાર્થીઓને કોઇ ઇન્ટરવ્યૂમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇ પ્રકારનો ઝઘડો કે વિવાદ થવાની આશંકા છે. ફાલતુ ગતિવિધિઓમાં આજે તમારો સમય ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ- આજે વ્યવસાયમાં એક પછી એક પરેશાનીનો અનુભવ થશે.

લવઃ- પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળમાં જવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- ઍસિડિટી અને ગેસની સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારા રાજનૈતિક સંબંધને વધારે મજબૂત કરો. કેમ કે, મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ તમારી રાહ જોઇ રહી છે. આ સમયે ગ્રહ ગોચર પૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે, સામાજિક કાર્યોમાં તમારી છાપ ખરાબ થાય નહીં. એટલે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી થોડું અંતર જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તારને લગતી જે યોજના બની છે તેના ઉપર ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં મતભેદોનું સમાધાન થશે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવના કારણે માથાનો દુખાવો અને ઍસિડિટી જેવી સમસ્યા ઊભી થશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં સમયથી જે યોજનાઓ બની રહી હતી હવે તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય છે. અધ્યાત્મિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ વ્યસ્તતા રહેશે.

નેગેટિવઃ- થોડાં લોકો તમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી શકે છે. આર્થિક રીતે પણ થોડી સમસ્યાઓ આજે રહી શકે છે.

વ્યવસાયઃ- તમારા ગુસ્સા અને ઉતાવળીયા સ્વભાવ ઉપર કાબૂ રાખો નહીંતર કામ છેલ્લાં ક્ષણે અટકી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજના ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં સંપૂર્ણ રીતે કામ કરી રહ્યા છે. તમારી કોઇપણ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધવા માટે સમય ઉત્તમ છે. એટલે મહેનત કરતાં રહો.

નેગેટિવઃ- તમારી ભાવનાઓ અને ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવવામાં આવી શકે છે. એટલે કોઇ સાથે પણ સંપર્ક સ્થાપિત કરતી વખતે સાવધાન રહેવું જરૂરી છે.

વ્યવસાયઃ- જમીન કે વાહનને લગતાં વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે.

લવઃ- જીવનસાથી સાથે હરવા-ફરવા તથા રોમેન્ટિક ગતિવિધિઓમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે પાચન શક્તિ ખરાબ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...