22 ઓક્ટોબર, ગુરુવારના રોજ ગ્રહ-નક્ષત્રોથી પ્રજાપતિ, સુકર્મા તથા ગજકેસરી નામના યોગ બની રહ્યા છે. આ ત્રણેય શુભ યોગનો ફાયદો મિથુન, કર્ક, સિંહ, ધન, મકર તથા કુંભ રાશિના જાતકોને મળશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના મતે, આ છ રાશિના જાતકોને લેવડ-દેવડ તથા રોકાણમાં ધન લાભ થઈ શકે છે. જોબ તથા બિઝનેસમાં ફાયદો થશે. વિચારેલાં તમામ કામો પૂરાં થશે અને અડચણો દૂર થશે. આ ઉપરાંત કન્યા તથા મીન રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું. આ રાશિના જાતકોએ ઉતાવળ તથા જોખમથી બચીને રહેવું. તો મેષ, વૃષભ, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહેશે.
22 ઓક્ટોબર, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે એ અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ
મેષઃ-
પોઝિટિવઃ- આજે ગ્રહસ્થિતિઓ સારી બનેલી છે. માનસિક શાંતિ રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી આર્થિક સ્થિતિને વધારે સારી જાળવી રાખશે.
નેગેટિવઃ- કોઇ મિત્ર કે પાડોશી સાથે ક્લેશ કે વાદ-વિવાદની સ્થિતિ બની રહી છે, એટલે અન્યના મામલાઓથી દૂર જ રહેવું. તમારી વાતચીતની દૃષ્ટિમાં થોડી નરમાશ લાવશો તો સારું રહેશે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ક્ષેત્રમાં પાર્ટનરશિપને લઇને ચાલી રહેલા વિવાદોનું સમાધાન મળી શકશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે સારો તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- ઘરમાં કોઇ પ્રિય મિત્ર આવવાથી મન ખુશ રહેશે. પરિવાર સાથે હરવા-ફરવા અને મોજ-મસ્તીમાં પણ સમય પસાર થશે. થોડી નવી યોજનાઓ પર ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરો, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે.
નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ભાવુકતા હોવાના કારણે નાની નકારાત્મક વાત પણ તમને દુઃખી કરી શકે છે, જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે. આવકની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણયને ટાળો.
લવઃ- જીવનસાથી સાથે કોઇપણ વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આજે તમારી પ્રભાવશાળી વાણી અને ઉત્તમ વ્યક્તિત્વનો પોઝિટિવ પ્રભાવ અન્ય લોકો પર પડશે. વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગને પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની ઉત્તમ સંભાવનાઓ છે, એટલે સંપૂર્ણ એકાગ્રચિત્ત થઇને તમારા લક્ષ્ય પ્રત્યે ધ્યાન લગાવો.
નેગેટિવઃ- ક્યારેક વધારે ઉતાવળ અને ઉત્તેજનાના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે મનદુઃખ થવાની આશંકા છે. સુખ-સુવિધાઓને લગતાં કાર્યો પર વધારે ખર્ચ થશે.
વ્યવસાયઃ- કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યવસાયમાં મદદગાર સાબિત થઇ શકે છે.
લવઃ- વધારે વ્યસ્તતાના કારણે પતિ-પત્ની એકબીજાને સમય આપી શકશે નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે તમારાં બધાં કાર્યો સંપન્ન થતાં જશે. આજનું ગ્રહ ગોચર તમારા માટે લાભની સ્થિતિઓ બનાવી રહ્યું છે, એટલે સમયનો સહયોગ કરો.
નેગેટિવઃ- કોઇ અજાણ વ્યક્તિ સાથે રૂપિયાને લગતી લેવડ-દેવડને લઇને કોઇ વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે, પરંતુ સમય રહેતાં બધું જ ઠીક થઇ જશે, એટલે વધારે ચિંતા કરશો નહીં. આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે.
વ્યવસાયઃ- આજે વ્યાવસાયિક ગતિવિધિઓ થોડી મંદ જ રહેશે, પરંતુ તમે તમારી ક્ષમતાના બળે આર્થિક સ્થિતિને મજબૂત જાળવી રાખવામાં સક્ષમ રહેશો.
લવઃ- પરિવાર સાથે શોપિંગ કરવી અને તેમની સાથે થોડો સમય પસાર કરવો, સંબંધોને વધારે સારા જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- ગળામાં અને છાતિમાં કફ, ઉધરસના કારણે ઇન્ફેક્શન થઇ શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજે મોટા ભાગનો સમય પરિવાર સાથે મનોરંજનમાં પસાર થશે. ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સારું રહેશે. આજે તમે તમારી અંદર ઉત્સાહ અને તાજગીનો પણ અનુભવ કરશો.
નેગેટિવઃ- ઘરના કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહી શકે છે. હોસ્પિટલની ભાગદોડ વધી શકે છે. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખવું. નહીંતર પસ્તાવું પડી શકે છે.
વ્યવસાયઃ- તમે તમારું ધ્યાન અન્ય ક્ષેત્રો પર પણ કેન્દ્રિત રાખો.
લવઃ- ઘરનું વાતાવરણ સારું અને મધુર જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાની પ્રવૃત્તિથી દૂર રહો.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- તમે કોઇપણ મુશ્કેલ કામને સમજી-વિચારીને અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો પ્રત્યે રસ વધશે. તમારો વિનમ્ર સ્વભાવ સંબંધીઓ અને સમાજમાં સન્માનદાયક રહેશે.
નેગેટિવઃ- કોઇ નજીકની વ્યક્તિ સાથે અચાનક જ કોઇ મુદ્દે વાદ-વિવાદ ઉત્પન્ન થઇ શકે છે, જેને કારણે તમારી માન-હાનિ થવાની આશંકા છે. અન્યના મામલે હસ્તક્ષેપ કરશો નહીં.
વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્યોમાં વધારે સાવધાન રહેવું જરૂરી છે.
લવઃ- જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યાને યોગ્ય જાળવી રાખો.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- કોઇપણ કાર્ય કરતાં પહેલાં એના પોઝિટિવ અને નેગેટિવ સ્તર પર વિચાર કરવો. આવું કરવાથી અનેક વસ્તુઓ તમારા પક્ષમાં યોગ્ય રીતે સંપન્ન થતી જશે. ધર્મ-કર્મ અને આધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ આસ્થા રહેશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કોઇ નજીકના મિત્ર કે પાડોશીઓ સાથે નાની વાતને લઇને સંબંધ ખરાબ થઇ શકે છે. જમીનને લગતાં કાર્યોમાં વધારે લાભની આશા ન કરશો, કેમ કે વધારે લાલચથી નુકસાન થશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં જે થોડા ફેરફાર લાવવાની યોજના બનાવી છે, એને ગતિ આપવાનો યોગ્ય સમય આવી ગયો છે.
લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે. પ્રેમ સંબંધમાં પણ મધુરતા વધશે.
સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થવાની સ્થિતિ બની રહી છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળશે. તમારે તમારી ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરવાની જરૂરિયાત છે, જેમાં તમને સુખદ પરિણામ પ્રાપ્ત થશે. બાળકની શિક્ષાને લગતી સફળતાથી પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.
નેગેટિવઃ- અપરિચિત વ્યક્તિઓ પર બિલકુલ વિશ્વાસ કરશો નહીં, નહીંતર તમારું જ નુકસાન થઇ શકે છે. બાળકનો જિદ્દી કે અડિયલ વ્યવહાર તમારા માટે ચિંતાનું કારણ બનશે.
વ્યવસાયઃ- વેપારમાં જે વિસ્તારને લગતી યોજનાઓ ઘણા સમયથી અટવાયેલી હતી, તેને આજે પૂર્ણ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે.
લવઃ- પ્રેમ પસંદ મર્યાદા પૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો અને વાયુ વિકાર જેવી સ્થિતિ રહેશે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ અટવાયેલા કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવા સંભવ છે, એટલે આર્થિક ગતિવિધિઓ પર તમારું ધ્યાન વિશેષ રૂપથી કેન્દ્રિત રાખો. કોઇ સન્માન સમારોહમાં જવાનું નિમંત્રણ પણ મળી શકે છે.
નેગેટિવઃ- ક્યારેક મનમાં નિરાશાજનક અને નકારાત્મક વિચારોની સ્થિતિ રહી શકે છે. રૂપિયા આવતાં પહેલાં જવાનો પણ રસ્તો તૈયાર રહેશે. કોઇ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં આ સમયે નવા પ્રસ્તાવ પ્રાપ્ત થશે.
લવઃ- ઘરેલુ જીવનમાં એક પછી એક પરેશાનીઓ આવશે, જેના કારણે તણાવ રહેશે.
સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે હોર્મોનને લગતા ફેરફાર અનુભવ થશે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજે તમારું સંપૂર્ણ ધ્યાન પેમેન્ટ વગેરે એકત્રિત કરવામાં કેન્દ્રિત કરો. અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવામાં સરળતા રહેશે. તમે તમારી વાણી અને કાર્યક્ષમતા દ્વારા કોઇપણ કામ કરાવવામાં સક્ષમ રહેશો.
નેગેટિવઃ- કોઇ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થવાના યોગ બની રહ્યા છે, એટલે અન્યના મામલે દખલ કરશો નહીં અને થોડું ધૈર્ય રાખીને વાત કરવી યોગ્ય રહેશે.
વ્યવસાયઃ- થોડી વિશ્વાસપાત્ર પાર્ટીઓથી તમને નવા અને મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ પ્રાપ્ત થશે.
લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- ઘરમાં નજીકના સંબંધીઓની અવરજવરથી ઉત્સવભર્યું વાતાવરણ રહેશે. કોઇ કુંવારા સભ્ય માટે સારા સંબંધ પણ આવે એવી સંભાવના છે. સંબંધીઓ સાથે હળીમળી તથા એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન દિનચર્યામાં થોડું પોઝિટિવ પરિવર્તન લાવશે.
નેગેટિવઃ- બાળકો પર કઠોર નિયંત્રણ ન કરીને તેમને પણ તેમની ઇચ્છા પ્રમાણે દિવસ પસાર કરવાની આઝાદી આપો. તમારો ઈગો અને ગુસ્સાને કારણે વાતાવરણ થોડું અસ્ત-વ્યસ્ત થઇ શકે છે.
વ્યવસાયઃ- આજે ફોન કોલ દ્વારા કોઇ વ્યાવસાયિક મહત્ત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થશે.
લવઃ- જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આજે બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થોડો લાભ લઇને આવી રહી છે. કોઇ રાજનૈતિક કે પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થવાની છે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી કોઇપણ યોજના સાર્વજનિક થાય નહીં, નહીંતર અન્ય વ્યક્તિ ખોટી ભાવનાથી તમારો ફાયદો ઉઠાવી શકે છે. યુવાવર્ગ ફાલતુ કાર્યમાં ટાઇમ ખરાબ ન કરીને ભવિષ્યને લગતી રૂપરેખાને તૈયાર કરે.
વ્યવસાયઃ- આજે માર્કેટિંગને લગતાં કાર્યોમાં વિશેષ સાવધાની રાખવી જરૂરી છે.
લવઃ- પારિવારિક જીવન સારું જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.