સોમવારનું રાશિફળ:સોમવારે મિથુન જાતકોએ થોડા વિઘ્નનો સામનો કરવો પડશે, અનુભવી વ્યક્તિની સલાહ મદદગાર સાબિત થશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેષ સહિત 3 રાશિને ધન લાભ થશે, મીન-સિંહ મકર માટે દિવસ શુભ
  • મિથુન સહિત 6 રાશિ માટે દિવસ સામાન્ય રહેવાની શક્યતા

22 નવેમ્બર, સોમવારના રોજ સાધ્ય તથા આનંદ નામના બે શુભ યોગ બની રહ્યા છે. મેષ, વૃષભ તથા કર્ક રાશિને આર્થિક ફાયદો થશે. સિંહ, મકર તથા મીન રાશિના કામકાજમાં આવતી અડચણો દૂર થશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળશે. મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન તથા કુંભ રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

22 નવેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં દિવસનો મોટાભાગનો સમય પસાર થઈ જશે. ઘરની વ્યવસ્થા ઉત્તમ જળવાયેલી રહેશે. પોતાને સમર્થ અને ઊર્જાવાન અનુભવ કરશો. તમે થોડા એવા કામ પણ કરશો જેથી તમારી રચનાત્મકતા સામે આવશે

નેગેટિવઃ- વ્યક્તિગત જીવનમાં બહારના વ્યક્તિઓની દખલ થવા દેશો નહીં. થોડા નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે, જેના કારણે મન નિરાશ રહેશે. તમારી ઇચ્છાઓને જલ્દી પૂર્ણ કરવા માટે કોઈપણ પ્રકારનો ખતરો ઉઠાવશો નહીં.

વ્યવસાયઃ- સરકારી કાર્યોને સમય રહેતા પૂર્ણ કરવાની કોશિશ કરો કેમ કે આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તથા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા તમને ઊર્જાવાન રાખશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી સુકૂન રહેશે. દિવસ શાનદાર પસાર થશે. કામને નવી રીતે કરવા માટે કોશિશ કરતા રહો. સંપર્કોની સીમા વધશે તથા લાભદાયક પણ રહેશે.

નેગેટિવઃ- આ સમયે થોડી પરેશાનીઓ સામે આવી શકે છે. તેનો સામનો કરવા માટે તમારે મહેનત કરવી પડશે. ખર્ચમાં કાપ મુકવો પડશે નહીંતર આર્થિક સમસ્યાઓ આવી શકે છે.

વ્યવસાયઃ- યુવાઓને કોઈ રોજગાર કે નોકરીને લગતી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી પરેશાની રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી જે કામને પૂર્ણ કરવાની કોશિશ કરી રહ્યા હતાં, આજે તેમાં મન પ્રમાણે સફળતા મળવાની શક્યતા છે. નવી ગાડી ખરીદવાના પણ યોગ પ્રબળ બની રહ્યા છે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે થોડા વિઘ્ન પણ આવી શકે છે. જેથી આત્મવિશ્વાસ હલી જશે. કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લેવી. ખોટા કાર્યોમાં સમય ખરાબ ન કરો.

વ્યવસાયઃ- અનુભવી લોકો સાથે વેપારને લગતી જાણકારીઓ પ્રાપ્ત કરો.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારના લીધે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઈ પારિવારિક સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત અને સુકૂન મળી શકે છે. મિત્રોનો પણ પૂર્ણ સહયોગ મળશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતા વધારે સારી જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- બની શકે છે કે તમારી ઇચ્છા પૂર્તિ માટે સ્વાર્થની ભાવના પણ રાખવી પડે. થોડા લોકો તમારો વિરોધ કરશે તથા પીઠ પાછળ તમારી આલોચના પણ થઈ શકે છે. આ વાતો ઉપર ધ્યાન ન રાખીને તમારા કાર્યો પ્રત્યે સમર્પિત કરો.

વ્યવસાયઃ- વેપારમાં થોડા વિઘ્ન અને પરેશાનીઓ આવી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા વ્યક્તિત્વને વધારે નિખારવા માટે યોગ કરો

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઈ પોલિસી કે પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવાનો અનુકૂળ સમય છે તથા તમારી ચતુરાઈ અને સમજણથી મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરી લેશો. કોઈ પરમ મિત્ર સાથે મુલાકાત સાર્થક રહેશે. તમે દરેક પરિસ્થિતિમાં સુખી રહેવાનું શીખશો.

નેગેટિવઃ- દિવસના બીજા પક્ષમાં કોઈ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. માનસિક રીતે તમે થોડા નિરાશ રહેશો. કોઈના ઝઘડામાં પડશો નહીં. વાણી અને મન ઉપર નિયંત્રણ રાખવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે તથા આત્મ સંતુષ્ટિ રહેશે.

લવઃ- પ્રેમી/પ્રેમિકાને ડેટિંગનો અવસર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન ઉપર ખાસ નિયંત્રણ રાખવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી કોઈ નકારાત્મક આદતને બદલવાની કોશિશ કરશો અને તમે તેમાં સફળ પણ રહેશો. ધાર્મિક તથા માંગલિક કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. ઘરમાં કોઈ મહેમાનના આવવાની શક્યતા છે.

નેગેટિવઃ- ખરાબ વાતોને લઈને તણાવ હાવી થવા દેશો નહીં. પોતાના જ લોકોથી કડવી વાતો સાંભળવાથી મન નિરાશ રહેશે. આ સમયે અન્ય લોકોની વાતોમાં ધ્યાન ન આપવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાજરી હોવી જરૂરી છે.

લવઃ- પ્રેમ અને રોમાન્સના મામલે તમે લકી સાબિત થઈ શકો છો.

સ્વાસ્થ્યઃ- ખોટી વાતોમાં તણાવ લેવાથી બચવું.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જમીનને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો આજે તેનું અનુકૂળ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. પરિવાર સાથે કોઈ ટૂરિઝમ સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે. સામાજિક ગતિવિધિઓમાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે.

નેગેટિવઃ- દિવસના બીજા પક્ષમાં ગ્રહ સ્થિતિ થોડી બદલાઈ જવાથી અસહજ અનુભવ થઈ શકે છે. અન્ય લોકોના કારણે તમે પરેશાનીમાં પડી જશો. ભાડુઆત અને મકાન માલિક વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- તમે ઘરની વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવામાં સક્ષમ રહેશો.

સ્વાસ્થ્યઃ- કોઈ હળવી ઈજા થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- અચાનક જ તમને કોઈ એવા પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ મળશે જેના અંગે તમે કલ્પના પણ કરી નહીં હોય. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત તથા વિચારોનું આદાન-પ્રદાન તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે.

નેગેટિવઃ- ઉતાવળમાં લીધેલાં નિર્ણયોનું પરિણામ ખોટું મળી શકે છે. સમજી-વિચારીને જ તમારા કામને અંજામ આપો. કોઈ સંબંધી કે ઘનિષ્ટ વ્યક્તિની વાતો તમને ખરાબ લાગી શકે છે. હાલ તમારા માટે સમય અનુકૂળ નથી.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવી સંસ્થાઓ સામે જોડાવવાનો અવસર મળી શકે છે.

લવઃ- દાંપત્ય જીવનમાં મધુરતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પરિવારમાં કોઈ નવા મહેમાનની કિલકારીને લગતા શુભ સમાચાર મળશે. જીવનને પોઝિટિવ અને સુખમય જાળવી રાખવા માટે તમારી કોશિશ સફળ રહેશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત પણ થઈ શકે છે.

નેગેટિવઃ- જલ્દી સફળતા મેળવવા અને પોતાના કાર્યોના પરિણામ પ્રાપ્ત કરવા માટે ખોટા રસ્તાનો ઉપયોગ ન કરો. નહીંતર તેના કારણે તમારી ઇમેજ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોને ગતિ આપવા માટે તમારી મહેનત સફળ રહેશે.

લવઃ- પરિવારમાં એકબીજા સાથે તાલમેલ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે વધારે મસાલેદાર ભોજન ન કરો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ અને રિનોવેશનને લગતી ગતિવિધિઓની પ્લાનિંગ થશે. ઈશ્વરના આશીર્વાદથી તમે યોગ્ય સફળતા પ્રાપ્ત કરશો. ભાવનાત્મક રીતે તમે સક્ષમ અને સમર્થ રહી શકો છો. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓ તથા યુવાઓ માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત જીવનમાં કોઈ અન્ય વ્યક્તિની દખલ થવા દેશો નહીં કે તેમની વાતો ઉપર પણ અમલ કરશો નહીં. તમારું જ કોઈ આર્થિક નુકસાન થઈ શકે છે. તમારી બોલચાલની દૃષ્ટિએ કોઈનું મન દુઃખી થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં રોકાણ કે કોઈ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવાનો પ્લાન બની શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ વ્યવસ્થિત અને સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઈ ખાસ વ્યક્તિ સાથે મેલજોલ વધારો. જીવનમાં સ્થિરતા આવશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાએ જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે જે અટવાયેલાં કાર્યો માટે પરેશાન થઈ રહ્યા હતાં, તે કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ગંભીરતા અને ધૈર્ય જાળવી રાખો. મનમાં વિવિધ પ્રકારની શંકાઓ રહી શકે છે. તમામ સમસ્યાઓથી બહાર આવવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- આ સમય વ્યવસાયમાં વદારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- કામકાજ સાથે-સાથે થોડો સમય સ્વાસ્થ્ય માટે પણ કાઢવો

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. રોજિંદા જીવનમાં થોડો ફેરફાર લાવવા માટે રચનાત્મક અને રસપૂર્ણ કાર્યોમાં પણ સમય પસાર કરો. સંતાન પક્ષ તરફથી ચાલી રહેલી કોઈ ચિંતાથી છુટકારો મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ વાતને લઈને નિરાશા રહી શકે છે તથા તમે તમારા લક્ષ્યથી પણ ભટકી શકો છો. આ સમયે તમે તમારા મનને વશમાં રાખો. લોકોની ચિંતા ન કરીને પોતાના ઉપર જ ધ્યાન આપો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થામાં કરવામાં આવેલાં ફેરફારનું પોઝિટિવ પરિણામ મળી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં વિવાદની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બની રહેવા માટે પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે થોડો સમય પસાર કરો.